ફિલ્મોની સાથે સાથે દર્શકોને સૌથી વધારે કોઈ વાત આકર્ષિત કરતી હોય તો તે છે બોલિવૂડની હસ્તીઓની રિલેશનશિપ. કોની સાથે કોને અફેર છે કોની સાથે કોના લગ્ન થયા કે કોણે છુટાછેડા લીધા આ તમામ વાતો હંમેશા ચર્ચાતી જ રહે છે. બોલિવૂડમાં કેટલીયે એવી જોડીઓ છે જેમણે પ્યારની મિસાલ આપી. લોકો તેમના પ્રેમને ક્યારેય નહીં ભૂલી શકે કેટલીક એવી જોડીઓ પણ રહી જેઓ ક્યારેય એક ન થઈ શક્યા છતાં તેમના પ્રેમના કિસ્સાઓ ખુબજ ચગ્યા.કેટલીક જોડીઓનો સાથ થોડા સમય પૂર્તો જ હોય છે જ્યારે તેઓ છુટા પડે દર્શકો પણ દુખી થઈ જતા હોય છે. તો કેટલાક એવા કપલ છે જેમણે ઉંમરની સીમાઓ આળંગી…
કવિ: Satya Day News
રાનૂ મંડલને લઈ રોજ સવારે ઉઠતા વેંત જ કંઈક નવા સમાચાર સાંભળવા મળે છે. રાતોરાત સ્ટાર બનેલી રાનૂની લાઈફ પણ હવે બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં એના નામનો સિક્કો ચાલવા લાગ્યો એમ કહીએ તો હવે કંઈ ખોટું નથી. પરંતુ રાનૂ પહેલાં એક 16 વર્ષની છોકરીએ રેલવે પ્લેટફોર્મ્સથી સીધા મ્યુઝિક સ્ટુડિયોમાં પહોંચવા સુધીની સફર પસાર કરી લીધી છે. તો આવો જાણીએ આ છોકરીની કહાની. અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં ‘મેરા જૂતા ફેક લેધર દિલ છિછાલેદાર’ ગાનારી દુર્ગા પણ ટ્રેનમાં ગીત ગાઈને પોતાનું ગુજરાન ચલાવતી હતી. પોતાનું ટેલેન્ટ અને નસીબનાં આધારે તે મુંબઈ પહોંચી હતી. જો કે દુર્ગા પોતાના પરિવારનું પેટ…
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ગાયોની અવદશા જોઇ બે વ્યક્તિઓએ તંત્ર સામે બાંયો ચઢાવી છે.ડાકોર બસ સ્ટેન્ડ પાસે ઇજા પામેલી ગાય છેલ્લાં કેટલાંય દિવસથી પડેલી છે. જેની જાણ પાલિકાને કરવામાં આવી હતી.તેમ છતાં આજે સવાર સુધી કોઇ સારવાર કરવામાં ન આવતા બે વ્યક્તિઓ નાછૂટકે ભૂખ હડતાલ પર બેઠા હતા અને તરત જ પાલિકાવાળા આવીને ઇજાગ્રસ્ત ગાયને લઇ ગયા હતા. ડાકોર બસસ્ટેન્ડમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બે ગાયો જોવા મળી હતી.જેથી શહેરના જાગૃત નાગરિકોએ આ અંગે ડાકોર પાલિકાને જાણ કરી હતી.પરંતુ જાણ કરવા છતા પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જેથી રોષે ભરાયેલા સ્થાનિકો બસસ્ટેન્ડ પાસે ભૂખ હડતાલ પર બેસી ગયા હતા.…
વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ગુરૂવારે ઝારખંડમાં ખેડૂતો, દુકાનદારો અને સ્વ-નિર્ભર લોકો માટે મહત્વાકાંક્ષી પેન્શન યોજનાઓ શરૂ કરી હતી. ‘પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના’ નાના અને સિમાંત ખેડૂતોને 60 વર્ષની વય બાદ માસિક રૂ. 3,000નું લઘુત્તમ પેન્શન પૂરૂં પાડશે. જ્યારે ‘પ્રધાન મંત્રી લઘુ વ્યાપારી માન ધન યોજના’ દુકાનદારો અને રીટેલ વેપારીઓ માટે લોન્ચ કરાઈ છે. સ્વ-નિર્ભર લોકો માટે પીએમ મદોીએ ‘સ્વરોજગાર’ પેન્શન યોજના રજૂ કરી છે. ઉપરાંત વડાપ્રધાને ઝારખંડ વિધાનસભાની નવી ઈમારત અને મલ્ટી-મોડેલ કાર્ગો ટર્મિનલનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ખેડૂતો, દુકાનદારો અને સ્વ-નિર્ભર લોકો માટેની પેન્શન યોજનાઓમાં 18થી 40 વર્ષ વચ્ચેની વય ધરાવતા લોકો અરજી કરી શકશે. તેમને 60 વર્ષની વય…
૩૧ ઓક્ટોબર પછી કઠોળની આયાત પર પ્રતિબંધ આવશે. આયાતકારો એમ માનતા હતા કે ૩૧ ઓક્ટોબર પછી કઠોળની આયાતની તારીખ લંબાવાશે પરંતુ આધારફૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૧ ઓક્ટોબર પછી કઠોળની આયાત સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. સત્તાવાળાઓએ ચાર મીલીયન ટન કઠોળની આયાતની જાહેરાત કરી હતી. ્ત્યાર સુધીમાં માંડ દોઢથી બે લાખ ટન કઠોળની આયાત થઈ શકી છે. કેેનેડા અને રશિયાથી થતી કઠોળની આયાતના કારણે કઠોળના ભાવોમાં ૮થી ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાક અઠવાડિયામાં કઠોળનો નવો પાક આવશે ત્યારે કઠોળના ભાવ વધુ ઘટવા સંભવ છે. આયાતકારો એમ માનતા હતા કે કઠોળ આયાત કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબરને લંબાવવામાં આવશે. હાલ મિલર્સ…
