Gujarat: સજીવ ખેતી એવી વસ્તુ છે જેનાથી ખેતીમાં 80 ટકા ખર્ચ બચાવી શકે છે. ગુજરાતમાં 1 લાખ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો હતા, જે 5 વર્ષમાં વધીને 9 લાખ થઈ ગયા છે. તેઓ આધુનિક અને વૈજ્ઞાનિક ખેતીને પડકાર આપી રહ્યાં છે. ગુજરાતના 9 હજાર કૃષિ વિજ્ઞાની, 5 કૃષિ વિશ્વ વિદ્યાલય, 1200 કૃષિ કંપનીઓને પડકાર ફેંકી રહ્યાં છે કે તેમણે શરૂ કરેલી રાસાયણિક ખેતી ખોટી હતી. પણ પ્રાકૃતિક ખેતી શક્ય છે. 9 લાખ ખેડૂતો વર્ષે 1 કરોડ વીઘા જમીન પર ઓછા ખર્ચે ખેતી કરીને રૂ. 10 હજાર કરોડ બચાવી રહ્યાં છે. આમ આ 9 લાખ ખેડૂતોએ મોટો પડકાર ઊભો કર્યો છે. પ્રાકૃતિક…
કવિ: દિલીપ પટેલ
Gujarat: વિશ્વ વિખ્યાત ભાલિયા ઘઉંના ભાવ ન મળતાં સજીવ ખેતીને મોટો ફટકો જુવારને સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. ભલે તે આફ્રિકાનું મૂળ હોય પણ અમદાવાદના ભાલપ્રદેશમાં આવીને તે ફાલ્યો ફુલેલો પાક બની ગયો હતો. જે ગુજરાતના પ્રકૃત્તિક ખેતીનો ખજાનો ભાલ પ્રદેશ હતો. કારણ કે તે પ્રદેશ દરિયાની સપાટીથી થોડો નીચો હોવાથી તેમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે અહીં ચોમાસા પછી ભાલિયા ઘઉં શ્રેષ્ઠ ગુણવત્તાના પાકે છે. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. હવે અહીં ઘઉનું સ્થાન જુવાર લઈ રહી છે. ધોલેરાના આંબળી ગામનું પરું સરેસલામાં ખેતી કરતાં 43 વર્ષ રમેશભાઈ વેલાભાઈ જાદવ દેશી જુવાર વાવીને 10 વર્ષથી ખેતી કરી…
Gujarat: ગુજરાત સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની છેતરામણી વાતો કરીને 30 વર્ષથી રાજકીય લાભ ખાટી લીધો છે. સત્તા મેળવી છે.અમદાવાદનું નામ કર્ણાવતી ન થયું હવે અદાણી બની રહ્યું છે 1988થી ભારતીય જનતા પક્ષ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ભૂમિકા લઈને તમામ ચૂંટણી લડી છે. છેલ્લાં 24 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. છતાં કર્ણાવતી નથી થયું.અત્યાર સુધીમાં દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદીની 10 વર્ષ સુધીની સરકાર આવ્યા પછી પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો નિર્ણય અમલમાં આવ્યો નથી. બેશરમ નેતાઓ જ આવું જુઠ્ઠાણું ફેલાવી શકે. ભાજપે અમદાવાદને 13 મેયર આપ્યા છે. તેઓ આજ સુધી જુઠ્ઠાણાઓ ચલાવતાં આવ્યા છે. અબુરીહાએ આશાવલનો એક…
Gujarat: દરોડા, દમ, દાટી, દંડ, દાન, દમન કરીને દામ પડાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે.આમાં હવે આવકવેરા વિભાગનો પણ સમાવેશ થઈ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રની ઈન્ક્મટેક્સ, GST, CBI અને ED વગેરી જેવી એજન્સીઓના દરોડા પછી કરોડો રૂપિયાનું ભંડોળ મળ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 30 કંપનીઓ પર દરોડા પડાયા બાદ સત્તાવાર રૂ. 335 કરોડનું ચૂંટણી ફંડ આ કંપનીઓએ આપ્યું હોવાનો હાવો છે. તેમની ઉપર કેન્દ્રીય એજન્સીઓના દરોડા પડયા હતા. બિનસત્તાવાર રીતે જે અંદરખાને થતું હોય તે બહાર આવી શકતું નથી. અમદાવાદના ચિરિપાલ ગ્રુપ, એસ્ટ્રલ કંપની અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝએ પણ…
India:લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા લાગ્યા છે. રાજકીય લોકો શા માટે લોકસભા પસંદ કરી રહ્યાં છે. તેનો એક સરવે જાહેર થયો છે. જેમાં જાહેર થયું છે કે એક ચૂંટણી લડો એટલે સંપત્તિ બે ગણી થઈ જાય બીજી વખત ચૂંટાવ તો પહેલાં કરતાં 4 ગણી સંપતિ થઈ જાય છે. આમ એકના બે ગણાં નાણાં કરવાની ચૂંટણી હોય છે. 2004ની લોકસભા વખતે તેની સંપત્તિ રૂ. 1 કરોડ હતી તે 2019માં વધીને રૂ. 17 કરોડ થઈ ગઈ હતી. દેશના ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ આટલો વધારો થતો નથી. બધામાં ગંભીર બાબત એ છે કે સાંસદોની આવકમાં 1 હજાર ટકાનો વધારો થયો છે…
Gujarat: જામનગરના કાલાવડના ખેડૂત, જવાન અને સંશોધક એવા રમેશભાઈ કુરજીભાઈ પાનસુરીયા એક સમયે ભારતીય લશ્કરમાં હતા. પછી તેઓ ખેડૂત અને વેપારી બન્યા અને પછી તેઓ ખેતીના સમય અને નાણાં બચાવે એવા 50 અવનવા ખેત સાધનોનું ઈનોવેશન કર્યું હતું. આમ તેઓ જવાન, કિસાન અને વિજ્ઞાનને સાથે લઈને જીવ્યા છે. ખેતી કરવામાં સાધનોના અભાવે કંટાળો આવે છે તેને દૂર કરવાનું કામ રમેશભાઈએ કર્યું છે. એક ઈનોવેશન કરવામાં વર્ષ કે તેનાથી વધારે સમય લાગી જતો હોય છે. એક વિચારને અમલમાં મૂકવામાં તેમાં અનેક સુધારા કરવા પડે, ઘણી મહેનત અને મોટા ખર્ચ પછી તે આખરી સાધન બને છે. તેમના નવા સાધનો અંગે કૃષિ વિભાગના…
Gujarat: દ્વારકા સિગ્નેચર પુલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવાના છે. ઘણાં લાંબા સમયથી બનીને તૈયાર થઈ ગયો હોવા છતાં વડાપ્રધાનના કારણે તેને પ્રજા માટે ખુલ્લો મૂકાયો ન હતો. આ પુલ પાછળ 1 હજાર કરોડનું ખર્ચ તો થઈ ગયું છે. જેના અનેક વિવાદો જાહેર થયા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 51 સાથે જોડાયેલો બેટ દ્વારકાનો સિગ્નેચર પુલ પહેલાંથી જ વિવાદમાં છે. 2017-18થી ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બન્યો હતો. દ્વારકાથી 33 કિ.મી. દૂર બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનાં રાણીવાસ માનવામાં આવે છે. બેટ દ્વારકા ટાપુનો વિસ્તાર 25-30 ચોરસ કિલોમિટર છે. વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અને ઇતિહાસ વીદ્દ કે કા શાસ્ત્રીની 100…
Gujarat: મહિસાગર જિલ્લાના બાલાસિનોરના જેઠોલી ગામના અશોકકુમાર 9428153303 મરચા ઉગાડવા માટે એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. તેઓ મરચીની સતત 5 વર્ષ સુધી નીશા, શિકારા, ઓમેગા જાતના લાંબા અને મોટા મરચાની ખેતી કરી હતી. પછી બજારમાં માલ પહોંચાડવાની સમસ્યાના કારણે મરચા ઉગાડવાનું બંધ કરી દીધું હતું. બજાર 22 કિલોમિટર બાલાસિનોર થાય છે. દૂર વેચવા જવું પડતું હતું. તમાકુની ખેતી કરી હતી. ફરી તેઓએ નવો અખતરો કર્યો છે. 2023માં મધ્ય પ્રદેશની 1049 નંબરની જાતની મરચીનું બિયારણ લાવીને મરચા વાવ્યા છે. ટપક સિંચાઈ કરતાં હોવાથી સારું ઉત્પાદન મળે છે. બેક્ટેરિયાથી ખેતી અશોકભાઈ અમદાવાદથી ગાયના છાણના 250 જાતના બેક્ટેરિયાની બોટલ લઈ ગયા હતા. તેનાથી…
ગુજરાતમાં 80 લાખ બળદોની હત્યા મોદી રાજમાં થઈ Gujarat:વારાણસીના સંસદસભ્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી. 22 ફેબ્રુઆરી 2024માં સવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હતો. તેમણે અમૂલના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે, સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા વાવેલું વૃક્ષ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. પશુપાલકોની શક્તિનું પ્રતીક બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા,…
Modi : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા અમદાવાદના મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રાજકીય કાર્યક્રમ હતો. મોદી જ્યાં હોય ત્યાં વિવાદ હોય છે. ગુજરાતમાં આજે પણ સરદાર પટેલનું નામ ભૂંસીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા સામે 33 જિલ્લામાં આંદોલન ચાલી રહ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમની ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરાતી સરખામણી કરવામાં આવતી હતી. માત્રને માત્ર આંકડાકીય રમત હતી. મોટેરાને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત કરવાની લહાયમાં સ્ટેડિયમના સ્વપ્નદ્રષ્ટાઓ એ પણ ભૂલી ગયા કે માત્ર આર્કિટેક્ટની રીતે દેખાવમાં સ્ટેડિયમ રૂપાળું બનાવવાથી તેની સરખામણી મેલબોર્ન સ્ટેડિયમ સાથે કરવી ઉચિત નથી. સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેને બનાવવામાં લગભગ રૂ.700થી 1200…