કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

આપણા સમાજમાં વડિલો એકલતા ભોગવતા  હોય છે. જ્યારે બીજી તરફ અનાથ આશ્રમમાં ઉછરતાં બાળકોને પ્રેમ મળતો નથી. આ સમસ્યાના ઉકેલ તરીકે નોઈડાની એક શાળાની પાંચ વિદ્યાર્થીઓએ અનાથાલય તેમજ વૃદ્ધાશ્રમને એકબીજા સાથે જોડવા માટે ખાસ એપ તૈયાર કરી છે. આ એપનું નામ મૈત્રી છે. આ એપની મદદથી અનાથઆશ્રમ તેમજ વૃદ્ધાશ્રમને એકબીજા સાથે જોડી શકાશે અને તેઓને એકબીજા સાથે સમય પસાર કરવાની તક મળશે. આ ઉપરાંત આ એપની મદદથી સામાન્ય લોકો પણ વૃદ્ધાશ્રમ અને અનાથઆશ્રમની મદદ માટે જરૂરી વસ્તુઓ આપી શકશે. આ એપ ઈમિટી ઈંટરનેશનલ સ્કૂલની અધ્યક્ષ અમિતા ચૌહાણએ બનાવી છે. આજના સમયમાં અનાથઆશ્રમ તેમજ વૃદ્ધાશ્રમમાં બાળકો તેમજ વૃદ્ધો એકલતા ભોગવે છે.…

Read More

બિહારના વૈશાલી જીલ્લામાં બનેલી ઘટનાએ ફરીવાર દેશમાં કાયદા વ્યવસ્થાનો કોઇ ડર ન હોવાનું પૂરવાર કર્યું છે. અહી છેડતીનો વિરોધ કરનાર એક જ પરિવારના 13 સભ્યો પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે મહિલા સહિત બધા જ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટના વૈશાલી જીલ્લાના દાઉદપુર ગામની છે. જ્યાં એજ પરિવારના સભ્યો પર ક્રૂરતા આચરવામાં આવી છે. આ મામલે પોલીસ પણ સક્રિય બની તપાસ કરી રહી છે. પોલીસ મુજબ પરિવારના સભ્યોનો કેટલાક લોકો સાથે છેડતી મામલે સંઘર્ષ થયો હતો, બંને પક્ષો વચ્ચે મારપીટ થયા પછી મામલો શાંત પડી ગયો હતો. પરંતુ બુધવારે બીજા પક્ષના લોકોએ ઘરમાં ઘૂસીને પરિવાર…

Read More

જ્યાં આપણને Czechoslovakia) (ચેકોસ્લોવાકિયા) જેવા ઈગ્લિંશ શબ્દને વાંચવામાં તકલીફ પડે છે. ત્યારે આજે અમે તમને ઈંગ્લિશનાં એ શબ્દ વિશે બતાવીશું કે જેનો તમે ઉચ્ચારણ કરવા બેસોતો તે શબ્દને વાંચવામાં લગભગ 3.5 કલાક થાય છે. ત્યારે તમે વિચારશોકે આખરે આવો કયો શબ્દ છે. જેને વાચવામાં આટલો વધારે સમય લાગે છે. ચાલો આજે અમે તમને આ શબ્દના બાબતે જાણીશું. ઈંગ્લિશનો સૌથી લાંબો શબ્દ 1,89,819 અક્ષરનો છે જેનો જો ઉચ્ચારણ કરવા માટે જો આપણે બેસીએતો લગભગ 3.5 કલાકનો સમય લાગે છે. આ શબ્દ મનુષ્યનાં શરીરમાં આવેલા ટિટિનનાં પ્રોટીનના કેમિકલનું નામ છે.વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આપણા શરીરમાં 20 લાખથી વધુ પ્રોટીન હોય છે, જે એમિનો…

Read More

હેંકિંગ વિશે તો તમે ઘણીવાર સાંભળ્યુ હશે, પરંતુ ક્યારેય બાયો હેકિંગ વિશે સાંભળ્યુ છે? હાલમાં જ એક મહિલા સોફ્ટવેર એન્જીનિયરે બાયો હેકિંગ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. મહિલાએ પોતાના હાથમાં એક ચિપ ઈન્સ્ટોલ કરી હતી. વાસ્તવમાં મહિલાએ હાથને જ ટેસ્લા કારની ચાવી બનાવી દીધો હતો. ટેકક્રંચનાં રિપોર્ટ મુજબ મહિલા એન્જીનિયરનું નામ એમી ડીડી છે, જે ગેમ ડેવલોપર અને પ્રોગ્રામર છે. એમી ડીડીએ બાયો હેકિંગનો એક વીડિયો પણ શેર કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છેકે, મહિલાએ ટેસ્લાની મોડલ 3 કારની વોલેટ કાર્ડથી RFID ચિપ કાઢીને પોતાના હાથમાં ઈન્સ્ટોલ કરી દીધી હતી. તેના માટે એન્જીનિયરે પ્રોફેશનલ બોડી મોડિફિકેશન્સની મદદ લીધી…

Read More

જંગલની આન બાન અને શાન એટલે ત્રાડ પાડતો જંગલનો રાજા સિંહ. જંગલનું મહત્વ અને મમત્વ જો કોઈનાં લીધે જળવાતું હોય તો તે છે કેસરીનંદનની ખુમારી. સિંહને જંગલનો રાજા એટલા માટે જ કહેવાય કે એનાથી જંગલના એક એક પ્રાણી થરથર ધ્રુજવા લાગે. પરંતુ એ જ સિંહ જો હવે ઘાસ ખાવા પર મજબુર થઈ જાય તો એની ખુમારી લાજી એવું કહી શકાય. હાલ અમરેલીનો એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં સિંહની દયનીય સ્થિતિનાં દર્શન થઈ રહ્યાં છે. અમરેલીમાં સિંહનો ઘાસ ખાતો એક વીડિયો વાયરલ થયો છે. ખાંભાના ગીર જંગલનો આ વીડિયો હોવાનું અનુમાન છે. ઘાસ ખાધા બાદ સિંહને ઉલ્ટી પણ થઇ…

