BJP ઉપલેટા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવતો પત્ર લખાયો BJP ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની માંગણી કરી હતી. પત્રમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે, નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે…
કવિ: દિલીપ પટેલ
Eye Donation અમદાવાદની નગરી હોસ્પિટલમાં 3 વર્ષમાં 1500 ચક્ષુદાન અમદાવાદ 18/04/2025 Eye Donation અમદાવાદની ચી. હ. નગરી આંખની હોસ્પિટલમાં આઈ બેન્કમાં દર વર્ષે સરેરાશ 500 લોકો ચક્ષુદાન કરે છે. ગુજરાતમાં અંધ વસતી ઘણી વધારે છે. નગરી આઇ બેંક દ્વારા મરણ પામેલા વ્યક્તિઓની આંખોનુ દાન સ્વીકારવામાં આવે છે. તેની કાળજીપુર્વક સાચવણી કરવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓની કીકી પ્રત્યારોપણના ઓપરેશન કરવામાં આવે છે. ભારતમાં ૧૮૦ લાખ લોકો અંધત્વથી પીડાય છે. ૪૫ લાખ લોકો કીકીની ખરાબીના કારણે અંધ છે. જેમાં દર વર્ષે ૩૦ હજાર લોકોનો ઉમેરો થાય છે. કીકી ના પ્રત્યારોપણથી અંધત્વને દુર કરી શકાય છે. ચક્ષુદાન અનિવાર્ય છે. ચક્ષુદાન કોઇપણ વ્યક્તિ- નવજાત શિશુથી…
Air Taxi: ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સીની વાતો પણ વિમાન કંપની ભારતમાં 200 ટેક્સી શરૂ કરી રહી છે Air Taxi ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી શરૂ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવો છે. મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. પણ ભારતમાં બેંગલોર, મુંબઈ, દિલ્હીમાં તો એક ટેક્સી શરૂ થવાની તૈયારીમાં છે. ગુજરાતની ભાજપ સરકાર એક ખાનગી કંપનીને આ ઠેકો આપી શકે છે. જે માત્ર શ્રીમંત લોકો માટે ટેક્સી કામ કરશે. સમાન્ય લોકો તેમાં બેસી નહીં શકે એવું ઉંચું ભાડું રાખવાના છે. આવી 3 કંપનીઓ કામ…
Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલોને સતત લીલી ઝંડી મળશે Ahmedabad અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ (ATC) સીસ્ટમ શરૂ કરવામાં આવશે. સિગ્નલો સીન્ક્રોનાઈઝડ હોવાથી એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગળનાં જંકશનો ઉપર ગ્રીન સિગ્નલ મળશે. જેના કારણે ઝડપથી પરીવહન શકય બનશે. ટ્રાફિક સિગ્નલની કાર્યક્ષમતામાં વધારો થશે તથા સિગ્નલ પર ઉભા રહેવામાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ સર્વર જોડાશે. એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ, વ્હીકલ ડીટેકશન સેન્સર, ઈન્ટેલીજન્ટ એન્ડ કનેકટેડ છ્ઝ્રજી કંટ્રોલર, કોમ્યુનીકેશન નેટવર્ક, સેન્ટ્રલ સર્વર સાથે જંકશનો ઉપર ટ્રાફિકની પરિસ્થિતી, કોરીડોરની તથા વિસ્તારની પરિસ્થિતી,…
Krushi ટેકાના ભાવે રૂ. ૧,૯૦૩ કરોડના ૩.૩૬ લાખ ટન ચણા ખરીદાશે Krushi ૨૧મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. નોંધાયેલા ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરાશે સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૩૦ પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. ૫,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૯૦ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો. ચણાના વેચાણ માટે રાજ્યના ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે…
આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા આણંદ, 15 એપ્રિલ 2025 BJP 2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દુકાનો મોટી કરાવી, પંકજ બારોટ 2014માં પેટલાદ પાલિકામાં ફરજ પર હતા ત્યારે કૌભાંડ થયું હતું. તેના 10 વર્ષ થયા છતાં ભ્રષ્ટાચારીઓ સામે આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારો આંખ આડા ગુલાબી કમળ મૂકી દીધા હતા. ભાજપના નેતાઓ કઈ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે અને તેમના ભ્રષ્ટાચારને મુખ્ય પ્રધાનો અને પક્ષ પ્રમુખો કઈ…
Ahmedabad અમદાવાદ આગનું શહેર બની રહ્યું છે, એક વર્ષમાં 14 ટકાનો વધારો Ahmedabad ૨૦૨૪-૨૫માં ૨૮૩૫ આગના બનાવો, 14 ટકાનો વધારો, રોજની ૨૫ આગ છતાં ૫૦ના બદલે ૧૯ આગ મથક, ૫૫૮નો સ્ટાફ, દરરોજના ૨૫ આગની ઘટનાઓ, એમ્બ્યુલન્સ – શબવાહીના ૪૫ હજાર કોલ, અમદાવાદમાં 30 હજાર લોકોના અવસાન અમદાવાદ,14 એપ્રિલ,2025 ઉનાળામાં આગની ઘટનાઓ અમદાવાદમાં વધી રહી છે. રોજના સરેરાશ ૨૫ અંગારકોલ ફાયર વિભાગને મળી રહયા છે. વર્ષ-૨૦૨૩-૨૪માં ફાયર વિભાગને ૨૪૮૩ આગના ફોન મળ્યા હતા. વર્ષ-૨૦૨૪-૨૫માં અંગાર કોલની સંખ્યા વધીને ૨૮૩૫ ઉપર પહોંચી હતી. 352 ફોન કોલના વધારા સાથે 14 ટકાનો વધારો થયો છે. ૫૦૦ ચોરસ કિલોમીટરથી વિસ્તાર અને 1 કરોડની વસતી ધરાવતા…
Gujarat પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે દિલીપ પટેલ 12/04/2025 Gujarat ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા, વિલાયત, સાયખા,જંબુસર GIDC છે. SEZ અને PCPIR વિસ્તાર આવેલા છે. ભારતમાં નિકાસમાં ભરૂચ જિલ્લો પ્રથમ નંબર પર છે. આ વિસ્તારમાંથી સરકારને અઢળક કમાણી થઈ રહી છે. પણ પ્રજા પ્રદૂષણ નામના રાક્ષસથી ઘેરાઈ ગઈ છે અને મોતને ભેટી રહી છે. 1600 ઉદ્યોગો ભરૂચમાં 1600માંથી 88 ઉદ્યોગો અત્યંત જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. મેજર એકસીડેન્ટ હેઝાર્ડ (એમ.એ.એચ) ની કેટેગરીમાં આવતા ઉદ્યોગો આસપાસ 71 ગામનાં લોકો વસવાટ કરે છે. 2021માં દહેજમાં અતિ પ્રદુષણ ફેલાવતા 11 ડાઇઝ ઈન્ટર મિડિયેટને મંજૂરી આપી હતી.…
Congress session કોંગ્રેસના અધિવેશનના એ 3 નેતાઓ ગુપ્ત રીતે રાહુલની ટીમના ખાસ એવા સચિન રાવને કેમ મળવા ગયા દિલીપ પટેલ અમદાવાદ, 12 એપ્રિલ 2025 Congress session 2027 વિધાનસભાની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલ 2025માં યોજાયું હતું. કોંગ્રેસ 64 વર્ષ બાદ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં થયું હતું. બે આગેવાન સાથે એક કાર્યકરને તેનું ધ્યાન રાખવા માટે નિયુક્ત કર્યા હતા. રાહુલના ખાસ એવા સચિન રાવ આવ્યા હતા. સચિન રાવ સચિન રાવ મિશિગન બિઝનેસ સ્કૂલમાંથી કોર્પોરેટ સ્ટ્રેટેજી અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA ગ્રેજ્યુએટ છે. હાલમાં સચિન રાવ વ્યક્તિગત તાલીમ અને INC સંદેશનો હવાલો સંભાળે છે. સંદેશ વિભાગ…
Gujarat સુખભાદર નદીનું પુનઃજીવન અને ધોલેરા સ્માર્ટ સિટીની પુરસુરક્ષા માટેની કામગીરી અમદાવાદ, 11 – 4 – 2025 Gujarat ધંધુકા તાલુકાના અડવાળ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉતર ફાંટાને પુનઃ જીવિત કરવાનું કામ શરૂ કરાયું હતું. પુરાતત્વ ક્ષેત્રે જાણીતું લોથલ બંદર સુકભાદર નદી પર આવેલું હતું. કાંઠે રંગપુરમાં પુરાતન શહેર મળી આવ્યું હતું. આ નદીના કિનારે ધંધુકા, ધોલેરા અને રંગપુર જેવાં શહેરો આવેલાં છે. ધંધુકા તાલુકાના અડવાળ ગામ ખાતેથી કોટડા કટ વિયરની હેઠવાસમાં સુખભાદર નદીના ઉત્તર ફાંટાને પુનઃ જીવિત કરવા ખાતમુહૂર્ત કરાયું હતું. આ નદી પુનઃ જીવંત થતાં આજુ બાજુનાં ગામોના સ્થાનિકોને – ખેડૂતોને અનેક લાભો મળશે. કલ્પસર યોજના…