નવરાત્રિના પાવન પર્વનું શરૂઆત થઇ ચુકી છે. ગુજરાતમાં આવેલી શક્તિપીઠો પર ભક્તોનું ઘોડાપુર જોવા માટે મળી રહ્યું છે. આ વચ્ચે અંબાજી ખાતે આવેલા ત્રિશુળીયા ઘાટ ખાતે અકસ્માત સર્જાયો છે. ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી લક્ઝરી બસ,ડમ્પર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 10 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, 15થી વધુ લોકો દટાયા હોવાની શક્યતા રહેલી છે,હજુ પણ આંકડો મોટો થાય તેવી સંભાવના રહેલી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ પણ તંત્ર દ્વારા હાથ…
કવિ: Satya Day News
સરકારનાં આદેશ અનુસાર 1 ઓક્ટોબરથી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ બંધ કરાશે. જેનાં વિકલ્પ રુપે સુરત જિલ્લાનાં વિવિધ સ્થળોએ ઇ-સ્ટેમ્પીંગ તથા ફ્રેન્કીંગની સુવિધા શરૂ કરાઈ છે. જે મુજબ સુરત શહેરમાં વિવિધ બેંકોમાં આ સુવિધા ઉપલબ્ધ હશે. શહેરનાં બધા જ વિસ્તારોને આવરી લેવાય તે રીતે સુરત શહેરમાં 32 બેંકોમાં ફ્રેન્કીંગ તથા 35 બેંકોમાં ઇ-સ્ટેમ્પીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન નાયબ કલેક્ટરની કચેરી, તમામ પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગર પાલિકાની ઝોન ઓફીસો, નગરપાલિકા કચેરીએ પણ ઉપલબ્ધ હશે. ઉપરાંત વેબસાઈટ પર પણ કરાશે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફીની ઓનલાઇન ચુકવણી કરી…
ટિકિટ વગરના યાત્રીઓ લાંબા સમયથી રેલ્વે માટે માથાનો દુખાવો બની ગયા છે. રેલ્વેના 68 ડિવિજનમાં દર વર્ષે લાખો યાત્રીઓ ટિકિટ વગર યાત્રા કરતા પકડાય છે. રેલ્વેએ ટિકિટ વગર યાત્રા કરતા લોકોને પકડવા માટે ટિકિટ ચેકરોની સંખ્યા વધારી નાખી છે, સાથે-સાથે દંડમાં પણ વધારો કર્યો છે. તો હવે લોકોએ પણ તેમાંથી આબાદ બચી નીકળવાના ઉપાય શોધી રાખ્યા છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં ટીસીની સામે લોકો નકલી આડી બતાવી તેઓ કોઇ બીજા હોવાનો રોફ મારે છે, જેથી પકડાઈ ન જાય. અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં ચાર લોકો એવા પકડાયા જેઓએ પોતાને પોલીસવાળા જણાવ્યા…
અમરેલી પોલીસે સિરિયલ કિલરને ઝડપી પાડ્યો. ભાવનગર રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ એ પ્રેસકોનફર્સ યોજી આપી સિલસલા બંધ વિગતો. આરોપીએ પાંચ હત્યાની કરી કબૂલાત. સાવરકુંડલાના હાડીડા ગામે છેલ્લી હત્યા બાદ અમરેલી એસ.ઓ.જી. પોલીસ ને મળી એતિહાસિક સફળતા. આરોપી હત્યા કરી ડેડ બોડી ઉપરથી એક ઘરેણું પોતાની યાદગીરી માટે પોતાની પાસે રાખતો હોવાની માનસિકતા. બીજા અન્ય ઘરેણાં મહુવા સોની ને ત્યાં વેચતો. પોલીસે આ બે સોનીની પણ કરી ધરપકડ. અમરેલી પોલીસે છેલ્લા ત્રણ માસમાં કુલ 12 હત્યા નો ભેદ ઉકેલયો.