શું હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ આધાર સાથે લિંક કરાવવું પડશે? શું આવી કોઈ યોજના પર સરકાર વિચારણા કરી રહી છે? આવો સવાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યું છે કે, જો તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર સાથે જોડવાના કોઈ પણ પગલાં પર વિચારણાં કરી રહી હોય તો તેને ઉજાગર કરો. જસ્ટીસ દીપક ગુપ્તાની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્ર સરકારને સુચિત કરવા માટે કહ્યું કે, શું તેઓ સોશિયલ મીડિયાને રેગ્યૂલેટ કરવા માટે કોઈ નીતિ બનાવી રહ્યું છે. જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસે કેન્દ્ર સરકારને 24 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે અને તે દિવસે જ મામલાની…
સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલે રાત્રી દરમિયાન વાતોમાં ભોળવી ગઠિયાએ બે મિત્રોને કેફી કોલ્ડ્રિંક્સ પીવડાવ્યું હતું જેથી બેભાન થઈ ગયેલા બંને મિત્રોને ગઠિયો રોકડા અને મોબાઇલ ફોન લુંટીને ભાગી ગયો હોવાનું આક્ષેપ કર્યા હતા. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વલસાડ રોડ પર ફાઉન્ટન હોટલ પાસે રહેતો 18 વર્ષીય પ્રદીપ જગદીશ સરોજ અને તેનો 22 વર્ષીય મિત્ર ઓમપ્રકાશ યાદવની માતા વતન ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં બીમાર હોવાથી ખબર અંતર પૂછવા માટે વતન જવા નીકળ્યા હતા જેથી ગઈકાલે બંને મિત્ર વલસાડથી સુરત રેલવે સ્ટેશન પર આવ્યા હતા અને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર આરામ કરતા હતા. દરમિયાન આજે સવાર બંને મિત્ર અર્ધબેભાન…
ઘોડદોડ રોડ રામચોક વિસ્તારના આર્શીવાદ કોમ્પ્લેક્ષમાં રહેતા કિંગ્સ કાફેના માલિકના બંધ ફલેટને તસ્કરોએ ભર દિવસે નિશાન બનાવી દરવાજાનું તાળુ તોડી 9 લાખની હીરા જડિત વીટી સહિત કુલ રૂ.12.50 લાખની મત્તા ચોરી ગયા હતા. તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. શહેરના ઘોડદોડ રોડ સ્થિત રામચોક વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પલેક્ષમાં રહેતા જીમ્મી હસમુખભાઈ માવાણી ગતરોજ પરિવાર સાથે વરાછા વિસ્તારમાં રહેતી બહેનના ઘરે ગયા હતા. તે દરમ્યાન તેમના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી બેડરૂમના કબાટની તિજોરી તોડી તેમાંથી હીરાજડિત રૂ. 9 લાખ કિંમતની સોનાની વીંટી ઉપરાંત સોનાના અન્ય દાગીના…
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. 13 મી સપ્ટેમ્બર, ને શુક્રવારના રોજ બપોરે 2 કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.64 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે બપોરે 2 કલાકે નર્મદા ડેમના 23 દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. ઉપરાંત આજે બપોરે 2 વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં 7,87,151 લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે 8,17,945 લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે. સરદાર સરોવર યોજના સિનિયર એન્જિનિયરો જણાવે છે કે આગામી દિવસોમાં હજુ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ઉપરવાસમાંથી આઠથી દસ…
સ્નાન કરવાથી ન માત્ર ફ્રેશનેસ આવે છે પરંતુ આખા દિવસનો થાક અને તણાવ પણ દૂર થાય છે જેથી કેટલીક વખત લોકો ઓફિસથી ઘરે જઇને શાવર લેવા માટે બાથરૂમમાં જતા રહે છે. થાક ઓછો કરવા માટે ઘણા લોકો ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે. આ સત્ય છે કે ગરમ પાણીથી શરીરને રાહતનો અનુભવ થાય છે કારણકે તેનાથી શરીરમાં લોહીનું ભ્રમણ ખૂબ તેજ થઇ જાય છે આજ કારણ છે કે શરીરમાં એનર્જી ફીલ થાય છે. પરંતુ શુ તમે જાણો છો કે ગરમ પાણીથી સ્નાન કરવું ન માત્ર તમારી ત્વચા પરંતુ વાળ માટે પણ હાનિકારક હોય છે. તો આવો જોઇએ ગરમ પાણીથી…