ઉત્તરાયણમાં ઠંડીનો પારો ગગડતા વડોદરામાં સિઝનલ ફ્લૂના દર્દીઓમાં અચાનક વધારો થઈ ગયો છે. વડોદરામાં શરદી, કફ, તાવ, ખાંસી,કળતરના 200થી વધુ રોજના દર્દી નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ઠંડીનો પારો 11 ડિગ્રીની નીચે જતાં સરકારે કોલ્ડ વેવ માટેની એડવાઈઝરી જાહેર કરી કારણ વગર ઘરની બહાર ન નીકળવા, હૃદય અને કિડની, બીપી જેવા દર્દીઓએ નિયમિત દવા લેવા સહિત બને તેટલો સૂર્ય પ્રકાશમાં રહીને ગરમી મળે તેવા પ્રયત્નો કરવા અને પૌષ્ટિક આહાર લેવા જણાવાયુ છે. આમ વડોદરા શહેરમાં સિઝનલ ફ્લૂ અથવા વાઇરલ કફ-કોલ્ડ સાથે કહી શકાય તેવો વાવર જોવા મળી રહ્યો છે અને એસએસજી હોસ્પિટલમાં એક મહિલાનો સ્વાઇન ફલૂ નો કેસ નોંધાયો છે ગુજરાતમાં…
કવિ: Halima shaikh
રાજ્યમાં વિધાનસભાના ઇલેક્શનમાં ભાજપે 156 સીટ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો ઉપર ભાજપ વિજય હાંસલ કરશે તેમ સીઆર પાટીલે જણાવ્યું છે તેઓએ મકરસંક્રાંતિની શુભેચ્છા સાથે 2024ના લોકસભાના ઇલેક્શનને લઈને આ મહત્વનું નિવેદન આપ્યુ હતું. સી આર પાટીલે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યા બાદ હવે 2024માં પણ ભાજપ આ જ રીતે વિજય પ્રાપ્ત કરશે. આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26માંથી 26 બેઠકો ઉપર ભાજપ વિજય પતાકા લહેરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે અનેક રાજકીય પંડિતોના ગણિત ખોટા પડ્યા હતા અને ભાજપે જે રીતે દાવો કર્યો હતો તે…
રાજ્યમાં ચૂંટણી નજીક આવે ત્યારેજ શરૂ થઈ જતા આંદોલનો ચૂંટણી બાદ અચાનક કેમ ગાયબ થઈ જાય છે તે વાતનો જવાબ જડતો નથી કેટલાક લોકો આ વાતને કોયડો જણાવી રહયા છે. ગુજરાતમાં ભાજપ નહિ જીતી શકે અને આમ આદમી પાર્ટી બાજી મારશે તેવી વાતોએ જોર પકડયું હતું સાથેજ બીજી તરફ આંદોલનકારીઓ સરકારની બૂમ પડાવી રહયા હતા પણ વિધાનસભાની ચૂંટણી માં ભાજપે ઇતિહાસમાં સૌથી વધુ 156 સીટ મેળવીને સરકાર બનાવ્યા બાદ હવે નવાઈ ની વાત એ છે કે ચૂંટણી અગાઉ અનેક આંદોલનો થયા હતા જેઓ ગાયબ થઈ ગયા છે. સરકાર બનવાને પણ એક માસનો સમય વીતી ગયો છે તેમ છતાં પેન્ડિગ મુદ્દાઓ…
હવે મધ્યપ્રદેશના સાગર શહેરમાં હવે કૂતરો પાળવો મોંઘો પડશે. 48 કાઉન્સિલરોની બનેલી મ્યુનિસિપલ કાઉન્સિલે સર્વાનુમતે નિર્ણય લીધો છે કે શહેરના નાગરિકોની સલામતી અને સ્વચ્છતા માટે કૂતરા માલિકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે. રાજ્યનું આ પહેલું શહેર છે, જે કૂતરા માલિકો પર ટેક્સ લાદવાની તૈયારી કરી રહ્યું છે. સાગર મહાનગરપાલિકા હવે કાયદાશાસ્ત્રીઓની સલાહના આધારે આ નવો કાયદો બનાવશે. તેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. સાગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ચંદ્રશેખર શુક્લાએ જણાવ્યું હતું કે શહેરમાં અગાઉથી જ રખડતા કૂતરાઓ જાહેરમાં ગંદકી કરે છે પણ પાળેલા કૂતરા લઈને નીકળતા લોકો પણ પોતાના કૂતરાઓને ખુલ્લામાં શૌચ કરાવતા હોય ગંદકી કરે છે. સાગરના તમામ વોર્ડમાં પાલતુ…
જાલંધરના સાંસદ સંતોખ ચૌધરીનું આજે શનિવારે નિધન થયું છે. તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ હતા. દરમિયાન તેમને ફગવાડા નજીક ભાટિયા ગામ પાસે હાર્ટ એટેક આવ્યો હતો. ચૌધરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ચૌધરીના અવસાન બાદ ભારત જોડો યાત્રાને રોકી દેવામાં આવી હતી. ચૌધરી 76 વર્ષના હતા. સંતોખ ચૌધરી પંજાબના પ્રથમ શિક્ષણ મંત્રી માસ્ટર ગુરબંતાના પુત્ર હતા. તેમના પુત્ર વિક્રમજીત ચૌધરી ફિલૌરના ધારાસભ્ય છે. તેઓ દોઆબાના દલિત નેતા હતા. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને હાલ પુરતી અટકાવી દીધી છે. યાત્રા આજે લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝાથી ફગવાડા તરફ જઈ રહી હતી. જે દરમિયાન આ ઘટના…
