રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 74માં ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો ,આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી સાથેજ પરેડ શરૂ થઈ હતી જેની તેઓએ સલામી ઝીલી હતી. આ પહેલા આજે 74માં ગણતંત્ર દીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું- હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને સ્વતંત્રતા સેનાનીઓના સપના પૂરા કરીએ. ઈજીપ્ત એટલે કે મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી આ ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, CDS અને ત્રણેય સેના પ્રમુખો પણ…
કવિ: Halima shaikh
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ઘાટિયા રોડ પર સિટી સ્ટેશનની સામે આજે ગુરુવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એકજૂની ધર્મશાળાના ખોદકામ દરમિયાન પાંચ મકાનો અને આસપાસમાં એક મંદિર ધરાશાયી થયું હતું. એક ઘરમાં રહેતા પિતા, પુત્રી અને પુત્ર સહિત પાંચ લોકો દટાયા હતા. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો. માહિતી મળતા પોલીસ પહોંચી હતી. લગભગ એક કલાકની કવાયત બાદ પોલીસે તમામને બહાર કાઢ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક બાળકીની હાલત ગંભીર છે. હરિ પર્વત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર અરવિંદ કુમારે જણાવ્યું કે અકસ્માત સવારે 7.30 વાગ્યે થયો હતો. જૂની ધર્મશાળામાં ઘણા…
ભાવનગર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે અહીં હજુ પણ વધુ ઠંડી પડવાની આગાહી થઈ છે. રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે ભાવનગરમાં પણ કાતિલ ઠંડીનો લોકો અનુભવ કરી રહયા છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ ભાવનગર શહેરમાં છેલ્લાબે દિવસથી સુસવાટાભર્યા ઠંડા પવનો ફૂંકાતા લોકો રીતસર ઠુઠવાઈ ગયા છે. સવારના સમયે 12 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાતા દિવસભર લોકોએ ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. મહત્તમ તાપમાન ઘટીને 25.7 ડિગ્રી અને લઘુત્તમ 13 ડિગ્રી નોંધાયું હતું. સવારે 12 કિલોમીટરની ઝડપે ઉત્તર દિશાથી પવન ફુંકાતા વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે. આગામી તા.29…
આજે તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દીને અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર મળ્યા બાદ પોલીસે એલર્ટ જાહેર કર્યું છે અને શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામા પત્રને લઈ અને તપાસ શરૂ થઈ છે. અમદાવાદ પોલીસને કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પત્રમાં એટલે કે તા.26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ અમદાવાદના ગીતા મંદિર GSRTC બસ સ્ટેન્ડ અને કાળુપુર રેલ્વે સ્ટેશનને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાલ અમદાવાદ શહેર કરામ બ્રાંચ દ્વારા આ અંગેની…
વડોદરાથી સુરત,ભરૂચ,નવસારી,મુંબઈ સુધીમાં આઈફોન માર્કેટમાં મોટાપાયે દાણચોરી થઈ રહ્યાની વાત સબંધિત વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બની છે અને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. ભરૂચ અને નવસારી સહિત સુરતના કેટલાક મોટા નામો ભારે ચર્ચામાં છે જેમાં ઇબ્રાહિમ કાપડિયા (ઇબુ) અને મોહંમદ અલી સુરત IA TELECOM , અસલમ નવસારી, સેલ પેસિફિક (ભરૂચ),આલોક નવસારી,સેલ વર્લ્ડ (સુરત),દૌલા અંજુમ સુરત , બાટલીવાલા સરફરાઝ સુરત, હેવમોર મોબાઇલ સુરત, માચીસ વાલા હુસેન સુરત, નિઝામ સુરત (નિઝામ આઈ શોપ), ધ્રુવ શાહ (એપલ વર્લ્ડ),મોબાઈલ વર્લ્ડ,વગરે નામો ભારે ચર્ચામાં આવ્યા છે અને થોડા સમય બાદ ધંધો ફરીથી ચાલુ થઈ ગયો હોવાની વાત ચર્ચાના પરિઘમાં રહેવા પામી છે. સુરતના…
