આજે તા. 28 થી 31 જાન્યુઆરી સુધી સતત ચાર દિવસ સુધી બેંકો બંધ રહેવાની હોય ટાન્જેક્શનને અસર થશે. આજે 28 જાન્યુઆરીએ મહિનાનો ચોથો શનિવાર અને આવતીકાલે તા. 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બે દિવસ બેંકો બંધ રહેશે જ્યારે તા.30 અને 31 જાન્યુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર જવાના હોય ચાર દિવસ બેંકનું કામકાજ ઠપ્પ થઈ જશે,આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે. હડતાળ અંગે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ કહ્યું કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા તા. 30-31 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલી બે દિવસીય હડતાળમાં દેશભરમાં બેંક શાખાના કર્મચારીઓ ભાગ લેવાના છે. મહત્વનું છે કે…
કવિ: Halima shaikh
રાજયમાં દારૂબંધી છે પણ ક્યાંય અમલ થતો નથી અને દારૂ છૂટથી મળે છે અને પીવાય છે એમાંય વડોદરામાં તો છૂટથી દેશી-વિદેશી દારૂ મળે છે અને ઘણી વખત પીધેલા રોડ ઉપર લથડીયા ખાતા ખાતા જોવા મળે છે પણ હવેતો પોલીસ ખાતા સાથે જોડાયેલા જવાનો પણ દારૂ પીને જાહેરમાં ઢળી પડેલા નજરે પડી રહયા છે. ગતરોજ વડોદરામાં મુખ્યમંત્રીના આગમન વખતે એરપોર્ટ ખાતેના ટ્રાફિક નિયમનની ફરજ બજાવી થાકી ગયેલો જવાન દારૂ પીવા જતો રહ્યો હતો પછી નશામાં ધૂત જવાન સીધો પ્રતાપનગર બ્રિજ પાસે ઢળી પડ્યો હતો જેનો વિડીયો અને ફોટા પાડી લોકોએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી મોજ લીધી હતી. વડોદરાના પ્રતાપનગર બ્રિજના ઓએનજીસી…
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે અને અહીંના રિંગ રોડ પર 1344 કરોડના ખર્ચે સાકાર થનારા દેશના સૌથી ઊંચા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરનાર છે. આ બિલ્ડિંગ દેશનું સૌપ્રથમ સૌથી ઊંચું 27 માળનું ઓફિસ બિલ્ડીંગ હશે જેમાં સિવિક સેન્ટર, સિટિંગ એરિયા, મિટિંગ હોલ્સ, મલ્ટીપર્પઝ હોલ, લાઈબ્રેરી, એક્ટિવિટી રૂમની સુવિધા ધરાવતી આ બિલ્ડીંગો ઈન્ટીગ્રૅટેડ, સ્માર્ટ, ગ્રીન ટેક્નોલોજીથી સજ્જ હશે. આ સાથે મુખ્યમંત્રી આજે સુરતમાં કુલ 2400 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે અને પાલિકાના વિવિધ કાર્યરત પ્રોજેક્ટના રિવ્યૂ માટે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવારે બપોરે 3.55 વાગ્યે સુરત એરપોર્ટ પહોંચશે ત્યાંથી સરકિટ હાઉસ પહોંચી મિટિંગમાં સામેલ થશે.…
અમદાવાદમાં તા. 26મી જાન્યુઆરીના રોજ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેશનમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાનો પત્ર મળ્યા બાદ તપાસમાં આ પત્ર લખનાર માનસિક અસ્થિર મગજનો ઇસમ હોવાનું સામે આવ્યું છે તેની ઓળખ યુપીના બલિયા જિલ્લાના ઓમપ્રકાશ પાસવાન તરીકે થઈ છે. અમદાવાદ પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં જણાવાયુ હતું કે, “કલ ૨૬ જાન્યુઆરી કો અમદાવાદ મેં તબાહી હી તબાહી હોગી. રોક સકો તો રોક લો. ગીતા મંદિર બસ સ્ટેન્ડ, લાલ દરવાજા, લાંભામાં બલિયાદેવ મંદિર, કાંકરિયા મેં બમ બ્લાસ્ટ હોને વાલા હૈ ૧૧ બજે” આ પત્રમાં આ ઇસમે પોતાનું નામ અને નમ્બર પણ લખ્યા હતા જે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થયેલી તપાસમાં…
રાજ્યમાં આઈફોનનું બ્લેક માર્કેટ પુરજોશમાં સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવી ચૂક્યું છે અને મોટાપાયે ટેક્સ ચોરી કરી મોટાપાયે ધંધો થઈ ગયો હોવાની વાતો સબંધિત વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. હવાલા મારફતે વિદેશથી માલ મંગાવીને ગેરકાયદે ધંધો કરવામાં આવી રહ્યાની વાત હોવાછતાં આ આખા કાંડ માં આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે. રાજ્યમાં વડોદરા, સુરતથી મુંબઈ સુધી ‘iphone’ના કાળા બજાર થઈ રહયા હોવાનું કહેવાય છે ત્યારે વડોદરાના મારવાન્સ તેમજ ધ્રુવ શાહના એપલ વર્લ્ડમાં મોટાપાયે જીએસટી અને બેઝિક કસ્ટમની ચોરી કરી ધંધો કરવાની વાત ભારે ચર્ચામાં રહેવા પામી છે. દ. ગુજરાતમાં સૌથી મોટો આઈફોન વિક્રેતા સુરતના દૌલા…
