પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના ખૂંટીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું- પહેલા ચરણના મતદાનથી ત્રણ વાતો સ્પષ્ટ થઇ છે. લોકંતંત્રને મજબૂત કરવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પ્રત્યે ઝારખંડના લોકોની આસ્થા અભૂતપુર્વ છે. ભાજપ સરકારે નક્સલવાદની કમર તોડી નાખી છે. તેને ખૂબ નાના વિસ્તાર સુધી સમેટી દેવાયો છે. તેનાથી ડરનો માહોલ ઓછો થયો છે. વિકાસનો માહોલ બન્યો છે. મોદીએ કહ્યું- પ્રધાનમંત્રી બન્યા બાદ ખૂંટીમાં આ મારો બીજો પ્રવાસ ‘પહેલા ફેઝમાં જે રીતે ઝારખંડના લોકો મતદાન કરવા પહોંચ્યા અને મતદાન કર્યું તે પ્રથમ ચરણ માટે હું ઝારખંડના મતદારોનું અભિનંદન કરું છું. જોકે 30 નવેમ્બરે નિરાશામાં ડૂબેલા એવા લોકો જેમને ઝારખંડની જનતા…
કવિ: Satya Day News
શિયાળામાં શરીરને ઠંડીથી બચાવવા માટે સ્વેટર, જેકેટ જેવા ગરમ કપડા પહેરવામાં આવે છે. પરંતુ શરીર જો અંદરથી નબળું હોય એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો નાની,મોટી બીમારી શરીરને ઘેરી વળે છે. તેથી જ શિયાળામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ વસ્તુઓ ખાવાથી શરીર અંદરથી ગરમ અને નિરોગી રહે છે. આ વસ્તુઓમાં સૌથી વધારે લાભ કરે છે ગોળ અને દૂધ. દૂધ અને ગોળ શિયાળામાં શરીરને કેવા કેવા લાભ કરે છે તે જાણીએ આજે. દૂધ અને ગોળના તત્વ દૂધમાં વધારે પ્રમાણમાં વિટામિન એ, બી અને ડી હોય છે. આ ઉપરાંત તે કેલ્શિયમ, પ્રોટીન અને લૈક્ટિક એસિડનો પણ સારો…
જામનગર રાજપુત સેવા સમાજ, જામનગર રાજપુત યુવા સંઘ અને જામનગર રાજપુત સમુહ લગ્ન સમિતીના કાર્યકર્તાઓ તથા વિશાળ રાજપૂત સમુદાય દ્વારા આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં રેલી સ્વરૂપે આવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત આવેદન પત્ર આપ્યુ હતું અને જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે રીતે નોન-વેજની રેકડીઓ ખડકાઈ ગઈ છે. તે તમામ રેકડીઓને બંધ કરાવવા માટેની ઉગ્ર માગણી કરી છે. આ બાબતે જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સ્થળોએ નોનવેજની રેકડી ખડકાઈ ગઈ છે જ્યાં હિંદુ લોકોની વસ્તી છે. તેવા સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ, ખંભાળિયા નાકા વિસ્તાર, ઇન્દિરા માર્ગ, જુના રેલવે સ્ટેશન, હરીયા…
સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાની હદમાં આવતાં અનેક દુકાનદારો અને વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સરકારના નિયમોનું ઉલંધ્ધન કરી સીંગલયુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ આ પ્લાસ્ટીકને જાહેર રસ્તા ઉપર ફેંકી ગંદકી પણ કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની સુચનાથી પાલિકાની ટીમે શહેરના અનેક મુખ્ય માર્ગો પર ચેકીંગ હાથધર્યું હતું અને ગેરકાયદેસર દબાણો સહિત સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં વેપારીઓને કડક સુચનાઓ આપી હતી. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાની હદમાં ધંધો અને વ્યાપાર કરતાં અનેક વેપારીઓ નિયમોનું ઉલંધ્ધન કરી સીંગલયુઝ પ્લાસ્ટીકનો વપરાશ કરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું તેમજ…
અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ ભારતીય ચંદ્રયાન ટુના વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધી કાઢ્યો હતો અને એના ફોટોગ્રાફ્સ પ્રગટ કર્યા હતા. સાતમી સપ્ટેંબરે ઇસરોએ અવકાશમાં તરતા મૂકેલા વિક્રમ લેન્ડર સાથે છેલ્લી ઘડીએ ઇસરોનો સંપર્ક છૂટી ગયો હતો. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરાેના વિજ્ઞાનીઓની હતાશા દૂર કરતું ટૂંકું પ્રવચન આપ્યું હતું. નાસાએ પોતાના લૂનર ટોહી યાન કેમેરા દ્વારા લેવાયેલી તસવીરો પ્રગટ કરી હતી એના પરથી સમજી શકાયું હતૂું કે વિક્રમ લેન્ડરનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થયું હતું. ઇસરોના વિજ્ઞાનીઓએ સોફ્ટ લેન્ડિંગ માટે પ્રયાસો કર્યા હતા પરંતુ વિક્રમ લેન્ડરે હાર્ડ લેન્ડિંગ કરતાં ઇસરો સાથેનો એનેા સંપર્ક છૂટી ગયો હતો.
