સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં રહેતા યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાંખી. યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે અંગેનું કારણ જાણી શકાયું નથી. હત્યાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભયનો માંહોલ ઉભો થયો. કેટલાક અસામાજિક તત્વો અહીં પોતાનો અડીગો જમાવી ત્યાંથી પસાર થતી યુવતીઓની મશ્કરી પણ કરતા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા. ચરસ -ગાંજા સહિત જુગાર જેવી પ્રવૃતિઓ પણ ધનસધમતી હોવાની રાવ સ્થાનિક લોકોએ કરી. હત્યાની ઘટના બાદ ટેનામેન્ટમાં રહેતા લોકો વચ્ચે રીતસર નાશભગ મચી. જ્યાં ઘટનાની જાણકારી મળતા સલાબતપુરા…
કવિ: Satya Day News
છેલ્લા ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે અલ્જાઈમરનો રોગને ઉંઘ સાથે પણ જોડાયેલો છે. પરંતુ એક નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે. કે વધારે ઉંઘ લેવાથી યાદશક્તિ પર ઉંડી અસર થાય છે. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જે કોઈપણ મનુષ્ય નવ કલાકથી વધારે ઉંઘ લે છે તે તેની ભાષા કૌશલ્ય અને યાદશ્કિતપર ઉંડી અસર અને તેમાં ઘટાડો જોવા મળે છે.એ લોકોમાં એક ખતરો જોવા મળ્યો હતો જે છ કલાકની ઉંઘ લે છે. સંશોધન પછી, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે સાત કે આઠ કલાકની ઉંઘ લેવી વધુ સારું છે અને આ આ જોખમોથી બચી શકે છે. જોકે સંશોધનકારોને સંપૂર્ણ ખાતરી…
કર્ણાટકના કનકપુરા ગામમાં બુધવારે એર અનોખી ઘટના સર્જાઈ હતી. જેમાં આસપાસના ગામો માંથી પણ લોકો પણ તે ઘટનાને નિહાળવા માટે અહીં આવી રહ્યાં છે. બેંગલુરુથી 60 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં કંઈક એવું દેખાયું છે, જે તમને દાંત હેઠળ આંગળીઓ દવાબી દેવા માટે મજબૂર કરી દેશે. ગામના લોકોને એક ખેતરમાં સાત માથા વાળા સાંપની કાચળી મળી આવી છે. આ ગજબની કાંચળી જોઈને લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે લોકો સાપની કાંચળી ગામના મંદિરમાં લઈ ગયા છે અને હળદર-કુમકુમ લગાવી તેની પૂજા-અર્ચના કરી રહ્યાં છે. હિન્દુ માયથોલૉજી અનુસાર, શેષનાગને સાત માથા હતા. કાંચળી જોઈને ગ્રામજનોને વિશ્વાસ થઈ ગયો…
રાજસ્થાનના કોટામાં 75 વર્ષની વૃદ્ધ મહિલાનું મા બનવાનું સ્વપ્ન આઈવીએફ દ્વારા પુરૂ થયુ છે. શનિવારે રાત્રે મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. રવિવારે ડોક્ટરે જણાવ્યું કે બાળકીનું વજન માત્ર 600 ગ્રામ છે અને તેને બીજા હોસ્પિટલની નિયોનેટલ ઈન્ટેન્સિવ કેયર યૂનિટમાં લઈ જવામાં આવ્યું છે અને મહિલા કોટાના કિંકર હોસ્પિટલમાં ભરતી છે. બાળરોગ વિશેષજ્ઞોની એક ટીમ બાળકીની દેખરેખ કરી રહી છે. ડોક્ટર અભિલાષા કિંકરે જણાવ્યું કે મહિલાએ પહેલા એક બાળકને ખોળે બેસાડ્યો છે. જો કે તે પોતાનું બાળક ઈચ્છતી હતી અને તેણે આઈવીએફ દ્વારા મા બનવાને લઈને ડોક્ટરો સાથે વાતચિત કરી તેમણે જણાવ્યું કે મહિલાની ઉંમરને જોતા બાળકીનું સી-સેક્શન દ્વારા સમય…
આઝાદીની લડત માટેના 1857ના વિલ્પવ વખતથી ચંદની પડવામાં ઘારીનો શરૂ થયેલો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે. જોકે અત્યાર સુધીમાં ઘારીના રંગરૂપમાં અને ફેરફાર આવ્યા અને વિવિધ ફ્લેવર્ડવાળી ઘારી સુરતના બજારમાં વેચાતી થઈ છે. ઘારીમાં ધરખમ ફેરફાર છતાં પણ ઘારી સાથે ખવાતું સુરતી ભુસુ આજે પણ અડીખમ જોવા મળે છે. ચંદની પડવામાં ભુસાની ભરપુર ડિમાન્ડ હોવાથી ફરસાણના વેપારીઓએ ભુસાનો સ્ટોક કરી દીધો છે. ચંદની પડવાનો તહેવાર એટલે સુરતમાં ઘારી ખાવાનો તહેવાર તેવું સુરતથી પ્રસિધ્ધ થતાં અનેક કેલેન્ડરમાં પણ લખવામાં આવ્યું હોય છે. સમયની સાથે સાથે ઘારીના રંગરૂપમાં અનેક બદલાવ આવ્યા અને આજે ઘારી મીઠાઈની દુકાનોમાં વિવિધ ફ્લેવર્ડમાં વેચાઈ રહી છે. ચંદની…
