આજકાલ નવા નવા સંશોધન થઈ રહયા છે અને અનેક દવાઓ બજારમાં આવે છે પણ લોકો તે દવાનો ઉપયોગ નશા તરીકે કરી બરબાદી નોતરી રહયા છે. અમેરિકામાં હાલ Xylazine નામની એક દવાએ નવી મુસીબત ઉભી કરી છે પશુઓની સારવાર દરમ્યાન તેઓને બેહોશ કરવા માટે વપરાતી આ દવાને ટ્રેંક કે ટ્રેંક ડોપ અને ઝોમ્બી ડ્રગ જેવા નામથી ઓળખવામાં આવે છે પણ કેટલાક તિકડમબજોએ આ દવાને નશો કરવા જેવા ભયંકર અખતરો કરી તબાહી મચાવી છે અને આ દવાનો ઉપયોગ કરનારા વ્યક્તિની ચામડી સડવા લાગે છે. ઝાઈલાઝીન પશુઓને બેહોશ કરવામાં વપરાતી દવાનો આજકાલ કેટલાક નસેડી લોકો તેનો હેરોઈન જેવા ડ્રગ્સ માટે સિન્થેટિક કટિંગ એજન્ટ…
કવિ: Halima shaikh
–મુસાફરોની સલામતી ઉત્કૃષ્ટ અનુભવને પ્રાધાન્ય • નવો સિક્યોરિટી એરિયા 1400 SQM હાલના વિસ્તાર કરતાં બમણો છે. • 50% લાંબી કતાર ક્ષમતા ધરાવતો વિસ્તાર • બેઠક ક્ષમતા 160 થી વધીને 648 થઈ. • 19 ફેબ્રુઆરી 2023 ના રોજ SVPI એરપોર્ટ 37960 મુસાફરોના આવાગમન સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2023: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાનું કાર્ય અવિરત જારી છે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિક વચ્ચે મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવને સુનિશ્ચિત કરવા ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગુરુવારે SVPI એરપોર્ટ પર હાલની ક્ષમતા કરતાં બમણી કરતાં બમણી ક્ષમતા ધરાવતા ડોમેસ્ટિક ટર્મિનલ પર નવો…
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં ધોરણ 1થી 8મા ગુજરાતી વિષય ભણાવવાનું ફરજિયાત કરવા બીલ પસાર કરશે. ગુજરાતમાં બાળકો પોતાની માતૃભાષા પ્રત્યે સજાગ બને અને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ રહે તે માટે કોઈપણ બોર્ડની શાળા હશે તેને ધોરણ 1થી 8મા ગુજરાતી વિષય ભણાવવું ફરજિયાત રહેશે. જો આવું કરવામાં જે શાળા નિષ્ફળ રહેશે તો જે તે શાળા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત સામાન્ય દંડ બીજી વખત નોટિસ સાથે દંડ અને ત્રીજી વખત વ્યાજ સાથે દંડ વસૂલવાની કાર્યવાહી કરવા જેવા પગલાં ભરવા તખ્તો ગોઠવી કાઢવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં ગુજરાતની તમામ શાળાઓમાં હવે ધોરણ 1થી 8મા ગુજરાતી વિષય…
–પોલીસના વહીવટદારોને ખબર ન હોય તે વાતમાં દમ નથી! કેમ નથી લેવાતા એક્શન તે મુદ્દો ચર્ચાનો વિષય ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તે એક ઓપન સિક્રેટ વાત છે. રાજ્યમાં દિવસેને દિવસે દારૂનું ચલણ વધી રહ્યું છે તેમાં બેમત નથી. તેમાંય અમદાવાદમાં તો પોલીસની મહેરબાની થી ઠેરઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે વાત સ્પષ્ટ છે કે અમદાવાદ શહેરમાં દારૂબંધીનો કોઈ અમલ થતો નથી સત્યડે દ્વારા થયેલી તપાસમાં નીચે જણાવેલા સ્થળોએ બેફામ દારૂ અને જુગારના અડ્ડા ચાલી રહયા છે. –ઇસનપુરમાં મંજુ, રણજીત દેશી દારૂ તેમજ જુગારનો અડ્ડો ધમધમે છે. –જ્યારે રખિયાલમાં પમ્મીનો વિદેશી દારૂનો મોટો અડ્ડો ચાલે છે. –વટવા…
ગુજસેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે મુખ્યમંત્રીની મંજૂરી વગર જ પોતાના અંગત વપરાશ માટે છેલ્લા નવ વર્ષમાં 100 વખત સરકારી વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી કરોડો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે ચડાવી દેવાનો મામલો સામે આવ્યો છે. આ પ્રકરણમાં થયેલી તપાસ બાદ કેપ્ટન અજય ચૌહાણ પાસેથી ચાર્જ છીનવી લઈ આઈએએસ નીતિન સાંગવાનને ચાર્જ સોંપાવામાં આવ્યો હોવાની વાત સપાટી ઉપર આવતા ભારે ચકચાર મચી ગઇ છે. કેપ્ટન અજય ચૌહાણ પોતાનાં પરિવારજનોને બહાર ફરવા લઈ જવા માટે સી એમ, રાજ્યપાલ માટે વપરાતા સરકારી જેટનો ઉપયોગ કરતા હોવાની વાત સામે આવી છે અને મીડિયા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રાજસ્થાનના પોતાના પાલી વતન જવા માટે…
