ઇઝરાયલના પુરાતત્વ વિભાગે તેલ અવીવમાં 5 હજાર વર્ષ જૂનુ શહેર શોધી કાઢ્યું હોવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે, આ વિસ્તાર કાંસ્ય યુગનો સૌથી મોટો શહેરી વિસ્તાર હોય શકે છે. આ શહેર આજના ન્યૂયોર્ક જેવું હોય શકે છે. ઇઝરાયલના પુરાતત્વ વિભાગે ફેસબુક પર કહ્યું છે કે, ખોદકામ દરમિયાન મળી આવેલુ શહેર તેલ અવીવથી 50 કિલોમીટર દૂર છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ એક મહાનગર અને સુવ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવેલું શહેર હોય શકે છે. જે આશરે 160 એકરમાં ફેલાયું છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ શહેરમાં આશરે 6 હજાર મકાન હોય શકે છે. પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર…
કવિ: Satya Day News
ગ્લેમરની દુનિયામાં છવાયેલા ઘણી સિતારાઓનાં જીવનમાં ઉતાર ચઢાવ આવતો જોવા મળે છે. એવું જ કંઈક થયું ઘણી ફિલ્મોમા કામ કરી ચૂકેલી અભિનેત્રી નૂપુર અલંકાર સાથે. હાલત એવી છે કે હવે ઘરમાં રોજના ખર્ચા ઉઠાવી શકાય એટલાં પણ રૂપિયા નથી રહ્યા. આવું એટલા માટે થયું કે ગઈ 24 સપ્ટેમ્બરે ભારતીય રિઝર્વ બેન્કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિ બેન્કને નોટિસ આપી છે. RBIએ બેન્ક પર 6 મહિના સુધી કોઈ લેણદેણની પ્રકિયા જ બંધ કરી દીધી છે. જેનાં પછી એ બેન્ક કોઈ નવી લોન પણ બહાર ન પાડી શકે. એટલું જ નહીં પણ બેન્કનો કોઈ ગ્રાહક 25,000 રૂપિયાથી વધારે ઉપાડી પણ ન શકે.…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતી કાલે ગુરૂવારે 10મી ઓક્ટોબરે સૂરતની એક કોર્ટમાં હાજર થઇ શકશે કે કેમ એવી અટકળો વહેતી થઇ હતી. બબ્બે ત્રણ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે વિદેશ પ્રવાસે ઊપડી ગયેલા રાહુલ ગાંધી સામે બદનામીના થયેલા એક કેસની સુનાવણી ગુરૂવારે નીકળવાની છે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ એક સભામાં એવી ટકોર કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…બધા ચોર લોકોની અટક મોદી કેમ હોય છે ? એમના આ વિધાન સામે એક અરજી કોર્ટમાં કરવામાં આવી હતી અને આ વિધાન સમગ્ર મોદી સમાજનું અપમાન કરે છે એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોર્ટે ગુરૂવાર દસમી ઓક્ટોબરે…
ફેશન આઈકોન બની ચુકેલી પ્રિયંકા ચોપડા પોતાની ડ્રેસિંગ સેન્સ માટે ખુબ જાણીતી છે. વાત તેના રેડ કાર્પેટ લુક હોય કે કેઝુઅલ લુક પીસી દરેક વખતે પોતાની સ્ટાઈલથી ફેન્સના દિલ જીતી લે છે. સાડી ગાઉનથી લઈને ડ્રેસ સુધી દરેક આઉટફિટમાં દેસી ગર્લ ખુબ જ સુંદર દેખાય છે. પ્રિયંકા હાલના દિવસોમાં ન્યૂયોર્કમાં છે. ત્યાંથી તેની તસ્વીરો સોશિયલ સાઈટ પર વાયરલ થતી રહે છે. હાલમાં જ એક વખત ફરી પીસીની અમુક તસ્વીરો સોશિયલ સાઈટ પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં પ્રિયંકા ડિઝાઈનર માર્કિયનને ડિઝાઈન કરેલા ડ્રેસમાં સ્ટનિંગ દેખાઈ રહી હતી. લુકની વાત કરવામાં આવે તો પ્રિયંકા પાઉડર પિંક કલરના નેકલાઈન ફ્લોરલ પ્રિટ…
દેશભરમાં ડુંગળી અને ટામેટાના ભાવોમાં ઉંચો વધારો નોધાયો છે. ડુંગળીના અને ટામેટાના ઊંચા ગયેલા ભાવોના કારણે સસ્તી હોટેલોના માલિકોએ મફતમાં ગ્રાહકોને અપાતી ડુંગળી ઉપર અંકુશ લગાવી દીધો છે. માંડ માંડ ઘટેલા ડીઝલના ભાવો પણ ફરીથી માથું ઉચકીને ચાલવા લાગ્યા છે અને રૂપિયા 71 ઉપર પહોચી ગયા છે, આમ આ ત્રણેય ચીજો ડોલરના ભારતીય રૂપિયાના ભાવ નજીક પહોચી ગઈ છે. ડુંગળીના ભાવ નીચે જાય તેવી કોઈ શક્યતા નથી ખાસ કરીને ડુંગળીના ભાવમાં હજુ એક મહિના સુધી ઘટાડાની કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે નવી ડુંગળી હવે દિવાળી બાદ એટલે કે લાભ પાંચમ પછી જ બજારમાં આવે તેમ હોવાથી તેના ભાવો ત્યાર…
