Author: mohammed shaikh

WhatsApp Image 2020 07 08 at 11.38.58 PM

સમગ્ર દેશ માં ભારે ચકચાર જગાવનાર કાનપુર શૂટઆઉટમાં વોન્ટેડ મુખ્ય આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના અન્ય બે સાથીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, પોલીસે વિકાસની ગેંગ સાથે જોડાયેલા પ્રભાત અને રણવીરને એનકાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. આ અગાઉ વિકાસનો જમણો હાથ ગણાતા અમર દુબે નું પોલીસે એન્કાઉન્ટર કરી નાખ્યું હતું આમ વિકાસ દુબે ગેંગ ના ત્રણ સાથીઓ ને પકડી પોલીસે એન્કાઉન્ટર કરી નાખતા અન્ય અપરાધીઓ ફફડી ઉઠ્યા છે. પ્રભાત મિશ્રાની બુધવારના રોજ પોલીસે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. તેને ત્યાં કોર્ટમાં હાજર કર્યા બાદ ટ્રાંઝિટ રિમાન્ડ પર કાનપુર લઇ જવામાં આવી રહ્યા છે. પોલીસ ના જણાવ્યા મુજબ કાનપુરની પાસે હાઇવે પર ભોંતીની…

Read More
WhatsApp Image 2020 07 08 at 11.16.02 PM

કોરોના ની હાડમારી ને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રોજ નવી વાત સામે આવી રહી છે ત્યારે હાલમાં જ સીબીએસઇએ આ વર્ષ પૂરતું ધો.9થી 12ના વિદ્યાર્થીઓના કોર્સમાં 30 ટકાના ઘટાડા ના નિર્ણય બાદ ગુજરાત શિક્ષણ વિભાગ પણ હરકત માં આવ્યું છે અને ધો.9થી 12ના કોર્સમાં ઘટાડો કરનાર છે ,જેની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે શિક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યને ધ્યાને રાખી કેટલાક મુદ્દા અને ચેપ્ટરનો ઘટાડો કરાશે. આ નિર્ણયથી 36 લાખ વિદ્યાર્થીને સીધો ફાયદો થશે. કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં પણ અભ્યાસના દિવસો ઘટશે તેમજ શિક્ષણ મંત્રીએ કોર્સ ઘટાડવાને લઇને શિક્ષણ તજજ્ઞો સાથે ઓનલાઇન મિટિંગો કરી હતી.…

Read More
WhatsApp Image 2020 07 08 at 11.01.48 PM

વલસાડમાં શાસકો દ્વારા વિકાસના મંજુર થયેલા કામો ચાલુ કરવા ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપી બનાવવા વિપક્ષ દ્વારા માંગ થઈ છે.જેમાં શહેર વિસ્તારોમાં સરકારના 14માં નાણાંપંચ,સુવર્ણ જયંતિ, વ્યવસાય વેરાની ગ્રાન્ટ, મનોરંજન કરની ગ્રાન્ટ તથા સને 2017-18 અને 2019-20 સુધીની બચત ગ્રાન્ટના કામો જાન્યુઆરી-19ની સામાન્ય સભામાં મંજુર થયેલાવિકાસના કામો ના એસ્ટિમેઇટ તથા ટેક્નિકલ સેન્કશન પણ મળી ગઇ છે તેવા સમયે આ તમામ મંજુર કામો ઓક્ટોબર-2020થી શરૂ કરવા પહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા પાલિકાના કોંગ્રેસના સભ્યો અને વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇએ પ્રમુખ પંકજ આહિર અને સીઓ જે.યુ.વસાવા સમક્ષ માગ કરી છે.જેમાં તાત્કાલિક ટેન્ડરો બહાર પાડી વિકાસના કામોની કાર્યવાહી હાથ ધરવા માંગ થઈ છે,હાલમાં ટેન્ડરને…

Read More
WhatsApp Image 2020 07 08 at 10.49.48 PM

અમદાવાદ માં કોરોના ની સ્થિતિ હજુપણ વિકટ છે અને લોકો આ વિચિત્ર રોગ થી કંટાળી ગયા છે આ બધા વચ્ચે એક નવી મુસીબત સામે આવી છે જેમાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટર કોરોનાના ટેસ્ટ માટે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે અને તેના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવે તો તે દર્દીને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાતી ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. અને કોઈ પેશન્ટ આ વાત નો વિરોધ કરે તો સરકારી હોસ્પિટલો પેશન્ટને દાખલ તો કરી દે છે, પરંતુ તેમાં પણ પેશન્ટનો કોરોનાનો ટેસ્ટ ફરી વખત સરકારી લેબોરેટરીમાં કરવામાં આવે છે. વિગતો મુજબ ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો મ્યુનિ.ના હેલ્થ ખાતાની ટીમ સીધી…