Read More

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી રો-રો ફેરી સર્વિસમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. ભાવનગરના ઘોઘામાં રોરો ફેરીમાંથી એક ટ્રક દરિયામાં ખાબક્યો હતો. આ ઘટનામાં સદનસીબે ચાલક અને ક્લિનરને બચાવી લેવામાં આવ્યા હતા. ઘોઘામાં રોરો ફેરી સર્વિસના પોન્ટુન પાસે આ ગમખ્વાર ઘટના બની હતી. એવું જાણવા મળી રહ્યું છે કે, રોરોફેરીમાં ટ્રક લોર્ડ કરતા સમયે બ્રેક ફેલ થતા દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ઘોઘામાં પોન્ટુન પાસે રોરોફેરીમાં ટ્રક લોર્ડ કરતા સમયે બ્રેક ફેલ થતા ટ્રક દરિયામાં ખાબક્યો હતો અને દુર્ઘટના સર્જાઇ હતી.આ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લિનર ઇજાગ્રસ્ત થયાં હતા. ઇજાગ્રસ્ત ચાલક અને ક્લિનરને નજીકની હૉસ્પિટલમાં સારવાર…

Read More

આરબીઆઇના નિર્દેશ બાદ હવે એટીએમ ફ્રૉડ રોકવા માટે બેન્કોએ પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. કેનેરા બેન્કે કાર્ડ દ્વારા 10 હજાર રૂપિયાથી વધુની રકમ એટીએમ દ્વારા ઉપાડવા પર પિન નંબર સાથે વન ટાઇમ પાસવર્ડ (OTP) જરૂરી કરી દીધું છે. તેનો અર્થ એ છે કે જો કેનેરા બેન્કનો કોઇપણ ગ્રાહક એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ રૂપિયા ઉપાડશે તો તેણે એટીએમ પિન નંબર સાથે ઓટીપી પણ ભરવો પડશે. એટીએમ ફ્રૉડ રોકવા માટે લીધો આ નિર્ણય સૂત્રોએ જણાવ્યા અનુસાર, હવે અન્ય બેન્ક પણ કેનેરા બેન્કને ફૉલો કરી શકે છે અને એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધુ કેશ ઉપાડવા પર ઓટીપી ફરજિયાત કરી શકે છે.…

Read More

હવામાન ખાતાએ મંગળવારથી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપેલી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તેમજ ઉત્તર ગુજરાત, મહેસાણા, ખેડા, આણંદનો પણ સમાવેશ થાય છે.હવામાન વિભાગની રાજ્યભરમાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ગુરુવારનો દિવસ પણ પાણીદાર રહે તેવી પુરેપુરી શક્યતા હવામાન વિભાગ કરી રહ્યું છે. હવામાન ખાતાની માહિતી મુજબ, 29 ઓગસ્ટે ફરી લો પ્રેશર સક્રિય થશે. માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બરના…

Read More

બ્રિટિશની મોડેલ અને અભિનેત્રી બનેલી સ્કાર્લેટ મેલિશ વિલ્સન કે જેણે ‘બાહુબલી: ધ બિગનિંગ’ માં શાનદાર ડાન્સ મૂવ્સ આપ્યા હતા અને લોકપ્રિય બની હતી. હાલમાં તેની બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે અને ફેન્સ તેને જોઈને દિવાના થઈ ગયા છે. અભિનેત્રી સ્કાર્લેટ મેલિશ વિલ્સન, જે ‘બાહુબલી: ધ બિગિનિંગ’માં તેની ભૂમિકા માટે સૌથી વધુ જાણીતી થઈ હતી. તેને પોતાનાં કેટલાક  ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પેજ પર વાયરલ કર્યા છે. ઇંગ્લિશ ડાન્સર અને મોડેલ સ્કાર્લેટે જ્યારે મિસ્ટર ઈન્ડિયા 2008 પ્રવેશ રાણા સાથે લગ્ન કર્યાં ત્યારે ઘણાંના દિલ તૂટી ગયાં હતા. સ્કાર્લેટ અને પતિ પ્રવેશ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આ દંપતીએ 2016માં લગ્ન…

Read More

સ્માર્ટફોન બનાવનાર ચીનની કંપની વનપ્લસ (OnePlus) પોતાના અનુસંધાન અને વિકાસ (R&D) કેન્દ્રમાં ત્રણ વર્ષમાં 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. વનપ્લસનુ હાલમાં જ હેદરાબાદમાં ઉદઘાટન કરવામા આવ્યું છે. કંપનીના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું કે, કંપનીની યોજના હેદરાબાદ કેન્દ્રને આગામી ત્રણ વર્ષમાં તેમનું સૌથી મોટું અનુસંધાન તથા વિકાસ કેન્દ્ર બનાવવાની છે. જેમા 1,500 લોકો કામ કરશે. તેમણે કહ્યું કે, વર્તમાનમાં તેમની પાસે 200થી વધુ કર્માચારી છે. લાઉએ કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં અમારી યોજના હેદરાબાદ માટે R&D કેન્દ્રને દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનાવવાની છે. અમે અનુસંધાન અને વિકાસ પ્રયાસો પર ફરીથી ધ્યાન આપવા અને વૈશ્વિક ઉત્પાદો માટે ભારતમાં…

Read More