ઉત્તર પ્રદેશના 12 વર્ષના કિશોર મૃગેન્દ્ર એ ધર્મ અને ખ્યાતનામ લોકોના જીવન સહિત 135 પુસ્તકો લખી નાખ્યા છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવનચરિત્રનો પણ સમાવેશ થાય છે. મૃગેન્દ્ર રાજે આ વિશે કહ્યું કે, તેણે 6 વર્ષની નાની વયથી પુસ્તકો લખવાની શરૂઆત કરી હતી અને તેનું પહેલું પુસ્તક કવિતાઓનું સંપાદન હતું. મૃગેન્દ્રની સિદ્ધીઓ વિશે વાત કરતા તેના માતા પિતાએ કહ્યું કે, બાળપણથી લેખન તરફ તેની રૂચિ છે. જેને તેમણે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. પોતાના લેખન માટે તે આજનો અભિમન્યુ નામના ઉપનામનો ઉપયોગ કરે છે. અને અત્યારે તેની પાસે વિશ્વના ચાર મોટા રેકોર્ડ છે. સાથે બીજી ઘણી સિદ્ધીઓ તેના નામે…
કવિ: Satya Day News
મગદલ્લા સીકે પીઠાવાલા કોલેજ પાસે શુક્રવારે સાંજે તાપી નદીમાં પાણીમાં તરતી અજાણ્યા પુરુષની નગ્ન હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મગદલ્લા રોડ સી કે પીઠાવાળા કોલેજ તરફના રોડ પર પમ્પિંગ સ્ટેશનથી આગળ તાપી નદીમાં 35 વર્ષીય એક અજાણ્યા પુરુષની લાશ નદી 70 મીટર અંદર તરતી હતી. આ અંગે કોઈ ફાયરબ્રિગેડને ફોન કરતા તરત ફાયર જવાનો ત્યાં જઈને તેમને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવાન નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના ડાબા હાથની કોણીથી કાંડા સુધીના ભાગે ટેટૂ ચીતરાવેલુ છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે. આ અંગે…
ભગવાનને પ્રસાદ ચડાવવાની માનતા ઘણા રાખતા હોય છે પરંતુ મધ્યપ્રદેશના નીમચા જિલ્લા મથકથી ૩૦ કીમી દૂર આવેલા જાલીનેર ગામના નાગદેવતાના એક મંદિરમાં જેલમાંથી છુટેલા કેદીઓ હાથકડીઓ ચડાવે છે.ગામ લોકો આ સ્થળને ખાખરદેવ મંદિર કહે છે. ગુનો કરીને જેલમાં ગયેલા કેદીઓ છુટવા માટે હાથકડીઓ ચડાવવાની માનતા રાખે છે. જેલ ભોગવતા કેદીઓમાં એવો વિશ્વાસ છે કે આ મંદિરમાં હાથકડી અર્પણ કરવાની બાંધા રાખવાથી જેલમુકિત મળે છે. જેલમાંથી ભાગી છુટેલા કેટલાક કેદીઓ તો અંધારાનો લાભ લઇને હાથકડી ચડાવવાની માનતા પુરી છે.પોલીસ પણ ઘણીવાર આ મંદિર આસપાસના વિસ્તારમાં ચોકી રાખે છે. મંદિરના પુજારી હાથકડીઓ ચડાવનારા ભકતોથી ડરીને કોઇ વાત પણ કરતા નથી. છેલ્લા ૫૦…
આજકાલ ભારતમાં મિશન મંગળ ફિલ્મ હિટ ગયા બાદ મંગળ ગ્રહની ચર્ચા થઈ રહી છે. ઈસરોએ મંગળ પર યાન મોકલ્યા બાદ લોકોનો તેમાં રસ વધી ગયો છે. જોકે મંગળ પર માણસ પગ મુકે તે નજીકના ભવિષ્યમાં તો શક્ય લાગતુ નથી.આવામાં મંગળ ગ્રહ પર જવામાં રસ ધરાવતા લોકો માટે એક હોલિડે વેબસાઈટે ઉત્તરી સ્પેનમાં કૃત્રિમ મંગળ ગ્રહનુ નિર્માણ કર્યુ છે.જ્યાં ત્રણ દિવસ અને ત્રણ રાત પસાર કરવાનુ ભાડુ 4.80 લાખ રુપિયા રખાયુ છે. ઉત્તરી સ્પેનમાં 1.4 કિલોમીટર લાંબી ગુફામાં આ ગ્રહ બનાવાયો છે.દાવો કરવામાં આવે છે કે, આ ગુફામાં રહેનારા લોકોને બિલકુલ મંગળ ગ્રહ જેવો અનુભ મળશે.અહીંયા આવીને લોકો દુનિયાથી દુર થઈ…
સગર્ભા પુરૂષ ટ્રાન્સજેન્ડર્સ માનસિક તાણનું વધુ જોખમ રહે છે. તે એક રિસર્ચમાં બહાર આવ્યું છે. આ સંશોધન ‘મેચ્યોરિટસ’ નામના સામાન્યમાં પ્રકાશિત થયું છે. આ સંશોધનમાં 35 અથવા તેથી વધુ વર્ષની ઉંમરના ટ્રાન્સજેન્ડર પુરુષોની માનસિક તપાસ કરવામાં આવી હતી જેમણે 35 અથવા તેથી વધુની ઉંમરે ગર્ભ ધારણ કર્યો હતો. આ સંશોધનનાં મુખ્ય લેખક જસ્ટિન બ્રાંડટે જણાવ્યું હતું કે યુ.એસ.માં 1.4 મિલિયન ટ્રાન્સજેન્ડર્સનુ સંક્રમણ થયું છે પરંતુ અહીંના તબીબી પ્રદાતાઓ હમણાં તેમને તબીબી સહાય આપવા માટે અસક્ષમ છે અથવા તૈયાર નથી. સંશોધન મુજબ, 28,000 ટ્રાન્ઝેન્ડર્સમાં આશરે 40 ટકાએ સરેરાશ 9 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પુરૂષ ટ્રાન્સજેન્ડર ગર્ભવતી થયો ત્યારે…
ઉત્તર પ્રદેશનાં બાંદા જિલ્લાનાં બબેરૂ વિસ્તારમાં અટારા રોડ પાસેના એક કબ્રસ્તાનનમાં 22 વર્ષ પછી એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હોશ ઉડાવવાની એ વાત છે કે આ શવ કોઈપણ પ્રકારે ઓગળ્યો નહોતો અને ત્યા સુધી કે કફન પણ ડાઘ વગર સફેદજ મળી આવ્યું હતુ. સ્થાનિકો તેને ‘ચમત્કાર’ માને છે. તેમનું કહેવું છે કે મૃતક નસીર અહેમદ એક ‘સારા આત્મા છે જેને અલ્લાહ દ્વારા આશીર્વાદ મળ્યો હતો’. આ ઘટના બુધવારે બાબેરૂ કબ્રસ્તાનમાં બની હતી, જ્યાં સતત વરસાદને કારણે એક કબર ડૂબી ગઈ હતી. આ અંગે કબ્રસ્તાન સમિતિના સભ્યોને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ જ્યારે તેઓ કાદવ સાફ કર્યા ત્યારે તેઓને એક…
સુશાંત સિંહ રાજપૂત અને રેહા ચક્રબર્તી વચ્ચેની લવ અફેયરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરીરહ્યા છે. સુશાંત સિંહને હવે રેહા સાથે લગ્ન કરવાની ઉતાવળ આવી રહી હોવાની ચર્ચા છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, રિહા હજી લગ્ન માટે તૈયાર નથી. તેણે સુષાંત પાસે લગ્નનો નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો છે. રેહા હજી બોલીવૂડમાં ઠરીઠામ થઇ નથી. તેને પોતાની કારકિર્દીને પણ ધ્યાનમાં રાખીને ફેંસલો લેવો છે. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લાંબા સમય સુધી સંબંધમાં હતા. બન્નેએ લિવઇનમાં રહેવાનું પણ શરૂ કર્યુ હતું. પરંતુ સુશાંતનું નામ ક્રિતી સેનોન સાથે જોડાતા બન્ને…
જન્માષ્ટમીના ખાસ અવસરે દહી-હાંડી ફોડતો શાહરુખખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ આમિર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે તેના દિકરા સાથે દહી હાંડી ફોડતા જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં જન્માષ્ટમી ધુમધામથી મનાવવામાં આવી રહી છે. બોલીવૂડ સ્ટાર્સ પણ દહી- હાંડી ફોડીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આમિરે ટ્વિટર ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેમનો દિકરો આઝાદ પિતાની પિઠ ઉપર ચઢીને દહી હાંડી ફોડતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આમિરની પત્ની કિરણ રાવ મોબાઈલમાં વીડિયો બનાવી રહી હતી. આમિર તેનો એક ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.…
શ્રાવણ માસના અંતિમ શનિવારે બોડેલીના ઝંડ ગામે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અભ્યારણ વિસ્તારમાં બિરાજમાન હનુમાનદાદાના દર્શનનો લાભ લીધો હતો. અંદાજે ત્રણ લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. કહેવાય છે કે પાંડવો અજ્ઞાત વાસના સમયે અહીં રોકાયા હતા. ભીમ અને હિંડંબાનું મીલન થયુ હતું. જેને કારણે આ સ્થાનને હિડંબા વન તરીકે ઓળખવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનદાદાના મંદિરથી થોડેક દૂર અર્જુને જમીનમાં તીર મારીને પાણીનું એક ઝરણું વહેતું કર્યું હતું. તો ભીમની ઘંટી તરીકે પ્રચલિત બનેલી વિશાળકાય ઘંટી તેમજ આસપાસમાં આવેલ શિવ મંદિર અને પૌરાણિક પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. હનુમાનદાદાના ડાબા…
તાપીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. તાપીનાં એક ગામની 14 વર્ષની સગીરા તેના કથિત પ્રેમી સાથે બાઇક પર જતી હતી તે દરમિયાન જ અકસ્માત નડતા સગીરાનું મોત નીપજ્યું હતું. જોરે સગીરાનાં મોત બાદ ચોંકાવનારો ઘટસ્ફોટ છે કે, આ સગીરાનાં પેટમાં પાંચ માસનો ગર્ભ હતો. સૂત્રો દ્વારા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર તાપીના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં રહેતો રાકેશ પ્રવિણભાઇ ગામીતનો એક વર્ષ પહેલા ગામની 14 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે સગીરા નાની ઉંમરમાં જ ગર્ભવતી બની હતી. યુવક બુધવારે સગીરાને બાઈક પર બેસાડીને વાંકલા તરફ જઈ…