ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને 25 લાખ રૂપિયાનો ટ્રેન જર્ની ઈન્શ્યોરન્સ ફ્રીમાં મળશે ટ્રેનમાં કોઈ પણ વર્ગને ભાડામાં છૂટ નહીં મળે યુટિલિટી ડેસ્ક. ભારતીય રેલવે 100 દિવસના એક્શન પ્લાન હેઠળ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) બે તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. બંનેમાંથી એક ટ્રેન જે નવી દિલ્હીથી લખનઉ જંક્શનની વચ્ચે દોડશે તો બીજી ટ્રેન અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલની વચ્ચે દોડશે. આઈઆરસીટીસીએ જાહેરાત કરી છે કે, આ ટ્રેનમાં તત્કાલ ક્વોટા અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં. આ ટ્રેનમાં માત્ર જનરલ ક્વોટા જ હશે. તેજસ એક્સપ્રેસ સાથે જોડાયેલી…
કવિ: Satya Day News
યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે, તમે ફક્ત તમારાં બેંક ખાતામાં રહેલાં બેલેન્સમાંથી જ પૈસા ઉપાડી શકો છો. પરંતુ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને બેંક ખાતામાં રહેલાં બેલેન્સ કરતાં વધુ પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. બેંક આ સુવિધા ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તરીકે પ્રદાન કરે છે. ચાલો જાણીએ ઓવરડ્રાફ્ટ સુવિધા શું છે અને તેનો લાભ કેવી રીતે લઈ શકાય. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી શું છે? ઓવરડ્રાફટ એ એક પ્રકારની લોન છે. તેના કારણે ગ્રાહકો પતાના બેંક અકાઉન્ટમાં રહેલાં બેલેન્સ કરતા વધુ પૈસા ઉપાડી શકે છે. આ વધારાના પૈસા ચોક્કસ સમયગાળાની અંદર ભરપાઈ કરવા પડે છે અને તેની પર વ્યાજ પણ લાગે…
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે રાજેન્દ્ર કેસરાનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કર્યું રાજેન્દ્ર કેસરાએ જિંદગીમાં ક્યારેય કાર ચલાવી નહોતી ઝાલાવાડ: અત્યારે દેશભરમાં મોટર વ્હીકલ એક્ટને લઈને દરેક લોકો સાચવીને રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે કે જેથી તેમને કોઈ દંડ ભરવો ન પડે. ગુજરાતમાં પણ આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી આ એક્ટ લાગુ થઈ ગયો છે. મોટી રકમના દંડના દંડના અનેક ફોટા હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, પણ રાજસ્થાનમાં તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરી દીધું છે. રાજેન્દ્ર પાસે ટુ વ્હીલર હતું રાજસ્થાનમાં ઝાલાવાડ શહેરના રહેવાસી રાજેન્દ્ર કેસરાનું સપ્ટેમ્બર 2011માં મૃત્યુ થયું હતું. આ વ્યક્તિના ઘરે તેમને…
હોમોસેક્સ્યુઅલ સર્વિસ આપવાને બહાને ઘરમાં ઘુસીને લૂંટ ચલાવતી આંતરરાજ્ય ટોળકીના પાંચ શખ્સોની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપીઓ અમદાવાદ, વડોદરા તથા અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સર્વિસ આપવા જઈને ગ્રાહકની એકલતાનો લાભ લઈને લૂંટ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વસ્ત્રાપુરમાં ૨૬ ઓગસ્ટના રોજ રાત્રે એક રહેવાસીના ઘરમાં ચાર અજાણ્યા શખ્સોએ ઘુસીને તિજોરીમાંથી રોકડ રકમ, ઘડિયાળો અને એટીએમ કાર્ડની લૂંટ ચલાવી હતી. તેમણે બાદમાં એટીએમનો પાસવર્ડ મેળવીને રૃ.૫૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા આ બનાવ બાદ આરોપીઓ અમદાવાદની રોયલ પેલેસ હોટેલમાં રોકાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. અહીંથી વધુ માહિતી મેળવીને પોલીસે દિલ્હીના નોઈડા સેક્ટર-૩૫ નજીકના વિસ્તારમાંથી પાંચ આરોપીને…
ઇલિયાના ડિક્રુઝ સોશિયલમ મીડિયા પર સક્રિય છે. તે પોતાના ચાહકો સાથે સંપર્ક જાળવી રાખે છે. તેમજ તેમને પોતાની અંગત વાત પણ જણાવતી રહે છે. તાજેતરના એક ટ્વિટને કારણે તે ચર્ચામાં છે. ” મને ઊંઘમાં ચાલવાની આદત છે. પરિણામે ઘણી વખત સવારે મારા પગમાં ઘા પડેલા જોવા મળતા હોય છે. મેં પણ મારી આ બીમારીનો સ્વીકાર કરી લીધો છે. મને આવી બીમારી છે, તેનો મને ખ્યાલ જ નહોતો. પરંતુ કોઇક સવારે હું ઊંધમાંથી જાગતી, ત્યારે મારા પગમાં ઘા, ચીરા કે સોજો જોતી. ત્યારે મને ધીરે ધીરે સમજ પડી કે. મને ઊંઘમાં ચાલવાની આદત છે. મારી આ આદતથી હું બહુ પરેશાન રહું…
