ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે રાજેન્દ્ર કેસરાનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કર્યું રાજેન્દ્ર કેસરાએ જિંદગીમાં ક્યારેય કાર ચલાવી નહોતી ઝાલાવાડ: અત્યારે દેશભરમાં મોટર વ્હીકલ એક્ટને લઈને દરેક લોકો સાચવીને રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે કે જેથી તેમને કોઈ દંડ ભરવો ન પડે. ગુજરાતમાં પણ આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી આ એક્ટ લાગુ થઈ ગયો છે. મોટી રકમના દંડના દંડના અનેક ફોટા હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, પણ રાજસ્થાનમાં તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરી દીધું છે. રાજેન્દ્ર પાસે ટુ વ્હીલર હતું રાજસ્થાનમાં ઝાલાવાડ શહેરના રહેવાસી રાજેન્દ્ર કેસરાનું સપ્ટેમ્બર 2011માં મૃત્યુ થયું હતું. આ વ્યક્તિના ઘરે તેમને…
કવિ: Satya Day News
હોમોસેક્સ્યુઅલ સર્વિસ આપવાને બહાને ઘરમાં ઘુસીને લૂંટ ચલાવતી આંતરરાજ્ય ટોળકીના પાંચ શખ્સોની પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી. આરોપીઓ અમદાવાદ, વડોદરા તથા અન્ય રાજ્યોમાં ગ્રાહકોને સર્વિસ આપવા જઈને ગ્રાહકની એકલતાનો લાભ લઈને લૂંટ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વસ્ત્રાપુરમાં ૨૬ ઓગસ્ટના રોજ રાત્રે એક રહેવાસીના ઘરમાં ચાર અજાણ્યા શખ્સોએ ઘુસીને તિજોરીમાંથી રોકડ રકમ, ઘડિયાળો અને એટીએમ કાર્ડની લૂંટ ચલાવી હતી. તેમણે બાદમાં એટીએમનો પાસવર્ડ મેળવીને રૃ.૫૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા આ બનાવ બાદ આરોપીઓ અમદાવાદની રોયલ પેલેસ હોટેલમાં રોકાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. અહીંથી વધુ માહિતી મેળવીને પોલીસે દિલ્હીના નોઈડા સેક્ટર-૩૫ નજીકના વિસ્તારમાંથી પાંચ આરોપીને…
ઇલિયાના ડિક્રુઝ સોશિયલમ મીડિયા પર સક્રિય છે. તે પોતાના ચાહકો સાથે સંપર્ક જાળવી રાખે છે. તેમજ તેમને પોતાની અંગત વાત પણ જણાવતી રહે છે. તાજેતરના એક ટ્વિટને કારણે તે ચર્ચામાં છે. ” મને ઊંઘમાં ચાલવાની આદત છે. પરિણામે ઘણી વખત સવારે મારા પગમાં ઘા પડેલા જોવા મળતા હોય છે. મેં પણ મારી આ બીમારીનો સ્વીકાર કરી લીધો છે. મને આવી બીમારી છે, તેનો મને ખ્યાલ જ નહોતો. પરંતુ કોઇક સવારે હું ઊંધમાંથી જાગતી, ત્યારે મારા પગમાં ઘા, ચીરા કે સોજો જોતી. ત્યારે મને ધીરે ધીરે સમજ પડી કે. મને ઊંઘમાં ચાલવાની આદત છે. મારી આ આદતથી હું બહુ પરેશાન રહું…
અમરોલી-ન્યુ કોસાડ રોડ વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર વકીલે દારૂના નશામાં પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપી છુટાછેડા આપવા માટે રૂા. 20 લાખની માગણી કરતા મામલો અમરોલી પોલીસ મથકમાં પહોંચ્યો છે. સરથાણા નજીકના વાલક ગામની મિત્તલ હસમુખ પાનસેરીયાએ વર્ષ 2011 ના જુન મહિનામાં વકીલ અનિલ કાળુભાઇ માંગુકીયા (રહે. સરદાર નગર સોસાયટી, ન્યુ કોસાડ રોડ, અમરોલી) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આઠ વર્ષના દાંમ્પત્યજીવન દરમ્યાન પાંચ વર્ષનો પુત્ર રુદ્ર છે. માતા-પિતાની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કરનાર મિત્તલનું લગ્નજીવન એક વર્ષ સુધી સુખેથી પસાર થયું હતું પરંતુ ત્યાર બાદ પતિ અનિલ નાની-નાની બાબતોએ ઝઘડા કરતો હતો અને દારૂના નશામાં આવી માર પણ મારતો હતો. મિત્તલને તેના સાસુ-સસરા બચાવવા…
મોટર વ્હીકલ એક્ટના કડકાઇભર્યા અમલની શરૂઆત થઈ ગઈ છે અને ચેકિંગમાં ઝડપાયેલા વાહનમાલિકો દંડાઈ પણ રહ્યા છે. આજે સવારે ગુડસ્ વ્હીકલના માલિકને ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાને કારણે રૂ.પાંચ હજારનો દંડનો મેમો ટ્રાફિક પોલીસનો સ્વીકારવો પડયો હતો. સુરત શહેરમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસની ટીમ જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કામગીરીમાં જોતરાઈ જતા વાહન માલિકોમાં એક પ્રકારનો ડર છવાઈ ગયો છે. મોટર વ્હીકલ એક્ટનો કડક અમલ થવાનો હોવાથી, વાહન માલિકોએ તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લાં બે-ત્રણ દિવસથી કરવાનું શરૂ કરી દીધુ હતું પણ જેઓ જરૂરી દસ્તાવેજો સાથે રાખવામાં ઊણા રહ્યા છે, તેઓની હાલત વધુ કફોડી બની છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોર્ડ અને ઝોન સ્તરે ટીમો બનાવી દીધી છે અને કોર્પોરેશને પોલીસ સાથે મળીને જોઈન્ટ એન્ફોર્સમેન્ટની જે ટીમ બનાવી છે. તેને પણ આ પ્રતિબંધનો અમલ કરવા માટે કામે લગાડવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે. તારીખ 11 સપ્ટેમ્બરથી સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકારે પણ આ કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારતના જન આંદોલનના આહવાનની શરૂઆત કરી છે. વડોદરા કોર્પોરેશન તારીખ 5થી અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને કડક ચેકિંગ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધીમાં 1,762 1762 કિલો…
નોકરી પરથી પરત ઘરે જઇ રહેલી સરથાણાની પરિણીતાને રસ્તામાં આંતરી તારે મારી સાથે લગ્ન કરવા છે કે નહીં, જો મારી સાથે લગ્ન નહીં કરે તો તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપનાર સ્કુલ ફ્રેન્ડની વરાછા પોલીસે ધરપકડ કરી છે. સરથાણા વિસ્તારમાં રહેતી અને હોઝીયરી શોપમાં નોકરી કરતી પરિણીતા સાંજના 7-00 ક.ના અરસામાં ઘરે જઇ રહી હતી ત્યારે વરાછા મેઇન રોડ પર અરિહંત જવેલર્સ પાસે સ્કુલ ફ્રેન્ડ વિવેક કાંતિભાઇ ચોપડા (ઉ.વ.24 રહે.ગઢપુર ટાઉનશીપ, પાસોદરા, મૂળ રહે. તાજપર ગામ, તા.જિ.બોટાદ)એ અટકાવી હતી. જાહેર રસ્તા પર પરિણીતાનો હાથ પકડી તું મારી સાથે લગ્ન કર, તું તારા પતિને છુટાછેડા આપી દે તેમ કહી શારિરીક અડપલા કર્યા હતા. સ્કુલ…
ફિલ્મ ‘બાહુબલી’મા રાજમાતાની ભૂમિકા ભજવનારી શિવગામી દેવીએ ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ ‘બાહુબલી’થી ઓળખ મેળવી હતી. શિવગામીનું અસલી નામ રામ્યા કૃષ્ણન છે. રામ્યા તેનો 49 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. રામ્યાએ ફક્ત 13 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. રામ્યા અમિતાભ બચ્ચન અને ગોવિંદા સાથે 1998મા ડેવિડ ધવનની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી. તે જ વર્ષે, રામ્યાએ બીજી ફિલ્મ ‘વજૂદ’ રજૂ કરી. તેમને નાના પાટેકર અને માધુરી દીક્ષિતની સાથે કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં નાના પાટેકર અને રામ્યાના કિસિંગ સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રામ્યાએ પોતાના કરતા મોટા સ્ટાર સાથે…
માંદગીથી બંને પગ ગુમાવનાર 9 વર્ષીય કિશોપીએ ન્યૂયોર્ક ફેશન વીકના રેમ્પ પર ચાલીને રેકોર્ડ બનાવ્યો છે. ડેઇલી મેઇલ મુજબ ડેઝી ડેમેત્રી બંને પગ ગુમાવનારી અને ન્યૂયોર્ક ફેશન વીકમાં ભાગ લેનારી પહેલી છોકરી બની હતી. નાનપણમાં ડેઝીનાં બંને પગ કાપવા પડ્યા હતા. 9 વર્ષીય મોડેલ ડેઝી પણ આ મહિનામાં પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા જઈ રહી છે. તે બર્મિંગહામની રહેવાસી છે. ડેઝીએ જણાવ્યું કે તેને ન્યૂયોર્ક ફેશન વીકમાં જોડાવાનો ગર્વ છે. ડેઝીએ રવિવારે ન્યૂયોર્ક ફેશન વીકમાં Lulu બ્રાન્ડ માટે રેમ્પ વોક કર્યો હતો. ડેઝી જન્મથી જ Fibular Hemimelia નામની બિમારીથી પીડિત છે. આને કારણે, હાડકાઓનો વિકાસ થતો નથી. 18 મહિનાની ઉંમરે…
આજનો જમાનો ડિજિટલ થઈ ચુક્યો છે તો ભાઈ આ ડિજિટલ યુગમાં ઘડિયાળ શા માટે પાછળ રહે. લોકોએ ઘડિયાળોને પણ ડિજિટલ બનાવી દીધા જેથી ટિક-ટિક ઓછી સંભળાય છે. આજના સમયમાં લોકો પોતાની જુની ઘડીયાળનો સાથ છોડી દે છે. કેટલીક ઘડિયાળો કચરામાં જાય છે તો કેટલાંક લોકો તેને આર્ટના કામમાં વાપરે છે. એક એવો જ માણસ છે જે ટુટેલી-ફુટેલી ઘડિયાળોમાં પોતાની કલાકારીથી જીવ નાખી દે છે. તે ઘડિયાળોમાં એવી એવી વસ્તુઓ બનાવે છે કે તેને તમે પોતાના ઘરે સજાવવા જરૂર ઈચ્છશો. આ માણસનું નામ છે Dan Tanenbaum છે. આ સોશિયલ મીડિયા પર તેમની કલાકારીને ખુબ જ વખાણવામાં આવે છે. ચાલો જોઈએ તેમની…