સુશાંત સિંહ રાજપૂત અને રેહા ચક્રબર્તી વચ્ચેની લવ અફેયરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરીરહ્યા છે. સુશાંત સિંહને હવે રેહા સાથે લગ્ન કરવાની ઉતાવળ આવી રહી હોવાની ચર્ચા છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, રિહા હજી લગ્ન માટે તૈયાર નથી. તેણે સુષાંત પાસે લગ્નનો નિર્ણય લેવા માટે થોડો સમય માંગ્યો છે. રેહા હજી બોલીવૂડમાં ઠરીઠામ થઇ નથી. તેને પોતાની કારકિર્દીને પણ ધ્યાનમાં રાખીને ફેંસલો લેવો છે. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે લાંબા સમય સુધી સંબંધમાં હતા. બન્નેએ લિવઇનમાં રહેવાનું પણ શરૂ કર્યુ હતું. પરંતુ સુશાંતનું નામ ક્રિતી સેનોન સાથે જોડાતા બન્ને…
કવિ: Satya Day News
જન્માષ્ટમીના ખાસ અવસરે દહી-હાંડી ફોડતો શાહરુખખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ આમિર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે તેના દિકરા સાથે દહી હાંડી ફોડતા જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં જન્માષ્ટમી ધુમધામથી મનાવવામાં આવી રહી છે. બોલીવૂડ સ્ટાર્સ પણ દહી- હાંડી ફોડીને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આમિરે ટ્વિટર ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેમનો દિકરો આઝાદ પિતાની પિઠ ઉપર ચઢીને દહી હાંડી ફોડતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આમિરની પત્ની કિરણ રાવ મોબાઈલમાં વીડિયો બનાવી રહી હતી. આમિર તેનો એક ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.…
શ્રાવણ માસના અંતિમ શનિવારે બોડેલીના ઝંડ ગામે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અભ્યારણ વિસ્તારમાં બિરાજમાન હનુમાનદાદાના દર્શનનો લાભ લીધો હતો. અંદાજે ત્રણ લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. કહેવાય છે કે પાંડવો અજ્ઞાત વાસના સમયે અહીં રોકાયા હતા. ભીમ અને હિંડંબાનું મીલન થયુ હતું. જેને કારણે આ સ્થાનને હિડંબા વન તરીકે ઓળખવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનદાદાના મંદિરથી થોડેક દૂર અર્જુને જમીનમાં તીર મારીને પાણીનું એક ઝરણું વહેતું કર્યું હતું. તો ભીમની ઘંટી તરીકે પ્રચલિત બનેલી વિશાળકાય ઘંટી તેમજ આસપાસમાં આવેલ શિવ મંદિર અને પૌરાણિક પ્રતિમાઓ પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બને છે. હનુમાનદાદાના ડાબા…
તાપીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. તાપીનાં એક ગામની 14 વર્ષની સગીરા તેના કથિત પ્રેમી સાથે બાઇક પર જતી હતી તે દરમિયાન જ અકસ્માત નડતા સગીરાનું મોત નીપજ્યું હતું. જોરે સગીરાનાં મોત બાદ ચોંકાવનારો ઘટસ્ફોટ છે કે, આ સગીરાનાં પેટમાં પાંચ માસનો ગર્ભ હતો. સૂત્રો દ્વારા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર તાપીના ડોલવણ તાલુકાના વાંકલા ગામમાં રહેતો રાકેશ પ્રવિણભાઇ ગામીતનો એક વર્ષ પહેલા ગામની 14 વર્ષીય સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવકે લગ્નની લાલચ આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે સગીરા નાની ઉંમરમાં જ ગર્ભવતી બની હતી. યુવક બુધવારે સગીરાને બાઈક પર બેસાડીને વાંકલા તરફ જઈ…
જ્યારે અથાગ મહેનત કર્યા પછી પણ પરિણામ ન આવે. સતત કામ કરો તો પણ તેનું ધાર્યુ પરિણામ ન મળે ત્યારે સમજી લેવું જોઈએ કે તમારી કુંડળીમાં કોઈ એવો ગ્રહ છે જે ખરાબ પરિણામ આપી રહ્યો છે. દુર્ભાગ્ય જ્યારે તમારો પીછો ન છોડે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે મંગળ, બુધ અને રાહુ અશુભ હોય તો તમારા કામમાં વિધ્ન આવ્યા જ કરે. કુંડળીમાં જો આ ત્રણ ગ્રહો વિપરિત હોય તો એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગે છે. પૈસા જ નહી તબીયત લથડે છે કેટલાક નિર્ણયો ખોટા સાબિત થાય છે તો ક્યારેક એવી મુશ્કેલી આવી પડે કે શું કરવુ તે જ…