દશેરા પર જ્યાં અનિષ્ટનું પ્રતીક માનીને દેશભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. આનાથી સંપૂર્ણ વિરુદ્ધ વિદિશા જિલ્લાના નટેરન તાલુકાના રાવણ ગાંમમાં રાવણની પૂજા સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી કરવામાં આવે છે. વર્ષોથી ચાલી રહેલી આ પરંપરાને ગામના લોકો સંપૂર્ણ ભક્તિથી પુરી કરે છે. રાવણ નામના આ નાના ગામમાં રાવણને દેવતાઓની જેમ પુજવામાં આવે છે. ગામમાં કોઈ પણ શુભકાર્ય હોય, લગ્ન હોય કે બાળકોનો જન્મોત્સવ હોય સૌથી પહલા અહીં આવીને ગામના લોકો દંડવત પ્રણામ કરે છે પછી કામની શરૂઆત કરે છે. વિજયાદશમી પર આ મંદિરમાં પુજા અર્ચના ભંડારાનું આયોજન કરવામાં આવે છે. રાવણ બબ્બાના નામથી રાવણનું મંદિર ફેમસ છે. અહીં જે પણ…
સોના-ચાંદીના દાગીના, આઇફોન એક્સ સહિત રૃા.24 લાખના વિદેશી ચલણ સાથેનું પાર્સલ તારા માટે લાવ્યો છું તે છોડાવા માટે જુદી-જુદી પ્રોસેસના બહાને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે સુરતના લાલ દરવાજા વિસ્તારની શિક્ષિકાના રૃા.1.95 લાખ પડાવી લીધા છે. ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી મુલાકાત પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતમાં લાલ દરવાજા બંદૂકડાના નાકા રાધે ઢોકળાની ઉપર રહેતા અને ઉતરાણની ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલના ઇંગ્લીશ ટીચર 36 વર્ષીય મીનલબેન વિરલભાઇ સિધ્ધપુરાએ હાલ નોકરી છોડી દીધેલી છે. જુલાઇમાં તેમને ઇન્સ્ટાગ્રામ પર રાજેશ રાજ કુમાર નામક વ્યક્તિએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા સપ્તાહ બાદ સ્વીકારી હતી. ત્યારબાદ વાતચિત વધી અને મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી.…
સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી અને પતિથી અલગ રહેતી એક પુત્રની માતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી તેને તારા છુટાછેડા થશે પછી હું લગ્ન કરીશ તેવી વાત કરનાર પ્રેમીએ છૂટાછેડા બાદ લગ્ન કરવા ઈન્કાર કરી દીધો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સુરતના ઉમરવાડા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 27 વર્ષીય મહિલાના લગ્ન સાત વર્ષ અગાઉ મહારાષ્ટ્રના એક યુવાન સાથે થયા હતા. સાબીરે કહ્યું છૂટાછેડા લઈ લે લગ્નના એક વર્ષ બાદ તેમને પુત્ર પણ થયો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોય તેઓ છૂટા પડી ગયા હતા અને મહિલાએ સુરત આવી પોતાનો શાકભાજી વેચવાનો ધંધો ફરી શરૃ કર્યો હતો. દોઢ વર્ષ…
તાજેતરમાં પ્રગટ થયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક અપડેટ અહેવાલ મુજબ આર્થિક વિકાસની બાબતમાં એશિયા ખંડમાં બાંગ્લા દેશ સૌથી આગળ છે. 2016થી સતત બાંગ્લા દેશની આર્થિક વૃદ્ધિ વરસે સાત ટકાના હિસાબે વધી રહી છે. આ વર્ષની આખર સુધીમાં અથવા આવતા વર્ષના આરંભે વૃદ્ધિ દર વધીને આઠ ટકા થઇ જશે. એ દ્રષ્ટિએ બાંગ્લાદેશ ભારત કરતાં પણ આગળ છે. બાંગ્લાદેશનો જીડીપી 8 ટકાની આસપાસ વધ્યો એમ કહેવું ખોટું નહીં થાય કે આર્થિક ક્ષેત્રે બાંગ્લાદેશ દક્ષિણ એશિયાનો નવો વાઘ બની રહ્યો છે. બાંગ્લાદેશનો જીડીપી લગભગ 8 ટકાના દરે વધી રહ્યો છે. હાલમાં, દક્ષિણ એશિયામાં કોઈ દેશ બાંગ્લાદેશ જેટલું ઝડપથી આગળ વધી રહ્યું નથી. પાકિસ્તાનની તુલનાએ…
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિગતવાર રીતે કરવામાં આવેલા દેશના પ્રથમ રાષ્ટ્રીય પોષણ સર્વેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે, દેશમાં 2 વર્ષની ઉંમર સુધીનાં માત્ર 6.4 ટકા બાળકોને મિનિમમ અક્સેપ્ટેબલ ડાયટ એટલે કે પર્યાપ્ત આહાર મળે છે. જો કે, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં આ આંકડા અલગ અલગ છે. 2 વર્ષ સુધી બાળકોને નથી મળતું પર્યાપ્ત ભોજન દેશમાં વિકસિત માનવામાં આવતાં રાજ્યો પણ પોતાને ત્યાં બાળકોને પર્યાપ્ત ભોજન આપવામાં ખૂબ પાછળ છે. જેમ કે, મહારાષ્ટ્રમાં 2 વર્ષ સુધીનાં માત્ર 2.2 ટકા બાળકોને જ સંપૂર્ણ આહાર મળે છે, તો ગુજરાત, તેલંગણા અને કર્ણાટકમાં આવાં બાળકોની સંખ્યા 3.6 ટકા છે…