યુપીના મૈનપુરીમાં બ્લોક કરહલના મોહબ્બતપુર ગામમાં એક પણ કબ્રસ્તાન આવેલું નથી. અહીં દફન કરવા માટે કોઈ જમીન બાકી નથી, જેના કારણે પીડિતોના પરિવારજનોએ ઘરના પરિસરમાં જ મૃતકોને દફનાવવા પડે છે. ગુરુવારે કિશ્નીના ધારાસભ્યએ ડીએમ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ગામમાં કબ્રસ્તાન માટે જમીન આપવા માંગ કરી હતી. ધારાસભ્ય કિશ્ની બ્રજેશ કથીરિયાએ ગુરુવારે ડીએમ પી.કે. ઉપાધ્યાયને જણાવ્યું હતું કે, મોહબબતપુર ગામમાં બે ભાઈઓ ઔસાફ અલીનું 15 દિવસ પહેલા અને અલી બહાદુરનું ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયું હતું. બુધવારે ધારાસભ્ય ગામ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે લઘુમતી સમાજના લોકોના મોત થવાને કારણે અહીંના…
કવિ: Satya Day News
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સાપે બાળકને ડંખ માર્યા બાદ સાપનું જ મોત થઇ ગયું છે. જો કે તે બાદ બાળકનું પણ મોત થઇ ગયું પરંતુ બાળક પહેલાં સાપનું મોત નિપજ્યું. મુરંગાબાદ શાહપુર પોલીસસ્ટેશન ક્ષેત્ર ના બડાગાંવમાં મંગળવારે સાંજે સર્પદંશથી બાળકનું મોત નિપજ્યું છે. ડંખ માર્યા બાદ પહેલાં સાપનું મોત થયું અને બે કલાકની સારવાર બાદ બાળકે પણ દમ તોડી દીધો. મંગળવારની સાંજે બડાગાંવ નિવાસ કમલેશ મૌર્યનો પુત્ર અંશ મૌર્ય (8) ઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમિયાન એક સાપે તેને ડંખ માર્યો. બાળકને ડંખ માર્યા બાદ તરત જ સાપનું મોત થઇ ગયું.…
અમરેલી જિલ્લાના બે એવા વૃદ્ધ ખેડૂતો કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતરમાં રહી ખેતી કરીને જ વિતાવી રહ્યા છે. રહેવું, જમવું અને સુવાનું પણ ખેતરમાં જ કોઈ પ્રસંગ સિવાય ખેતરમાંથી બહાર પણ ન નીકળવું તેવું તેમણે નક્કી કરી રાખ્યું છે. આ ખેડૂતોની ઉમર 70 વર્ષ ઉપર પરંતુ ખેતીનો જુસ્સુ યુવાનોને પણ શરમાવે તેઓ. ત્યારે આ વૃદ્ધ ખેડૂત યુવાનોને એક સંદેશો આપી રહ્યા છે. કામ અને ઉંમરને કંઈ લાગતું વળગતું નથી. ખેતી માટે તો કહેવાય છે કે ખેતી સદા સુખ દેતી. અને આ મંત્રને જ સાકાર કર્યો છે ટીવી સ્ક્રિન પર દેખાતા આ બે ખમતીધર ખેડૂતોએ. તેમના ચહેરાને જોઈ એક રીતે…
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે એવું જોવા મળ્યું હોય છે કે, ફિલ્મ સ્ટાર્સને જેમ જે સફળતા મળતી જાય છે, તેમ તેમ તેમના શોખ વધતા જાય છે. ઘણા એવા સ્ટાર્સ છે જેમને મોંઘી કાર, બાઇક્સ,ફોન, જોડા અને કપડાનો શોખ હોય છે. પરંતુ દક્ષિણના સુપરસ્ટાર મામૂટી પાસે માનવામાં ન આવે તેટલી સંખ્યામાં કાર છે. એકવાર કાર ચલાવ્યા બાદ એ કારનો બીજા વરસે નંબર આવે તેટલી કારનો કાફલો ધરાવે છે. મલયાલમ અને તમલિ ફિલ્મોમાં સુપરહિટ ફિલ્મો આપી ચુકેલો મામૂટીને કારનો બહુ શોખ છે. આજે તેની પાસે ૧૫-૨૦ નહીં પરંતુ ૩૬૯ કારનું કલેકશન છે. જેમાં સસ્તી તેમજ મોંઘી વૈભવી કારનો સમાવેશ થાય છે. મામૂટીને દેશની…
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. ૧૪ સપ્ટેમ્બર સુધી યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં અંબા માતાના દર્શનનો લ્હાવો લેવા માટે અંદાજે ૨૦ લાખથી વધુ ભક્તો ઉમટી પડશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહામેળાનો વિધિવત્ પ્રારંભ કરાવશે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સવારે ૬:૧૫થી રાત્રે ૧:૩૦ સુધી મા અંબાના દર્શન થઇ શકશે અને બપોરે ૧૧:૩૦થી ૧૨:૩૦-સાંજે ૫ થી ૭ દરમિયાન દર્શન બંધ રહેશે. ભાદરવી પૂનમના મહામેળા માટે પગપાળા સંઘોનું શનિવારથી જ આગમન શરૂ થઇ ગયું છે. યાત્રિકોને કોઇ પણ પ્રકારની અગવડનો સામનો કરવો પડે નહીં માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ…
