જ્યારે અથાગ મહેનત કર્યા પછી પણ પરિણામ ન આવે. સતત કામ કરો તો પણ તેનું ધાર્યુ પરિણામ ન મળે ત્યારે સમજી લેવું જોઈએ કે તમારી કુંડળીમાં કોઈ એવો ગ્રહ છે જે ખરાબ પરિણામ આપી રહ્યો છે. દુર્ભાગ્ય જ્યારે તમારો પીછો ન છોડે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે મંગળ, બુધ અને રાહુ અશુભ હોય તો તમારા કામમાં વિધ્ન આવ્યા જ કરે. કુંડળીમાં જો આ ત્રણ ગ્રહો વિપરિત હોય તો એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગે છે. પૈસા જ નહી તબીયત લથડે છે કેટલાક નિર્ણયો ખોટા સાબિત થાય છે તો ક્યારેક એવી મુશ્કેલી આવી પડે કે શું કરવુ તે જ…
કવિ: Satya Day News
એક સમયે દુનિયાની પોપ્યુલર પોર્ન સ્ટાર રહી ચુકેલી એડલ્ટ એક્ટ્રેસ બેઘર થઇ ગઇ છે અને આજે સુરંગમાં રહેવા મજબૂર થઇ છે. એક ટીવી ચેનલની ટીમે પૂર્વ પોર્ન સ્ટાર જેની લીને અમેરિકા પાસે લાસ વેગાસની એક સુરંગમાંથી શોધી કાઢી. 37 વર્ષીય જેની લી ઉર્ફે સ્ટીફની સેડોરાની ગણતરી થોડા વર્ષે પહેલાં સુધી દુનિયાની સૌથી સફળ એડલ્ટ એક્ટ્રેસ થતી હતી. લાસ વેગાસની સુરંગો પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહેલી એક ડચ ટીવી ટીમની અચાનક જ પૂર્વ પોર્ન સ્ટાર સાથે મુકાલાત થઇ. હકીકતમાં શહેરને પૂરથી બચાવવા માટે સુરંગ બનાવવામાં આવી જેમાં બેઘર લોકો રહેવા લાગ્યાં. 320 કિમી લાંબી આ સુરંગમાં આશરે 300 લોકો રહે છે જેમાં…
રૂપકુંડ ઝીલ સમુદ્ર તળથી 5000 કીમી ઊંચાઇ પર આવેલું સરોવર છે. ઉત્તરાખંડના હિમાલયન ક્ષેત્રમાં આવેલ આ સરોવર કંકાલોવાળા સરોવર તરીકે પણ ઓળખાય છે. કારણકે તેની આસપાસ ઘણાં હાડપીંજર વિખેરાયેલ જોવા મળે છે. આ સરોવર અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. આ સરોવર સાપે જ નંદા દેવીનું મંદિર છે. મંદિરના દર્શન માટે એક રાજા-રાણી ગયાં, અને સાથે તેમનું લશ્કર પણ હતું. આખા રસ્તે બધા જ રાહ-રંગમાં ડૂબેલા હતા, જેનાથી ગુસ્સે થઈ દેવી વિજળી બની ત્રાટક્યાં અને ત્યાં જ બધાંનાં મૃત્યુ નીપજ્યાં. તો કેટલાક લોકો એમ પણ કહે છે કે, આ દુષ્કાળના શિકાર બનેલ આર્મીના લોકોનાં હાડપિંજર છે, જેઓ બરફના તોફાનમાં ફસાઇ ગયા…
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાનું કહેવું છે કે, તહેવારોની સીઝનમાં યાત્રી વાહનોની માંગ વધવાથી મંદીમાંથી પસાર થઈ રહેલ ઓટો ઉદ્યોગ ફરીથી ઊભો થઈ જશે, પછી ભલે સરકાર આમાં કોઇ મદદ કરે કે ન કરે. કંપનીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ચોમાસાની ચિંતા અને ચૂંટણીના કારણે ઓટો ઉદ્યોગમાં સુસ્તી જોવા મળી હતી, પરંતુ હવે બજારમાં નવાં મોડેલ અને કંપની દ્વારા આકર્ષક રજૂઆતના કારણે ગ્રામીણ બજારોમાં પણ માંગ વધશે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશક (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું, ‘સરકાર ઉદ્યોગને મદદ કરશે કે નહીં. ક્યારે અને કેટલી મદદ આપશે અને મદદ અત્યારે કરશે કે પછી.. આ…
આપણામાં ઘણા લોકો પેકેજ ફૂડની એક્સપાયરી ડેટ નજીક હોવાથી ફેંકી દે છે, કારણ કે એમને ડર છે કે તે ખરાબ થઈ ગયું છે. અથવા તો આપણે ઘણી વખત સૂંઘીને ખરાબ છે કે નહીં તે શોધવાની કોશિશ કરીએ છીએ. પરંતુ હવે આ વસ્તુની જરૂર રહેશે નહીં કારણ કે હવે એક સેન્સર આવી ગયું છે જે કહેશે કે ખોરાક બગાડ્યો છે કે નહીં. આ સેન્સર તમારા સ્માર્ટફોનમાં કનેક્ટ થશે. વિશેષ બાબત એ છે કે ઇકો ફ્રેન્ડલી હોવા સાથે તે સસ્તું પણ હશે. તેની કિંમત લગભગ દોઢ રૂપિયા છે. આ સેન્સરનો ઉપયોગ કરીને પેકેજ ફૂડની બરબાદીને બચાવી શકાય છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજ દ્વારા તૈયાર…
જન્મેલા બાળક માટે માતાનું દૂધ અમૃત સમાન ગણાય છે, પરંતુ જન્મેલા બાળક માટે માતાનું દૂધ ઝેર બની જાય તો કોને દોષ દેવો… આવી એક ઘટના રાજકોટમાં એક દંપતિના ઘરે બની છે. રાજકોટના એક દંપતિને ત્યાં બાળકના જન્મ થયાના 5-5 મહિના હસતો, રમતો પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી હતી. કહેવાય છે કે કોઇ પણ દંપતિ હોય તેમને ખોળાનો ખૂંદનાર મળી જાય ત્યારે તેમની ખુશીનો બેવડાઇ જાય છે, પરંતુ તે જ ખોળાનો ખૂંદનારના કારણે આવેલી ખુશીઓ એકાએક ચાલી જાય ત્યારે કેવી સ્થિતિ હોય તે તો બાળકની માતા-પિતા જ જાણી શકે… રાજકોટમાં એક દંપતિના ઘરે એક બાળકનો જન્મ…
અભિનેતા વિવેક ઓેબેરોય ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપવા માટે બાલાકોટ એર સ્ટ્રાઇક પર એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ બાલાકોટ એર સ્ટ્રાઇક, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યા બાદ ૪૮ કલાકમાં વતન વાપસીની સ્ટોરી પર આધારિત હશે. આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જવાબ આપ્યો હતો. ફિલ્મનું શૂટિંગ જમ્મુ- કાશ્મીર, નવીદિલ્હી અને આગરામાં થવાનું છે અને આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં બનાવવાની પ્લાનિંગ થઈ રહી છે.
ઘણી વખત રસો઼માં કે ડ્રૉવરમાં તમને વંદા જોવા મળે છે જે કેટલીક વખત આ વંદા વાસણ પર કે કેટલીક વસ્તુ પર ફરતા હોય છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણાને સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓ પણ થવા લાગે છે. જોકે, વંદા ભેજ અને અંધારામાં વધારે જોવા મળે છે. તેનાથી રાહત મેળવવા માટે તમે તમે કેટલીક દવાઓ નાંખો છો પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. તો આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તમાલપત્રની મદદથી રસોડામાં રહેલા વંદાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સૌથી અસરકારક ઉપાયમાંથી એક તમાલ પત્ર છે. રસોડમાં અલગ…
જન્માષ્ટમીનો તહેવાર દરેક કૃષ્ણ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. એવામાં આપણે દરેક આ વાતથી વાકેફ છીએ કે કૃષ્ણને મોરપીંછાથી ખૂબ લગાવ છે. એવામાં મોરપીંછાથી ઘણા ઉપાય પણ કરી શકાય છે જેનાથી તમે માલામાલ થઇ શકો છો. આજે અમે તમને મોરપીંછા અંગે કેટલીક ખાસ વાતો જણાવવા જઇ રહ્યા છીએ। જે તમે અપનાવી શકો છો. ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવનાર મોરપીંછા તમારી કિસ્મત બદલી શકે છે. કહેવાય છે તેનાથી જોડાયેલા કેટલાક ઉપાય જન્માષ્ટમીને લઇને કરવામાં આવે તો લાભ જ લાભ થાય છે. તો આવો જોઇએ કેટલાક ઉપાય જેનાથી તમે ધનવાન બની શકો છો. – કહેવાય છે કે ઘરમાં હંમેશા વાદ-વિવાદ થાય…
પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું આખરે બિમારી બાદ નિધન થયું છે. જેટલીએ આજે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. જેટલી છેલ્લા ઘણા સમયથી બિમાર હતાં અને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે આજે 12:07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતાં. 24મી ઓગસ્ટના રોજ એઇમ્સ તરફથી અરૂણ જેટલીના સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ નાણા મંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ અરુણ જેટલીનું 24મી ઓગસ્ટે બપોરે 12:07 વાગ્યે નિધન થયું છે. અરુણ જેટલીને નવી દિલ્હી ખાતેની એઇમ્સ ખાતે તારીખ 09મી ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ તેમની સારવાર કરી હતી. જેટલીના નિધનના સમાચાર મળતા જ કેન્દ્રીય…