Sajid Kothari: આરોપી સજ્જુ કોઠારીના ઘરની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો રોડ છે. આખો માર્ગ પચાવી પાડ્યો હતો. Sajid Kothari સુરત મહાનગર પાલિકાએ તોડી પાડ્યા બાદ દંડ કર્યો નથી. રસ્તો બંધ કરી દેવા માટે બે દરવાજા લગાવી દીધા હતા. જાહેર રસ્તાનો ઉપયોગ પોતાના અંગત કામ માટે કરતો હતો. છતાં રસ્તા અંગે ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી. રોડ પરથી અન્ય કોઈને પસાર થવા દેવાતા ન હતા. છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો કે તે દરવાજા વર્ષો સુધી તોડી પાડ્યા ન હતા. દહેશત ફેલાવતા ગુનેગારો સામે ચૂંટાયેલી પાંખ પણ લાચાર હતી. રાજકીય પક્ષો અને નેતાઓ આવા ગુનેગારો સામે આંખ બંધ કરી દેતા હતા.…
કવિ: દિલીપ પટેલ
અંગ્રેજોએ પત્રકારોની જાસૂસી કરી ન હતી, પણ મોદી યુગમાં પેગાસાસથી જાસૂસી થઈ દિલીપ પટેલ અમદાવાદ Gautam Adani: ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દ્વારા ભારતીય સિક્યોરિટીઝ એક્ટના કથિત ઉલ્લંઘન સંદર્ભે પત્રકાર જાણકારી મેળવી રહ્યા હતા. Gautam Adani અદાણીના ભાઈની સંડોવણીનો જવાબ અદાણીને મેઈલ કર્યો હતો. મેઈલ કર્યો તેના 24 કલાકની અંદર પત્રકાર આનંદ મંગનાલેના ફોન પર પેગાસસ જાસૂસી સોફ્ટવેર નાખી દેવામાં આવ્યું હતું. તેના અહેવાલ માટે ટિપ્પણી કરવા માટે ઈમેલ કર્યો અને 24 કલાકની અંદર તેના ફોનમાં પેગાસસ ઇન્સ્ટોલ થઈ ગયું હતું. હથિયારોના શોદાના બદલામાં પેગાસસ-સ્પાયવેરને પણ હથિયારોના સોદા દ્વારા ભારત સરકારને વેચવામાં આવ્યું હતું. તેના દ્વારા ભારતના પત્રકારો,…
અદાણી કે રાજાઓની કાળી બાજુ પત્રકારો જાહેર કરતાં રહ્યાં છે દિલીપ પટેલ અમદાવાદ Gautam Adaniઅદાણી હિંડનબર્ગ વિવાદ પર લેખ લખવા બદલ બે પત્રકાર રવિ નાયર અને આનંદ મંગનાલે ગુજરાત પોલીસની ધરપકડનું જોખમ હતું. Gautam Adani સુપ્રીમ કોર્ટે બંને પત્રકારોને ગુજરાત પોલીસની ધરપકડની કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપીને રાહત આપી હતી. ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા તેમના લેખની પ્રાથમિક તપાસના સંબંધમાં પૂછપરછ માટે તેમને રૂબરૂ હાજર રહેવા કહેવાયું હતું. અદાણી જૂથ ગુજરાતમાં પત્રકારો માટે શું કરી શકે તેનું આ એક ઉદાહરણ છે. OCCRP એ ઓગસ્ટમાં શેરહોલ્ડરો અંગે વિગતો જાહેર કરતાં પત્રકારોને રાજ્ય…
17 વર્ષમાં 15 લાખ લોકોના જીવ બચાવતી 108 લેવાયા આગામી 10 વર્ષમાં 10 હજાર કરોડનો ખર્ચ? સરકાર કંપનીનું નામ અને ખર્ચ છુપાવે છે દિલીપ પટેલ અમદાવાદ, 22 ઓગસ્ટ 2024 Gujarat: આફતમાં એક કૉલમાં હાજર થતી ગુજરાતની 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવા 29મી ઓગસ્ટે 17 વર્ષ પુરા કરશે. Gujarat 2007થી શરૂ થયેલી આરોગ્ય તાકીદની સેવાને 17 વર્ષમાં 1 કરોડ 66 લાખ કોલ મળ્યા છે. આપત્તિ, આપાતકાલ, તાત્કાલિક મેડિકલ સારવાર, મદદથી જીવન બચાવનાર એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી બની ગઈ છે. જેની પાછળ લોકોએ કોઈ ખર્ચ કરવો પડતો નથી. બે રીંગ 99 ટકા ફોન કોલ પ્રથમ બે રિંગમાં જ ઉપડે છે અને પ્રતિસાદ આપવામાં આવે…
દિલીપ પટેલ અમદાવાદ, 22 ઓગસ્ટ 2024 Remedy: વડોદરા પાસે કોયલી ગામના 37 વર્ષના ખેડૂત કૌશિલ પટેલ ડોડીની નાના પાયે ખેતી કરી રહ્યાં છે. જેનું ઐષધિય નામ જીવંતિકા છે. જીવંતી ડોડીનું વાવેતર કરીને ખેતી કરતા એવા ખેડૂત ગુજરાતમાં તેઓ એક હોઈ શકે છે. કારણ કે બીજા કોઈ ડોડીની ખેતી કરતા હોય એવા કોઈ ખેડૂત નોંધ્યા નથી. રાજ્ય સ્તરના ફ્લાવર શોમાં જીવંતી ડોડીને ત્રીજું ઇનામ મળ્યું હતું. ખેડૂત કૌશિલ પટેલ કહે છે કે, મારા ખેતમાં એક પટ્ટો ડોડીનો વાવેલો છે. તેના 30થી 40 છોડ છે. જેમાં ખેડૂતોને પરવડે એવુ સારું ઉત્પાદન મળે છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ તેની ખેતી શરૂ થઈ છે. એક…
