રાજ્યમાં ઉત્તરાયણ પર્વ મનાવવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાત્રી દરમિયાન પતંગ ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી.
વલસાડમાં પણ સ્ટેડિયમ રોડ સ્થિત પતંગ બજારમાં છેલ્લી ઘડીએ ખરીદી નીકળતા વેપારીઓ ખુશ ખુશ થઈ ગયા હતા અને કોરોના ના બે વર્ષ બાદ પરંગ અને દોરીમાં ખરીદી નીકળતા વેપારી વર્ગમાં આનંદની લાગણી જોવા મળી હતી.
વલસાડમાં પતંગ રસિકોએ મોટી સંખ્યામાં પતંગોની ખરીદી કરી હતી. શહેરનો સ્ટેડિયમ રોડ પતંગ અને દોરી ખરીદવા પતંગ રસિકોની ભીડ જોવા મળી હતી.
વલસાડની ઉત્સવપ્રિય જનતામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વના અંતિમ દિવસે શહેરના પતંગ બજારોમાં પતંગરસીયાઓએ દોરી-પતંગની ખરીદી સહિત પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા સમગ્ર વાતાવરણ રંગીન બની જવા પામ્યુ હતું. તો પર્વના અંતિમ દિવસે બજારોમાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો.