કવિ: દિલીપ પટેલ

BJP: ભાજપના આ વખતના પ્રદેશ પ્રમુખ ફરી એક વખત ઓબીસી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓબીસી છે. તેમની પહેલી પસંદગી ઓબીસી હોઈ શકે છે. સી આર પાટીલ ઓબીસી નેતા છે. નવા નેતા ઓબીસી સાંસદ કે ધારાસભ્ય હશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપની પ્રભાવી નેતાગીરી નથી. ત્યાંથી નેતા લાવીને આખા ગુજરાતમાં પ્રભાવ ઊભો કરી શકે એવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે. ઓબીસી નેતા ચંદ્રકાંત પાટીલ દેન્દ્રમાં પ્રધાન બની જતાં હવે તેમના સ્થાને નવા પ્રદેશ પ્રમુખની લાયકાત અને સોશિયલ એન્જિનિયરિંગ માટે ગણિત માંડવામાં આવી રહ્યું છે. પાટીલ ઓબીસી હતા અને તેના સ્થાને આ વખતે પણ ઓબીસી પ્રદેશ પ્રમુખની શોધ ખોળ…

Read More

Shankar Chaudhary: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગેનીબહેન ભાજપના 25 સાંસદો બરાબર એક સાંસદ થશે. તેઓ ગુજરાતની જનતાનો દિલ્હીમાં અવાજ બનશે. શંકર ચૌધરીએ ભાજપમાં રહીને ગેનીબેનને દિલ્હી મોકલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી કે ગુજરાતના તમામ 26 સાંસદ ભાજપના જ ચૂંટાય. પણ શંકર ચૌધરીના કારણે તેમની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. તેથી ગેનેબેન કોંગ્રેસના નેતાઓને દિલ્હીમાં મળી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે. પૈસા હોય કે ના હોય લોકો મદદ કરે છે. બનાસને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ છું.…

Read More

KRUSHI SAMACHAR : બીટી કપાસમાં 36 ટકા શંકાસ્પદ ભેળસેળ મળી છે. નકલી બીટી અને વાયુ પરિવર્તનના કારણે કપાસનું ઉત્પાદન ઘટી ગયું છે. 10 વર્ષમાં એક ખેડૂત દીઠ રૂ. 2 કરોડનું કપાસનું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. ગુજરાતના 2 લાખ ખેડૂતોને ભારે નુકસાન નકલી બિયારણ અને કુદરતી પરિબળોના કારણે ઉત્પાદન ઘટતા ગુમાવવું પડ્યું છે. એક ગાંસડીની કિંમત રૂ. 90 હજારથી રૂ. 1 લાખની છે. આમ રૂ. 36 હજાર કરોડનો ઉત્પાદન ઘટાડો થતાં ખેતીને ભારે આવક ગુમાવવી પડી છે. જો તે 10 વર્ષની ગણતરી કરવામાં આવે તો રૂ. 2 લાખ કરોડનું ઉત્પાદન ઓછું થયું છે. ભાવ ફેરના કારણે અને કુદરતી તથા રોગના કારણે…

Read More

Rahul Gandhi: રાહુલે યોગેન્દ્ર યાદવને તાજેતરની વાતચીતમાં કહ્યું, “કોંગ્રેસમાં હું એકમાત્ર ‘પાગલ’ છું જે માને છે કે અમે ખરેખર આ ચૂંટણી જીતી શકીએ છીએ.” કલ્પના કરો કે આવા નિવેદન કરવા માટે તમને કેવા આત્મવિશ્વાસની જરૂર છે અને તે પ્રકારનો આત્મવિશ્વાસ જે સામાન્ય લોકોને મહાન માણસોમાં ફેરવે છે. સત્તા ન મળી છતાં તે ખુશ છે. જેને સત્તા મળી તે બહુ ખુશ નથી. અંગ્રેજો સામે લડવું મહાત્મા ગાંધી માટે સહેલું હતું. પરંતુ રાહુલ માટે ભગલા અંગ્રેજો સામે લડવું અઘરૂં હતું. તે સમજવાની જરૂર છે કે તે શું કરી રહ્યા હતા. ભગવા અંગ્રેજો સામે રાહુલ એકલા હાથે લડ્યા હતા. જેમાં પ્રજાએ તેમને ભરપૂર…

Read More

Gujarat: ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલા વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર હતી. બંને ઉમેદવારો માટે પક્ષ દ્વારા ઓછી મદદ મળી હતી. તેમાં શંકર ચૌધરી પક્ષના નેતાઓ સામે કાવતરું કરતાં રહ્યાં હોવા છતાં તેમને કોઈક બચાવી લે છે. પક્ષના અનેક લોકોએ વારંવાર તેમની સામે ફરિયાદો કરી હતી. જેમાં પૂર્વ મંત્રી ભીખુભાઈ દલસાણીયાથી લઈને સી આર પાટીલ સાક્ષી રહ્યાં છે. સરકારમાં પણ તેના સામે રજૂઆત થયેલી છે છતાં પણ તેમને કોઈ અદ્રશ્ય હાથ બચાવી રહ્યાં છે. આ અદ્રશ્ય હાથ કોનો છે તે ભાજપના ઘણાં લોકો જાણે છે. ભાજપની હાર કેમ થઈ તે અંગે…

Read More

ભાજપના જૂથવાદના પ્રણેતા શંકર ચૌધરી સામે કોનો વિરોધ ભાજપે બનાસકાંઠા કેમ ગુમાવી તેનો શંકર ચૌધરીનો રાજકીય એકસરે Gujarat: બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે. ભ્રષ્ટાચાર, વિવાદની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. હિટલરશાહીના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠાની પ્રજા, અમલદારો, ખેડૂતો, પશુપાલકનો વિરોધ લોકસભાની 2024ની ચૂંટણીમાં સ્પષ્ટ સામે આવી ગયો છે. 2024માં બનાસકાંઠામાં ભાજપ પાછી પાની કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો સ્પષ્ટ આદેશ છે કે, કોઈપણ જાતના જૂથવાદ અને પક્ષના શિષ્ટાચાર વિરૂદ્ધમાં જશે તે ચલાવી લેવામાં નહીં આવે. તેમ છતાં શંકર ચૌધરીએ પક્ષ વિરુદ્ધ કામ ચાલુ…

Read More

Gujarat: રખેવાળ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂન 2024માં વડાપ્રધાન પદ માટે બંધારણને વફાદાર રહેવાના સોગંદ લેશે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે. તેમના પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી આ વખતે 5 નહીં પણ 3 પ્રધાનો હોઈ શકે છે. જેમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને સી આર પાટીલ પ્રધાન હોઈ શકે છે. સી આર પાટીલનો ભાજપના વડા તરીકેનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. તેમના સ્થાને બીજા પ્રદેશ પ્રમુખ આવી શકે છે. દેશી સાથે ગુજરાતમાં પણ પ્રધાન મંડળમાં ફેરફાર થઈ શકે છે. બની શકે કે મુખ્ય પ્રધાન પણ બદલવામાં આવે. તો આમ થાય તો આ વખતે દક્ષિણ ગુજરાતથી કોઈ મુખ્ય પ્રધાન હોઈ…

Read More

Election Results: શહેનશાહવાદ કે શહેનશાહી સામે શહેનશાહણ, શહેનશાહબાનૂ; સામ્રાજ્ઞી; શહેનશાહની બેગમ શબ્દ વાપરવો પડે એવી મહિલાઓ જીતી છે. શહેનશાહ એટલે કે, રાજાઓનો રાજા, સમ્રાટ, પાદશાહ, બાદશાહ અર્થ છે. આ ચૂંટણીમાં ભારતમાં આવી 10 મહિલાઓ છે જેમણે શહેનશાહોને હરાવ્યા છે. આ 10 મહિલાઓમાં ગુજરાતની એક સિંહણ ગેનીબેન ઠાકોર છે. મહુઆ મોઇત્રા પછી સૌથી કપરી જીત ગેનીબેમનની માનવામાં આવે છે. જેણે શહેનશાહ શંકર ચૌધરીને રાજકીય રીતે હરાવ્યા છે. 18મી લોકસભામાં જીતનો ઝંડો લહેરાવવામાં સફળ રહી. પ્રજા અને વિપક્ષો દ્વારા શહેનશાહ નરેન્દ્ર મોદી સામે લડવામાં આવેલા આ બહાદુર યુદ્ધની એક મોટી સફળતા મહિલા ઉમેદવારોની જીતમાં જોઈ શકાય છે, જેમાંથી ઘણી વંચિત અને લઘુમતી…

Read More

Politics: ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની વસ્તી, રાજકીય અને આર્થિક મહત્વ એવું છે કે દરેક રાજકીય પક્ષ આ રાજ્યોમાં પોતાની રાજકીય ધાર જાળવી રાખવા માંગે છે. આ ત્રણેય રાજ્યો હિંદુ પ્રયોગશાળા રહી છે. એક સંઘ અને બીજા શિવસેના છે. આ ત્રણયે રાજ્યોમાં પહેલા કોંગ્રેસ ગાયબ થઈ ગઈ. શિવસેના, એનસીપી, બસપા અને પછી સપા નાબૂદ થયા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ, શિવસેના અને સપાએ પુનઃ આગમન કર્યું છે. ભાજપે પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. દાયકામાં ભાજપે ત્રણયે પર કબજો જમાવવામાં સફળતા મેળવી હતી. હવે નવા યુગમાં ત્રણેય રાજ્યો નબળા પડી રહ્યાં છે. હિન્દુત્વ સવાર થયું હતું. વંશીય રાજ હતું.…

Read More

Amit Shah: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે તૈયાર છે પરંતુ પહેલી વખત તેઓ બહુમતી માટે એનડીએના સાથી પક્ષો પર નિર્ભર રહેશે. સરકારની સ્થિરતાને અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, ભાજપ નવા સહયોગીઓને એનડીએમાં લાવવાનો પ્રયાસ કરશે. જેમાં ગુજરાત મોડેલ અપનાવીને 50 સાંસદોને પોતાની સાથે લાવી શકે તેમ છે. હાલ 17 સાંસદ એવા છે કે તે એનડીએ કે ઈન્ડિયા ગઠબંધન સાથે નથી. તેમને ભાજપમાં લાવવા ઓપરેશન હાથ ધરાશે. ભાજપ સાથે 41 પક્ષો એનડીએમાં છે. ઈન્ડિયા સાથે 37 પક્ષો છે. છતાં આ 17 સાંસદોને પોતાની તરફ ખેંચવા માટે તમામ કાવાદાવા અમિત શાહ કરવાના છે. બીજેપીને બહુમતી નહીં મળતા…

Read More