અમેરિકાએ ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યા બાદ હવે અમેરિકન વાયુસેનાએ આકાશમાં જ વધુ ત્રણ અજાણી વસ્તુઓનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જ્યારે અમેરિકાના ઉત્તરી એરસ્પેસના ડિફેન્સ કમાન્ડના વડા એરફોર્સ જનરલ ગ્લેન વેનહેર્કને પૂછવામાં આવ્યું હતું કે શું આકાશમાં તોડી પાડવાની કાર્યવાહીમાં અજાણી ઉડતી વસ્તુઓ એલિયન્સ સાથે જોડાયેલી છે? ત્યારે તેઓએ આ શક્યતા નકારી ન હતી. પરિણામે સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે કે અમેરિકાના આકાશમાં ખરેખર એલિયન યુએફઓ જોવા મળ્યા છે. જો કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અટકળો પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે…
કવિ: Halima shaikh
આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે છે અને પ્રેમની અભિવ્યક્તિ કરવા કપલ્સ એકબીજાને ગિફ્ટ અને મેસેજ કરી રહયા છે વિશ્વભરમાં આ દિવસપ્રેમીઓ એકબીજાને વેલેન્ટાઈન્સ કાર્ડ, ફુલ આપી તેમજ ચોકલેટ્સની આપ-લે કરીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. વેલેન્ટાઈન નામ મૂળ સંત વેલેન્ટાઈન પરથી આવ્યું છે. 1969માં કેથોલિક ચર્ચે કુલ 11 વેલેન્ટાઈન સંત હોવાની વાત સ્વીકારી હતી અને તેમની યાદમાં જ આ દિવસ મનાવવામાં આવે છે. માન્યતા છેકે સંત વેલેન્ટાઈને પોતાના મૃત્યુના સમયે જેલરની દીકરી જેકોબ્સને પોતાની આંખોનું દાન કર્યું હતું. જેકોબ્સ અંધ હતી ત્યારબાદ સંતે એક પત્ર પણ લખ્યો અને તે પત્રમાં છેલ્લે લખ્યું હતું ‘વેલેન્ટાઈન’. આમ આ દિવસથી સંત…
એક જ દિવસમાં 267 ફ્લાઇટ્સ સાથે 37696 મુસાફરોને સીમલેસ સેવાનો વિક્રમ અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2023: અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોની અવરજવર બાબતે વધુ એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે. 12મી ફેબ્રુઆરી 2023ના રોજ SVPI એરપોર્ટ પરથી સૌથી વધુ મુસાફરોની મુસાફરીનો રેકોર્ડ સર્જાયો છે. રવિવારે એરપોર્ટે પર 267 ફ્લાઇટ્સ સાથે 37696 મુસાફરોને સેવા પૂરી પાડી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. SVPI એરપોર્ટ મેનેજમેન્ટ સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સાથે મુસાફરોને સીમલેસ સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં SVPI એરપોર્ટ પર મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે અનેક માળખાકીય સુવિધાઓ અને સેવાઓમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ગુડનેસ ડેસ્ક, ડાયનેમિક…
રાજકોટના ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશભાઈના લગ્ન હોય તા.12 થી તા.14 દરમિયાન લગ્નોત્સવ રાખવામાં આવ્યો છે જેમાં ગતરોજ સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હેલીકોપ્ટર દ્વારા ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને ધારાસભ્યના નિવાસસ્થાન ‘ગીતાવિલા’ ખાતે જઈ વરરાજા ગણેશભાઈને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગણેશ ભાઈને લગ્નની શુભેચ્છા પાઠવ્યા બાદ ગાંધીનગર પરત ફર્યા હતા.
