આજે વિજ્ઞાને ગમે તેટલી સિદ્ધિ હાંસિલ કરી લીધી હોય, પરંતુ દુનિયામાં એવા કેટલાય રહસ્યો આજે પણ અકબંઘ છે, જેને કોઈ ઉકેલી શક્યું નથી. વૈજ્ઞાનિકો પણ આ રહસ્યને ઉકેલવામાં પાછળ પડી ગયા છે. એક એવું જ રહસ્ય પૂર્વ કેલિફોર્નિયામાં આવેલા રણમાં છે, જેને ડેથ વેલીના નામથી ઓળખવામાં આવે છે. કેલિફોર્નિયાના ડેથ વેલિની સંરચના અને તાપમાન ભૂ-વૈજ્ઞાનિકોને હંમેશાં આશ્વર્ચમાં નાખતું રહે છે, પરંતુ તેનાથી પણ વધારે હેરાન કરનારી વસ્તુ છે, તે છે અહીં ખસવાવાળા પથ્થર, જેને સેલિંગ સ્ટોન્સના નામથી ઓળખવામાં આવે છે. અહીંના રેસ ટ્રેક ક્ષેત્રમાં હાજર 320 કિલોગ્રામ સુધીના પથ્થર આપોઆપ ખસીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી જાય છે.…
કવિ: Satya Day News
કેલિફોર્નિયાથી તાજેતરમાં એક કાચબાની તસવીર બહાર આવી છે. આ તસવીર સોશ્યલ મિડીયા પર આવતાની સાથે જ વાયરલ થવાની શરૂઆત થઈ અને ભલ ભલા લોકોને દંગ રહી ગયા હતા. આ ફોટો બેબી ટર્ટલનો છે, જે દેખાવમાં અલગ છે. રસપ્રદ વાત એ છે કે આ કાચબાના બે હાથ છે. તેના રૂપથી બધાને આશ્ચર્ય થયું. ખરેખર, આ કાચબાનો ફોટો એક એનજીઓ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે વાયરલ થવા લાગ્યો હતો. આ ફોટો 28ઓગસ્ટના રોજ બધાની સામે આવ્યો હતો. આનો ઉલ્લેખ કરતાં એનજીઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મને લાગે છે કે ઘણી વ્યસ્તતા વચ્ચે આપણે તેનું ધ્યાન ખેંચ્યું.” તે…
સુરતમાં ગણેશ પ્રતિમા સામે દારૂપીને છાકટાવેડા કરનારાઓના વાયરલ વીડિયો બાદ પોલીસ તંત્ર જાગ્યુ છે.અને આરોપીઓ સામે કુલ બે ગુના દાખલ કર્યા છે. આ ઉપરાંત પ્રોહિબિશનનો કેસ પણ દાખલ કરાયો છે. મહીધરપુરા પોલીસે ભવાની ડી.જે.ના માલિક અને ડીજે ઓપરેટર સામે જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે. અને તેમના ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. દુંદાળા દેવની પ્રતિમા પાસે દારૂ ઢીંચી ધર્મના નામે ધતિંગ કરતા તત્વોએ બિયર અને દારૂની જાહેરમાં મહેફિલ માણી હતી.જે બિયર લાવવામાં આવી હતી તે પરમીટ ના હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી વધુ 20 જેટલી બીયર ના ટીન પણ કબ્જે કર્યા.
અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા, ખાંભા, સરંભડા, તરવડા, બાબાપુર સહિતના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ વરસ્યો છે. તો કુંકાવાવ પંથકના નાજાપુર, પીઠડીયા, વાઘણીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર વિસ્તારનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાંભાના ડેડાણમાં પણ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. અશોક નદીમાં પૂર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. નદીના પુરને જોવા લોકો ઉમટી પડ્યા છે.\અમરેલી-રાજુલા જાફરાબાદ પંથકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ તૂટી પડતા સાંજણાવાવ ગામની સ્થાનિક નદીમા પુર આવ્યુ અને કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જાફરાબાદ…
વડોદરાઃ ઈલેક્શન કમિશન દ્વારા 1લી સપ્ટેમ્બરથી મેગા ઈલેક્ટર્સ વેરીફિકેશન પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ જન ભાગીદારીથી મતદાર સૂચીને અપડેટ કરવામાં આવશે. મતદાતા પોતાના મોબાઈલ પર વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરીને પોતાનું નામ, ફોટો અને એડ્રેસમાં સુધારા-વધારા કરી શકશે. જ્યારે એપ્લિકેશનમાં મતદાતા થકી કરાયેલા પ્રોસેસ બાદ બીએલઓ તેમના ઘરે જઈને જે તે મતદાતાનું ફોટો આઈડી જોઈ આ પ્રોસેશને પૂર્ણ કરશે. ઈલેક્શન કમિશનનો આ કાર્યક્રમ 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. જનસંપર્ક કેન્દ્રમાં જઈને સુધારા-વધારા કરી શકાશે વડોદરાના ડી.એસ.ઓ મનીષાબેન બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, હજુ આ એપ્લીકેશનને અપડેટ થતા બે થી ત્રણ દિવસ લાગી શકે તેમ છે. મતદાતાઓ ગુગલ પ્લે સ્ટોરમાંથી…
