વિદ્યાર્થી ભારતી સંગઠનના કેટલાંક સભ્યોએ અમિતાભ બચ્ચનના ઘર પ્રતિક્ષાની બહાર પરવાનગી લીધા વગર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને કારણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમિતાભના જલસા બંગલાની બહાર પ્રદર્શનકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે અમિતાભ બચ્ચને મેટ્રોની તરફેણમાં ટ્વીટ કરતાં છેલ્લાં બેથી ત્રણ દિવસથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યાં છે. બપોરના અઢી વાગે વિદ્યાર્થીઓ ભેગા થયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 30 વિદ્યાર્થીઓ ગુરુવારે (19 સપ્ટેમ્બર) અઢી વાગે પ્રતિક્ષાની બહાર ભેગા થયા હતાં. તેમણે એક કલાક સુધી વિરોધ કર્યો હતો. પોલીસે પરવાનગી આપી નહોતી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને…
કવિ: Satya Day News
અચાનક તમારું લોહી લાલની જગ્યાએ નેવી બ્લૂ કલરનું થઇ જાય તો ? માનવામાં ન આવે તેવી ઘટના અમેરિકાની મહિલા સાથે બની છે. ન્યૂ ઇન્ગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે આ મહિલાએ ડોક્ટર્સને કહ્યું કે તેણે દાંતના દુખાવા માટે પેનકિલર જેવી એક દવા લીધી હતી. બીજા દિવસે તે ઉઠીને સીધી અમેરિકાની રોડ આઇલેન્ડ હોસ્પિટલે ગઇ અને ડોક્ટરને કહ્યું- હું કમજોર અને બ્લૂ થઇ ગઇ છું. મેડિકલ ભાષામાં તેને cyanotic કહેવામાં આવે છે જેમાં વ્યક્તિની ચામડી અને નખ બ્લૂ કલરના થઇ જાય છે. ત્યાં ઉપસ્થિત ડોક્ટર ઓટીસ વોરને આ સમસ્યાને acquired methemoglobinemia જણાવી હતી. આ પરિસ્થિત ભાગ્યે જ અમુક લોકોમાં…
રાજસ્થાનના ભીલવાડામાં મંગળવારે ભીલ સમાજના લોકોએ ગૌરજ્યા માતાની સ્થાપના માટે લવરી લોકનૃત્ય કર્યું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ નૃત્યમાં ભાગ લેતા કલાકારોનો સમૂહ 150 લોકો છે. તેમાં ભાગ લેનારા માટે ઘણા કડક નિયમો હોય છે. જે લોકો ગવરી નૃત્ય કરે છે તે લોકો 40 દિવસ સુધી સ્નાન કરતા નથી. આ ઉપરાંત તેઓ શાકભાજી, માંસ અને દારૂનો ત્યાગ કરીને દિવસમાં માત્ર એકવાર જ જમે છે. સવા મહિના સુધી ઘરને બદલે મંદિરમાં રહે છે અને જમીન પર જ સૂવે છે. એટલું જ નહીં પણ કલાકારોને બ્રહ્મચર્યનું પાલન પણ કરવું પડે છે. આ નૃત્યમાં માત્ર પુરુષો જ ભાગ લઈ શકે છે. જેમાંથી અમુક…
યુએઈની અમીરાત એરલાઈને પોતાના પેસેન્જરને લલચાવવા માટે ફ્લાઇટ A380ની લાઉન્જ અને સીટને ડાયમંડ જેવા દેખાતા ક્રિસ્ટલ આર્ટવર્કથી સજાવી છે. કંપનીએ હીરાઓથી ચમકતી આ સીટોના ફોટોઝ મંગળવારે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જે હાલ પણ વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટો જોઈને યુઝર પૂછી રહ્યા છે કે, હીરોથી જડિત આ ફ્લાઇટ ક્યાં શહેર માટે ઉડાન ભરશે? ઉલ્લેખીનય છે કે, કંપનીએ વર્ષ 2018માં પણ ક્રિસ્ટલ આર્ટવર્કથી સજાવેલા બોઇંગ 777 પ્લેનનો ફોટો શેર કર્યો હતો. આ આર્ટવર્ક હીરાની એજમ ચમકી રહ્યું હતું.
