Union Budget: યુનિયન બજેટ 2024-25 ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સરકારનો ખર્ચ ચિંતાજનક રીતે ઓછો છે. આર્થિક સર્વેક્ષણ 2023-24માં, શિક્ષણ માટે વધારાની ફાળવણી માત્ર 2.7 ટકા હતી, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અથવા NEP 2020ની 6 ટકા ભલામણ કરતાં ઘણી ઓછી છે. આ ઓછો ખર્ચ શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર કરશે અને જાહેર શિક્ષણની સંસ્થાઓને સંસાધનોની ગંભીર અછતનો સામનો કરવો પડશે. આ લેખમાં આ ખામીઓ અને આ ખામીઓથી પરિણમેલી સમસ્યાઓ અને સુધારણા માટેના સૂચનોની ચર્ચા કરવામાં આવી છે. Union Budget કેન્દ્રીય બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટેના ભંડોળમાં સાધારણ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ ક્ષેત્રની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ વધારો અપૂરતો છે. PRS…
કવિ: દિલીપ પટેલ
લોકશાહી માટે મત નહીં સરમુખત્યારશાહી માટે મત મુંબઈ, 29 જુલાઈ 2024 Lok Sabha elections: ચૂંટણી પંચના આંકડાના આધારે અહેવાલમાં વોટ ફોર ડેમોક્રેસી નામના પુસ્તકમાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કુલ મતોની સત્તાવાર અંતિમ ગણતરીમાંથી લગભગ પાંચ કરોડ વધારાના મત પડ્યા છે. Lok Sabha elections 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીની કામગીરીમાં કથિત ગેરરીતિઓ સામે આવી છે. વોટ ફોર ડેમોક્રેસી – VFD, મહારાષ્ટ્ર-સ્તરનું નાગરિક મંચ છે, જેની સ્થાપના સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, ડોલ્ફી ડિસોઝા, ફાધર ફ્રેઝર મસ્કરેન્હાસ અને ખલીલ દેશમુખ દ્વારા કરવામાં આવી હતી. ECI ડેટા ECI ડેટાના આધારે રિપોર્ટમાં એક ચિંતાજનક આંકડો સામે આવ્યો છે, જેમાં જણાવવામાં…
સુદર્શન પુલમાં પારાવાર ભ્રષ્ટાચાર કેવો થયો તે જાણો બિહારમાં પુલો તુટી ગયા તે એસ.પી.સિંગલાએ પુલ બાંધ્યો આંગળી વડાપ્રધાન મોદી સામે ચીંધવામાં આવી રહી છે દિલીપ પટેલ અમદાવાદ, 26 જુલાઈ 2024 Sudarshan Bridge: રૂ. 1 હજાર કરોડના પ્રજાના નાણાંથી બનેલા દ્વારકાના સિગ્નેચર પુલમાં 5 મહિનામાં જ ગાબડા પડી ગયા છે. જેનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે. પણ ભ્રષ્ટાચારનું સુદર્શન ચક્ર અહીં ફરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં સુદર્શન સેતુ પુલની દીવાલ ધસી પડી હતી. ભગવાન દ્વારકાધીશના ધામમાં પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લાગી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2024માં ઉદ્ઘાટન કર્યું તેના 5 મહિનામાં જ Sudarshan Bridge…
Aditya Birla: ભગવાન સોમનાથ મંદિરની બાજુમાં વેરાવળમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો સરકારને રૂ. 434 કરોડ પાણી ચાર્જ ચૂકવ્યો ન હતો. તે પૂરો ભરવો પડે તેમ હતો પણ લોકસભાની ચૂંટણી સમયે ભાજપની સરકારે આદિત્ય બિરલા જૂથની ગ્રાસિમ કંપનીને રૂપિયા 280 કરોડનો ફાયદો કરાવ્યો છે. 434 કરોડના બદલે રૂ. 157 કરોડ ભરવાની છૂટ આપી છે. Aditya Birlaની ગ્રાસિમ કંપની જે ઈન્ડિયન રેયોન તરીકે પણ ઓળખાય છે. ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળના હિરણ-2 જળાશયમાંથી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા પાણી લીધુ હતું. 1999થી હિરણ-2 ડેમના પાણીનો ઉપયોગ કરતી હતી. સરકાર જળ સંસાધન વિભાગ દ્વારા નક્કી કરાયેલા દરો મુજબ કંપનીને પાણીના બિલ…
ઝેરી ખેલ ખેલતા ભાજપના ભાદાણીને છાવરવા પોલીનો ઝેરી ડોઝ લોકો નિર્લિપ્ત રાયને યાદ કરી રહ્યાં છે. ચૂંટણી પૂરી થતાં જ પોલીસ પોતે વાડમાંથી ચીભડા ચોરી રહી છે. Corruption: 21 અલગ-અલગ બ્રાન્ડની જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ભાજપના નેતા અને પૂર્વ કૃષિ પ્રધાન બેચર ભાદાણીના ખેતરમાંથી પકડાઈ હતી. Corruption રૂ. 12.39 લાખનો મુદ્દામાલ સાથે 870 નકલી જંતુનાશક દવા પોલીસે ઝડપી હતી. 7 પેકિંગ મશીન પણ કબજે લેવાયા હતા. નકલી જંતુનાશકોની બોટલ એસઓજીના બે પોલીસ કર્મચારીએ દુકાનદારો પાસેથી ઉઘરાવી હતી. આ નકલી જંતુનાશકોની બોટલ ક્યાં ગઈ ? તે સવાલ છે. અમરેલી એસ ઓ જી દ્વારા બે દિવસ પહેલા બાયપાસ પરથી પુર્વ કૃષિ મંત્રી…
India રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ રૂ. 40 હજાર કરોડ રૂપિયાનો આ શોદો છે. મોદીની મોસ્કો મુલાકાતે હતા ત્યારે જ 15 જુલાઈના રોજ, યુક્રેનિયન દ્વારા S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની અત્યંત ગોપનીય વિગતો લીક કરી દીધી છે. રશિયા India ને મોટાભાગના હથિયારોની સપ્લાય કરે છે અને આ માહિતી લીક થવાને કારણે તેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે યુક્રેનિયન હેકર્સે આ અત્યંત સંવેદનશીલ માહિતીને સાર્વજનિક કરી દીધી છે. જેનો લાભ ચીન અને પાકિસ્તાન ભારતના દુશ્મનો ઉઠાવી શકે છે. રશિયા જવાની ભૂલ મોદીને ભારે પડી, ભારતની સુરક્ષા જોખમમાં આવી શકે છે મિસાઈલની માહિતી ચીન અને પાકિસ્તાનને પહોંચી ગઈ રશિયાએ…
C R Patil: ગઈકાલે સંસદમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને જળ સંસાધન પ્રધાન ચંદ્રકાંત પાટીલે ગુજરાત માટે જૂઠનો સહારો લઈને દેશને ગેરમાર્ગે દોર્યા છે. તેઓ પ્રધાન બન્યા પછી પહેલી વખત સંસદમાં બોલવા ઉભા થયા હતા ત્યારે તેમને સંસદસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં જયા અમિતાભ બચ્ચને તો પાટીલની લેફ રાઈટ લઈ લીધી હતી. ગુજરાત સરકાર વાસ્તવિક સિંચાઇના આંકડા જાહેર કરવાના બદલે ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોના આધારે સિંચાઇના આંકડા જાહેર કરી ચૂકી છે. C R Patil એવું કહ્યું કે નર્મદા બંધની નહેરોમાંથી ગુજરાતના તમામ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે. નર્મદાના પાણીના કારણે ખેડૂતો 3 પાક લઈ રહ્યા છે. ગુજરાતના દરેક ગામોને પીવાનું…
Gujarat: બાંધકામ માટે કામ કરતાં મજૂરો માટે રૂ. 1500 કરોડના ખર્ચે હંગામી ઘર રહેશે. શ્રમિક બસેરા યોજનાની 17 જગ્યાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. બાંધકામ શ્રમિકોને આવાસ, આહાર, આરોગ્ય અને આર્થિક આધાર આપી જીવનધોરણ સુધારવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે યોજના જાહેર કરી છે. પણ તેનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે તે જોવા જેવો છે. વ્યક્તિદીઠ પાંચ રૂપિયામાં હંગામી ઘર અપાશે. આ ઘર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે એવા નહીં હોય. તેથી આસપાસ પ્રોજેક્ટ કામ પુરા થયા પછી રૂ. 1500 કરોડ નકામાં થઈ જવાના છે. આ મકાન 2020થી શરૂ થઈને 2032 સુધીમાં બનશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ…
Surat: સુરતમાં શિક્ષણ માફિયઓ શિક્ષણ રાજ્ય પ્રધાનના શહેર સુરતમાં બોગસ શાળા, બોગસ વિદ્યાર્થિઓ, બોગસ શાળા, બોગસ હાજરી પત્રક, શાળા છોડ્યાનું બોગસ પ્રમાણપત્ર વેચતાં હતા. તેની સામે 24 જુન 2024માં લોકોએ ફરિયાદ કરી તેને લગભગ એક મહિનો થવા આવ્યો છે. છતાં તેમની સામે ફરિયાદ કરવામાં આવી નથી. સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરીયા ગુજરાત સરકારના રાજ્ય શિક્ષણ પ્રધાન છે. તેઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના પ્રધાન હોવા છતાં સુરતમાં આવી ખરાબ સ્થિતિ છે. વળી, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સુરતના છે છતાં શિક્ષણ માફિયા સામે ફરિયાદ લેવામાં આવી નથી. કેન્દ્રીય મોદી સરકારના જળ પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરતના…
Gujarat: ગુજરાતમાં 250 શહેરો અને ગામડાઓમાં દબાણ અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીમાં વ્યાપક તોડપાણી થઈ રહ્યાં છે. આવા 15 લાખ બાંધકામ અધિકારીઓ, રાજ નેતાઓ, બિલ્ડરો અને બ્લેકમેઈલરો માટે પૈસા પડાવવાની ફેક્ટરી બની ગઈ છે. ગુજરાતમાં 28 માર્ચ 2011 પહેલાં બંધાયેલાં 15 લાખ ગેરકાયદે બાંધકામો હતા. ત્યારબાદ બીજા 10 વર્ષમાં 20 લાખ ગેરકાયદે બાંધકામ થઈ ગયા હોવાનો અંદાજ છે. ગેરકાયદે મકાન તોડી પાડવા માટે હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 2011માં રાજ્યપાલે બેફામ ગેરકાયદે બાંધકામને અટકાવવા માટે કોઈ અધિકારીને જવાબદાર ઠેરવવાની જોગવાઈ નથી તથા બીજા 10 વાંધા રાજ્યપાલ બેનીવાલે સરકારને કહ્યું અને તેમણે ખરડા પર સહી કરવાનો ઈનકાર કરીને તે પરત…