પત્નીથી અલગ થયા બાદ ટેન્શનમાં રહેતા અમરોલીના યુવાને પોલીસને ફોન કર્યા બાદ ગળેફાંસો ખાધો હતો. તેના ઘરે પહોંચેલી પોલીસને જોઈને તેના પરિવારના સભ્યો ચોંકી ગયા કે અમારા ઘરમાં કોઈએ ફાંસો ખાધો નથી બાદમાં રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના મોટા વરાછા ખાતે આવેલા લિબર્ટી નાઈનમાં રહેતા 36 વર્ષીય ખોડાભાઈ રામજીભાઈ વાઘાણી ગઈકાલે સવારે ઘરે છતના હુકના પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે ખોડાભાઈ મૂળ ભાવનગરના પાલીતાણાના વતની હતા. તેમના લગ્નના બે વર્ષ બાદ પત્ની સાથે તેમની રકઝક થઇ હતી. જેથી તેમની પત્ની પિયરમાં રહેવા ચાલી…
પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતની સરહદ પર તૈનાત સુરક્ષા દળોને પાકિસ્તાની ડ્રોને તોડી પાડવાની મંજૂરી મળી ગઈ છે. જો સરહદ પર પાકિસ્તાનનું ડ્રોન 1000 ફુટની ઊંચાઈ પર ઊડતું જોવા મળશે તો ભારતીય સુરક્ષા દળો તેને તોડી પાડશે. હાલમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકી સંગઠનો ડ્રોન દ્વારા પંજાબમાં હથિયાર અને ડ્રગ્ઝની સપ્લાય કરવાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ ભારતીય સુરક્ષાદળોને સરહદ પર પાકિસ્તાનના ડ્રોન તોડી પાડવાની મંજૂરી મળી છે. જમ્મુ કાશ્મીર અને પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાનની સરહદ પર ભારતીય સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો તૈનાત છે. BSFના જવાબમાં ઘણીવાર સરહદ પર પાકિસ્તાની ડ્રોનને ઉડતું જોઈ ચૂક્યા છે. ઘણી વાર પાકિસ્તાની…
ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાનુ કહેવુ છે કે, અયોધ્યામાં વિવાદીત સ્થળે જ રામ મંદિર બનશે. મુસ્લિમ સમાજનો એક મોટો વર્ગને પણ આ વાતનો અહેસાસ થઈ ચુક્યો છે. તેમણે કહ્યુ હતુ કે, મુસ્લિમ સમુદાયે કોર્ટમાં અયોધ્યા મામલે હાર જીતના ચુકાદાની રાહ જોવા કરતા અયોધ્યાના મહત્વને ધ્યાનમાં રાખીને આ જગ્યા પરથી દાવો જતો કર્યો હોત તો વધારે સારૂ હોત. ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલો સાંભળી ચુક્યુ છે.રાકેશ સિન્હાનુ કહેવુ છે કે, મુસ્લિમ પક્ષે સામેથી દાવો જતો કર્યો હોત તો તે વધારે સારૂ હોત. રાકેશ સિન્હાએ કહ્યુ હતુ કે, ચીનના રાષ્ટ્રપતિનો…
ત્રણ મહિનાના વ્યાજ પેટે રૂા. 90 હજાર પડાવ્યા અને જામીનગીરી પેટે મુકેલ મકાન પોતાના નામે કરાવી લીધું અને મકાનના દસ્તાવેજો પરત બજાર કિંમતની માંગણી કરનાર બે પૈકી એક ફાયનાન્સરની ધરપકડ પાંડેસરાની વિધવા મહિલાની મજબુરીનો લાભ લઇ રૂા. 5 લાખ સામે ત્રણ મહિનાનું રૂા. 90 હજાર વ્યાજ વસુલનાર ફાયનાન્સરોને તમામ રકમ ચુકવી આપ્યા બાદ જામીનગીરી પેટે મુકેલ મકાન પરત આપવા બજાર કિંમત પેટે રૂા. 25 લાખ માંગનાર બે વ્યાજખોર વિરૂધ્ધ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી બે પૈકી એકની ધરપકડ કરી છે. પાંડેસરાની શિવશંકર સોસાયટીના પ્લોટ નંબર 162 માં રહેતી વિધવા સોનલ મહેશભાઇ દરજી (ઉ.વ. 51 મૂળ રહે. મજેડા, તા. કેલવાડા, રાજસમદ, રાજસ્થાન)…
મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત આરોગ્ય સેવા સાથે સંકળાયેલી નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે અભિયાન કાર્યક્રમ યોજાયો હતો પણ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેટલાક પાસે ગંદકી અને ઝાડી ઝાંખરાના લીધે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે અમુક ડૉક્ટર સહિત કર્મચારીઓના અને તેમના પરિવારના સભ્યો તાવ, મલેરિયા શંકાસ્પદ ડેન્ગ્યુની ઝપેટમાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જેથી રોગ મટાડતી સિવિલ હોસ્પિટલ કેમ્પસ રોગનું ઉદ્ગમ સ્થાન બની ગયું હોય એવું લાગે છે. રાજ્ય સરકારે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન શરૂ કર્યું છે. આ મિશનના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. તેવા સમયે દક્ષિણ ગુજરાતની…