વિશ્વમાં આવા અનેક આયલલેન્ડ છે, જેનો કોઈને કોઈ ઉલ્લેખ નથી. સંખ્યાબંધ આયલેન્ડ્સ પણ છે, મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે. પરંતુ ઘણાં બધાં એવા પણ છે કે ત્યાં કોઈપ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. એક આ જ આયલેન્ડમાં છે, જેનું નિર્માણ વર્ષ 1963 માં થયું હતું. આઈસલેન્ડનાં દક્ષિણી તટની નજીક લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત આ જગ્યા પર આઈલેન્ડનું નામ સુર્તેસી દ્વીપ છે. તે વિશ્વની સૌથી ઓછી વયના દ્વીપસ્થિઓમાંથી એક છે, જેની ઉંમરે 56 વર્ષ છે. સુર્તેસી આયલેન્ડનું નિર્માણ જળ અંદરથી જ્વાલામુખી વિસ્ફોટ થયું. ઓગળતા એ લાવા જમા થઈ ને એક ડુંગર જેવું થયું હતું. અને 14 નવેમ્બર, 1963 ના સતાવર…
સુપ્રીમ કોર્ટમાં બાબરી મસ્જિદ મામલે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન સીજેઆઈ રંજન ગોગોઈએ જણાવ્યુ હતુ કે, જરૂર પડશે તો શનિવારે પણ કરવામાં આવશે. કોર્ટમાં મુસ્લિમ પક્ષકારના વકીલ નિજમ પાશાએ દલીલ કરી કે, નામ નિર્મોહી છે તો તેમને જમીન સાથે આટલો મોહ કેમ છે. બાબરે પોતાનું શાસન હમેલા કુરાન પ્રમાણે કર્યુ છે. જ્યારે વિરોધી પક્ષના વકીલની દલીલ છે કે, બાબરે મસ્જિદ બનાવી પાપ કર્યુ છે. કોર્ટમાં મુસ્લિમ પક્ષકારની દલીલ બાદ જસ્ટીસ બોબડેએ જણાવ્યુ હતુ કે, અમે અહીં બાબરના પાપ અને પૂણ્યનો ચૂકાદો આપવા નથી બેઠા. નીજમે કહ્યુ કે, રેકોર્ડ પ્રમાણે ૧૮૮૫માં નિર્મોહીએ ઈમરાતમાં ઘૂસીને પૂજા અને કબજો કરવાની કોશિશ કરી.…
1760માં બનેલી એક જૂની હવેલીને એક મોટી બોટ પર મૂકીને કવીન્સટાઉન લઇ જવામાં આવી છે. હવે આ ‘ગેલોવે હાઉસ’ નીલી પરિવારની સંપત્તિ બની જશે. નીલી પરિવાર આવનારી પેઢી માટે એક હોમ કમિંગ ડેસ્ટિનેશન બનાવવા ઇચ્છતા હતા. નવું ઘર બનાવવાને બદલે તેમને જૂનું ઘર જ શિફ્ટ કરવાનું વધારે સારું લાગ્યું. આ ત્રણ માળનાં 8 લાખ પાઉન્ડ એટલે 3.62 લાખ વજનનાં ઘરને દરિયાઈ માર્ગે શિફ્ટ કરવાનો ખર્ચ એક મિલિયન ડોલર ( અંદાજે 7 કરોડ રૂપિયા) થયો છે. પરિવારને સાથે લાવવા માટે ક્રિશ્ચિયન નીલીની માતાએ આ પ્લાન બનાવ્યો હતો. ઘરને શિફ્ટ કરવા માટે મંજૂરી લેવામાં 2 વર્ષનો સમય લાગી ગયો હતો. એક્સપર્ટ હાઉસ…
ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝન સાથે વર્ક પ્લેસ પર પણ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં દશેરા અને દિવાળી સહિત અન્ય ઘણા એવા તહેવારો આવે છે જેના કારણે બેંકો બંધ રહેશે. આ મહિનામાં આવતા તહેવારોના કારણે કુલ 11 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલ કોઈ કામ પતાવવાનું હોય તો આટલી રજાઓને જોતાં કામ શક્ય એટલું વહેલાં નિપટાવી લો. આ દિવસે બેંકો બંધ રહેશે : 2 ઓક્ટોબરે ગાંધી જયંતીને કારણે બેંકો બંધ રહેશે. 6 ઓક્ટોબરે રવિવારે બેંકો બંધ રહેશે. 7 ઓક્ટોબર સોમવારે રામ નવમીની બેંકોમાં રજા રહેશે. 8 ઓક્ટોબરે દશેરાના કારણે…
ઉત્તરાખંડના હરિદ્વારની રહેવાસી 11 વર્ષીય રિદ્ધિમા પાંડે અત્યારે ચર્ચામાં છે. યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ સમિટ (UNCS)માં સ્વીડનની પર્યાવરણ ગ્રેટા થનબર્ગની સાથે રિદ્ધિમા અન્ય યુવાન કાર્યકર્તાઓએ જર્મની, ફ્રાંસ, બ્રાઝીલ, આર્જેન્ટિના અને તુર્કી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના જણાવ્યા અનુસાર, આ દેશો બાળકોના અધિકારીઓ સાથે જોડાયેલ યુએન સંધિ હેઠળ જવાબદારી નથી નિભાવી રહ્યા. હવે રિદ્ધિમાને ભારતની ગ્રેટા કહેવામાં આવે છે, જેને નાની ઉંમરમાં પર્યાવરણ જેવા ગંભીર મુદ્દાને યુએન સુધી લઈ ગઈ છે. આવો જાણીએ ક્લાઈમેટ ચેન્જ વિશે રિદ્ધિમા શું કહે છે. યુએનમાં રિદ્ધિમાએ જે ગુસ્સો ઠાલવ્યો છે તેનું મૂળ વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલી આફત છે. ભયાનક પૂરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી…
દરેક મહિલાઓએ ડિસ્ચાર્જથી જોડાયેલી આ વાતો જાણવી ખૂબ જરૂરી છે. આપણે લોકો જાણીએ છીએ કે કેટલીક સ્થિતિઓમાં સફેદ પાણી સામાન્ય હોય છે અને કેટલીક સ્થિતિઓમાં તે તમારા ખરાબ સ્વાસ્થ્યના કારણે થઇ શકે છે. સામાન્ય રીતે છોકરીઓને વ્હાઇટ ડિસ્ચાર્જ (white discharge) તેમના પહેલા પિરીયડ્સ બાદ શરૂ થાય છે. તે બાદ તે દર મહિને પીરીયડ્સ (periods)પહેલા અને બાદ થાય તો સામાન્ય માનવામાં આવે છે. સફેદ પાણી પ્રાકૃતિક રીતે વજાઇનાને સાફ કરે છે. તે ઇન્ટરકોર્સ દરમિયાન ચિકાશ પ્રદાન કરે છે અને યૌન સંક્રમણ રોકવામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે વાત કરીએ તો કેટલીક સ્થિતિઓમાં વ્હાઇટ ડિસ્ચાર્જ ઓછું કે વધારે થઇ શકે છે.…