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસના વિસ્તારમાં આજે તંત્રએ સપાટો બોલાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસના વિસ્તારમાં હેલીપેડ સહિતનો વિકાસ કરવા પેટીયૂ રળતા ગરીબ લોકો પર આજે ગાજ પડી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસના વિસ્તારમાં રોડ અને હેલીપેડ સહિતની જગ્યામાં સ્થાનિક ગરીબ ગ્રામજનો ખાણીપીણીની લારીઓ શરૂ કરી હતી. જે લારી ગલ્લા આજે તંત્રએ હટાવી લીધા છે. જેના કારણે ગરીબ લોકોમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા વિસ્તારના સ્થાનિક ગરીબ ગ્રામજનો ફૂટપાથ પર લારીઓ મૂકીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તંત્રએ તેની અગાઉ મજૂરી આપી હતી. પરંતુ અચાનક તંત્રએ 4 દિવસ…
ફરવું તો ઘણા લોકોને પસંદ હોય છે એવામાં જો તમે ફ્લાઇટથી જાઓ છો તો તમારે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. ફ્લાઇટમાં યાત્રા કરવી એક સુખદ અનુભવની સાથે શાંતિનો સફર હોય છે. કારણકે ફ્લાઇટમાં તમને અનેક સુવિધાઓ જો આપવામાં આવે છે. પરંતુ અમૂક વાતો એવી હોય છે કે જે તમને ખબર હોતી નથી. તો આવો જોઇએ ફ્લાઇટમાં જતા પહેલા શુ વાતનું ધ્યાન રાખવું જોઇએ. મૃત્યુ પહેલા નથી આપવામાં આવતી જાણકારી ફ્લાઇટમાં સફર દરમિયાન વચ્ચે જો કોઇ યાત્રીની તબિયત ખરાબ થઇ જાય છે તો તે ફ્લાઇટના અટેંડેંટ તેની પ્રાથમિક સારવાર કરે છે. જરૂરત પડવા પર સ્પેશ્યાલિસ્ટથી સંપર્ક પણ કરે છે અને…
જો તમે ટ્રાફિકનાં નિયમનું ઉલ્લંઘન કરતા હોય તો સુધરી જાજો બાકી આ ભાઈને પુછજો કેવી હાલત થાય. હવે એમા બન્યું એવું કે ઉંટોની સવારી રસ્તા પરથી જતી હતી અને પાછળથી એક શખ્સ ઓવરટેક કરવા ગયો. જેવો જ આ શખ્સ ઓવરટેક કરતો હતો એ જાણે તે ઉંટને ન ગમ્યું હોય એમ ઉંટે એક લાત મારી દીધી. હવે લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટો કરી કરીને પેલા શખ્સની ભારે મજાક ઉડાવી રહ્યાં છે. આ વીડિયો કોઈએ ટ્વીટર પર શેર કર્યો છે અને લોકો તેને રિટ્વીટ કરી રહ્યાં છે. એક જ ઝાટકે 20 હજાર લોકો જોઈ ચૂક્યાં છે. આ વીડિયો જોઈને લોકો એક…
દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનની બહેન અર્પિતાએ પોતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી છે જેના દર્શન કરવા માટે બોલિવૂડ કેટલાક સ્ટાર્સ પહોંચ્યા હતા. સલમાન ખાનના પરિવાર અને ખાસ મિત્રો બાપ્પાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
વૈશ્વિક મંદીના ઓછાયામાં સૌથી ઝડપી અસર ભારતીય અર્થવ્યવસ્થામાં ઓટો સેકટર ઉપર જોવા મળી રહી છે, જેમાં છેલ્લા ત્રણ કવાર્ટરથી વેચાણમાં અવિરત ઘટાડો જોવાઇ રહયો છે, તેમાં ચાલુ મહિનામાં વેચાણમાં ઘટાડો ચાલુ રહયો છે, આ સંજોગોમાં ઓટો સેકટરને તહેવારી મોસમ આવી રહી છે, તેની ખરીદી ઉપર આશા રાખીને બેઠી છે. ડીસ્કાઉન્ટ, ઓફરો તથા પ્રોત્સાહનોની વણઝાર છતાં પણ ઓટો સેકટરમાં વેચાણમાં કોઇ સુધારો જોવાયો નથી. સરકારે સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે, તેને હાલના તબક્કે સફળતા મળી નથી પરંતુ તહેવારી સીઝનમાં ખરીદી વધશે તેવી આશા છે. જોકે, મારૂતિ બાદ અન્ય ઓટો કંપનીઓના વેચાણમાં પણ વૃદ્ધિ્નની સંભાવના નહીંવત છે અને હજુય ખરાબ ચાલુ રહેશે,…