અમરોલી-ન્યુ કોસાડ રોડ વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર વકીલે દારૂના નશામાં પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપી છુટાછેડા આપવા માટે રૂા. 20 લાખની માગણી કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો છે. સરથાણા નજીકના વાલક ગામની મિત્તલ હસમુખ પાનસેરીયાએ વર્ષ 2011 ના જુન મહિનામાં વકીલ અનિલ કાળુભાઇ માંગુકીયા (રહે. સરદાર નગર સોસાયટી, ન્યુ કોસાડ રોડ, અમરોલી) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આઠ વર્ષના દાંમ્પત્યજીવન દરમ્યાન પાંચ વર્ષનો પુત્ર રુદ્ર છે. માતા-પિતાની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કરનાર મિત્તલનું લગ્નજીવન એક વર્ષ સુધી સુખેથી પસાર થયું હતું પરંતુ ત્યાર બાદ પતિ અનિલ નાની-નાની બાબતોએ ઝઘડા કરતો હતો અને દારૂના નશામાં આવી માર પણ મારતો હતો. મિત્તલને તેના સાસુ-સસરા બચાવવા…
મોટર વ્હીકલ એક્ટના કડકાઇભર્યા અમલની શરૂઆત થઈ ગઈ છે અને ચેકિંગમાં ઝડપાયેલા વાહનમાલિકો દંડાઈ પણ રહ્યા છે. આજે સવારે ગુડસ્ વ્હીકલના માલિકને ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાને કારણે રૂ.પાંચ હજારનો દંડનો મેમો ટ્રાફિક પોલીસનો સ્વીકારવો પડયો હતો. સુરત શહેરમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમ જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કામગીરીમાં જોતરાઈ જતા વાહન માલિકોમાં એક પ્રકારનો ડર છવાઈ ગયો છે. મોટર વ્હીકલ એક્ટનો કડક અમલ થવાનો હોવાથી, વાહન માલિકોએ તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લાં બે-ત્રણ દિવસથી કરવાનું શરૂ કરી દીધુ હતું પણ જેઓ જરૂરી દસ્તાવેજો સાથે રાખવામાં ઊણા રહ્યા છે, તેઓની હાલત વધુ કફોડી બની છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ અને ઝોન સ્તરે ટીમો બનાવી દીધી છે અને કોર્પોરેશને પોલીસ સાથે મળીને જોઈન્ટ એન્ફોર્સમેન્ટની જે ટીમ બનાવી છે. તેને પણ આ પ્રતિબંધનો અમલ કરવા માટે કામે લગાડવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે. તારીખ 11 સપ્ટેમ્બરથી સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકારે પણ આ કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારતના જન આંદોલનના આહવાનની શરૂઆત કરી છે. વડોદરા કોર્પોરેશન તારીખ 5થી અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને કડક ચેકિંગ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધીમાં 1,762 1762 કિલો…
નોકરી પરથી પરત ઘરે જઇ રહેલી સરથાણાની પરિણીતાને રસ્તામાં આંતરી તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં, જો મારી સાથે લગ્ન નહીં કરે તો તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપનાર સ્કુલ ફ્રેન્ડની વરાછા પોલીસે ધરપકડ કરી છે. સરથાણા વિસ્તારમાં રહેતી અને હોઝીયરી શોપમાં નોકરી કરતી પરિણીતા સાંજના 7-00 ક.ના અરસામાં ઘરે જઇ રહી હતી ત્યારે વરાછા મેઇન રોડ પર અરિહંત જવેલર્સ પાસે સ્કુલ ફ્રેન્ડ વિવેક કાંતિભાઇ ચોપડા (ઉ.વ.24 રહે.ગઢપુર ટાઉનશીપ, પાસોદરા, મૂળ રહે. તાજપર ગામ, તા.જિ.બોટાદ)એ અટકાવી હતી. જાહેર રસ્તા પર પરિણીતાનો હાથ પકડી તું મારી સાથે લગ્ન કર, તું તારા પતિને છુટાછેડા આપી દે તેમ કહી શારિરીક અડપલા કર્યા હતા. સ્કુલ…
ફિલ્મ ‘બાહુબલી’મા રાજમાતાની ભૂમિકા ભજવનારી શિવગામી દેવીએ ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ ‘બાહુબલી’થી ઓળખ મેળવી હતી. શિવગામીનું અસલી નામ રામ્યા કૃષ્ણન છે. રામ્યા તેનો 49 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. રામ્યાએ ફક્ત 13 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. રામ્યા અમિતાભ બચ્ચન અને ગોવિંદા સાથે 1998મા ડેવિડ ધવનની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી. તે જ વર્ષે, રામ્યાએ બીજી ફિલ્મ ‘વજૂદ’ રજૂ કરી. તેમને નાના પાટેકર અને માધુરી દીક્ષિતની સાથે કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં નાના પાટેકર અને રામ્યાના કિસિંગ સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રામ્યાએ પોતાના કરતા મોટા સ્ટાર સાથે…