Read More
WhatsApp Image 2020 07 08 at 10.39.19 PM

સમગ્ર એશિયા ખંડ માં સૌથી મોટા મનાતા સોલાર પાર્ક એવા ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપની માં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ ના દ્રશ્યો સર્જાયા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કરતા પ્લેટના કન્ટ્રોલ રૂમ અને લાઇટની પેનલો તેમજ સ્વીટચ યાર્ડ સહિત ટ્રાન્સફર્મર પ્લાન્ટમાં આગ ફેલાઇ ગઈ હતી. જીપીપીસી પ્લાન્ટમાં લાગેલી ભયાનક આગને કારણે સોલાર પાર્કમાં કોઈ જ ફાયર ફાઇટર ની સુવિધા નહિં હોવાના કારણે બે કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નહોતો. ભયાનક આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. ચારણકા સોલાર પ્લાન્ટમાં ભયાનક લાગેલી આગને આસપાસના સ્થિત પ્લાન્ટમાં પણ ટ્રીપિંગ આવતા પ્લાન્ટ બંધ…

Read More
WhatsApp Image 2020 07 08 at 10.25.21 PM

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ એ ભાજપના નેતા વસીમ બારીની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઇ હતી. આતંકવાદી હુમલામાં વસીમ બારી ના પિતા અને ભાઈનું પણ મોત થઇ ગયું છે. વસીમ બાંદીપોરા જિલ્લાનો ભાજપ અધ્યક્ષ રહી ચુક્યો છે. વસીમ પોતાની દુકાન પર પિતા અને ભાઈ સાથે હતો. તેવા સમયે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડડા એ ટ્વિટ કરી લખ્યુ કે અમે આજે શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઈને બાંદીપોરામાં ગુમાવ્યા છે. તે પક્ષ માટે એક મોટુ નુકસાન છે. પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તમારું બદિદાન વ્યર્થ નહીં જાય. કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકીઓએ બુધવારના રોજ મોડી સાંજે મોટી…

Read More
WhatsApp Image 2020 07 08 at 10.07.27 PM 1

કોરોના ની હાડમારી ફાટી નીકળી છે જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત નથી અને છેલ્લા દિવસો માં વલસાડ જ નહીં બલ્કે વલસાડ જિલ્લા માં કોરોના નો જાણે બૉમ્બ ફાટ્યો હોય તેમ એકપછી દર્દીઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ગતરોજ માત્ર એકજ દિવસ માં જિલ્લા માં 27 કેસો નોંધાતા હડકંપ મચ્યો છે ત્યારે સત્ય મીડિયા હાઉસ ના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માં એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને તે છે સરકારી ખાતા દ્વારા કોરોના પોઝીટીવ ને નેગેટીવ કરી દેવાનો મામલો. જીહા, આ સત્ય હકીકત છે અને સત્યડે ના ઇન્વેસ્ટિગેશન માં આ બાબત નો ખુલાસો થયો છે અને આવીજ ગંભીર બેદરકારી ને કારણે કદાચ કોરોના સ્પ્રેડ…

Read More
WhatsApp Image 2020 07 08 at 12.39.18 PM

એક મોટા સમાચાર આવી રહ્યા છે અને કચ્છ માંથી અત્યાર સુધી મોટા પાયે ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યા બાદ સુરત ના હજીરામાં આવેલા અદાણી પોર્ટ પરથી કરોડો ની કિંમત નો મોટો ડ્રગ્સ નો જથ્થો હાથ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે, DRIએ બાતમીના આધારે પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે. બાતમીના આધારે પાડેલી રેડ દરમિયાન 225એમજી ટ્રમડોલ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હોવાના અહેવાલ છે.હજીરાથી આફ્રિકા આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરાઈ છે. હાલ DRIએ ચાર લોકોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.

Read More
WhatsApp Image 2020 07 08 at 11.31.08 AM

(દિગ્વિજય સિંહ ઝાલા) રાજકોટ જિલ્લા માં પડેલા ભારે વરસાદ ને પગલે ભારે તારાજી ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામ પાસે પુલ પરથી બે દિવસ પહેલા વરસાદના કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં રાજકોટની એક ક્રેટા કાર તણાઇ ગઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા. આ ત્રણ પૈકી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને હજી બે યુવાનો લાપત્તા છે. રાજકોટની આનંદનગર કોલોનીમાં રહેતા સંજયભાઇ જગદીશભાઇ ટાંકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે તેના બે મિત્રો બળવંતસિંહ જાડેજા અને રાજભા ઝાલા હજી લાપત્તા છે. અહીં ફાયરબ્રિગેડ દ્વારા કીચડ માં ફસાઈ ગયેલી હાલત માં કાર ને ક્રેન મારફત બહાર કાઢવામાં આવી…

Read More
WhatsApp Image 2020 07 08 at 7.56.22 AM

રાજસ્થાનમાં મૃત્યુ પછી બાર દિવસે કે 13 દિવસે થતા જમણવાર ને બારમું કે તેરમું અથવા તો કારજ કહેવાય છે અને આ પરંપરા ખુબજ જૂની છે જે પરંપરા હવે રાજસ્થાન સરકાર બંધ કરવા જઈ રહી છે અને કોઈ વ્યક્તિ તેના મૃતક સ્વજન પાછળ જમણવાર યોજશે તો તેને એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ડીઆઈજી કિશન સહાયએ તમામ એસપીને કારજના જમણવાર પર લગામ લગાવવા માટેનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર,કારજના જમણવારનીમાહિતી ન આપવા પંચ, સરપંચ સિવાય સરકારી એકાઉન્ટન્ટ પર પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદો આમતો 1960મા બન્યો હતો પરંતુ પરંપરાગત આસ્થા નો વિષય હોવાથી બધું એમજ…

Read More