ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડા પવનો ફૂંકાઈ રહયા છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડી અસહ્ય બનતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આવા સંજોગોમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડીના માહોલમાં ધો-10ની શાળામાં તા.28મી થી પરીક્ષા શરૂ થઈ રહી…
કવિ: Halima shaikh
વડોદરા મનપા દ્વારા કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને એમઓઆરટીએચ દ્વારા નેશનલ ઈલેકટ્રીક બસ પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં 200 ઈ-બસ દોડતી થઈ જશે. આ નવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આગામી દોઢ વર્ષમાં કાર્યરત થશે અને 200 ઈલેકટ્રીક બસો નગરમાં દોડશે આ બસોમાં એસી,નોનએસી બસોનો સમાવેશ થશે. આગામી સમયગાળામાં વડોદરા શહેરમાં 38 સીટર 200 ઈ-બસો દોડતી થઈ જશે. હાલ શહેરમાં 120 થી 140 જેટલી સિટી બસના રૂટ છે તેમાં પણ વધારો થશે. નવા વિસ્તારો આવરી લેવાશે તેમજ આસપાસના ગામો જોડાયાં છે ત્યાં સુધી નવી બસ સુવિધા વિસ્તારી શકાશે. વડોદરા સિટી બસ સર્વિસ માટે કેન્દ્ર સરકારના નીતિ આયોગ તેમજ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા નેશનલ ઈલેકટ્રીક બસ…
આજે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાતને લઈ તંત્રમાં ધમધમાટ જોવા મળ્યો છે. તેઓ આજે વડોદરા મહાનગરપાલિકા આયોજિત બાળમેળા, વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરનાર છે અને વડાપ્રધાન મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં પણ વડોદરાથી જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 50મા બાળમેળાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા વી.સી.સી.આઈ. એક્સપોનું ઉદ્ઘાટન કરશે. ધો. 10-12ના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું માંજલપુર સ્થિત આત્મીય વિદ્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે અને લાઇવ પ્રસારણ નિહાળશે શહેરની સાથે સમગ્ર…
રાજ્યમાં વડોદરા, સુરતથી મુંબઈ સુધી ‘iphone’નું બ્લેક માર્કેટ ચાલી રહ્યું છે અને વડોદરાના મારવાન્સ તેમજ ધ્રુવ શાહના એપલ વર્લ્ડમાં મોટાપાયે બેનંબરનો વહીવટ થતો હોવાની વાત વચ્ચે સુરતના દૌલા અંજુમ અને તેની 100 કરતા વધુ વેપારીઓ સાથેની લિંક ભારે ચર્ચાસ્પદ બની રહી છે. આ મોટા આકાઓના ધંધા બિન્દાસ ચાલી રહયા છે અને રેડ કે તપાસ થતી નહી હોવાથી ચોક્કસ તત્વો સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવા ઉધઈનું કામ કરી રહયા છે. વિદેશથી માલ મંગાવીને સીધેસીધો ધંધો કરવામાં આવી રહ્યાની વાત હોવાછતાં તેની હજુ સુધી કોઈ તપાસ નહિ થતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. વિસ્તરતી ટેક્નોલોજીનો ગેરલાભ કેટલાક મોબાઈલ માફિયા ઉઠાવી રહ્યાં છે. રાજ્યના વિવિધ…
દર વખતે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ પ્રકારની ટોપી અથવા પાઘડીમાં અવશ્ય જોવા મળે છે ત્યારે આ વખતે તેઓ ગણતંત્ર દિવસ 2023 પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં જોવા મળ્યા. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ વસંત પંચમીને ધ્યાનમાં રાખીને આ પાઘડી પહેરી હતી. અત્યાર સુધી પીએમ મોદી અનેક પ્રસંગોએ બંધેજ વર્કની પાઘડીમાં જોવા મળ્યા છે, આજે તેમની પાઘડી પણ બંધેજ વર્કની છે. આ વખતે પીએમ મોદી પીળો અને કેસરી રંગની પાઘડી માં જોવા મળ્યા છે. પાછળના વર્ષોની વાત કરવામાં આવેતો મોદીજી વડાપ્રધાન બન્યા બાદ 2015ની પ્રથમ પરેડમાં તેઓ રાજસ્થાની બાંધણી પાઘડીમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ 2016ના…