આજકાલ ભણ્યા વગરજ ડોકટર થઈ લાખ્ખોમાં કમાણી કરવાનો ધંધો ફાલ્યો ફુલ્યો છે અને અનેક બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહયા છે ત્યારે અમદાવાદના લાંભા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવતા એક સાથે 10 બોગસ ડોક્ટરો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં 10 જેટલા બોગસ ડૉક્ટરો ઝડપી તેમની સામે કાર્યવાહી કરી છે. લાંભા વિસ્તારમાં રંગોલીનગર, હાઈફાઈ ચાર રસ્તા, લક્ષ્મીનગર જેવા વિસ્તારમાં ડીગ્રી વગર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો મળી હતી. જેના આધારે ચેકિંગ કરવામાં આવતા 10 જેટલા ડોક્ટરો ઝડપાયા હતા. તમામની સામે આરોગ્ય વિભાગ…
રાજ્યમાં આજે શનિવારથી ત્રણ દિવસ અનેક વિસ્તારોમાં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં વહેલી સવારે આકાશમાં વાદળોનો ગડગડાટ જોવા મળ્યો હતો અને માવઠાની અસર વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદી છાંટા પડ્યા હતા પરિણામે શિયાળામાં અષાઢ જેવો માહોલ સર્જાયો હતો. 4 ડીગ્રી સુધી તાપમાન ઘટવાની શકયતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 48 કલાક બાદ તાપમાન ફરીથી ઘટવાની આગાહી છે. માવઠાની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી છે. ઉપરાંત 28મીએ આણંદમાં પણ માવઠું થઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ પણ કરવામાં આવી છે. 29મી જાન્યુઆરીથી રાત્રે ફરી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને વિશ્વભરમાં હોબાળો મચી ગયો છે,બીબીસીની આ ડોક્યુમેન્ટરીનો ભારતથી લઈને લંડન સુધી વિરોધ થઈ રહ્યો છે. કેટલાક એવા લોકો છે જેઓ ભારત સરકાર દ્વારા ડોક્યુમેન્ટ્રી પર લગાવવામાં આવેલા પ્રતિબંધની વિરુદ્ધ ઉભા છે. ખાસ કરીને વિરોધ પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો છે. ડાબેરીઓના વિદ્યાર્થી સંગઠનોએ આ પ્રતિબંધિત ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને જેએનયુ અને જામિયામાં હંગામો મચાવ્યો હતો. વિરોધ પક્ષોનું કહેવું છે કે આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકીને સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરી રહી છે. સાથે જ કેન્દ્ર સરકારે તેને દેશ વિરુદ્ધનો દુષ્પ્રચાર ગણાવ્યો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-20 સંમેલનની…
આજે શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક શેરબજાર તૂટી પડ્યું હતું. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ લગભગ 647.78 પોઈન્ટ તૂટ્યો હતો. હાલમાં તે 58,557.28 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક શેરબજાર તૂટી પડ્યું હતું. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ લગભગ 647.78 પોઈન્ટ તૂટ્યો હતો. હાલમાં તે 58,557.28 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ 148 પોઈન્ટ ઘટીને 17743.95 પોઈન્ટ પર પહોંચી ગયો છે. બજારમાં અદાણી ગ્રુપના શેરમાં ભારતી ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપના શેરમાં 16 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ટાટા મોટર્સના શેરમાં છ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસનો…
વંદે ભારત ટ્રેન સાથે વારંવાર ઢોર અથડાતા હવે ₹200 કરોડના ખર્ચે રેલીંગ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,જોકે જ્યારે પ્રોજેકટ નક્કી થયો ત્યારે રખડતા ઢોર પાટા ઉપર આવી જશે તે વાત પહેલા ધ્યાને લેવાઈ હોત તો આવા અકસ્માત જ થાત નહિ તેમ સબંધિત વર્તુળોમાં ચર્ચા ઉઠી છે. દેશની સૌથી ઝડપી વંદેભારત ટ્રેનને સુરત અને અમદાવાદ વચ્ચે રખડતા ઢોરને લઇને વધી રહેલી અકસ્માતની ઘટનાઓને પગલે રેલવે વિભાગે અમદાવાદ-મુંબઇની વચ્ચે મેટલ ક્રેશ બેરીયર લગાડવાનો નિર્ણય લીધો છે. હવે,રૂ.200 કરોડથી પણ વધુના ખર્ચે આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે અને અમદાવાદથી રેલીંગ લગાવવાનું શરૂ થયું છે. મહત્વનું છે કે સપ્ટેમ્બર-30, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…