કવિ: દિલીપ પટેલ

Krushi niti: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024 જાહેર થઈ પણ કૃષિ નીતિ ક્યારે Krushi niti: કિસાન ક્રાંતિના સંયોજક ભરતસિંહ આર ઝાલાની માંગણી છે કે ગામડાઓ સાથે જોડાયેલી નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024 જાહેર થઈ છે તો હવે ગામડાઓ સાથે જોડાએલી કૃષિ નીતિ તુરંત જાહેર કરવામાં આવે. ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ જાહેર કરી એવી 2024થી 2034 સુધીની કૃષિ નીતિ કૃષિ પ્રધાન રાધવજી પટેલ ગુજરાત વડી અદાલતના આદેશ મુજબ જાહેર કરે. દેશની સર્વોચ્ચ અદાલતે 2017માં તમામ રાજ્યોને અને કેન્દ્ર સરકારને ખેડૂતોના હીત અને રક્ષ માટે કૃષિ નીતિ બનાવવા કહ્યું છે, તેનો અમલ કરો. ઓનલાઈન 5 હજાર હસ્તકલા જેવી…

Read More

Surat: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સુરત શહેર-જિલ્લામાં 538 દારુ અને ડ્રગ્સના અડ્ડા અમદાવાદ, 26 નવેમ્બર 2024 Surat: પોલીસ પાસે બુટેલગરોના નામ-સરનામા સહિતની વિગતો જાહેર કરી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના મત વિસ્તાર મજૂરામાં દારુ અને ડ્રગસ મળે છે. ઈશુના નવા વર્ષની ઉજવણી શરુ થઈ છે તેથી દારૂના ધંધામાં તેજી છે. હીરા ઉદ્યોગમાં 1980 કરતાં ઓછો ધંધો છે. મંદી અને બેકારી હોવાથી દારુનુ દુષણ વધી ગયું છે. Surat હર્ષ રમેશ સંઘવી 8 જાન્યુઆરી 1985માં જન્મેલા છે. તેમનો જન્મદિવસ અડ્ડા નાબૂદીથી ઉજવે તો લોકોને આનંદ થશે. પણ આમ આદમી પક્ષના નેતા ગોપાલ ઈટાલીયા અને સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયા…

Read More

Porbandar: ગોડમધરના દીકરા કાંધલ જાડેજાની કહાણી 23 એપ્રિલ 2022 Porbandar: ગોડમધર તરીકે ઓળખાતાં સંતોકબેન જાડેજા તથા અન્ય ગેંગ વચ્ચેની હિંસક લડાઈ અને ગેરકાયદેસર વેપારે પોરબંદરને વેપારમાં પાછળ ધકેલી દીધું છે. સંતોકબેનના પુત્ર કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક પરથી ધારાસભ્ય છે. અદાલતે તેમને 18 માસની જેલની સજા ફટકારી હતી. પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં આ સજા ફટકારવામાં આવી હતી. Porbandar: રાજકારણ, જ્ઞાત-જાતના સમીકરણ, ગેરકાયદેસર વેપાર અને ગુનાખોરીનું આ એક ઝેરી વિષચક્ર હતું, જેના કેન્દ્રમાં હતી જાડેજા ગેંગ અને તેનાં વડા હતા સંતોકબહેન. સંતોકબહેનના પતિ (અને કાંધલ જાડેજાના પિતા) સરમણ તેમના ભાઈઓ સાથે સરેરાશ સંયુક્ત મેર પરિવારની જેમ પોરબંદરના મેમણવાડામાં રહેતા. મોટાભાઈ અરજણ…

Read More

Gautam Adani: ગૌતમ અદાણી સામે 2 હજાર કરોડ રૂપિયાની લાંચનો આરોપ, અદાણીની ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યુ, અદાણીના શેરોમાં કડાકો અમદાવાદ, 21 નવેમ્બર 2024 Gautam Adani: મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા રહેતાં પત્રકાર દક્ષેશ પરીખે સત્યડેને મોકલેલા અહેવામાં જણાવ્યું છે કે, અદાણી સામે 2,029 કરોડ રૂપિયા લાંચ આપવાનો ચાર્જ જાહેર કર્યો છે. ભારતીય સમૂહ અદાણી જૂથના અધ્યક્ષ, ગૌતમ અદાણી 10 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્ર દરમિયાન એક સભાને સંબોધિત કરી હતી. Gautam Adani: ભારતના અદાણી ગ્રૂપના અધ્યક્ષ અને વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક ગૌતમ અદાણીને ન્યૂયોર્ક ફેડરલ કોર્ટમાં મોટા પાયે લાંચ અને છેતરપિંડી યોજના સંબંધિત…

Read More

Shankarsinh Vaghela: શંકરસિંહ રાજકારણમાં 12મું કરશે, 11 પક્ષોનું પતન, સ્થાપન અને ઉથાપન દિલીપ પટેલ અમદાવાદ, 21 નવેમ્બર 2024 Shankarsinh Vaghela: શંકરસિંહ વાઘેલા નવો પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિકની નોંધણી ચૂંટણી પંચમાં કરાવી છે. એવા સમાચારો આવી રહ્યાં છે પરંતુ આ પક્ષ તો રાજસ્થાનમાં નોંધાયેલો રાષ્ટ્રિય પક્ષ છે. શંકરસિંહે 2022માં આ પક્ષને ગુજરાતમાં લાવવાની જાહેરાત કરી હતી. પણ ત્યારે અહમદ પટેલનું અવસાન થયું તેથી તેઓ આ પક્ષ લાવ્યા નહીં અને ભાજપ સાથે સમજૂતી કરી લીધી હતી. Shankarsinh Vaghela: Praja Shakti Democratic તેમનો હવે 12મો સક્રિય પક્ષ હશે. એટલે રાજકીય રીતે તેઓ બારમું કરવાની તૈયારી કરી ચૂક્યા છે. શંકરસિંહ વાઘેલા પોતાની રાજકીય કારકિર્દીમાં 12માં…