આજકાલ ઠગ લોકોની ટોળકી મહેનત કર્યા વગર ભોળા લોકોના પૈસા બૂચ મારી પોતાના મોજશોખ પુરા કરવામાં વ્યસ્ત છે અને અનેક લોકો આવા ઠગો ની મીઠી અને ઊંચી લાલચમાં આવી જઈ છેતરપીંડીની ભોગ બની રહયા છે અને આવા ઠગ લોકો અન્ય શિકાર શોધતા રહેતા હોય છે ત્યારે આવીજ એક ઠગ ટોળકી વડોદરા પોલીસના હાથે ઝડપાઇ ગઈ છે. વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગ્રામ્યની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે શિનોરના પુનિયાદ ગામે એક ખેતરમાં એક રૂપિયાના ડબલ રૂપિયા કરી આપતી ગેંગના લોકો ભેગા થઈ ખેલ કરી રહયા છે અને એક મહિલાને ઠગવાની તૈયારી કરી રહ્યા છે બાતમી મળતાંજ પોલીસ સ્થળ…
– કરોડોની ગેસ ચોરી થયાના પુરાવા મળ્યા બાદ PI કાનમીયા, ASI નવઘણને તત્કાળ સસ્પેન્ડ કરાયા –સ્ટેટ મોનીટરીંગ સેલે તપાસ દરમ્યાન ગેસ ચોરીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર પંકજ ભરવાડ સાથે દાહોદ એસઓજી પીઆઇ આર.સી.કાનામિયા વચ્ચે ફોન ઉપર આ મામલે અનેકવાર વાતચીત થઈ હોવાનું ખુલ્યું રાજ્યના પોલીસ ખાતામાં કેટલાક ભ્રષ્ટ પોલીસવાળા સમગ્ર તંત્રને બદનામ કરી રહયા છે અને ભ્રષ્ટાચારનું દૂષણ ઘુસી જતા સિસ્ટમ ઉપર સવાલો ઉભા થયા છે, આ બધા વચ્ચે કરોડો રૂપિયાની ગેસ ચોરીના મામલામાં દાહોદના એસઓજી પીઆઇ આર.સી.કાનામિયાને તેમજ એએેસઆઇની સંડોવણી બહાર આવતા બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરોડોની ગેસ ચોરી થયાના પુરાવા મળ્યા બાદ PI કાનમીયા, ASI નવઘણને તત્કાળ સસ્પેન્ડ કરાયા…
–બાંધકામની ૫૨વાનગી રદ કરવા તથા ૧૨ મીટર વાઈડ કીસ ઓવર રોડ ઉપર બનાવી દીધેલી દિવાલનું બાંધકામ દુર કરવા રજુઆત –કુબેર એન્ટરપ્રાઈઝના માલિકો નગર નિયોજકના મંજુર કરેલ પ્લાન વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી તંત્રને પડકાર ફેંકી રહયા છે. ચણોદમાં કુબેર એન્ટર પ્રાઇઝ નામની પેઢી દ્વારા રોહાઉસ બનાવવામાં આવી રહ્યું છે અને વલસાડ ટાઉન પ્લાનિંગ ઓફિસમાંથી નકશો અને પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે પણ પરવાનગી વિરુદ્ધ બાંધકામ અંગે ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સર્વે નં.૪૪૧નો એન.એ. ઓર્ડર તથા બાંધકામ ૫૨વાનગી રદ કરવા તથા ૧૨ મીટર વાઈડ કીસ ઓવર રોડ ઉપર બનાવી દીધેલી દિવાલનું બાંધકામ દુર કરવા વલસાડ જિલ્લા પંચાયત સભ્ય રેશ્માબેન હળપતિ…
રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ હવે ક્યાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ હશે, ઠેરઠેર જાણે શિક્ષણના કારખાના શરૂ થઈ રહયા છે અને આવી સ્કૂલોમાં ઉંચી ફી હોવાછતાં ટ્યુશનમાં બાળકોને મૂકી બન્ને સાઇડ થી વાલીઓ લૂંટાઈ રહયા છે. બીજી તરફ ગ્રાન્ટ તેમજ શિક્ષકોની ભરતી મામલે સરકારની અણઘડ નીતિને પગલે સામાન્ય પરિવારના બાળકોને શિક્ષણ આપતી ધો.9થી 12ની ગ્રાન્ટેડ શાળાઓનું હવે અસ્તિત્વ ખતમ થઈ જવાના આરે આવીને ઉભું છે. છેલ્લાં 18 વર્ષમાં શિક્ષણમાં ઘુસેલા ખાનગીકરણને પગલે 2600 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કાયમ માટે ખંભાતી તાળાં મારી દેવાની નોબત આવી છે. 18 વર્ષ પહેલા 10,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો હતી, જે હવે 7400 થઇ…
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહીને મંજૂરી આપી દીધી છે. સિસોદિયા પર વિપક્ષના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ છે. આ મામલે સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ સામે કેસ ચલાવવા માટે ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માંગી હતી તે મંજૂર કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર, 2015માં સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારે એક ફીડબેક યુનિટ (FBU)ની રચના કરી હતી જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારે કહ્યું કે આ સાથે તેમનો હેતુ વિભાગોના ભ્રષ્ટાચાર પર નજર રાખવાનો છે. જો કે, બાદમાં સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના દ્વારા દિલ્હી સરકાર વિપક્ષની પાર્ટીઓના કામકાજ પર નજર…