PM Modi: તમિલનાડુનો દરેક વ્યક્તિ જાણે છે કે હિંદુ ધર્મમાં શક્તિ કોને કહેવાય છે. હવે તમિલનાડુએ નક્કી કર્યું છે કે 19 એપ્રિલે દરેક વોટ ભાજપ અને NDAને જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (માર્ચ 19) તમિલનાડુના સાલેમમાં એક જાહેર સભામાં રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિરોધ પક્ષના ‘ભારત ગઠબંધન’ વારંવાર , જાણીજોઈને હિંદુ ધર્મનું અપમાન કરે છે. તેના સહયોગી કોંગ્રેસ અને ડીએમકે હિંદુ ધર્મનું અપમાન કરવાનું વલણ ધરાવે છે. હિંદુ ધર્મ વિરુદ્ધ તે જે નિવેદન કરે છે તે ખૂબ જ સારી રીતે વિચાર્યું છે. વડાપ્રધાન મોદીએ ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે તમે જુઓ,…
કવિ: દિલીપ પટેલ
BJP ભાજપને 2019ની ચૂંટણી પહેલાં બોન્ડના 3962.71 કરોડ રૂપિયા મળ્યા છે. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો કે ભારતની ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હતી. જે અમેરિકાની 2016ની ચૂંટણી કરતાં મોંઘી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા હતા. હવે 2024ની ચૂંટણી પણ સૌથી વધારે ખર્ચાળ હશે. તેની પાછળનું કારણ ચૂંટણી બોંડ છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડના દાતાઓના નામ અને વિગતો રાખવા જરૂરી ન હોવાથી, પક્ષે આ વિગતો જાળવી રાખી નથી.’ પરિણામે, દાતાઓના નામ સૂચિબદ્ધ નથી, પરંતુ રિડીમ કરાયેલા બોન્ડ્સ છે. ભાજપને મળેલી કુલ રકમ કરોડ રૂપિયા 2017-18 – 210 2018-19 – 1451 2019-20 – 2555 2020-21 – 22…
Gujarat: ચૂંટણી બોન્ડ દ્વારા પૈસા ઓકાવવાનું ભેજુ ગુજરાત રાજ્યસભાના પૂર્વ સાંસદ અરૂણ જેટલી, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ હોવાનું બહાર આવ્યું છે. કારણ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ડિસેમ્બર 2022માં બોન્ડના વેચાણ માટે દસ દિવસની ખાસ વિન્ડો ખોલવામાં આવી હતી. ટોરેન્ટ સહિતની અનેક કંપનીઓ ગુજરાતની છે જેમણે ચૂંટણી બોંડમાં ભરપુર પૈસા આપ્યા છે. દરોડો પડ્યા પછી ગુજરાતની 3 કંપનીઓએ કરોડો રૂપિયા બોન્ડમાં આપ્યા હતા. દેશના ત્રણ ડાબેરી પક્ષો – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન – એ ચૂંટણી પંચને જણાવ્યું કે તેમને ચૂંટણી બોન્ડ દ્વારા કોઈ પૈસા મળ્યા નથી.…
Gujarat: ગુજરાતમાં જળવાયુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે. ચોમાસામાં અને બીજી ઋતુઓ હવે પહેલા જેવી રહી નથી. ઋતુ પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે, એક સમયે જ્યાં કાયમ દુષ્કાળ રહેતો હતો એવા રાજકોટમાં બરફ પડી રહ્યો છે. ત્યારે, ખેતરના વાતાવણની શુધ્ધિ માટે અગ્નિહોત્ર હોમ ફાયદો કરતો હોવાનું કેટલાંક ખેડૂતો માને છે. ‘અગ્નિહોત્ર ખેતી’ ગુજરાતમાં થઈ રહી છે. અમૂક ખેડૂતો જ આ રીતે ખેતી કરીને પોતાનું અને દેશનું આરોગ્ય સુધારી રહ્યાં છે. જે ખેડૂતો સાત્વિક ખેતી કરે છે તેમાંથી કેટલાંક ખેડૂતો અગ્નિહોત્ર દ્વારા ખેતર શુદ્ધીથી ખેતી કરે છે. તેનાથી ખેડૂતો સમૃદ્ધી મેળવશે એવું ખેડૂતો માને છે. યજ્ઞ અને હવન દ્વારા ખેતી થાય…
Gujarat: દેશના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ 12 માર્ચે મીઠા સત્યાગ્રહની દાંડી યાત્રાના દિવસે સાબરમતી આશ્રમમાં જઈને ગાંધીજીની ઘણી વાતો કરી હતી. પણ તેમના જ રાજમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે તેમના નેતાઓ ચાલવા માંગતા નથી. ભરૂચની લોકસભાની ચૂંટણીને અસર કરે એવી ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 10 હજાર મતદારોને સીધી અસર કરે અને બીજા 2 લાખ મતદારોને જોડતી વાત છે. જે કામ અંગ્રેજોએ કર્યું હતું તે કામ ભગવા અંગ્રેજ ગણાતાં ગુજરાત ભાજપના નેતાો કરી રહ્યા છે. ભરૂચના હાંસોટ પાસે કતપોર ગામની 4572 એકર જમીન એશિયન સોલ્ટ પ્રા લી કંપનીને મીઠાઉધોગ માટે આપી દેવા માટે દબાણ થઈ રહ્યું છે. ધાર્મિક રીતે મહત્વ…
Gujarat: ભાજપની સિસ્ટમમાં લેવાતા 2% ભ્રષ્ટાચારની કટકીય સિવાય કોઇને પૈસા આપ્યા તો ચામડી ફેંદી નાંખીશ. આવી ચીમકી 14 માર્ચ 2024માં નવસારી જિલ્લાના જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે આપ્યા બાદ સરકારે નવી ખરીદનીતિ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેના 3 કલાક પહેલા એકાએક જાહેર કરવી પડી છે. સરકારી કામમા 2 ટકા ભાજપને આપવા પડે છે એવું જાહેરમાં ધારાસભ્યે ભાજપની પોલ ખોલી કહ્યું હતું. ભાજપ સરકારના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બપોરે સત્તાવાર જાહેરાત કરી હતી કે, 2024-25ના એક વર્ષમાં 1 લાખ 50 હજાર કરોડની ખરીદી સરકાર કરશે. એ હિસાબે 2 ટકા ગણવામાં આવે તો રૂપિયા 3 હજાર કરોડ કમિશન ભાજપને ખાનગીમાં મળી શકે છે.…
Lok Sabha Election: દેશમાં 18મી લોકસભાની ચૂંટણી 16 માર્ચ 2024માં બપોરના બપોરબાદ 3 વાગ્યે દેશનું ચૂંટણી પંચ જાહેર કરી રહ્યું છે. ત્યારે 4 હજાર શબ્દોમાં 71 વર્ષની ભારતની ચૂંટણીનો ટૂંકો ઇતિહાસ કેવો છે તે સમજાય જાય તેવો છે. 18 ચૂંટણીઓએ ભારતના લોકોને કેવી મજબૂત લોકશાહી આપી છે તેની ઘટનાઓ છે. ભારતીય લોકશાહીને વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવામાં આવે છે. આમાં ત્રણ સ્તરીય ચૂંટણીઓ છે જેમાં લોકસભા, વિધાનસભા અને શહેર કે ગ્રામ પંચાયતની સ્થાનિક સરકારની ચૂંટણી હોય છે. 1952થી 2024 સુધીની 71 વર્ષની ચૂંટણીઓની માહિતી જાણવાથી ભારતની લોકશાહી કેટલી મજબૂત છે તે સમજી શકાશે. જાણો લોકસભા ચૂંટણીનો ટૂંકો ઈતિહાસ… સેંકડો રાજાઓ…
Gujarat: ગુજરાતના વડોદરાના ઈજનેર દ્વારા એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, કે નાના ગામનું કે માનવ વસાહતોનું ગટરનું પાણી નાના પાયે શુદ્ધ કરીને તે ખેતરમાં ખેતી કરવા વાપરી શકાય તેમ છે. ઘરેલુ ગંદા પાણીને સ્વચ્છ કરતાં મલ્ટી-સ્ટેજ રિએક્ટર 13 માર્ચ 2024માં વડોદરાના પાદરા નજીકના લુણા ગામે શરૂ કરાયું છે. UDMSR ટેકનોલોજી પાણીની મોટી બચત કરી શકવા સક્ષમ છે. નાનો પ્લાંટ ગામની ગટરનું 30 હજાર લિટર પાણી શુદ્ધ કરી શકે છે. આ સિસ્ટમ દ્વારા સ્વચ્છ થયેલું પાણી ખેતરમાં સીધું વાપરી શકાય છે. બગીચામાં વાપરી શકાય છે. ખેડૂતો પોતે આવા પ્લાંટ ખરીદી શકે એટલી ઓછી કિંમતના રહેશે. ખેતીને આ પાણી નુકસાન કરતું નથી.…
Gujarat: વડાપ્રધાન મોદીના વતન ઉત્તર ગુજરાતમાં 110 દાવેદારો છે. જેમાં પાટણ – 11, બનાસકાંઠા – 31, સાબરકાંઠા – 34, મહેસાણા – 34 દાવેદારો મળીને તેના હરીફને હરાવવા માટે કામ કરશે કે કેમ તે એક મોટો સવાલ છે. ગુજરાતમાં સૌથી વધારે 34 દાવેદારો મહેસાણા બેઠક પર ભાજપમાંથી હતા. મહેસાણા મત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ વડનગર આવે છે, અનંદીબેન પટેલ પણ ઉત્તર ગુજરાતના છે અને અમિત શાહનું મોડાસા આવે છે. અહીં ઘણાં લોકો ચૂંટણી લડવા માંગતા હતા. પણ તેમને ઉમેદવારી મળશે કે કેમ તે એક સવાલ હતો. પોરબંદર બેઠક પરથી પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણી અને મહેસાણા બેઠક પરથી નીતિન પટેલના નામ…
Central Gujarat : મધ્ય ગુજરાત – ગાંધીનગર – અમદાવાદની બેઠકો પર ભાજપમાં ચૂંટણી લડવા માંગતા 138 દાવેદારો હતા તેમાં ઉમેદવાર જાહેર કર્યા ન હોય એવા નેતાઓ નડશે કે તારશે એ સવાલ આજે પુછવામાં આવી રહ્યો છે. ગાંધીનગર – 01, અમદાવાદ પશ્ચિમ – 20, અમદાવાદ પૂર્વ – 20, આણંદ – 22, વડોદરા – 18, પંચમહાલ – 30, છોટા ઉદેપુર – 27 મળીને કૂલ 138 દાવેદારો છે. ગાંધીનગર ભાજપમાં કેવું એક હથ્થું શાસન ચાલે છે તેનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર લોકસભાની બેઠક છે. જ્યાં એક સમયે લોકશાહીના પ્રખર હિમાયતી અટલબિહારી બાજપેયી ચૂંટાયા હતા ત્યાં અમિત શાહનું એક જ નામ આવવા દેવામાં આવ્યું હતું.…