એક સમયે દુનિયાની પોપ્યુલર પોર્ન સ્ટાર રહી ચુકેલી એડલ્ટ એક્ટ્રેસ બેઘર થઇ ગઇ છે અને આજે સુરંગમાં રહેવા મજબૂર થઇ છે. એક ટીવી ચેનલની ટીમે પૂર્વ પોર્ન સ્ટાર જેની લીને અમેરિકા પાસે લાસ વેગાસની એક સુરંગમાંથી શોધી કાઢી. 37 વર્ષીય જેની લી ઉર્ફે સ્ટીફની સેડોરાની ગણતરી થોડા વર્ષે પહેલાં સુધી દુનિયાની સૌથી સફળ એડલ્ટ એક્ટ્રેસ થતી હતી. લાસ વેગાસની સુરંગો પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહેલી એક ડચ ટીવી ટીમની અચાનક જ પૂર્વ પોર્ન સ્ટાર સાથે મુકાલાત થઇ. હકીકતમાં શહેરને પૂરથી બચાવવા માટે સુરંગ બનાવવામાં આવી જેમાં બેઘર લોકો રહેવા લાગ્યાં. 320 કિમી લાંબી આ સુરંગમાં આશરે 300 લોકો રહે છે જેમાં…
રૂપકુંડ ઝીલ સમુદ્ર તળથી 5000 કીમી ઊંચાઇ પર આવેલું સરોવર છે. ઉત્તરાખંડના હિમાલયન ક્ષેત્રમાં આવેલ આ સરોવર કંકાલોવાળા સરોવર તરીકે પણ ઓળખાય છે. કારણકે તેની આસપાસ ઘણાં હાડપીંજર વિખેરાયેલ જોવા મળે છે. આ સરોવર અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. આ સરોવર સાપે જ નંદા દેવીનું મંદિર છે. મંદિરના દર્શન માટે એક રાજા-રાણી ગયાં, અને સાથે તેમનું લશ્કર પણ હતું. આખા રસ્તે બધા જ રાહ-રંગમાં ડૂબેલા હતા, જેનાથી ગુસ્સે થઈ દેવી વિજળી બની ત્રાટક્યાં અને ત્યાં જ બધાંનાં મૃત્યુ નીપજ્યાં. તો કેટલાક લોકો એમ પણ કહે છે કે, આ દુષ્કાળના શિકાર બનેલ આર્મીના લોકોનાં હાડપિંજર છે, જેઓ બરફના તોફાનમાં ફસાઇ ગયા…
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાનું કહેવું છે કે, તહેવારોની સીઝનમાં યાત્રી વાહનોની માંગ વધવાથી મંદીમાંથી પસાર થઈ રહેલ ઓટો ઉદ્યોગ ફરીથી ઊભો થઈ જશે, પછી ભલે સરકાર આમાં કોઇ મદદ કરે કે ન કરે. કંપનીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ચોમાસાની ચિંતા અને ચૂંટણીના કારણે ઓટો ઉદ્યોગમાં સુસ્તી જોવા મળી હતી, પરંતુ હવે બજારમાં નવાં મોડેલ અને કંપની દ્વારા આકર્ષક રજૂઆતના કારણે ગ્રામીણ બજારોમાં પણ માંગ વધશે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશક (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું, ‘સરકાર ઉદ્યોગને મદદ કરશે કે નહીં. ક્યારે અને કેટલી મદદ આપશે અને મદદ અત્યારે કરશે કે પછી.. આ…
આપણામાં ઘણા લોકો પેકેજ ફૂડની એક્સપાયરી ડેટ નજીક હોવાથી ફેંકી દે છે, કારણ કે એમને ડર છે કે તે ખરાબ થઈ ગયું છે. અથવા તો આપણે ઘણી વખત સૂંઘીને ખરાબ છે કે નહીં તે શોધવાની કોશિશ કરીએ છીએ. પરંતુ હવે આ વસ્તુની જરૂર રહેશે નહીં કારણ કે હવે એક સેન્સર આવી ગયું છે જે કહેશે કે ખોરાક બગાડ્યો છે કે નહીં. આ સેન્સર તમારા સ્માર્ટફોનમાં કનેક્ટ થશે. વિશેષ બાબત એ છે કે ઇકો ફ્રેન્ડલી હોવા સાથે તે સસ્તું પણ હશે. તેની કિંમત લગભગ દોઢ રૂપિયા છે. આ સેન્સરનો ઉપયોગ કરીને પેકેજ ફૂડની બરબાદીને બચાવી શકાય છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજ દ્વારા તૈયાર…
જન્મેલા બાળક માટે માતાનું દૂધ અમૃત સમાન ગણાય છે, પરંતુ જન્મેલા બાળક માટે માતાનું દૂધ ઝેર બની જાય તો કોને દોષ દેવો… આવી એક ઘટના રાજકોટમાં એક દંપતિના ઘરે બની છે. રાજકોટના એક દંપતિને ત્યાં બાળકના જન્મ થયાના 5-5 મહિના હસતો, રમતો પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉદ્દભવી હતી. કહેવાય છે કે કોઇ પણ દંપતિ હોય તેમને ખોળાનો ખૂંદનાર મળી જાય ત્યારે તેમની ખુશીનો બેવડાઇ જાય છે, પરંતુ તે જ ખોળાનો ખૂંદનારના કારણે આવેલી ખુશીઓ એકાએક ચાલી જાય ત્યારે કેવી સ્થિતિ હોય તે તો બાળકની માતા-પિતા જ જાણી શકે… રાજકોટમાં એક દંપતિના ઘરે એક બાળકનો જન્મ…