વ્યાજે આપેલા રૂ.4.32 કરોડ સામે રૂ.6 કરોડ વસૂલ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી મોટા વરાછાના બે બિલ્ડરોને લસકાણા ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બેરહેમીથી માર મારી બળજબરીપૂર્વક લખાવી લેનાર વ્રજ ડાયમંડના માલિક, તેના જમાઈ, પુત્ર સહિત 10 થી 15 વિરુદ્ધ સરથાણા પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ અમરેલીના વતની અને સુરતમાં મોટા વરાછા રિવર વ્યુ હાઇટસમાં રહેતા બિલ્ડર ચેતનભાઇ હિંમતભાઈ સાવલિયા અને તેમના ભાગીદાર અભયભાઇ હરજીભાઈ ગોંડલીયાએ સાત વર્ષ અગાઉ ચતુર નાથાભાઈ દૂધાત ( રહે. તક્ષશિલા સોસાયટી, હીરાબાગ, વરાછા, સુરત ) પાસેથી રૃ.4.32 કરોડ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા અને અત્યાર સુધી વ્યાજ પેટે રૃ.6 કરોડ પણ ચૂકવી…
કાબુલમાં અમેરિકી સૈનિકની હત્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સાથે શાંતિ વાર્તા રદ કરી દીધી છે. આની જાણકારી તેમણે ટ્વીટરના માધ્યમથી આપી છે. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યુ કાબુલમાં હુમલામાં અમારા એક મહાન સૈનિક અને 11 લોકોના મોત નીપજ્યા છે. હુ તત્કાલ પ્રભાવથી મીટિંગ રદ કરૂ છુ અને શાંતિ સમાધાનને પણ રદ કરૂ છુ. ટ્રમ્પે કહ્યુ પોતાની સોદાબાજીની સ્થિતિને મજબૂત કરવા માટે કઈ રીતે લોકો આટલા લોકોને મારી શકે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આગળ કહ્યુ તાલિબાને સ્થિતિને વધારે ખરાબ બનાવી દીધી છે. જો તે આ મહત્વપૂર્ણ શાંતિ વાર્તા દરમિયાન સીઝફાયર માટે સહમત થઈ શકતા ના હોય અને 12 નિર્દોષ લોકોને મારી શકતા હોય…
હિન્દુ ધર્મમાં મંદિરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે મંદિર જવાથી વ્યક્તિનું માનસિક તણાવ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. જે વ્યક્તિ રોજ મંદિર જઇને ભગવાનની પૂજા કરે છે તેની દરેક સમસ્યાઓનો અંત આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે મંદિર જતા પહેલા કેટલાક નિયમોનું પાલન અને કેટલીક વાતોનું રાખવું જોઇએ. આવો જોઇએ તે નિયમ અને વાતો જેનું મંદિર જતા પહેલા ધ્યાન રાખવું જોઇએ. મંદિર જતા પહેલાના નિયમો હિન્દુ શાસ્ત્રો અનુસાર વ્યક્તિને મંદિર જતા પહેલા આ નિયમો અને વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે કોઇ વ્યક્તિ મંદિર જાય છે તો તેને પૂરી શ્રદ્ધા અને સાચા મનની સાથે…
અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઈમ ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. અને તેમાં પણ યુવતીઓની છેડતી અને ત્યારબાદ મારામારી અને હુમલાના બનાવો પણ વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ચાંદલોડિયામાંથી સામે આવ્યો છે. જેમાં પુત્રીની છેડતી કરતાં યુવકને ઠપકો આપતાં યુવકે પોતાના મિત્રો સાથે મળી પિતા પર ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પિતાએ યુવક વિરુદ્ધ અગાઉ અમદાવાદ પોલીસને અરજી કરી હતી. પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. યુવકોના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલ પિતાને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. તેમનું નામ બદનસિંઘ પાલ છે. અને તેઓ સાબરમતી વિસ્તારમાં રહે છે. શુક્રવારની રાત્રે તેમનાં પર આરોપીઓએ ફાયરિંગ કરીને…
હાલનો સમય ટેક્નોલોજીનો છે જે ઝડપી ગતિએ માનવીય જીવનમાં વધી રહી છે. ટેક્નોલોજીમાં દિવસે દિવસે નવા આવિષ્કાર જોવા મળી રહ્યા છે. જ્યારે હવે એવી શોધ વિશે સમાચાર મળ્યા છે જે તમને હેરાન કરી દેશે. દુનિયાના સૌથી મોટા એક ઇલેક્ટ્રોનિક શોમાં એક એવી સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે. જેને ક્યારે ચાર્જ કરવાની જરૂર નહી પડે. મીડિયા રિપોર્ટ મુજબ બર્લિનમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફિસ્કલ એસોસોએશન(IFA 2019)માં મેટ્રિક્સ નામની કંપનીએ તેની પાવર વોચ-2(PowerWatch-2) લોન્ચ કરી. જેને ક્યારે ચાર્જ કરવાની જરૂર નથી. જી હાં, કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચ તમારા શરીરની ગર્મીથી ચાર્જ થઈ જશે. આ સ્માર્ટવોચમાં 1.2 ઇંચની બ્લેક એન્ડ વ્હાઇટ ડિસ્પ્લે…