Read More

Porbandar: ખૂની પોરબંદર, હવે ખંડણીખોર અમદાવાદ Porbandar : પોરબંદરમાં એક સમયે ખૂન કરવા તે સામાન્ય હતું. પોરબંદરનું નામ ગેંગોને લીધે બદનામ હતું, શેરીએ, ગલીએ ધાણીફૂટ ગોળીબાર થતા અને ગેંગવોરમાં ખૂન થતા.ગાંધી ભૂમિમાં ગુંડાઓની ખુની ગેંગ તો ખતમ થઈ પણ હવે ગુંડાઓ ખંડણીના રવાડે ચઢી ગયા છે. હવે ખૂનામરકી ઓછી થઈ છે પણ ટપોરી ગેંગ હવે ખંડણી ઉઘરાવી રહી છે. લુખ્ખાગીરીએ માઝા મુકી છે. પોલીસનો ડર રહ્યો નથી. પોરબંદરમાં ખંડણી ગેંગ Porbandar: પોરબંદરના એક સોની વેપારીને ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપીને અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા બાદ તેના પુત્ર પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. પોરબંદરના વાડી પ્લોટમાં રહેતા…

Read More

Gujarat: ગુજરાતમાં ‘નકલી’ અધિકારીઓ Gujarat: છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં નકલી અધિકારીઓ લોકોને છેતરી રહ્યા હતા. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી આઈપીએસ, નકલી ઈડી અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર જ નહીં, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધ્ધાં પકડાયા છે. આજે ઉત્તર ગુજરાતમાંથી નકલી શિક્ષણ સચિવ અને કચ્છમાં નકલી વકીલ ઝડપાયાં છે. Gujarat: નકલી અધિકારી બની છેતરપિંડી કરવાના કિસ્સામાં વધારો થયો છે. પ્રજા લૂંટાતી રહી અને સરકાર તમાશો નિહાળતી રહી છે. ગુજરાતમાં નકલીની જાણે ભરમાર રહી છે. નકલી અધિકારી બનીને ગઠિયા પ્રજાને સરેઆમ લૂંટી રહ્યાં છે. કાયદાનો જાણે કોઈને ડર રહ્યો નથી. લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠ્યો છે. ગુજરાતમાં નકલી અધિકારીઓના બનાવો વર્ષ…

Read More

Anand: ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ પર પર બળાત્કારનો આરોપ, બ્લેકમેલ કરતા સસ્પેન્ડ Anand: મહિલાનો આરોપ છે કે પ્રજાપતિએ છ મહિના પહેલા મતદાર કાપલી આપવાની આડમાં પરિણીત મહિલાનો મોબાઈલ નંબર મેળવ્યો બાદમાં તેની સાથે જબરદસ્તી કરવા માટે ફોન પર થયેલી વાતચીતના રેકોર્ડિંગ સાથે તેને બ્લેકમેલ કરી હતી. ગુજરાતની Anand નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ પર એક પરિણીત મહિલા પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ ફરાર છે. પીડિતાનો પરિજનોનો આક્ષેપ હતો કે, દિપુ પ્રજાપતિ રાજકીય વગ ધરાવતો હોવાથી શરૂઆતમાં પોલીસ ફરિયાદ પણ લીધી ન હતી. અગાઉ Anand માં વર્ષ 2022માં થયેલા એક દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી શિક્ષકને…

Read More

Dahod: દાહોદમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ દબાવી દેવાયું દિલીપ પટેલ અમદાવાદ, Dahod: દાહોદ 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે. જમીનોમાં બોગસ બીન ખેતી તેમજ 73AA ના બનાવટી હુકમો તૈયાર કર્યા હતા. તેને સાચા માનીને અધિકારીઓએ માન્ય ગણ્યા હતા. પ્રાંત અધિકારીએ 175 કરતા વધુ સર્વે નંબરોને શંકાસ્પદ જાહેર કરેલા છે. પણ એવા 219 જમીનના પ્લોટને બિન ખેતી કરીને કૌભાંડ થયું છે. Dahod બેંકના નકલી ચલણ, કલેક્ટર કચેરીના નકલી સિક્કા…

Read More

Una: 60 વર્ષ જુની ભાડુતી મસ્જિદ ટ્રસ્ટની બે કરોડની મિલ્કત કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર ચાવી અર્પણ કરી ભાજપના નેતા ચંદુભાઈએ મસ્જિદની ભેટ આપી મસ્જિદમાં ભાડાના મકાનમાં દિવ્ય શક્તિના દર્શન કર્યાં ઉનાના ભાજપના પૂર્વ પ્રમુખએ માનવતા અને કોમી એકતા બતાવી ધાર્મિક સંસ્થાની રૂ. 2 કરોડની મિલ્કત પરત કરાતાં હિંદુ અને મુસ્લિમ ભાવવિભોર ઉના શહેરનાં મુખ્ય માર્ગ પરની મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી શકાલા મસ્જિદ 60 વર્ષ પછી પરત કરતાં કોમી એકતા બતાવી હતી. Una: મસ્જિદની જમીન પરના મકાનમાં ઊનાના વેપારી આગેવાન સ્વ. પોપટલાલ કોટેચાએ સામાન્ય દરે ભાડે રાખીને જનતા તેલ મીલ ચલાવતાં હતાં. વારસાઈ દરજ્જે શકાલા મસ્જિદ ટ્રસ્ટ ની મિલ્કત…

Read More