Gujarat: ગુજરાતમાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા? Gujarat: વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023નો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ પર CAGએ ટીકાઓ કરી છે. ખોટ કરતાં 30 જાહેર સાહસોએ સરકારને આર્થિક મદદ કરી નથી. તેથી બંધ કરી દો. 63 જાહેર સાહસ કે કંપની છે. રૂ.9927.30 કરોડ નફામાંથી 94.38 ટકા ફાળો માત્ર 10 જાહેર ઉપક્રમોનો જ હતો. 30 કંપનીઓ કે કોર્પોરેશનોએ 2456.98 કરોડ રૂપિયાની ખોટ કરી છે. જેમાં 2276.72 કરોડ રૂપિયાનું નુકસાન 6 જાહેર સાહસોએ કર્યું છે. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે 42 જાહેર કંપનીઓ હતી. તે હવે…
કવિ: દિલીપ પટેલ
અમદાવાદ Gujarat: માર્ગ અકસ્માતમાં ગુજરાતમાં સતત વધારો Gujarat: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. 2024ના પ્રથમ 7 મહિનામાં માર્ગ અકસ્માતમાં 93 હજાર લોકોને ઈજા થઈ હતી. ગુજરાતમાં પ્રતિ કલાકે 18 લોકોને માર્ગ અકસ્માતમાં ઈજા થાય છે. માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ 15 હજાર 489 કેસ નોંધાયેલા હતા. અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 3 વ્યક્તિને ઇજા થતી હતી. માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત 9587 સાથે બીજો, વડોદરા 6307 સાથે ત્રીજો ક્રમ ધરાવે છે. ગુજરાતમાં ગત વર્ષે પ્રથમ સાત મહિનામાં માર્ગ અકસ્માતથી ઈજાના કુલ 92194 કેસ નોંધાયા હતા. માર્ગ અકસ્માતથી ઈજાના કેસમાં સાધારણ વધારો…
અમદાવાદ, 30 ઓગસ્ટ 2024 Gujarat: કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. Gujarat: ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશયના કેન્સર સામે જીવ ગુમાવે છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેલાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 2014માં 3355, 2015માં 3450, 2016માં 3547, 2017માં 3647 મહિલાઓના મૃત્યુ થયા હતા. આમ, 2014 કરતાં 2023માં બ્રેસ્ટ કેન્સરથી થતાં…
લોકોની આર્થિક હાલત ખરાબ થતાં સુરતની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા સુરત, 30 ઓગસ્ટ 2024 Surat: સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે. Surat: ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં શિક્ષણ સમિતિની શાળામાં 48778 વિદ્યાર્થીઓએ ખાનગી સ્શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળામાંથી અભ્યાસ છોડીને પાલિકાની શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. સમિતિના વિદ્યાર્થીઓ 1.90 લાખ સુધી પહોંચી ગયો છે. કોરોના કાળ દરમિયાન સૌથી વધુ 13 હજાર 673 બાળકોએ ખાનગી શાળા છોડીને પાલિકાની શાળામાં પ્રવેશ લીધો હતો. કોરોના કાળ દરમિયાન અનેક લોકોના નોકરી ધંધા બંધ…
ભાજપ સરકાર 30 વર્ષમાં ગરીબી દૂર ન કરી શકી, પણ વધારી છે અમદાવાદ, 30 ઓગસ્ટ 2024 Gujarat : ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી ચૂકી છે. Gujarat: સુખી-સમૃદ્ધ ગુજરાતમાં આજે એવી પરિસ્થિતિ પરિણમી છે કે, ગામડાનો માણસ રોજ 26 રૂપિયા પણ વાપરી શકતા નથી. જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના 32 રૂપિયા ખર્ચવા પણ અસમર્થ છે. તેથી તેના બાળકોને ખાનગી શાળામાંથી ખસેડીને સરકારી શાળામાં ભણાવવા મોકલી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, વિકસિત ગુજરાતમાં આજે 16.62 ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડામાં લોકો દારુણ પરિસ્થિતિમાં જીવન ગાળી રહ્યા છે. ગામડામાં 21.54 ટકા એટલે…
કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ દિલીપ પટેલ અમદાવાદ, 28 ઓગસ્ટ 2024 Jawahar Chavda: જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. Jawahar Chavda: જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ્યા તેઓ એક માત્ર રસ્તાનો પથ્થર બની ગયા છે. જવાહર હવે ભાજપ માટે જવાહરખાનું એટલે કે મત નામનું ઝવેરાત રાખવાનું સ્થાન રહ્યા નથી. કોંગ્રેસ સાથે 30 વર્ષથી રહેલા સંબંધો તોડીને ભાજપમાં જોડાયેલા હતા. તેથી, કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ માને છે કે જવાહરને ફરીથી કોંગ્રેસમાં ન લેવા જોઈએ. તેમણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. પીછ…
BJP Gujarat મુખ્ય પ્રધાન, પ્રધાનો, ધારાસભ્યોને રૂ. 1750ની ડીશ અને રૂ. 720ની ચાની પ્યાલી, ધર્મના સ્થાનો ભ્રષ્ટ કરતો ભાજપ અમદાવાદ 27 ઓગસ્ટ 2024 કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના રૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા હતાં. એક તરફ 51 શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ સરકારી નેતાઓની અને અધિકારીઓની લાખોની જયાફતમાં માતાજીના નામે ભ્રષ્ટાચાર કરતાં ભારતીય જનતા પક્ષના નેતાઓ અને અધિકારીઓ. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવેલુ હતું. 12મીથી 16મી ફેબ્રુઆરી સુધી મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં હાજર રહ્યા હતા.ઉપરોક્ત કાર્યક્રમની અંદર મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને તેમના 12 પ્રધાન અને ભાજપના…
16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે. અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 Gujarat: એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓએ કરેલા એક સર્વેમાં તારણ નીકળ્યું છે Gujarat: રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ ખાવું હોય તો 91 ટકા વડોદરાવાસીઓ ઈટાલિયન ફૂડને પ્રાથમિકતા આપે છે. 77 ટકાએ ભારતીય અને 53 ટકાએ ચાઈનીઝ ફૂડ રેસ્ટોરન્ટમાં ખાવાનું ગમતું હોવાનું જણાવ્યું હતું. રેસ્ટોરન્ટમાં ખાતી વખતે 85 ટકાએ ભાવ, 54 ટકાએ ગુણવત્તા અને 69 ટકાએ ચોખ્ખાઈને વધારે મહત્વ આપ્યું હતું. વર્ષે 16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે. ગુજરાતમાં 1 લાખ 8 હજાર હોટેલ છે. અમદાવાદમાં લગભગ 10,000 રેસ્ટોરાં, હોટલ અને ફૂડ પાર્ક છે. ગુજરાત મુજબ રાજ્યમાં સંગઠિત ક્ષેત્રમાં લગભગ 50,000…
દિલીપ પટેલ અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 Bharuch: નશો એટલે કે, કેફી પદાર્થ લેવાથી ચડતો કેફ, ધન, સત્તાનો ઘમંડ. આવું જ ભાજપના ભાંગતા ભરૂચમાં થઈ રહ્યું છે. Bharuch: અહીં સત્તાના નાશાની સાથે કેફી નશો પણ બની રહ્યો છે. નશો કરવા માટે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય છે છતાં ભાજપના નેતાનો સત્તાનો નશો ઉતરતો નથી. હવે તો ભરૂચમાં ભાજપના નેતાઓ ડ્રગ્સના ખોટા કેસ કરવા ખંડણી આપવા લાગ્યા છે. ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામમાં પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં ડ્રગ્સ મૂકાવીને ભાજપના નેતા ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલએ આમ આદમી પક્ષના નેતાને ફસાવી દઈને કાયદાનો ગેરઉપયોગ કર્યો હતો. ભાજપના નેતાએ 4 લાખની સોપારી આપી હતી. પ્રકાશ…
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024 Ahmedabad: અમદાવાદના સરખેજ ગાંધીનગર – એસ. જી. હાઈવે પર મકરબાથી કર્ણાવતી ક્લબને જોડતા નવા પુલના બાંધકામના સ્થળે 200 વૃક્ષો કાપી કઢાયા હતા. Ahmedabad: આ માર્ગ ગ્રીન બિલ્ડીંગ વિસ્તાર છે. ગ્રીન બતાવીને બિલ્ડરોએ માલ વેચ્યો હતો. અમદાવાદમાં કુલ 719 નોંધાયેલા ગ્રીન બિલ્ડિંગ છે, જેમાં સૌથી વધુ એસ.જી. હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં છે. આ સિવાય આંબાવાડી, નવરંગપુરા, વસ્ત્રાપુર, સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં ગ્રીન બિલ્ડિંગોને આવેલા છે. અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારીઓ કુહાડી લઈને કઠિયારાની જેમ વૃક્ષો પર તૂટી પડ્યા હતા. 30 વર્ષ જૂના વિશાળ 200 વૃક્ષોને પંદર જ દિવસમાં મૂળથી ઉખાડી નાંખ્યા હતા. હજી બીજા 100 વૃક્ષોને મૂળ…