સૌરાષ્ટ્રમાં ધારી વિસ્તારમાં રહેતા એક 40 વર્ષના વ્યક્તિએ મનોવિકૃતિની હદ વળોટી પોતાના મળમાર્ગમાં ઠંડા પીણાની પ્લાસ્ટિકની બોટલ નાખી આનંદ લેવા જતા બોટલ અંદર સુધી ઘુસી જતાં ચાર દિવસની પીડા બાદ તેને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાતાં તબીબોએ સર્જરી કરી બોટલ બહાર કાઢી હતી. ધારી વિસ્તારના ગામમાં એકાંત સ્થળે ગયેલા આ વ્યક્તિ એ રૂ.10ની કિંમતની ઠંડા પીણાની પ્લાસ્ટિકની ખાલી બોટલ પોતાના મળમાર્ગમાં ઘુસાડી દીધી હતી, પ્લાસ્ટિકની બોટલ મળમાર્ગમાં ફસાયા બાદ તેની હાલત કફોડી બની હતી અને બોટલ કાઢવા અનેક પ્રયાસો નિષ્ફળ જતા બધા શુ વાત કરશે તેવી ચિંતામાં બે દિવસ સુધી તેણે કોઇને કહ્યું નહોતું. પરંતુ પીડા અસહ્ય થવા લાગતા અંતે પરિવારજનોને…
કવિ: Halima shaikh
જમાનો બદલાઈ ગયો છે અને હવે બધું ઓન લાઈન થઈ ગયું છે તેમજ જેટલો વપરાશ તેટલું રિચાર્જ કરવાનો ઑપશન પણ આવી ગયા છે ત્યારે હવે મોબાઈલમાં જે રીતે રિચાર્જ થાય છે તેજ રીતે હવે વીજમીટર આવી જશે જે મીટરો સ્માર્ટ મીટર હશે આ સ્માર્ટ મીટર પ્રિ-પેઈડ અથવા પોસ્ટ-પેઈડ હશે જે ગ્રાહક પોતાની પસંદગી મુજબ રિચાર્જ કરી વિજળીનો ઉપયોગ કરી શકાશે. મોબાઈલ એપ્લિકેશન, ડિજીવીસીએલની વેબસાઈટ અથવા અન્ય કોઈ પેમેન્ટ ગેટ-વે દ્વારા ગમે ત્યારે ગમે ત્યાંથી આ સ્માર્ટ વીજળીના મીટરમાં રિચાર્જ કરાવી શકાશે. કંઈ કલાકમાં કેટલો વિજળીનો વપરાશ થયો છે તેનું સ્માર્ટ ટ્રેકિંગ કરી શકશે અને લાઈવ અપડેટ જોઈ શકાશે. આ અપડેટ…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજવાની છે.આ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થયો છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે.ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે.કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. GSEB પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે જેમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે જેમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે અને…
વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી રણજી ટ્રોફી મેચનો પ્રારંભ થશે,જેમાં ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે ટક્કર થશે. ગુજરાતની ટીમ ચોથી મેચ અને પંજાબ ત્રીજી મેચ રમશે. પંજાબ અગાઉ આ સીઝનમાં 1 મેચ હારી ગયું હોવાથી પંજાબની ટીમ આ મેચ જીતવા મક્કમ હોય મેચ રસપ્રદ બની રહેશે. વલસાડ જિલ્લા ના 2 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમી રહ્યા છે. અરઝાન નાગવાસવાલા અને સિદ્ધાર્થ દેસાઈ વલસાડના ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટુર્નામેન્ટમાં પંજાબ અને ગુજરાતના IPLના સ્ટાર ખેલાડીઓ પણ રણજી ટ્રોફીમાં રમવા આવ્યા હોવાથી બંને ટીમ વચ્ચે રાસકારી ભરેલી મેચ બની રહેશે. ગુજરાતની ટીમમાંથી પ્રિયંક પાંચાલ, અરઝાન નાગવાસવાલા, હેત પટેલ, સિદ્ધાર્થ દેસાઈ,ચિંતન…
આજકાલ જ્યાં જુઓ ત્યાં ડીજે વાગતા હોય તેનો અવાજ ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે અસહ્ય થઈ પડે છે એમાંય રાત્રે દૂર સુધી વાગતા આવા ડીજે શાંતિ છીનવી લે છે અને નજીકમાં પાર્ટી પ્લોટ કે વાડી કે કોઈ કાફે હોયતો લોકોનો મરો થઈ જાય છે અને મોટેથી વાગતા આવા હેવી મ્યુઝિક સિસ્ટમને લઈ હૃદયના ધબકારા ઉપર વિપરીત અસર કરી મૂકે છે ત્યારે લોકો રીતસર હવે કંટાળ્યા છે અને આનો કોઈ કાયમી રસ્તો કાઢવા માંગ ઉઠી છે ત્યારે જાહેરમાં ડી.જે થી ફેલાતા અવાજના પ્રદૂષણને અટકાવવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે. આ અરજીમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે અવાજના પ્રદૂષણ અંગે બહાર પાડેલા…
વડોદરામાં રોમિયોગીરી કરતા તત્વોને પાઠ ભણાવનાર બે મહિલા પોલીસકર્મીઓનું પોલીસ કમિશનર દ્વારા સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. વડોદરામાં યુવતીઓની છેડતી કરનારા રોમિયોને સુધા કરવા શી ટીમ કાર્યરત છે અને આવા ટપોરીઓ સામે એક્શન લેવામાં આવી રહયા છે,તેવે સમયે વડોદરાના સયાજીંગજ પોલીસ સ્ટેશનની શી ટીમમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જાગૃતિબેન ભરતભાઇ તથા મિત્તલબેન કાંતીલાલ નામના મહિલા પોલીસ કર્મચારીઓએ રોમિયોગીરી કરતા તત્વોને પકડી પાઠ ભણાવતા રોમિયોગીરી કરનારા ફફડી ઉઠ્યા છે. પરિણામે આ બંને મહિલા પોલીસ કર્મચારીઓ જાગૃતિબેન અને મિત્તલબેનને વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘ દ્વારા કોપ ઓફ ધ મન્થ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ બંનેએ છેલ્લા એક વર્ષમાં 22 સફળ…
વડોદરામાં ભારે ચર્ચાસ્પદ બનેલા સુમનદીપ વિદ્યાપીઠના ઓર્થોપેડિક વિભાગમાં જુનિયર વિદ્યાર્થી સાથે રેગિંગ કરવાની ઘટનામાં આખરે ત્રણ સિનિયર ડોક્ટરોને તબીબી ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવતા આવી દાદાગીરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી હતી અને કોલેજ શરૂ થયાના માત્ર 10 દિવસમાં જ વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવા અંગેવિદ્યાર્થીના વાલીઓએ ફરિયાદ કરતા મામલો સામે આવ્યો હતો. જુનિયર ડૉક્ટરોના ત્રાસથી ભોગ બનનનાર માનસિક રીતે તૂટી ગયો અને વિદ્યાર્થી આત્મહત્યા કરવાના વિચારો કરવા લાગ્યો હતો. સમગ્ર મામલો બહાર આવતા એન્ટી રેગિંગ કમિટી દ્વારા જેની સામે રેગીંગનો આક્ષેપ હતો તેવા ત્રણ વિદ્યાર્થીઓનો…
જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ ઉપર દમન થઈ રહ્યું છે અને વધુ પાંચ હિન્દુઓની હત્યા થઈ છે અહીં આધાર કાર્ડ જોઈને હિન્દૂ હોયતો મારી નાખવામાં આવતા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. જમ્મુમાં રોજૌરીના ડાંગરી ગામમાં આતંકીઓ હવે હીન્દુઓને ટાર્ગેટ કરી રહયા છે અને આધાર કાર્ડમાં નામ જોઈ હિંદુઓની હત્યાઓ કરી રહયા છે. આજે સોમવારે સવારે IED બ્લાસ્ટમાં કરાયો જેમાં એક બાળકીનું મૃત્યુ થઇ ગયુ હતુ જ્યારે 5 ઘાયલ થયા હતા જે પૈકી એક હાલત ગંભીર છે. ધમાકો એ ઘરોમાંથયો, જ્યાં રવિવાર સાંજે આતંકવાદીએ ફાયરિંગ ક્યું હતું. આ આતંકી હુમલામાં 4 હિંદુઓના જીવ ગયા અને 7 ઘાયલ થયા છે. લોકોએ જણાવ્યું કે રવિવાર…
વડોદરામાં જૈનોની રેલી નીકળી હતી અને પાલીતાણામાં હિન્દુ અને જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર લોકોને પાસા કરવા જૈન અગ્રણીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. જૈનોનું કહેવું છે કે જૈન લોકો હિન્દૂ હોવાછતાં તેમને જુદા કહી અલગ પાડી બન્ને વચ્ચે સંઘર્ષ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઝારખંડ સરકારે જૈન સમાજના સમ્મેદ શિખર તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કરતા દેશભરમાં જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે જ્યારે ગુજરાતમાં પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિતાણામાં સ્થાનિક વ્યક્તિ માના ભરવાડ સહિતના લોકો દ્વારા હિન્દુ-જૈન મુદ્દે વૈમન્સ્ય ફેલાય તેવી પ્રવૃત્તિ કરી રહયા હોય તેના વિરોધમાં…
પાલિતાણામાં યોજાયેલા શાદી પ્રસંગમાં ચિકન, મટન, બિરયાની સાથે સફરજનનો હલવો અને છાશ આરોગતાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને અહીંની માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પણ બેડ ખૂટી ગયા હતા. પાલિતાણામાં રહેતા મહેતર ના ઘરે શાદી પ્રસંગ હોય પાલિતાણાના તળાવ વિસ્તાર ખાતે આવેલા જમાત ખાનામાં દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું, જેમાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી જેમાં સૌથી વધુ બાળકો ફૂડ પોઇજિંગનો ભોગ બન્યા હતા. દાવતમાં ભોજન આરોગ્યા બાદ ઉલટી અને ઝાડા થઈ જતા ભારે…