Author: mohammed shaikh

WhatsApp Image 2020 10 05 at 11.30.57 PM

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ ગંભીર છે અને સરકારી આંકડા મુજબ 3500થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને રોજના એક હજારથી પણ વધુ પૉઝિટિવ કેસ જ્યારે નોંધાઇ રહ્યા હોય ત્યારે માસ્ક વિના ફરતા અને હજારોનાં ટોળાં સાથે રેલીઓ યોજતા નેતાઓ સામે આખરે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. મીડિયા ના અહેવાલો બાદ હાઇકોર્ટે સુઓમોટો કરીને જાહેરહિતની અરજીના આધારે આવા બેજવાબદાર રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને આકરો દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપતા સરકાર ના જ નેતાઓ માં ફફડાટ ફેલાયો છે. કોરોના મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન માસ્ક વિના ફરતા નેતાઓ ના ફોટા સાથેના…

Read More
WhatsApp Image 2020 10 05 at 11.11.00 PM

વલસાડ જિલ્લા માં કોરોના ની મહામારી યથાવત છે ત્યારે કોલેજ માં એડમિશન માટે મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉમટી પડતા સંક્રમણ ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ માટે ગુજરાતીના 2000 અને અંગ્રેજી મીડિયમના 2000 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. કોલેજમાં પ્રવેશ મેળવવા ભીડ થતા સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું ન હતુ. વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજમાં ચાલુ વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે યુનિવર્સીટી દ્વારા ગુજરાતીમાં 2000 અને અંગ્રેજી મીડિયમના 2000 વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. કોલેજમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કોમર્સ કોલેજમાં ક્લાસ પણ વધારવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ગુજરાતીમાં 5 અને…

Read More
WhatsApp Image 2020 10 05 at 10.59.27 PM

આગામી 3 નવેમ્બર ના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે આ બેઠકો માટે ઉમેદવારો મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતીઅને ઉમેદવારોની પેનલ નક્કી કરવા માટે મળેલી ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક માં ઉમેદવારની ત્રણ નામોની પેનલ નક્કી કરી હાઈ કમાન્ડને મોકલવા નિર્ણય કરાયો હતો.જોકે, પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટુઓની ટિકિટ નક્કી છે. જેમાં મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને કપરાડા બેઠક પર જીતુ ચૌધરી તથા કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ આપવાનું નક્કી કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બાકીની ત્રણ બેઠકો પર ભાજપ ઉમેદવારોની પેનલ બનાવીને…

Read More
WhatsApp Image 2020 10 05 at 10.09.58 PM

હાલ માં કોરોના માં બજાર માં જુદાજુદા માસ્ક નું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ફિલ્ટર વાળા અને વાલ્વ વાળા માસ્ક બજાર માં મળી રહ્યા છે ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આવા માસ્ક નો ઉપયોગ નહિ કરવા માટે જણાવાયુ છે. કારણ કે હાલ માં કોરોના ની હાડમારી માં આ વાયરસ ની રસી બજાર માં આવી નથી અને કોઇ વેકશીન બજાર માં નથી ત્યારે માસ્ક એકજ એવી વસ્તુ છે જે કોરોના સામે રક્ષણ આપે છે. પરંતુ વાલ્વ અને ફિલ્ટર વાળા માસ્ક કોરોના ના વિષાણુઓ સામે રક્ષણ આપી શકતા ન હોવાથી આવા માસ્ક નહિ વાપરવા અને લોકો માં જાગૃતિ લાવવા…

Read More
WhatsApp Image 2020 10 05 at 7.13.46 AM

આજકાલ સાયબર ક્રાઈમ ની ઘટનાઓ વધી ગઈ છે અને પોલીસ પણ આવા ભેજાબાજો ને પકડી શકવા સમર્થ નથી અથવા ભારે કસરત કરવી પડે છે ત્યારે વડોદરા ના ભાજપના MLA સીમાબેન મોહિલે ને કોઈ સાયબર ગઠિયા એ તેઓ ને ટાર્ગેટ કરી તેમના નામના બોગસ એકાઉન્ટ ખોલી કોઈ ગઠિયા એ ચેલેન્જ કરી છે. આ બાબતે કાર્યકરોએ ધ્યાન દોરતા તેઓ એ પોતાના નામના બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ ખુલ્યા હોવાની ધારાસભ્યને જાણ થઇ સીમાબેન મોહિલેએ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર અજાણ્યા શખ્સ સામે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી છે. વિગતો મુજબ વડોદરા ના અકોટા વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે સાઇબર ક્રાઇમનો ભોગ…

Read More
WhatsApp Image 2020 10 05 at 6.40.09 AM

ગુજરાતમાં હાલ કોરોનાકાળ વચ્ચે પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં ગાબડુ પડયુ છે અને અંદાજે 2000 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે. ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડેલું જોવા મળ્યું છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત સામે આવી રહી છે. સરીગામ-આસપાસના ગામના કોંગ્રેસ કાર્યકરોએ પક્ષપલટો કર્યો હોવાના અહેવાલ છે, રાજ્યના મંત્રી રમણ પાટકરે તમામ કોંગ્રેસ કાર્યકરોને ભાજપ નો ખેસ પહેરાવી આવકાર્યા છે. અંદાજે 2000 જેટલા કોંગી કાર્યકર ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવતા કોંગ્રેસ માટે આ આઘાતજનક સમાચાર છે. જાણવા…

Read More
WhatsApp Image 2020 10 05 at 6.12.29 AM

ગુજરાત ના જામનગર માં પણ ગેંગરેપ ની ઘટના સામે આવી છે અહીંના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા ને ચાર ઈસમો એ ઊંઘની દવા પીવડાવી તમામે સામૂહિક બળાત્કાર કર્યો હતો, આ કેસ માં ગતરોજ પોલીસે તમામ આરોપીઓ ને દબોચી લીધા છે. LCB પોલીસ જ્યારે ચોથા આરોપીને પોલીસ સ્ટેશન લઈને પહોંચી ત્યારે ત્યાં હાજર એક કોંગી મહિલા આરોપીને જોઈ પોતાનો ગુસ્સો રોકી શકી ન હતી અને બળાત્કારી ને સેન્ડલ મારી દેતા થોડીવાર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગેંગરેપ 28 સપ્ટેમ્બરના થયો હતો, જેની ફરિયાદ પાંચ દિવસ બાદ નોંધાઈ હતી, જેમાં ભોગ બનનારના કાકાના દીકરાને ઘટનાની ગંધ આવી જતાં…

Read More
WhatsApp Image 2020 10 05 at 3.14.30 AM

દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલા ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપ અને હત્યા ની ઘટના માં પીડિત પરિવાર ની મદદે સુપ્રીમ કોર્ટના જાણીતાં વકીલ સીમા કુશવાહ આવ્યા હતા અને તેઓએ આ કેસ મફત માં લડવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે સીમાએ 2012માં નિર્ભયાનો કેસ લડ્યો હતો. આ કેસના ચારેચાર આરોપીને આ વર્ષે 20 માર્ચે ફાંસી આપવામાં આવી હતી. ત્યારે હાથરસના પીડિત પરિવારને પણ ન્યાય મળવાની આશા વધી ગઈ છે. વકીલ સીમા કુશવાહે જણાવ્યુ હતું કે પીડિત પરિવાર ઘણો ડરેલો છે. પહેલા પુત્રીને મારી નાખવામાં આવી, પછી રાત્રે પ્રશાસને એના જબરદસ્તીથી અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા. સીમાએ કહ્યું હતું કે ડીજીપી અને અપર મુખ્ય સચિવ…

Read More
WhatsApp Image 2020 10 05 at 2.34.21 AM

રાજ્યભર માં કોરોના માં મૃત્યુ પામનાર દર્દીઓ નો આંકડો ખોટો હોવાની વાત પુરવાર થઈ ચૂકી છે અને અમદાવાદ,વડોદરા, રાજકોટમાં પણ કોરોના નો સરકારી મૃત્યુઆંક અને સ્મશાન ના આંકડા માં ખુબજ મોટું અંતર જોવા મળ્યું છે ખરેખર તો સ્મશાન માં કોરોના ના નિયમો હેઠળ કરાતા અંતિમ સંસ્કાર માં દર્દીઓ ની સંખ્યા ચોંકાવનારી છે આમ ગુજરાત ના મેટ્રો શહેરો બાદ વલસાડ , વાપી માં પણ આવુજ કઈક બહાર આવતા કોરોના ની ગંભીરતા વાસ્તવિક ધોરણે કઈક જુદીજ હોવાનું જણાય રહ્યું છે. વલસાડ જિલ્લામાં કોરોના ને લઈ કુલ 132 મોત થયા ની વાત છે. જેમાં સરકારી યાદી મુજબ જોવામાં આવે તો વાપી તાલુકામાં 51…

Read More
WhatsApp Image 2020 10 05 at 1.57.16 AM

આજે 5 ઓકટોબર 2020 જીએસટી કાઉન્સિલની બેઠક મળવા જઇ રહી છે.જેમાં કરદાતાઓને જીએસટીના દરોમાં રાહત અને ઓટોમોબાઇલ સેક્ટરમાં જીએસટીનો દર ઘટે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. જીએસટી કાઉન્સિલ ઇ-ઇનવોઇસની વધારે મુદત આપવામાં આવે તેવી પણ શકયતા છે પરિણામ સ્વરૂપે કરદાતા ભવિષ્યમાં ઇ-ઇનવોસ પરથી જીએસટીઆર-1 અને 3બી રિટર્ન આપોઆપ ભરાઇ જઇ શકે છે. કરદાતાને જીએસટીમાં ટેકસ ભરવા માટે બેન્ક એકાઉન્ટ અથવા તો ક્રેડિટ કાર્ડ હતું પણ હવે યુપીઆઇ અને આઇએમપીએસ દ્વારા પણ ઓનલાઇનલ પેમેન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાય તેવુ જાણકારો નું કહેવું છે. જીએસટી કાયદામાં રહેલી સજાની જોગવાઇને હળવી કરાય તેવી પણ વાત છે જેમ કે 1થી…

Read More