કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

ઓનલાઇન શોપિંગ કરતી વખતે સૌથી સરળ ઓપ્શન કેશ ઑન ડિલિવરી એટલે કે CODનો છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારો મનપસંદ સામાન ઓર્ડર કર્યા બાદ થોડા દિવસો વધુ વિચાર કરવાનો સમય મળી જાય છે. સાથે જ જો તમારી પાસે રૂપિયાની તંગી હોય તો ઉધાર લેવાના બદલે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તમને સમય મળી જાય છે. તે બાદ પણ તમને ખ્યાલ આવી ગયો કે તમારે આ સામાન નથી જોઇતો, તો ઓર્ડર કેન્સલ કરવા માટે પણ તમારી પાસે પૂરતો સમય મળી જાય છે. આદત સુધારી લો, પડશે મોટો ફટકો પરંતુ જો તમને આવું કરવાની આદત હોય કે, ઓર્ડર કર્યા…

Read More

ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડ યુનિવર્સિટીએ એર શોધમાં દાવો કર્યો છે કે મનુષ્યના મળ-મૂત્રથી ઓળખી શકાય છે કે તે કેટલું કમાય છે. તે માટે ક્વીસલેન્ડ યુનિવર્સિટીની એક પ્રયોગશાળા અમુક અસામાન્ય નમૂનાને એકત્ર કરી રહી છે. આ નમૂના ઓસ્ટ્રેલિયાની 20 ટકાથી વધુ આબાદીના માનવ મળ-મૂત્રના છે. આ રીતે કરવામાં આવી શોધ રિપોર્ટ અનુસાર દેશભરમાંથી મળ-મૂત્રના લાવીને તેમને ઠંડા કરીને યુનિવર્સિટીના સંશોધકર્તાઓને મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓને ઓસ્ટ્રેલિયાના વિભિન્ન સમુદાયોના આહાર અને દવાની આદતો વિશે જાણકારીઓનો ખજાનો માનવામાં આવી રહ્યા છે. આ નમૂના 2016માં થયેલી ઓસ્ટ્રેલિયાની છેલ્લી રાષ્ટ્રીય જનગણનાના સમયે જમા કરવામાં આવ્યા હતા. રિસર્ચમાં શું જાણવા મળ્યું? રિસર્ચ ફેલો જેક ઓબ્રાયન અને પીએચડી કેન્ડિડટ…

Read More

તમે આજ સુધી એવુ તો સાંભળ્યું હશે કે એવા ઘણાં મંદિરો છે જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે પરંતુ શું તમે ક્યારેય એઅવું સાંભળ્યું છે કે કોઇ મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ હોય. એક એવુ મંદિર છે જ્યાં પુરુષોને પ્રવેશ અપાતો નથી. વિવિધતાથી ભરપુર આપણાં દેશમાં એક એવું મંદિર છે જ્યાં ફક્ત મહિલાઓ જ જઇ શકે છે. આ મંદિર કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે. આ મંદિરનું નામ  કોત્તાનકુલાંગરા દેવી મંદિર છે. આ મંદિર દુમિયાભરમાં એટલા માટે જાણીતુ છે કારણ કે અહી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મંદિરમાં ફક્ત મહિલાઓને જ આવવાની પરવાનગી આપવામાં આવે છે. આ મંદિરમાં કિન્નરો પણ…

Read More

સ્કુલ ચલે હમના તાયફા સામે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની 5350 સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ઓછી હાજરી ધરાવતી શાળાઓ પણ બંધ કરવામાં આવશે. 30 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાંને બંધ કરી મર્જ કરવાનો નિર્ણય કરવમાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે 4500 શાળામાં 30 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ ભણે છે. તો 850 શાળામાં 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ શાળાઓ બંધ કરી મર્જ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 1થી 5ની શાળાઓ માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. શાળા બંધ અને મર્જ કર્યા બાદ ફાજલ પડેલા શિક્ષકોની…

Read More

સુરતના બહુચર્ચિત કરોડો રૂપિયાના બિટકોઈન લૂંટ અને અપહરણ કેસના આરોપી શૈલેષ ભટ્ટને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. દોઢ વર્ષથી ફરાર શૈલેષ ભટ્ટને કલમ 70 હેઠળ સુરત કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા નીચલી કોર્ટમાં કરાયેલી અરજી નામંજૂર થઈ હતી. જે બાદ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી હતી. બીટકોઈન માં રોકાણ કર્યા બાદ ઊંધા માથે પછડાયેલા શૈલેષ ભટ્ટે ભરપાઈ કરવા કંપનીના પ્રમોટર પિયુષ સાવલિયા અને ધવલ માવાની નું અપહરણ કર્યું હતું. અપહરણ કાંડમાં શૈલેષ ભટ્ટ સહિત દિલીપ કાણાની અને નિકુંજ ભટ્ટ સાહિતન સાગરીતો સામેલ હતા. તેઓને અપહરણ કરી સુરતના પલસાણા ખાતે આવેલ ફાર્મ હાઉસમાં લઈ જઈ રૂપિયા…

Read More

એશિયા-પ્રશાંતમાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ હશે જેમાં 2020માં પગારમાં ઘટાડો આવશે. તો આવતા વર્ષે પગાર વધારાની બાબતમાં ભારત દુનિયામાં સૌથી મોખરે રહેશે. આ ખુલાસો મોબિલિટી કંસલ્ટન્સી ઈસીએલ ઈન્ટરનેશનલે તેના રિપોર્ટમાં કર્યો છે. ઈસીએલ ઈન્ટરનેશનલે તેના સેલરી ટ્રેન્ડ રિપોર્ટમાં કહ્યું છે કે, વધતી મોંઘવારી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડના કારણે 2020માં પાકિસ્તાનીઓના વેતનમાં રેકોર્ડ સ્તરે ઘટાડો થવાની આશંકા છે. પાકિસ્તાનમાં કર્મચારીઓનો પગાર આ વર્ષની તુલનામાં ઘણો ઓછો થશે. ઈસીએલ ઈન્ટરનેશનલના ક્ષેત્રીય નિદેશક એશિયાએ લી ક્વેને કહ્યું, “પાકિસ્તાનમાં વેતનમાં ઘટાડો માઇનસ ત્રણ ટકા રહેશે, એટાલે કે, કર્મચારીઓને ગત વર્ષની તુલનામાં ઓછું વેતન મળશે. જે સામાન્ય વધારો થશે, એ મોંઘવારીની તુલનામાં કઈંજ નહીં ગણાય.…

Read More

ચીનમાં 30 વર્ષીય ઝાન્ગ બિનસેન્ગ તેનું નાક બંધ થયું હોવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યો. એક્સ-રે રિપોર્ટ જોઈને ડોક્ટરનું મગજ ચકરાવે ચડી ગયું હતું. ઝાન્ગનાં નાકમાં દાંત હતો, જેને કારણે તેને બધી તકલીફ થઈ હતી. 3 મહિનાથી તે રાતે સરખી રીતે શ્વાસ લઈ શકતો નહોતો. માત્ર શ્વાસ નહીં પણ તેની સૂંઘવાની ક્ષમતા પર પણ અસર પડી હતી. આ વાત પ્રથમવાર સાંભળવામાં તો અચરજ પમાડે તેવી જ છે, પણ વાત એમ છે કે 10 વર્ષની ઉંમરે ઝાન્ગનો દાંત તૂટીને નાકમાં જતો રહ્યો હતો. આ દાંત નાકમાં જ રહ્યો. તે સમયે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ તે બહાર ન આયો અને 20 વર્ષ…

Read More

સિંગર તથા કમ્પોઝર અનુ મલિકે અંતે પોતાના પર લાગેલા MeTooના આરોપો પર વાત કરી છે. તેમણે ટ્વિટર પર ઓપન લેટર લખીને પોતાની વાત રજૂ કરી છે. અનુ મલિકે ટ્વિટર પર એક લાંબો લેટર લખ્યો છે. 1. મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી અનુ મલિકે કહ્યું હતું, છેલ્લાં એક વર્ષમાં મારી પર કેટલાંક એવા આરોપો લાગ્યા, જે મેં ક્યારેય કર્યાં નહોતાં. હું આટલા દિવસ સુધી ચૂપ રહ્યો અને રાહ જોતો રહ્યો કે સત્ય તમારી સમક્ષ આવશે. જોકે, હવે મને એ વાતનો અહેસાસ થયો કે મારા મૌનને નબળાઈ સમજવામાં આવે છે. જ્યારથી મારી પર ખોટા આરોપો લાગ્યાં ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા તથા મારા…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટના મુખ્ય સત્રને ગુરૂવારે સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું,“ આતંકવાદના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલરનું નુકશાન થાય છે. તે વિકાસ , શાંતિ અને સમૃદ્ધિ માટે સૌથી મોટો ખતરો છે. તેનાથી વિકાસશીલ રાષ્ટ્રોની આર્થિક વૃદ્ધિ 1.5 ટકા ઓછી થઇ ગઇ છે. ” મોદીએ કહ્યું, “આતંકવાદ, ટેરર ફન્ડિંગ, ડ્રગ ટ્રાફિકીંગ અને સંગઠિત અપરાધ દ્વારા નિર્મિત વાતાવરણથી વેપારને નુકશાન પહોંચે છે. મને ખુશી છે કે આતંકવાદનો મુકાબલો કરવા માટે બ્રિક્સ રણનીતિ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ” બ્રિક્સ દેશોને વેપાર અને રોકાણ પર ધ્યાન દેવાની જરૂરિયાત- મોદી મોદીએ કહ્યું, “મંદી બાદ પણ બ્રિક્સ સભ્ય દેશો વૈશ્વિક આર્થિક…

Read More

વતન મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પોતાની રીક્ષામાં જઈ રહેલા સુરતના ઉધનાના રીક્ષાચાલકની પત્નીના ખોળામાંથી ગત સવારે રોકડીયા હનુમાન મંદિર પાસે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા બે મંગળસૂત્ર અને મોબાઈલ ફોન મળી રૂ.35,000ની મત્તાના પર્સની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના નાંદગાંવના વતની અને સુરતમાં ઉધના વિજયનગર પ્લોટ નં.32માં રહેતા 50 વર્ષીય રીક્ષાચાલક હનુમંત પુંડલીક બારસકાળે વતન મહારાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગત સવારે પોતાની રીક્ષામાં પત્ની મંદા, પુત્રી દામીની અને પુત્ર શૈલેષ સાથે નીકળ્યા હતા. તેઓ સવા સાત વાગ્યાના અરસામાં ઉધના ત્રણ રસ્તાથી ઉધના દરવાજા તરફ જવાના રોકડીયા…

Read More