વરિયાવ ગામમાં વડીલોપાર્જીત મિલકતના ડોકયુમેન્ટ્સ પર સહી કરવાનો ઇન્કાર કરનાર વિધવા મહિલાને જેઠ-જેઠાણી અને તેમના સંતાનોએ માર મારવા ઉપરાંત ગળુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી કપડા ફાડી નાંખતા મામલો જહાંગીરપુરા પોલીસ મથકમાં પહોંચ્યો છે. શહેરના છેવાડાના વરિયાવ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતી રીટાબેન કિશોર પટેલ (ઉ.વ. 28)ના પતિનું બે વર્ષ અગાઉ માંદગીમાં મોત થતા હાલ ગામની ગુજરાતી સ્કુલ નજીક ચા-નાસ્તાની લારી ચલાવી પોતાનું અને ત્રણ સંતાન ઇશા, હેમાક્ષી અને જશ નું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી વડીલોપાર્જીત મિલકતના મુદ્દે કાકા સસરા ચંદુભાઇ હરિભાઇ પટેલના પુત્ર પ્રવિણ પટેલના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો છે. દરમ્યાનમાં ગત તા. 27 ના રોજ રીટાબેનને…
દેશના તમામ ટોલ પ્લાઝા પર ચૂકવણી માટે ફાસ્ટેગ ફરજીયાત થઇ જશે. તેની મદદથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર ટોલની ચૂકવણી માટે ઉભા રહેવું પડશે નહીં. FASTag – રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી – RFID સાથેનું સ્ટિકર છે. જે વાહનના સામેના અરિસા પર (windscreen)ચોટાડવામાં આવે છે. ટોલ બૂથ પર લાગેલ આરએફઆઇડી રીડર FASTags ને સ્કેન કરી તમારા એકાઉન્ટ્સમાંથી રકમ લઇ ટોલ ચૂકવણી કરે છે. આ ટેગની મદદથી વાહન ચાલકને છુટ્ટા રૂપિયા રાખવાની માથાકુટથી છુટકારો મળશે તેમજ ટોલ પ્લાઝાની લાંબી લાઇનના કારણે જે સમય વેડફાતો હતો તે હવે બચશે. પેટીએમ: ફાસ્ટેગની કિંમત રૂપિયા 100 છે. પણ Paytm પર તે મફતમાં ખરીદી શકાય છે.…
કેટલાક સમય પહેલા સમાચાર આવ્યા હતા કે વરૂણ ધવનના ફિલ્મ સેટ પર એક મોટી દુર્ઘટના ઘટી હતી. કારમાં દરવાજો બંધ થઈ ગયો અને કાર પહાડ પર લટલી ગઈ. જો કે ત્યારબાદ સ્ટંટબાજે બચાવી લીધો હતો. હવે ફરીથી એવા સમાચાર આવી રહ્યા છે. ચંદ્રગુપ્ત મૌર્ય સીરિયલ ફેમ એક્ટર પાર્થ તિવારી સાથે હાલમાં જ દુઃખદ ઘટના બની છે. ઘટના બાદ પાર્થ આઘાતમાં છે. રિપોર્ટ પ્રમાણે પાર્થ પર લગભગ 50 ગુંડાઓએ હુમલો કર્યો. એક્ટરે રાત્રે ફેસબુક પર લાઈવ કરીને આ વિશે જાણકારી આપી હતી. પાર્થે ફેસબુક લાઈવમાં કહ્યું, “હું મલાડ વેસ્ટમાં છત્રપતિ શિવાજી રાજે કોમ્પ્લેક્સમાં રહું છું. મારી બિલ્ડિંગમાં એક શખ્સ રહે છે…
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અને લિજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયે ભલે એક વર્ષ પૂરું થઈ ગયું હોય તેમ છતાં આજે પણ તે લોકોના દિલમાં અમર છે. તાજેતરમાં જ એક ઇવેન્ટમાં પત્ની શ્રીદેવીને લઇને બોની કપૂર ભાવુક થઈ ગયા હતા, જ્યાં દીપિકા પાદુકોણે તેમને સાંત્વના આપી હતી. રવિવારના રોજ દિલ્હીમાં શ્રીદેવીનાં અંગત અને ફિલ્મી જીવન પર આધારિત બાયોગ્રાફી ‘શ્રીદેવી: ધ ઇટરનલ સ્ક્રીન ગોડેસ’ રજૂ કરવામાં આવી હતી. સત્યાર્થ નાયકની આ બુક લોન્ચ દરમિયાન બોની તેની પત્નીને યાદ કરીને ભાવકુ થઈ ગયા તો દીપિકાએ તેમને દિલાસો આપ્યો હતો. આ ઇવેન્ટમાં ગૌરી શિંદે પણ હાજર હતી. શ્રીદેવીની આ બાયોગ્રાફી સત્યાર્થ નાયકે લખી છે. બાયોગ્રાફીની…
77 વર્ષીય અમિતાભ બચ્ચન અત્યારે મનાલીમાં અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે. મનાલીમાં અત્યારે શિયાળો પૂરબહારમાં જામી ગયો છે અને તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. ચારેકોર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. આ હાડ થિજાવતી માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં શૂટિંગ કરવાના પોતાના અનુભવ વિશે બિગ બીએ લખ્યું કે ‘માઈનસ 3 ડિગ્રી… પ્રોટેક્ટિવ ગિઅર અને વર્ક એટિકેટ.’ બ્લોગમાં લખ્યું, -3 ડિગ્રીમાં કામ કરવું અઘરું બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું કે અત્યારે તેઓ વર્ક શિડ્યુલ માટે મનાલીના જંગલમાં પહોંચી ગયા છે. કામ કરવાની…