વડોદરામાં આઈફોન માર્કેટમાં મોટા પાયે જીએસટીની ચોરી થઈ રહી છે છતાં સબંધિત વિભાગ દ્વારા તપાસ નહિ થતી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. વડોદરામાં મારવાન્સ મોબાઇલમાં રોજના લાખ્ખો માં વેચાઈ રહેલા આઇફોનમાં ધંધામાં જીએસટીની ચોરી થતી હોવાની ચર્ચા ઉઠી રહી છે. વડોદરામાં જીએસટી ચોરીનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. એટલુંજ નહિ પણ સેકન્ડ હેન્ડ આઈફોન મોબાઇલનું પણ મોટું માર્કેટ છે તેમાં માત્ર આઇડી લઇ મોબાઈલ નો ધંધો મોટાપાયે ચાલી રહ્યો હોવાની વ્યાપક વાત વચ્ચે અધિકારીઓ દ્વારા કેમ તપાસ નહી થતી હોય તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે. વડોદરામાં મારવાન્સ મોબાઇલના મોટા ધંધામાં રોજના લાખ્ખો માં વેચાઈ રહેલા આઇફોનમાં ધંધામાં જીએસટી વિભાગ…
અદાણી ગ્રુપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે જે નીચે મુજબ પ્રસ્તુત છે. (અમદાવાદ) તા.25 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અમારો સંપર્ક કરવાનો અથવા તો તથ્યપૂર્ણ હકીકતો કે વિગતોને ચકાસવાના કોઈ ગંભીર પ્રયાસો કર્યા વિના પ્રકાશિત કરેલા એક અહેવાલ વાંચીને અમોને આઘાત લાગ્યો છે. પસંદગીની ચવાઇ ગયેલી અને સરાસર જૂઠી તેમજ આધાર વિહોણી વિગતો આવરી લેતો આ અહેવાલ અમોને બદનામ કરતા આરોપોનું એક કલુષિત સંયોજન છે અહેવાલમાં દર્શાવેલ વિવિધ વિગતોની ચકાસણી કરીને ભારતની સર્વોચ્ચ અદાલતો દ્વારા તેને નકારવામાં આવી છે. અદાણી ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના બેશરમ, અને દૂષિત ઈરાદા સ્પષ્ટ કરતા આ અહેવાલના પ્રકાશનના સમયગાળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટપણે અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.નો…
નાગપુર પોલીસે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અંધશ્રદ્ધા ફેલાવવાના મામલામાં ક્લીનચીટ આપી છે. નાગપુર પોલીસે કહ્યું છે કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની ફરિયાદની તપાસ બાદ નાગપુરના કાર્યક્રમમાં બાગેશ્વર ધામ વિરુદ્ધ અંધશ્રદ્ધા ફેલાવવાના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે તપાસ બાદ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિને લેખિત જવાબ પણ મોકલી આપ્યો છે. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના વીડિયોની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે નાગપુરમાં તેમના કાર્યક્રમ દરમિયાન કોઈ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી નથી. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારવામાં આવ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી એક પેમ્ફલેટ પર લખીને લોકોના મનની વાત…
વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે સાતમો ક્રમાંક પ્રાપ્ત થયો છે દેશના ટોપટેનમાં સ્થાન મળ્યું છે. ગત તા.20થી 22 જાન્યુઆરી 2023 દરમ્યાન ન્યુ દિલ્હી ખાતે યોજાયેલી વાર્ષિક ડી.જી.પી., આઇ.જી.પી. કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બેસ્ટ પોલીસ સ્ટેશનના ગ્રેડીંગ પેરામિટરની કામગીરી આધાર વર્ષ 2022ના કુલ-10 પોલીસ સ્ટેશનોને બેસ્ટ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યા જેમાં ગુજરાતના વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે સાતમો ક્રમ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, વ્યવસ્થા, શિસ્ત, વર્તણૂક, રેકર્ડ જાળવણી, વહીવટી કામગીરી, તપાસ અંગેની કામગીરી, ગુનાઓના ડીટેકશનની કામગીરી, ગુનાના પ્રિવેન્શનની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની…
કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસ ઉપર વિવિધ કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળોના કર્મચારીઓને 901 સેવા ચંદ્રકો આપવાની જાહેરાત કરી હતી. પ્રજાસત્તાક દીને દેશના કુલ 901 પોલીસ કર્મીઓને મેડલ મળશે. પ્રજાસત્તાક દિન,26મી જાન્યુઆરી 2023 ઉપર રાજ્યના કુલ 901 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવનાર છે જેમાં 140ને પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, 93ને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને 668ને પોલીસ મેડલ સન્માનિત સેવા માટે એનાયત થશે. ગૃહ મંત્રાલય દ્વારા આજે બુધવારે આ પુરસ્કારો અંગે જાણકારી અપાઈ છે. ગુજરાતની વાત કરવામાં આવેતો રાષ્ટ્રપતિ મેડલ માટે ADGP અનુપમસિંહ ગેહલોત અને ATSના DSP કે.કે. પટેલની પસંદગી થઈ છે જ્યારે 12 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ…