આમ તો કહેવત છે કે ખરાબ માણસની સાથે પણ સારો વ્યવહાર કરો તો ધીરે-ધીરે તેનો સ્વભાવ બદલાઈ જાય છે. પરંતુ, કેટલાક મામલાઓમાં આ કહેવત ખોટી સાબિત થાય છે. દુષ્ટ માણસ સાથે તમે ગમે તેવું સારું આચરણ કરો કે તેની ગમે એટલી મદદ કરો, તમે તેનો સ્વભાવ નથી બદલી શકતાં. એવો માણસ ત્યાં સુધી સારો રહી શકે છે, જ્યાં સુધી તે કોઈ સારા માણસની સંગતમાં રહેતો હોય, ખરાબ લોકોના સંપર્કમાં આવીને તે ફરીથી પોતાના જૂના સ્વભાવમાં આવી જાય છે. આ સંદર્ભમાં મહાભારતનો એક પ્રસંગ ખૂબ જ સચોટ બતાવ્યો છે. જુગારમાં હાર્યા પછી વનવાસ દરમિયાન પાંડવો કામ્યક વનમાં નિવાસ કરી રહ્યાં હતાં.…
કવિ: Satya Day News
દેશભરમાં વધતાં જતાં વાયુ પ્રદૂષણના આંકડાઓ ચિંતાનો વિષય બન્યા છે. આ સમસ્યાને વધારે ગંભીર બનાવે તેવું એક રિસર્ચ યુનાઇટેડ કિંગ્ડમથી સામે આવ્યું છે. ઇન્વેસ્ટિગેટિવ ઓપ્થ્લમોલોજી એન્ડ વિઝયુલ સાયન્સ 2019 નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ અનુસાર વધારે પડતા વાયુ પ્રદૂષણના સંપર્કમા રહેવાથી આંખોની દૃષ્ટિ નબળી પડે છે. આ રિસર્ચ અનુસાર વાયુ પ્રદૂષકોના સંપર્કમાં વધારે રહેવાથી ગ્લુકોમા (નબળી દૃષ્ટિની એક અવસ્થા જેનાથી અંધત્વ આવે છે) થવાનું જોખમ 6 ગણું વધી જાય છે. અંધત્વ માટે જવાબદાર કારણોમાંથી એક ગ્લુકોમા છે. દુનિયાભરમાં 6 કરોડ લોકો તેનાથી પ્રભાવિત છે. વધતી જતી ઉંમર અને જિનેટિક કારણોથી ગ્લુકોમા થાય છે. તેના માટે જીવનશૈલી, આંખો પર…
અમિતાભ બચ્ચન ખરાબ હવામાનને કારણે ચંદીગઢથી મનાલી કારમાં ગયા હતાં. અહીંયા તેઓ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરશે. અમિતાભે આ મુસાફરી બાદ બ્લોગમાં કહ્યું હતું કે તેમનું શરીર હવે રિટાયર થવાના સંકેતો આપી રહ્યું છે. અમિતાભ બચ્ચન ચંદીગઢથી મનાલી કારમાં જવા રવાના થયા હતાં. આ દરમિયાન તેઓ બિલાસપુર સર્કિટ હાઉસ રોકાયા હતાં. સર્કિટ હાઉસમાં પોલીસ કમિશનર તથા કલેક્ટરે તેમનું સ્વાગત કર્યું હતું. ચાહકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. થોડો સમય રોકાઈને અમિતાભ બચ્ચન મનાલી જવા રવાના થયા હતાં. બિગ બીએ બ્લોગમાં સ્થાનિક લોકોની આગતા-સ્વાગતાના વખાણ કર્યાં હતાં અને તેઓ તેમની સાદગીથી અભિભૂત થયા…
મુંબઈ/સાંગલીઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ માટે ઉદ્ધવ ઠાકરેએ સાંગલીના વિટા વિસ્તારમાં રહેતા વિઠ્ઠળ ભક્ત ખેડૂત દંપતિને ખાસ નિમંત્રણ મોકલ્યું છે. શિવસેનાએ શપથ ગ્રહણમાં સામાન્ય લોકોને પણ સાંકળવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં 15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે…
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ભારતીય જનતા પાર્ટીથી અલગ થયા બાદ શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપીની સાથે ગઠબંધન બનાવ્યું અને હવે તેની જ આગેવાનીમાં સરકાર બનાવવા જઇ રહી છે. મુંબઈનાં શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારંભ માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, સાથે જ સમારંભ માટે મોટા મોટા દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શપથ સમારંભ માટે કોને કોને આમંત્રણ? ઉદ્ધવ ઠાકરેનાં શપથ સમારંભ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (આવવાની પુષ્ટિ નથી), સોનિયા ગાંધી (આવવાની પુષ્ટિ નથી), મનમોહન સિંહ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, એમકે સ્ટેલિન, કમલનાથ, ભૂપેશ બઘેલ, રાજ ઠાકરે, અશોક ગહેલોત, અખિલેશ યાદવ અને ચંદ્રબાબૂ નાયડૂ જેવા રાજનીતિનાં મહારાથીઓને…
