કવિ: દિલીપ પટેલ

Gujarat: 2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે. જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભારતની સૌથી મોટી ફેક્ટરી અદાણીની કચ્છમાં ચાલુ થઈ ગઈ છે. અમરેલીમાં આ ફેક્ટરી મોટું પ્રદૂષણ કરશે એવું જાહેર કરીને અહીં આંદોલન ચાલી રહ્યું છે. જેને ભાજપના કેટલાંક નેતાઓ મદદ કરી રહ્યાં છે. ફેક્ટરી માટે પ્રશ્નો ઊભા કરનારાઓને ઉમેદવાર નહીં બનાવીને અંગુઠા છાપ 6 ધોરણ ભણેલાં કહ્યાગરા નેતાને ઉમેદવાર બનાવીને દિલ્હીના એક નેતા પોતાના ક્રિકેટના વ્યવસાય સાથે જોડાયેલા પુત્ર માટે માર્ગ મોકળો કરી આપ્યો…

Read More

BJP:ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાનની થિયરી ભાજપે પોતાની સામે જ લાવી દીધી છે. કોંગ્રેસ તે ચક્રવ્યૂહમાં બરાબર ફસાયો હતો. જે ભૂલ માધવસિંહ સોલંકીએ 1985માં કરી હતી. તે ભૂલ ભાજપની એન્ટી ખામ થિયરીમાં પણ કરી બેઠી છે. ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસલમાન મોટા ભાગે ભાજપ સામે છે એવો માહોલ ઊભો કરીને ભાજપે બાકીના 70 ટકા મતદારોને પોતાની પાસે ખેંચી લીધા છે. જેનાથી મોટો ફાયદો થયો છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન પર થયેલા વિવાદ બાદ કોંગ્રેસને આશા છે કે તેને KHAM થિયરીનો ફાયદો થશે. પણ એવું નથી. પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને…

Read More

BJP: ભાજપમાં 30-40 વર્ષથી કામ કરનારા કાર્યકરોને ટિકિટ મળતી નથી. પરંતુ કોંગ્રેસમાંથી આવતા નેતાઓ મંત્રી બને છે. ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળા આ વખતે ભાજપને ભારે પડી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ સવારે રાજીનામું આપે છે, બપોરે ભાજપમાં આવી જાય છે. સાંજે ટિકિટ મેળવે છે, આ સારી વાત નથી. જીતે એટલે પ્રધાન બની જાય છે. આવા આ ચૂંટણીમાં 26 હજાર પક્ષાંતર ભાજપે કરાવ્યા હતા. ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પોતે જાહેર કર્યું હતું કે 18 હજાર કાર્યકરોનું મેં પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવ્યો છું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ભાજપમાં નારાજગી યથાવત છે. ઈફકોની ચૂંટણીમાં કોંગ્રેસથી પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવામાં…

Read More

India: રોગચાળો, બેરોજગારી અને મોંઘવારીએ સામાન્ય લોકોમાં કફોડી સ્થિતિ સર્જી છે. અંગ્રેજ રાજ પછી સૌથી વધારે આર્થિક અસમાનતા આવી ગઈ તે નીચું મતદાન કારણ હોઈ શકે છે 2022-23માં પરિવારોની ચોખ્ખી નાણાકીય સંપત્તિ GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના માત્ર 5.1 ટકા પર આવી ગઈ છે. જે પાંચ વર્ષમાં સૌથી નીચું સ્તર છે. 2020-21 કરતાં અડધા કરતાં પણ ઓછું છે. લોકસભાની ચૂંટણીમાં જો લોકોએ સમજી વિચારીને મતદાન કર્યું હોય તો તે પોતાની આવક વધારે એવી સરકાર લાવવા સક્ષમ હતા. જે પરિણામો બાદ ખબર પડશે. પણ મોદી સરકાર આવશે તો એ નક્કી છે કે, ગરીબી વધવાની છે. મધ્યમ વર્ગની આવક હજુ નીચે જશે. શ્રીમંતોની…

Read More

India: ગુજરાતના લોકો સત્યને વરેલા છે. પણ ગુજરાતથી દિલ્હી ગયેલા નેતાઓ અસત્યભાષા બોલી રહ્યાં છે. મોદીનું અત્યાર સુધીનું સૌથી મોટું અસત્ય બહાર આવ્યું છે. 8 મે 2024માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના કરીમનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વિશ્વને ચોંકીવે દે એવું મહાજુઠ બોલ્યા હતા. પોતાના પરમ મિત્ર અદાણી અને અંબાણી અંગે તેઓ વડાપ્રધાન બન્યા પછી બોલ્યા પણ જૂઠ બોલ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસ પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથે ‘ડીલ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતમાંથી આવતાં આ બંને ઉદ્યોગપતિઓ મોદીના નજીકના હોવાનું કહેવાય છે. તેની સામે વિપક્ષે પીએમ…

Read More

Gujarat: મોદી મોજુ ક્યાંય નથી, હવેની ચૂંટણી બેલેટથી નહીં થાય. મોદીએ ગુજરાતમાં પ્રચાર સભાઓ કરી ત્યારે જોયું કે આ વખતે પ્રજા ભારે નારાજ છે. ક્યાંયથી ભાજપ તરફી મોઝુ નથી. પ્રજા હવે ભાજપને ઈચ્છતી નથી. આ વાત સાફ જોઈ ત્યારે તેમણે ભેંસ, રામ મંદિર, ધર્મ, કોંગ્રેસની ટીકા જેવા મુદ્દાઓ આગળ કરીને જૂઠનો સહારો લઈને પ્રચાર કરવાની કુનીતિ અપનાવવી પડી હતી. બીજા પક્ષના નેતાઓને ખરીદીને પોતાના પક્ષમાં લાવવા પડે છે. કૃત્રિમ વેવ બતાવવા જાહેરાતો આપવામાં આવી રહી છે. રામના નામે કે ધર્મના નામે મત માંગવામાં આવી રહ્યાં છે. ચારેબાજુ ચૂંટણી પંચની આચારસંહિતા અને બંધારણની જોગવાઈઓનો ભંગ મોદી કરાવી રહ્યાં છે. અંબાજીની દર્શન…

Read More

Lok Sabha Elections:  ગત વર્ષમાં વડાપ્રધાન મોદીએ દેશના અલગ-અલગ રાજ્યોની 162 મુલાકાત લીધી, પરંતુ મણિપુરની મુલાકાત લીધી ન હતી. ગુજરાતમાં 24 વખત આંટાફેરા કરી ગયા છે. પણ સળગતા મણિપુરની મુલાકાત લીધી નથી. ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 વિદેશ પ્રવાસો પણ કર્યા છે. મે 2023 થી એપ્રિલ 2024 ની વચ્ચે, તેમણે રાજસ્થાનની સૌથી વધુ બે ડઝન મુલાકાત લીધી અને 22 વખત મધ્યપ્રદેશની પણ મુલાકાત લીધી. ગુજરાતમાં તેઓ 24 વખત આવીને ગયા છે. મોદી ગુજરાતમાં સભાઓ ગજવીને ગયા પણ તેઓએ ક્યારેય મણિપુરની હિંસા અંગે એક શબ્દ કહ્યો નથી. તેઓ પોતાના આ સૌથી…

Read More

Gujarat: ગયા વર્ષે ભારતમાં ટીબીના 25 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે છ દાયકામાં સૌથી વધુ છે. સરકારી ડેટા અનુસાર, ભારતમાં ગયા વર્ષે ક્ષય રોગ (ટીબી)ના લગભગ 25,50,000 કેસ નોંધાયા હતા, જે 60ના દાયકામાં ટીબી નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત પછી સૌથી વધુ છે. છેલ્લા નવ વર્ષમાં ટીબીના કેસોમાં 64%નો વધારો થયો છે. કોરોના રસીના કારણે લોકોના હ્રદય બંધ પડી જતાં ગુજરાતમાં 1 લાખ લોકોના મોતની આશંકા છે. ત્યારે ટીબી દિવસે એક વાત સામે આવી છે કે, કોરોના વાયરસની સાથે ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા વધી છે. ગુજરાતમાં એક વર્ષમાં 5700થી વધુ વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 16 વ્યક્તિ…

Read More

Gujarat: ગુજરાતના ચૂંટણી પ્રચારમાં મોદીએ ત્રીજી વખતની સરકારમાં તેઓ ખેડૂતો અને ખેતીને આગળ લઈ જવાની વાતો દરેક સભામાં કરી રહ્યાં છે. તો સવાલ એ આવે છે કે 10 વર્ષમાં ખેતી માટે શું કર્યું. 2014માં સ્વામિનાથનની ભલામણો ખેડૂતો માટે સ્વિકારીને તેના કલ્યણની ગેરંટી આપી હતી. પણ સત્તામાં આવતાની સાથે જ છ મહિના બાદ જ ભાજપની આગેવાની હેઠળની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવી શક્ય નથી. મોદી ગુજરાતમાં છે ત્યારે ખેડૂતો તેના ઉમેદવારોને પ્રશ્નો પૂછી રહ્યાં છે. મોદીની ગેરંટી ખેડૂતો માટે મળી રહી છે. તો પછી મોદી રાજમાં 10 વર્ષમાં 1 લાખ 74 હજાર ખેડૂતોએ શા માટે…

Read More

PM Modi: નરેન્દ્ર મોદી ગુજરાતના પહેલાં પ્રવાસ પતાવીને બંગાળ ગયા છે. તેઓ ચૂંટણીમાં મુસ્લિમોને ભારતના ઘુસણખોર કહી રહ્યાં છે. કોંગ્રેસને મુસ્લિમ લીગ કહી રહ્યાં છે. ત્યારે હમણાં ઘણાં કાયદાઓ એવા બન્યા છે જેમાં બંધારણના સર્વધર્મનો ભંગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સભામાં મુસલમાન, પાકિસ્તાન અને મુસ્લિમ લીગનો ઉલ્લેખ કરીને ટર પેદા કરી રહ્યાં છે. તેનો લાભ મત મેળવવા કરી રહ્યાં છે. તેમની વાત એટલા માટે ગંભીર છે કે તેઓ બંધારણ બદલવામાં નહીં આવે એવી ક્યાંય વાત કરતા નથી. માત્ર અનામત માટે બંધારણ નહીં બદલાય એવું કહી રહ્યાં છે. અનેક કાયદાઓ દ્વારા ભારતમાં હવે આમેય બંધારણનો હેતુ મારી નંખ્યા છો.…

Read More