સિવિલમાં બાળકીને જન્મ આપ્યા બાદ દાખલ ત્યક્તા જનેતાનું મોત નીપજ્યાં બાદ નવજાત બાળકીના પાલન પોષણ માટે સક્ષમ નહીં હોવાનું કારણ ધરી નાનીએ નવજાત બાળકીને સ્વીકારવાનો ઈનકાર કરી દેતા એનજીઓની દખલ બાદ મામલો સીએમઓ સુધી પહોંચ્યો હતો. જ્યાં બાળકીની તબિયત નાદુરસ્ત જણાતા સીએમઓ(સિવિલ મેડિકલ ઓફિસર)એ બાળકીને દાખલ કરાવી પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક મહિલાને તેની માતા પ્રેમલગ્ન વિચ્છેદ કરાવ્યા ત્યારે તે ગર્ભવતી હતી અને તેણીનું બાળકીને જન્મ આપ્યા બાદ મોત થતા હવે નવજાતને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો છે. માતા દીકરીના પ્રેમલગ્ન વિચ્છેદ કરાવી લઈ આવી હતી ઉમરગામ રેલવે સ્ટેશન નજીક સ્વપ્નલોક સોસાયટી ખાતે રહેતા પ્રિતી અરમાન પઠાણ(ઉ.વ.22)એ…
વલસાડ જિલ્લાના પારડીમાં એસીબીની ટ્રેપમાં પારડી વન રક્ષક 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. પારડી આરએફઓના ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ચાવડા અને વન રક્ષક જીગર રાજપુતે 10 લાખની માંગણી કરી હતી. જેમાં લાંચ લેવા આવેલા પૈકી વન રક્ષક પકડાઈ ગયો હતો. જ્યારે ફારેસ્ટર ભાગી જવામાં સફળ થયો હતો. ફોરેસ્ટર અને વન રક્ષકે લાંચ માંગી મળતી માહિતી પ્રમાણે, ફરિયાદ કરનારે સરકાર તરફથી ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવાની મંજુરી મેળવી હતી. જેમાં ફોરેસ્ટ ખાતામાંથી પ્રોટેકટેડ / નોન પ્રોટેકટેડ ફોરેસ્ટની મંજુરી મેળવવા માટે ફરિયાદીની કંપનીએ ડી.સી.એફ. વલસાડ ખાતે અરજી કરી હતી. જેમાં નોન પ્રોટેકટેડ ફોરેસ્ટની પરમિશન ડી.સી.એફ. વલસાડથી મેળવી હતી. જ્યારે પ્રોટેકટેડ ફોરેસ્ટ…
વિશ્વાસ નથી થતો કે ‘તેરે બિન લાદેન’ જેવી ફિલ્મ બનાવનાર અભિષેક શર્માની આ ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ આટલી ખરાબ હશે. આ ફિલ્મ પાછળ સમય, પૈસા તથા એનર્જી વેસ્ટ થતી હોય તેમ લાગે છે. પશ્ચિમમાં તો બેસ્ટ સેલર બુક્સમાંથી ઉત્તમ ફિલ્મ બનાવવામાં આવે છે પરંતુ અહીંયા અનુજા ચૌહાણના પુસ્તક પરથી બનેલી ફિલ્મ એકદમ બકવાસ છે. ફિલ્મમાં માત્ર સિદ્ધુની મિમિક્રી કંઈક અંશે રાહત આપે છે. ફિલ્મમાં શાહરુખ ખાનનો અવાજ પણ બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે. જોકે, તે પણ ફિલ્મને એન્ટરટેઈનિંગ બનાવી શક્યો નહીં. કપૂર પરિવારના ત્રણ કલાકારો સોનમ, અનિલ તથા સંજય ફિલ્મમાં છે. ફિલ્મનો પ્લોટ જ સફળતાની ક્રેડિટ નસીબને આપવી કે મહેનતને તેની…
બોડેલી તાલુકાનાં ભોરદા ગામેથી વાઘોડિયા તાલુકાનાં રાજપુરા ગામે પત્નીને પિયર લઈ જવાનું કહીને બાઈક પર દોઢ વર્ષનાં પુત્રને લઈને પતિ બોડેલી નજીક ઝાંખરપુરા કેનાલ બ્રિજ પર ઉભો રહ્યો અને પત્ની અને પુત્રને પાણીનાં ધસમસતા વહેણમાં ધક્કો મારી દીધો હતો, જે પૈકી પત્નીની લાશ વાઘોડિયા તાલુકાનાં સરણેજ ગામેથી મળી હતી, જયારે બાળકની હજી શોધખોળ ચાલી રહી છે. બોડેલી પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે પતિની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બોડેલી તાલુકાનાં ગુલાબ દામનસિંહ પરમાર નાં લગ્ન વાઘોડિયા તાલુકા નાં રાજપુરા ગામની જયા નામની યુવતી સાથે થયા હતા.તેઓને બે સંતાનો માં સિદ્ધાર્થ ઉ.વ.13 અને દક્ષરાજ દોઢ વર્ષના બે પુત્રો પણ…
અભિનેત્રી ડિમ્પલ કાપડિયા ક્રિસ્ટોફર નોલની અપકમિંગ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મનું નામ ટેનેટ છે. હાલમાં મેકર્સે ડિમ્પલના નામની અનાઉન્સમેન્ટ કરી હતી. ધ હોલીવુડ રિપોર્ટર અનુસાર, એરોન ટેલર, જોનસન, કેનેથ બ્રાનધ, ક્લેમેંસ પોસી અને માઇકલ કેન પણ આ ફિલ્મના કલાકારોમાં સામેલ થઇ ગયા છે. હાલમાં ડિમ્પલને જુહૂમાં સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી. તેણે ગ્રે કલરની ઇનરની ઉપર વ્હાઇટ કલરનું ઓવરકોટ અને બ્લેક કલરની લેગિન્સ પહેર્યુ હતું, બ્લેક બેગ અને ખુલ્લા વાળમાં ડિમ્પલ કઇક અલગ જ લાગતી હતી. ડિમ્પલ આ પહેલા પણ એક હૉલીવૂડ ફિલ્મમાં નજરે પડી ચૂકી છે. તેમણે ફિલ્મ લીલા (2002)માં પણ એક્ટિંગ કરી હતી.ત્યારે હવે ડિમ્પલ 61 વર્ષની…
આ મહિનાની શરૂઆતથી દેશભરમાં નવા વ્હીકલ એક્ટ હેઠળ નવા ટ્રાફિક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક રાજ્યના લોકોએ આ નિયમોને આવકારા છે. પરંતુ ગુજરાતમાં મિશ્રિત પ્રતિક્રિયા જોવા મળી છે. જોકે રાજ્યમાં મોટાભાગે લોકો દ્વારા નિયમોનો વિરોધ થતા રાજ્ય સરકારે નવી જોગવાઈ હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પેઠે વસૂલાતા દંડની રાશિમાં ઘટાડો કર્યો છે. તેમ છતા પણ વિરોધ અને લોકોની હાલાકી થતા રાજ્ય સરકારે પીયુસી અને HSRP નંબર પ્લેટ માટે લોકોને રાહત આપી મુદતમાં 15 ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે. ટ્રાફિકના નવા નિયમો હેઠળ ઉલ્લંઘન પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પેઠે…