અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતા 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી યુવક કઈ રીતે નીચે પટકાયો તેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. બહુમાળી બિલ્ડીંગ માં બનેલી આ વિચિત્ર ઘટના અગાઉ યુવકે પોતાના મિત્રને એક મેસેજ પણ મોબાઈલ પર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “મારા શરીર માં કોઈ ઘુસી ગયું છે અને તે મને ટેરેસ પર લઈ આવ્યું છે. મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે અને તું મને બચાવવા આવ”. સરકારી કચેરી માં બનેલી આ ઘટના હવે પોલીસ માટે તપાસ નો વિષય બની છે.…
કવિ: Satya Day News
આર્થિક મંદીની વચ્ચે કેન્દ્રની તરફથી રાહતની જાહેરાત થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે સરકારની તરફથી જીએસટીના દરોમાં ઘટાડાની વાત કહી છે. જીએસટી દરોમાં ઘટાડાથી મંદીનો સૌથી વધુ માર ઝીલી રહેલા ઓટો સેકટરને રાહત મળવાની આશા છે. ઓટો સેકટરની તરફથી સરકારને સતત જીએસટી દરોમાં ઘટાડો કરવાની માંગણી કરાઇ રહી છે. કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું કે દિવાળી આવવાની છે. મેઘવાલે આ વાત ઓટો કંપોનન્ટ મેન્યુફેકચર્સના મંચ પરથી કહી. ઓટો સેકટર 28 ટકા જીએસટી દરમાંથી ઘટાડો કરીને 18 ટકા કરે તેની માંગણી કરી રહ્યું છે. જો સરકાર ઑટો સેકટરની માંગણી માની લે છે તો તેનાથી ઓટો સેકટરની સાથે કાર ખરીદનારા લોકોને…
પાર્લે પોઇન્ટ વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાઈ થતા સુરત ફાયર વિભાગ દોડતું થઇ ગયું હતું. વર્ષો જુના એપાર્ટમેન્ટ નું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાના કારણે સ્લેબ જર્જરિત થઇ ઘરાશાઈ થયો હતો. જેના કારણે એપાર્ટમેન્ટ માં રહેતા લોકો ના જીવ ટાળવે ચોંટી ગયા હતા. ફાયર વીભાગ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી કામગીરી હાથ ધરી હતી. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં વર્ષો જૂનું અંજન સલાકા કોમ્પ્લેક્સ આવેલ છે. આ કોમ્પ્લેક્ષ ના સ્લેબનો ભાગ ધરાશાઈ થતા અંદર રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. છજિયાનો ભાગ ધરાશય થતા ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરે ઘટના સ્થળે પોહચી કામગીરી હાથ ધરી હતી. પોષ…
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ચંદીગઢ કોચિવેલી એક્સપ્રેસની પાવર કારમાં અચાનક આગ લાગી અને જોતજોતામાં તેણે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ. આગ લાગવાની સૂચના મળતા જ મોટા પોલીસફોર્સ સાથે ફાયરદળનાં ઘણા કર્મચારીઓ ફાયર બ્રિગેડની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.આ દરમ્યાન લગભગ 32 ફાયરનાં જવાનો અને 12 ફાયર ફાઈટર આ કામમાં લાગ્યા હતા. બે ડબ્બામાં પણ લાગી આગ આ ટ્રેન ચંદીગઢ રવાના થવાની હતી પરંતુ તે પહેલાં જ તેમાં આગ લાગી હતી. આ દરમ્યાન ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 ઉપર ઉભી હતી. જોતજોતામાં બંને ડબ્બા…
રશિયન મોડેલ વિક્ટોરિયા ઓડિન્ટકોવાએ ઈન્ટરનેટ પર ખલબલી મચાવી દીધી છે. કારણ કે તેના બોલ્ડ ફોટોશૂટ જાણે કે સોશિયલ મીડિયામાં એક તોફાન લઈને આવ્યું હોય એવું લાગી રહ્યું છે. તે બોલિવૂડની ઈશા ગુપ્તા સાથે પણ ખૂબ સમાનતા ધરાવે છે. મોડેલ વિક્ટોરિયા ઓડિન્ટકોવા બોલિવૂડની અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે અસામાન્ય સામ્યતા રાખીને હેડલાઇન્સમાં બધાનું ધ્યાન ખેંચી રહી છે. ઇંસ્ટાગ્રામ પર 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી વિક્ટોરિયાએ ઘણા ફોટોશૂટમાં અદ્દલ ઈશા ગુપ્તાની જેમ જ પોઝ આપ્યાં છે. 2017માં જ્યારે તેણે દુબઈમાં 73-માળના કેયાન ટાવરની ટોચ પર ખતરનાક ફોટોશૂટ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની ચર્ચા ચોતરફ થઈ રહી હતી. અહેવાલ મુજબ તેણીએ આ ફોટોશૂટ…
મોસ્કો: રશિયાના અબજોપતિ એન્ડ્રી સિમાનોવ્સકીએ જે સ્કૂલમાં અભ્યાસકર્યો હતો, તેની સંપૂર્ણ કાયાપલટ કરી દીધી છે. તેમણે સ્કૂલને રાજમહેલમાં ફેરવી દીધી છે. તેમની નવી સ્કૂલના ફોટોઝ સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ થઈ રહ્યા છે. એન્ડ્રી ‘106 સેકન્ડરી’ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીની સાથે બિઝનેસમેન પણ છે. એન્ડ્રીએ સ્કૂલમાં માર્બલ અને સોનાની દીવાલો અને બાથરૂમમાં એડવાન્સ બેસિન લગાવ્યા છે. સ્કૂલની છત પર સોનના ઝુમ્મર જોઈને એવું લાગે છે કે, જાણે કોઈ સ્કૂલમાં નહીં પણ કોઈ પેલેસમાં ઊભા હોઈએ. એન્ડ્રી નાનપણથી પૈસાદાર બનવા માગતા હતા, તેમનું સપનું હતું કે તે પોતાની સ્કૂલને રાજમહેલની જેમ સજાવે અને જે તેમણે પૂરું કર્યું છે. સ્કૂલના મોટા ભાગમાં કામ પૂરું…
ચંદ્રયાન-૨નું લેન્ડિંગ મોડ્યુલ વિક્રમ શનિવારે વહેલી સવારે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવા તરફ આગળ વધી રહ્યું છે અને આ શ્વાસ થંભાવી દે તેવી ભારે કટોકટીભરી ક્ષણોની પ્રતીક્ષા ઇસરોના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.ચંદ્રની ધરતી પર આ વિક્રમ લેન્ડર સફળ ઉતરાણ કરશે તો ચંદ્રની ધરતી પર યાન ઉતારનાર ભારત ચોથો દેશ બનશે, અત્યાર સુધી રશિયા, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતી પર યાન ઉતારનાર તો ભારત પ્રથમ દેશ હશે. અત્યાર સુધી વિશ્વના કોઇ દેશે પોતાનું યાન ચંદ્રના આ વિસ્તારમાં ઉતાર્યુ નથી. ચંદ્રયાન-૨માંથી છૂટું પડેલુ લેન્ડર હાલ ચંદ્રની આજુબાજુની જે ભ્રમણકક્ષામાં છે ચંદ્રની સપાટીથી માત્ર…
ગુજરાત પર આવેલી લો પ્રેશન સિસ્ટમની અસર હેઠળ રાજયમાં હજુયે આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે આજે ગુરૂવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 109 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ગીર સોમનાથમાં તાલાલામાં 6 ઈંચ વરસાદ થયો હતો. ખાસ કરીને આજે સાંજે અમદાવાદ સીટીમા વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો.જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા સાથે વાહનવ્યવહારમા પણ તકલીફ પડવા લાગી હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થયો હતો.બનાસાકંઠાના દાંતામાં પણ 3.2 ટકા , લોધીકામાં 3.2 ટકા , પડધરીમાં 3 ઈંચ , જૂનાગઢના માંગરોળમાં 3 ઈંચ…
નવી દિલ્હી: ઈડીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ગુરુવારે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ સ્ટર્લિંગ બાયોટેક સાથે સંકળાયેલા બેન્ક ગોટાળા અને મની લોન્ડરિંગ અંગે કરાઈ રહી છે. ચોથી વખત ફૈઝલની પૂછપરછ થઈ અધિકારીઓએ કહ્યું કે ફૈઝલને પૂછાયું હતું કે તેનો સ્ટર્લિંગ બાયોટેકના માલિક સાંડેસરા બંધુઓ સાથે પૈસાની આપ-લે અંગે શું સંબંધ છે. આ ચોથી વખત છે કે જ્યારે ફૈઝલની પૂછપરછ થઈ છે. એજન્સી અગાઉ ત્રણવાર તેની પૂછપરછ કરી ચૂકી છે. ફૈઝલની સાથે જ અહમદ પટેલના જમાઈ ઈરફાન સીદ્દીકીની પણ પૂછપરછ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ બાયોટેક પર આંધ્ર બેન્કમાંથી 14,500 કરોડના લોન ગોટાળાનો આક્ષેપ છે. સાંડેસરા…
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થઈ રહ્યા છે. આ 100 દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રિયજનોના હૃદયમાં છે, અને વિપક્ષના નિશાના પર છે. મોદી સરકારે આ સો દિવસમાં ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા છે, પરંતુ સરકરા સમક્ષ અનેક પડકારો છે. જો તમે મોદી સરકાર દ્વારા લીધેલા નિર્ણયો પર નજર નાખો તો આવા ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા જેની અસર સમગ્ર દેશ અને દુનિયાને પડી છે. આ સિદ્ધિઓમાં કલમ-37૦, ત્રિપલ તલાક, માર્ગ સલામતી, આતંકવાદને કાબૂમાં રાખવી અને બેંકોના મર્જર જેવા ઘણા ઐતિહાસિક અને હિંમતવાન નિર્ણયો શામેલ છે. સાથે સાથે બીજી બાજુ મોદી 2.0 ની સરકારે મંદીના સંકેતોથી શરૂઆત…