દિલીપ પટેલ અમદાવાદ, 22 ઓગસ્ટ 2024 Krushi Mahitiઅણિયારી ગામમાં મોરબીથી 25 કિલોમીટર હળવદ માળિયા હાઈવે પર વળાંક પર ખેડૂત બાબુલ લોરિયાનું ખેતર છે. Krushi Mahiti બાબુલનો બાવળ અર્થ થાય છે. સુરત શહેરનું બીજુ નામ બાબુલમક્કા છે. બાબુલભાઈ દાડમમાં અનોખી મીઠાશ લાવી શક્યા છે. ગુજરાતમાં દાડમની રસાયણોથી જ ખેતી કરવી પડે છે. પ્રાકૃતિક ખેતી બહુ સફળ થતી નથી. પણ ખેડૂત બાબુલભાઈ લોરિયાએ પ્રાકૃતિક ખેતી સફળ કરી બતાવી છે. ઓર્ગેનીક દાડમ પેદા કરવા ઘણા અઘરા છે. ઓર્ગેનીક દાડમ કોઈ કરી શકતું નથી. 42 વીઘામાં વર્ષે રૂ. 15 લાખ 70 હજારનો દવા ખાતરનો ખર્ચ થતો હતો. ઝેર વાળું દાડમ બની જતું હતું. એક…
મોદી અને પટેલ સરકારના પોકળ દાવા દેશના નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો – દિલીપ પટેલ અમદાવાદ, 22 ઓક્ટોબર 2024 Gujarat: 10 વર્ષથી દેશમાં નીમ કોટેડ યુરિયાનો વપરાશ કરાય છે. લીમડાનું તેલનું આવરણ હોવાથી તે ઉદ્યોગોમાં વાપરી શકતા નથી Gujarat દાવો સરકાર કરે છે. પણ તે દાવો 10 વર્ષથી માત્ર જુઠાણું છે. લીમડાનું પડ ચઢાવેલું હોય તે કેમીકલથી દૂર કરીને ફેક્ટરીઓમાં તે જતું હોવાથી રૂ. 3 હજાર કરોડનું કૌભાંડ થાય છે. ગુજરાતમાં 2023-24માં 39 લાખ 73 હજાર ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું. સાદા યુરિયા પર લીમડાના તેલથી કોટિંગ કરવામાં આવે છે. નીમ કોટેડ યુરિયાના ઉત્પાદન બાબતે દેશનું અગ્રણી…
Sajid Kothari: સજ્જુને બે વખત પકડીને જેલમાં મોકલવામાં આવ્યો તે ઓપરેશન પણ જાણવા જેવા છે. Sajid Kothari: ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરનારો સજ્જુ ગુજરાત પોલીસ માટે પડકારરૂપ બની ગયો હતો. ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organised Crime) કાયદો તેને ભારે પડવાનો હતો. 10મી ફેબુઆરી 2021ના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો. પહેલી વખત આ કાયદા હેઠળ તે જામીન મેળવવા સફળ થયો હતો. પણ બીજી વખત ગુજસીટોક લાગતાં અગાઉના જામીન રદ થયા હતા. બીજી વખત ગુજસીટોક લડાવતાં તે સુરતથી ફરાર થઈ ગયો હતો. મહિનામાં 15 થી 20 દિવસ મુંબઈમાં રહેતો હતો. પોલીસ તેના…
ખેડૂત પાયલોટનું ઝેરી ડ્રોન 100 ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું દિલીપ પટેલ અમદાવાદ, 21 ઓગસ્ટ 2023 Gujarat: અમદાવાદના રાયપુરમાં આવેલી કૌશલ્યા યુનિવર્સિટી ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે મંજૂરી આપવામાં આવી છે. Gujarat તેને ડાયરેક્ટોરેટ જનરલ સિવિલ એવિએશન દ્વારા ટાઈપ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી છે. ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે 100 ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ડી.જી.સી.એ. દ્વારા રિમોટ પાયલોટ ટ્રેનિંગ માટે UIN નંબર ધરાવતા ઓછામાં ઓછા બે ડ્રોન હોવા આવશ્યક છે. ડ્રોન નાના છે. જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદની કૌશલ્યા યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યમાં ડ્રોન…
દિલીપ પટેલ અમદાવાદ, 21 ઓગસ્ટ 2024 Gujarat: સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા વપરાશથી ખતરનાક પરિણામો આવી રહ્યા હોવાથી ચિંતા થઈ રહી છે. જમીન, પાણી, પર્યાવરણ અને આરોગ્યને ભારે નુકસાન યુરિયાનું થઈ રહ્યું છે. તેની સામે લડવા માટે ગુજરાતે ત્રણ ટેકનિક આપી છે. ખેડૂતો પણ આ ત્રણ ટેકનિક અપનાવે એવી સરકાર વારંવાર અપીલ કરી રહી છે. ગુજરાતમાં 18 ટકા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપવાની છે અને આ વર્ષના અંતમાં 30 ટકા ખેડૂતો રાસાયણિક ખાતર વગરની ખેતી કરતા થઈ જશે. 2015માં યુરિયા પર લીમડાનું પડ ચઢાવવું ફરજિયાત બનાવ્યું હતું. નીમ કોટ યુરીયા નીતિ અપનાવી છે. 2015-16માં ગુજરાતમાં યુરિયાનો વપરાશ 21 લાખ ટન હતો.…