રાજ્યમાં 74માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ તકે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા, આજે રાજયમાં ઠેરઠેર પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે બોટાદમાં રાજયકક્ષાના ગણતંત્ર દિવસ ની ઉજવણી થઈ હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ઉપસ્થિત રહયા હતા. આજે 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ હાજર રહ્યા અને રાજ્યપાલ દેવવ્રતના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. સાથેજ આજે સમગ્ર રાજયમાં તમામ જિલ્લામાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થઇ રહી છે. આ વર્ષે અનેક જિલ્લાઓમાં મંત્રીના બદલે જિલ્લા કલેકટરના હસ્તે…
આજે ગાયો માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઇ છે, ગાયો ને ચરવા માટેની જમીનો ખાઈ જવાનું પાપ કરનારા સામે પગલાં ભરવામાં આવતા નથી અને ગાયો ને ડબ્બામાં પૂરવામાં આવતી હોવાની વાત સામે ગૌ રક્ષકોમાં આક્રોશ છે. અગાઉ રાજાશાહી વખતે ગાયોને ચરવા માટે જમીન દાનમાં આપવામાં આવતી હતી અને અનેક વીર ગાયો માટે શહીદ થયા છે પણ આજે ગૌચર છીનવાઈ જતા ગાયો કચરો ખાવા મજબૂર બની છે આ બધા વચ્ચે રાજકોટ જિલ્લાની 712 વીઘા ગૌચરની જમીન 306 ભૂમાફિયાઓએ કબ્જો કર્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં હાલની સ્થિતિએ કુલ 17 ગામની 712 વીઘા ગૌચરની જમીન 306 ભૂમાફિયાઓએ કબ્જો કરી લેતા ગાયોના મોઢાનો…
જયપુરના રાજમહેલ ખાતે યોજાયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના પુત્ર હરીશ નડ્ડાનાં લગ્નમાં મોટી સંખ્યામાં વીઆઈપી મહેમાનો ઉમટ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાજ્યપાલ કલરાજ મિશ્રા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી હરીશ ચૌધરી, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય ઓમ પ્રકાશ માથુર, વિપક્ષના ઉપનેતા. જયપુરમાં પેલેસ રાજેન્દ્ર રાઠોડ, બીજેપી સાંસદ દિયા કુમારી, સીપી જોશી, દુષ્યંત સિંહ, ઘનશ્યામ તિવારી, રામચરણ બોહરા, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી, ધારાસભ્ય નરપત સિંહ રાજવીએ હાજરી આપી હતી. ઉપસ્થિત તમામ નેતાઓ હરીશ અને રિદ્ધિને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના પુત્ર હરીશના…
ઓસ્ટ્રેલિયામાં તાજેતરના દિવસોમાં હિન્દુ મંદિરો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે,જેના પર ઓસ્ટ્રેલિયાના કેનબેરા સ્થિત ભારતીય હાઈ કમિશને સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતીય હાઈ કમિશને એક નિવેદન જારી કરીને હિંદુ મંદિરો પર હુમલાની ટીકા કરી છે અને ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોની વધતી ગતિવિધિઓ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. હાઈ કમિશને કહ્યું છે કે ‘અમે મેલબોર્નમાં ત્રણ હિન્દુ મંદિરોની તોડફોડની સખત નિંદા કરીએ છીએ. આ સ્પષ્ટપણે શાંતિપૂર્ણ અને બહુધાર્મિક ભારતીય ઓસ્ટ્રેલિયન સમાજમાં નફરત અને વિભાજન કરવાનો પ્રયાસ છે. હાઈ કમિશને કહ્યું કે ‘એવા સંકેતો છે કે ખાલિસ્તાન તરફી તત્વો ઓસ્ટ્રેલિયામાં તેમની પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે અને તેમને શીખ ફોર…
દેશના 74માં પ્રજાસત્તાક પર્વ દીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9:51 વાગ્યે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરી હતી. આ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સલામી ડાયસ પર સ્વાગત કર્યુ અને રાષ્ટ્રપતિ મુર્મુએ સવારે 10:30 કલાકે ધ્વજ ફરકાવ્યો હતો આ પછી ફરજ માર્ગ પર પરેડ શરૂ થઇ ગઈ છે. આ પ્રજાસત્તાક દિવસની પરેડમાં માત્ર મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી શસ્ત્રો અને દારૂગોળો પણ સ્વદેશી પ્રદર્શિત કરાયો છે. ભારતમાં બનેલી 105 એમએમની ભારતીય ફીલ્ડ ગનમાંથી પ્રથમ વખત 21 તોપોની સલામી આપવામાં આવી હતી. મહત્વનું છે કે અત્યાર સુધી આ સલામી બ્રિટિશ 21 પાઉન્ડર ગનથી આપવામાં…