પરિવારમાં છ વર્ષના બાળકથી લઈને ૩૩ વર્ષનો યુવાન મનોરોગી છે.. ગોંડલઃ કુદરત ક્યારેક ક્રૂર બનતો હોય તેવા કિસ્સાઓ નજર સામે આવે ત્યારે અરેરાટી વ્યાપી જતી હોય છે ગોંડલના જેતપુર રોડ પર ૨૨૦ કે.વી સબસ્ટેશનસાંઢિયા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા સરણીયા પરિવારના નવ સંતાનો મનોદીવ્યાંગ હોય પરિવારની હાલત અત્યંત કફેડી થવા પામી છે. સામાન્ય રીતે એકી સાથે નવ નવ મેન્ટલી રીટાર્ડેડને સાચવવા એ પણ એક કપરો સવાલ છે. છતા આ બધાને તરછોડયા વગર દાદા અને દાદી બધાને સાચવે છે, ખવડાવે છે પીવડાવે છે. નવડાવે છે. અને એમની રોજિંદી તમામ દૈનિક દૈહિક ક્રિયાઓમાં સામેલ રહે છે. જો કે આ કિસ્સો મેડીકલ સાયન્સ માટે…
અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક હંમેશા તેના લુક્સ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પલક આ સમયે ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી. પરંતુ લાઇમલાઇટમાં રહે છે. હાલમાં એક વખત ફરી પલકે કેટલીક તસવીરો શેર કરી છે. શેર કરેલી તસવીરોમાં પલકે ટ્યૂબ ટોપ અને જીન્સમાં બોલ્ડ અંદાજ બતાવ્યો છે. હાલમાં એક વખત ફરી પલકે કેટલીક તસવીરો શેર કરી છે. શેર કરેલી આ તસવીરોમાં પલક બ્લેક ટ્યૂબ ટોપ જીન્સમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં પલક સુંદર લાગી રહી છે. જણાવી દઇએ કે પલક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ઘણા ફોલોવર છે. તે…
લોકસભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભારતીય જનતા પાર્ટીની સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર માટે મોંઘુ પડ્યું છે. ગુરૂવારનાં બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષા મંત્રાલયની સમિતિમાંથી હટાવવામાં આવ્યા છે. પાર્ટીની સંસદીય બેઠકમાં પણ તેમના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારાનાથૂરામ ગોડસેને ‘દેશભક્ત’ કહેવાનાં સંદર્ભમાં બીજેપીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, “સંસદમાં કાલે આપવામાં આવેલું તેમનું નિવેદન નિંદનીય છે. બીજેપી ક્યારેય પણ આ પ્રકારની વિચારધારાને સમર્થન નથી કરતી.” ડિફેન્સ કમિટીમાંથી હટાવાયા, પાર્ટીમાંથી કરાઈ શકાય છે બહાર તેમણે કહ્યું કે, “અમે નક્કી કર્યું છે કે પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષાની સલાહકાર સમિતિથી હટાવી દેવામાં આવશે…
રાજ્યમાં મેઘરાજા ચાલું વર્ષે જવાનું નામ જ લેતા નથી. જેના કારણે ઋતુચક્રમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતના ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા, ભિલોડા સહિતનાં વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે. જેના કારણે જગતનાં તાત ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વિસ્તારોમાં મુખયત્વે ઘઉં અને મકાઇનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.રાજ્યમાં ઋતુચક્રમાં ફેરફારને કારણે ખેતીનાં વિવિાધ પાકો પર સારી-નરસી અસરો જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિને કારણે આ ફેરફારની સૌથી મોટી માઠી અસર ઘઉંના પાક પર પડી છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં મગફળી, તમાકું,…
૬પ કિલો સામગ્રીનો નાશ, નમૂના લેવાયા : કલર, આજીનો મોટો મળ્યો. નામ બડે દર્શન ખોટે સમાન બનાવમાં રાજકોટમાં ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ પ્લેટીનમ, હોટલ ભાભા સહિત ૧ર હોટલો પર મહાપાલિકાએ દરોડો પાડી અખાદ્ય ચીજો મળી આવતાં નમૂના લઈ નોટિસ ફટકારી હતી. મનપાના ફૂડ ખાતાના ચેકિંગમાં જવાહર રોડ પર ધ ગ્રાન્ડ ઠાકરમાં પ્રીપેડ ફૂડમાં પ્રતિબંધિત કલર અને આજીનો મોટો (એમએસજી) નો ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતુ. ફ્રિજ તેમજ કોલ્ડ રૂમની સફાઈ, પેરીશેબલ વાસી પડતર ખાદ્ય ચીજોનો સંગ્રહ, કિચનના ભોંતળીયાની સફાઈ તથા હાઈજીનીક કંડિશન અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં પનીર ટીકા, પાસ્તા નુડલ્સ, કાપેલા બાફેલા શાકભાજી, કલાઈ કોફતા, સેમી ફડ પનીર,…