રાજ્યમાં ઉત્તરાયણ પર્વ મનાવવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાત્રી દરમિયાન પતંગ ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી. વલસાડમાં પણ સ્ટેડિયમ રોડ સ્થિત પતંગ બજારમાં છેલ્લી ઘડીએ ખરીદી નીકળતા વેપારીઓ ખુશ ખુશ થઈ ગયા હતા અને કોરોના ના બે વર્ષ બાદ પરંગ અને દોરીમાં ખરીદી નીકળતા વેપારી વર્ગમાં આનંદની લાગણી જોવા મળી હતી. વલસાડમાં પતંગ રસિકોએ મોટી સંખ્યામાં પતંગોની ખરીદી કરી હતી. શહેરનો સ્ટેડિયમ રોડ પતંગ અને દોરી ખરીદવા પતંગ રસિકોની ભીડ જોવા મળી હતી. વલસાડની ઉત્સવપ્રિય જનતામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વના અંતિમ દિવસે શહેરના પતંગ બજારોમાં પતંગરસીયાઓએ દોરી-પતંગની ખરીદી સહિત…
હાલમાં રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ થતાં વ્યાજખોરોમાં ભારે ફફડાટ ફેંલાયો છે તેવે સમયે વડોદરાનો વ્યાજખોર પ્રણવ ત્રિવેદી ભાજપ સાથે નાતો ધરાવતો હોવા છતાં પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરી પાસામાં ધકેલી દીધો છે. ગત જુલાઈ માસમાં પ્રણવ અને તેના પિતા રક્ષેશ ત્રિવેદીએ વેપારીને વ્યાજની કડક ઉઘરાણી કરી રિવોલ્વર બતાવી ધમકી આપ્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયા બાદ તે મામલો નામદાર કોર્ટમાં પહોંચ્યો છે. રક્ષેસ ત્રિવેદી અને પુત્ર પ્રણવ કોઠી કચેરી પાસે આનંદપુરામાંથી વ્યાજનો કારોબાર ચલાવતા હતા. ગોત્રીમાં રહેતા શિરીષ મોહિતે આ ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરતા તેઓ વિવાદમાં આવ્યા હતા. પિતા-પુત્ર ગેંડા સર્કલ પાસે કે-10 બિલ્ડિંગ ખાતેની ઓફિસ ખોલી હતી…
ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ એક શાળાની મુલાકાત દરમિયાન ટોયલેટ ગંદુ જણાતા જાતેજ સફાઈ ચાલુ કરી દેતા લોકો જોતાજ રહી ગયા હતા. અગાઉના સમયમાં મોટાભાગે શાળામાં સફાઈ,પાણીનું માટલું,શણગાર વગરે વિદ્યાર્થીઓ જાતેજ કરતા હતા અને ગાંધીજીના વિચારો મુજબ શાળામાં સફાઈ કાર્યમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાના પાઠ શીખતા હતા જોકે,હાલના સમયમાં તે કામ હવે વિદ્યાર્થીઓ પાસે કરાવાતુ નથી તેવા સમયે ફરી એકવાર એવું દ્રશ્ય સામે આવ્યું જે જોઈ ઉપસ્થિતો જોતાંજ રહી ગયા હતા. કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મંત્રી પાનસૂરિયા મુલાકાતે પહોંચ્યા હતા,જ્યાં તેઓએ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે…
ફિલ્મ એક્ટ્રેસ રાખી સાવંતે આખરે પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે શાદી કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે. બંને લાંબા સમય સુધી રિલેશન શિપમાં રહયા બાદ રાખીએ આદિલ સાથે શાદી કરી લીધી હોવાના સમાચારો સામે આવતા ચાહકો ચોંકી ઉઠ્યા હતા. હાલમાં રાખી અને આદિલની શાદીની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે રાખી સાવંતે આદિલ સાથે શાદી કર્યા બાદ ઈસ્લામ કબૂલ કરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખીએ ગયા વર્ષે તારીખ 29 મે 2022ના રોજ ગુપ્ત રીતે આદિલ સાથે નિકાહ કર્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને હવે આ નિકાહ…
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અજિત અગરકરની લવસ્ટોરી એક ફિલ્મની વાર્તા જેવી છે,જેમાં સમાજ,પરિવારની પરવા કર્યા વગર તેણે પોતાની પ્રેયસી સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1999માં પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર અજિત અગરકરનો જન્મ એક મરાઠી પંડિત પરિવારમાં થયો છે પણ તેને પોતાના મુસ્લિમ મિત્ર મઝહરની બહેન ફાતિમા ગમી જતા તેણે ફાતિમા સાથેજ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ફાતિમાની મુલાકાત મેચ દરમિયાન બંનેની થઈ હતી. જ્યારે મઝહર અજીતની મેચ જોવા જતો તો ક્યારેક પોતાની બહેન ફાતિમાને તેની સાથે સ્ટેડિયમમાં લઈ જતો હોય અહીંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ધીરે ધીરે બંને મિત્રો બની ગયા હતા ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી…