Author: mohammed shaikh

WhatsApp Image 2020 07 06 at 11.42.01 PM

હાલ માં ગુજરાતમાં ચોમાસા નો મહિલા બરાબર નો જામ્યો છે ત્યારે હવામાન વિભાગના દ્વારા રાજ્યમાં 8 જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. કચ્છ પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને સાયક્લોનીક સર્ક્યૂલેશન એમ બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. એટલું જ નહીં દેશમાં અલગ અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. તે ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો…

Read More
WhatsApp Image 2020 07 06 at 10.48.05 PM

કોરોના ની હાડમારી માં વિદ્યાર્થીઓ નું શિક્ષણ બગડ્યું છે ત્યારે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ની પરીક્ષા પણ જુલાઈ માં નહિ લેવાના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ નું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે ધો-10-12ના બે વિષયો માં નાપાસ વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવા બોર્ડ મેમ્બરે માંગ કરી છે. કોરોના મહામારીમાં પૂરક પરીક્ષા વિદ્યાર્થી માટે જોખમી થઇ શકે છે. જેથી ધો. ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયમાં અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ જુલાઇ- 2020ની પૂરક પરીક્ષા આપવા માટે પાત્રતા ધરાવે છે તેમની પુરક પરીક્ષા ન લેવાતા માસ પ્રમોશન આપવામાં આવે તે…

Read More
WhatsApp Image 2020 07 06 at 11.18.39 PM

ગુજરાત માં વરસાદી માહોલ જામ્યો છે અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ ને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને અહીં કેટલાય ગામો માં 123 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. જેમાં 8 જિલ્લા માં આ સ્થિતિ છે. રાજકોટના 27, મોરબીના 4, દેવભૂમિ દ્વારકાના 21, પોરબંદરના 2, જૂનાગઢના 6, ગીર સોમનાથના 7, જામનગરના 43 અને કચ્છના 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકો ની મુશ્કેલી વધી છે. એટલુંજ નહિ પણ ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 4 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ…

Read More
WhatsApp Image 2020 07 06 at 10.58.49 PM

કોરોના કાળ અને લોકડાઉન માં બેહાલ થઈ ગયેલી જનતા અને વેપારીઓ પૈકી રીક્ષા ચલાવી ગુજરાન કરતા રીક્ષા ચાલકો એ રાહત પેકેજ ની માંગ સાથે આંદોલન નું રણશીંગુ ફુક્યું છે. અમદાવાદ ના જ બે લાખથી વધુ રિક્ષાચાલકો આજે ૭મી જુલાઈના મંગળવારે હડતાળ પર ઊતરશે. લોકડાઉનમાં રિક્ષા ચાલકોની હાલત કફોડી બનતાં સહાય પેકેજની માગણી કરાઈ હતી, પરંતુ તેનો ગુજરાત સરકારે અમલ નહિ કરતા રિક્ષા ચાલકોના યુનિયનો આંદોલન ઉપર ઉતર્યા છે, મંગળવારે એક દિવસની હડતાળ બાદ જો પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ૧૦મી જુલાઈએ જીએમડીસી ખાતે સભાનું આયોજન કરાશે અને એ પછી ગુજરાતમાં રિક્ષા હડતાળનું ય એલાન કરાશે. યુનિયનો દ્વારા પાંચ અલગ અલગ…

Read More
WhatsApp Image 2020 07 06 at 2.30.50 AM

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ના વાવડ છે અને તે બધા વચ્ચે જામખંભાળિયામાં આભ ફાટતા લોકો ના ઘરો માં પાણી ભરાય ગયા છે અને ઠેરઠેર પાણીજ પાણી નજરે પડી રહ્યું છે. જામખંભાળિયા પંથકમાં છેલ્લા 20 કલાકમાં 19 ઈંચ વરસાદ પડી ચુક્યો છે ભારે વરસાદ ને પગલે રેલવે સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે NDRFની ટીમ તૈનાત છે. ખંભાળિયા શહેરના નીચાણવાળા વિસ્તાર રામનાથ સોસાયટી, તુલસી પાર્ક, બસ ડેપોની બાજુનો વિસ્તાર, બંગલાવાળી પાસે આવેલ એક્સચેન્જ સામેનો વિસ્તાર, નવાપુરાની બાજુમાં આવેલ ચમારપાડા’ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ રામનાથ સોસાયટીમાં ઘરની બહાર…

Read More
WhatsApp Image 2020 07 06 at 1.32.28 AM

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની જુલાઈમાં લેવાતી પુરક પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન તો કરાવવામા આવી રહ્યુ છે પરંતુ જુલાઈમાં પરીક્ષાઓ નહિ લેવાના નિર્ણય થી વિદ્યાર્થીઓ નું આખું વર્ષ બગડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારે ચાલુ મહિને જુલાઈમાં લેવાનારી ઈજનેરી માટેની જેઈઈ મેઈન અને મેડિકલ માટેની નીટ ફરી મોકુફ કરી સપ્ટેમ્બરમાં લેવાની જાહેરાત કરી છે ત્યારે હવે ગુજરાત બોર્ડની પુરક પરીક્ષાઓ પણ જુલાઈમાં લેવાશે નહી. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાતી ધો.10અને 12ની જાહેર બોર્ડ પરીક્ષામાં એકથી બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જુલાઈમાં પુરક પરીક્ષા લેવામા આવે છે. નોંધનીય છે કે તા. 25મી માર્ચથી…

Read More
WhatsApp Image 2020 07 06 at 1.11.25 AM

બેરોજગારી ફાટી નીકળતા યુવાનો માં આક્રોશ છે અને મોંઘવારી વધતા સામે ઈન્કમ જરૂરી હોય રોજગાર નો પ્રશ્ન હલ કરવા સરકાર ને યુવાનો હવે સવાલ કરી રહ્યા છે, ગાંધીનગરના નવા સચિવાલય, જૂના સચિવાલય, વિધાનસભા, સેન્ટ્રલ વિસ્ટા અને સત્યાગ્રહ છાવણીમાં બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પણ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આંદોલનની શક્યતાને લઇને એસઆરપીની બે કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે. રાજ્યમાં કોરોના સંકટ અને લોકડાઉનના કારણે અટકેલી ભરતી પ્રક્રિયા મામલે ફરી ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થયા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતા છે. જેના પગલે સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત…

Read More
WhatsApp Image 2020 07 05 at 10.25.35 PM

હમણાં હમણાં વિવિધ સંપ્રદાય ના કેટલાક સ્વામીઓ અને મુનિઓ ના માથા ઉપર જાણે સેક્સ નું ભૂત સવાર થયું હોય તેમ મહિલાઓ પાસે પપ્પી અને સેક્સ વગેરે માંગણી કરી રહ્યા હોવાના સમાચારો આવતા રહે છે અને સૌથી મોટી વાત એ કે મોબાઇલ આવતા આવા કાંડ હવે બહાર આવવા મંડ્યા છે. જૂનાગઢના ખોરાસા મુકામે આવેલા ૧૫૦ વર્ષ જૂના તિરુપતિ મંદિરના ગાદીપતિ સ્વામી શ્યામનારાયણ આચાર્યજીના કથિત ઓડીયોએ સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવી દીધી છે. સ્વામીએ એક મહિલા સેવિકાને ફોન ઉપર મંદિરે આવવા અને પપ્પી બાકી છે…તેમ કહીને બીભત્સ માંગણી કર્યાની વાતચીતનો ઓડિયો વાઇરલ થતા સ્વામી સામે મંદિરના ટ્રસ્ટીઓ પણ નારાજ છે. ખોરાસામાં આવેલ વૈંકટેશ…

Read More
WhatsApp Image 2020 07 05 at 10.05.04 PM

રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ , વડોદરા ,સહિત મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત માં વરસાદ પડી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરા માં વહેલી સવાર થી વરસાદ ચાલુ છે અને સાર્વત્રિક વરસાદ ને પગલે ખેડૂતો માં ખુશી ની લાગણી પ્રસરી ગઈ છે. કાઠીયાવાડ માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં બે કલાકમાં ૧૨ ઈંચ અને ૮ કલાકમાં ૧૮ ઈંચ વરસાદ વરસી જતા ખંભાળીયા જળતરબોળ બની ગયું હતું. ગામમાં નીચાણવાસમાં પાણી ભરાયા હતા. અનેક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં કોડિનારમાં ૫ થી ૬ ઈંચ, તાલાલા, ઉના, મોટી પાનેલી, ખાંભા,…

Read More
WhatsApp Image 2020 07 05 at 9.28.31 PM

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તૈયાર થઈ રહેલા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદીઓ એ તોડી પાડી ને કટ્ટર ધાર્મિકતા નું પ્રદર્શન કર્યું હતું મતલબ ત્યાં લઘુમતિ હિંદુઓ ની સ્થિતિ અત્યંત ખરાબ છે કારણ કે ત્યાં તેમનો પક્ષ લઈને રાજકારણ રમવા વાળા કોઈ નથી. ત્યાં લઘુમતિ હિન્દૂ ની છોકરીઓ ને બળજબરીથી ઉઠાવી જઇ ધર્મ પરિવર્તન કરાવવા માં આવી રહ્યું છે.જે મંદિર નો પાયો તોડી પડયો તે મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ કટ્ટરવાદી મૌલવીઓએ મંદિર વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની…

Read More