વલસાડ જિલ્લા ઓટોરિક્ષા માલિક એસોસીએશન તેમજ વલસાડના ના રીક્ષા ચાલકો ધ્વારા તેઓને પડતી મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટર અને રેલવે પોલીસને લેખિત રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા માંગ કરી છે.જેમાં જણાવાયા મુજબ હાલ તંત્ર દ્વારા રિક્ષાઓ માટે ૩૫ સ્ટેન્ડ ફાળવી આપેલા છે જે પૈકીનું એક વલસાડ રેલ્વે સ્ટેશન છે અને ૧૫૦ રીક્ષાનું જાહેર નામું મળેલ છે છતાં રીક્ષા એસોસીએશન દ્વારા ૧૦૦ જેટલા રીક્ષાવાળાઓ ને બીલ્લા આપેલા છે તેના નામ પુરાવા નામ સરનામું ફોન નંબર વગરેની નોંધ છે પરિણામે મુસાફરોની સેફટી તેમજ સામાનની જવાબદારી પણ રીક્ષા ચાલક ધ્વારા રાખવામાં આવે છે જો કોઈ ભૂલી જાયતો તેમનો સામાનએ વ્યકિત સુધી પાછો પહોંચાડવામાં આવે…
-રાજકીય નેતા જી.કે. પ્રજાપતિ, સુરતના હરેશ જાધવ અને મહેન્દ્ર પરમાર ઉપરાંત કથિત પત્રકાર આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીની ધરપકડ ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી વિરૂધ્ધ ખોટા કેસમાં આરોપી બનાવવા માટે ખોટા પુરાવા ઉભા કરાવી રૂપીયા પડાવવાનું કાવત્રું રચનાર ટોળકીના સભ્યોને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ દ્વારા જે સત્તાવાર માહિતી આપવામાં આવી તે આ મુજબ છે. ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખોટી રીતે ફસાવવા અને બ્લેકમેઇલ કરવા માટે બે વખત બળાત્કાર થયાના ખોટા આક્ષેપોવાળું ખોટું એફીડેવીટ વાયરલ થયેલ હોવાનું ધ્યાને આવતા , ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક દ્વારા ગુજરાત એ.ટી.એસ.ને આ અંગેની તપાસ સોંપેલ હતી જે બાબતે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા…
રાજ્યના પૂર્વ IPSને બદનામ કરવાના પ્રકરણમાં બે પત્રકાર અને એક ભાજપના નેતાની ધરપકડ થતા ભારે સનસનાટી મચી ગઇ છે. રાજ્યના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવા માટે ખોટી એફિડેવિટ વાઈરલ કરનાર બે પત્રકાર અને ભાજપના નેતા સહિત પાંચ ઈસમોની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. IPS અધિકારી પાસેથી પૈસા પડાવવા માટે થઈને આખું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. પાંચ આરોપી પૈકી એક આરોપી નેતા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક નેતા અને પત્રકારોએ મળી એક મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ખોટી એફિડેવિટ કરી હતી. ત્યારબાદ બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયા લીધા હતા. જેમાં એફિડેવિટ વાઈરલ કરવાની અને એફિડેવિટ ન્યુઝ પેપરમાં છપાવવા…
આજે વિશ્વમાં કિસડે મનાવવામાં આવી રહ્યો છે,વેલેન્ટાઈન વીકમાં આવતો કિસ ડે પશ્ચિમી સભ્યતામાં સૌથી વધુ લોકપ્રિય ગણાય છે જોકે, હવે તે ભારત સુધી વિસ્તર્યો છે. કિસ ડેનો ઈતિહાસ જોવા જઈએ તો કહેવામાં આવે છે કે 6ઠ્ઠી સદીમાં ફ્રાન્સમાં પ્રેમની અભિવ્યક્તિ માટે નૃત્ય કરવામાં આવતુ હતું અને નૃત્યની સમાપ્તિ બાદ ઉપસ્થિત લોકો એકબીજાને કિસ કરીને પ્રેમની અભિવ્યક્તિ કરતા હતા. ધીરે ધીરે આ પ્રથા ઘણી આગળ વધી અને પછીથી તેને કિસ-ડે તરીકે જાણીતો બન્યો. જોકે,કિસડે માટે અલગ અલગ માન્યતા છે તે મુજબ ઘણા લોકો કહે છે કે કિસ કરવાથી ફાયદો થાય છે અને હેલ્થ માટે સારું છે તો ઘણા માને છે કે…
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં સાત વર્ષના પુત્રએ ગંભીર સ્થિતિમાં દર્દ થી કણસી રહેલા પોતાના પિતાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હાથલારીમાં જ હોસ્પિટલમાં લઈ જતો હોવાના વિડીયાઓ લોકોની આંખો ભીની કરી મૂકી હતી. લોકોએ પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કરી ઝડપથી વાયરલ કરી દેતા એડીએમ ડીપી વર્મને વીડિયો જોયા બાદ તપાસના આદેશ આપ્યા હતા. શુક્રવારે બપોરે દીનદયાલ શાહને અચાનક પગમાં અસહ્ય દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવા જરૂરી બન્યા હતા. પોતાના પિતા દર્દથી કણસતા જોઈ તેમનો સાત વર્ષનો પુત્ર પિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા તૈયાર થયો અને ઘર બહાર પડેલી હાથગાડી પર સુવડાવી તેની માતા સાથે ત્રણ કિલોમીટર દૂર આવેલી હોસ્પિટલ લઈ ગયો…
ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે તુર્કીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર કહરામનમારસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. તુર્કીના કહરામનમારસમાં રવિવારે મોડી રાતે 4.7 તીવ્રતાનો એક અન્ય ભૂકંપનો ઝટકો અનુભવ થયો છે. તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલાં ભૂકંપ પછી સતત આફ્ટરશોક આવી રહ્યા છે જેનાથી લોકો પરેશાન છે. ઉલ્લેખનીય છે કે તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ સવારે 3 મોટા ભૂકંપ આવ્યા હતાં. તુર્કીના સમય પ્રમાણે, પહેલો ભૂકંપ સવારે ચાર વાગ્યે (7.8), બીજો લગભગ 10 વાગ્યે (7.6) અને ત્રીજો બપોરે 3 વાગ્યે (6.0) આવ્યો હતો જેમાં સેંકડો…