ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી કાનૂની પ્રક્રિયા વખતે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજ્યપાલને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરી છે. હાઇકોર્ટમાં અંગ્રેજીની સાથે સાથે માતૃ ભાષા ગુજરાતીનો જો ઉપયોગ કરવા દેવામાં આવે તો રાજયની 7 કરોડ પ્રજાને ઝડપી અને સસ્તો ન્યાય મળી શકે તેમ છે. નીચલી કોર્ટ એટલે કે, ટ્રાયલ કોર્ટમાં કેસ લડતા વકીલ તે કેસની સંપૂર્ણ વિગતોથી વાકેફ હોવાથી પક્ષકારોને હાઈકોર્ટમાં અન્ય બીજા કોઇ વકીલ રોકવા નહીં પડે. બાર કાઉન્સિલની સામાન્ય સભામાં હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ શરૂ કરવા રાજ્યપાલને રજૂઆત કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. રાજ્યપાલને લખેલા પત્રમાં માતૃભાષાના પ્રયોગથી લોકોને લાભ થઈ…
કવિ: Halima shaikh
રાજ્યમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેન્દ્રના નેતાઓની મુલાકાતો વધી ગઇ છે, વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ તો આમ આદમી પાર્ટીના કેજરીવાલ વારંવાર ગુજરાતમાં મુલાકાતો કરી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે આવા સમયે અમિત શાહે જણાવ્યુ કે ગુજરાતના સારા દિવસો આવી ગયા છે, ખેડૂતો આ દિવાળીએ વધુ ઘી નાંખીને કંસાર બનાવે. મ્યુનિ.ની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં કોઇની હિંમત નથી થઇ કે અમદાવાદમાં તોફાનો કરે, શહેરે 20 વર્ષથી કરફ્યુ જોયો નથી હોવાનો દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. બાવળા ખાતે એપીએમસીમાં યોજાયેલા…
ગુજરાત માં આપ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસે પણ પ્રચારની શરૂઆત કરી દીધી છે અને હાલ ચાલી રહેલા નવરાત્રિ પર્વમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શન કરીને રોડ શો કરશે તેમજ અમદાવાદમાં ગરબામાં હાજરી આપશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. હાલ તેઓ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત છે.ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જે રીતે પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો એ જ પદ્ધતિથી ગુજરાતમાં પણ પ્રચાર કરવામાં આવે એ પ્રકારનું આયોજન કોંગ્રેસ કરી રહ્યું છે. આ મહિનો પૂર્ણ થતાંજ ઓક્ટોબર માસમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીઢંઢેરો જાહેર કરવામાં આવે…
સુરતમાં ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર પર પોલીસે દરોડા પાડી આઠ ઇસમોની ધરપકડ કરી સ્થળ પરથી કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી. લાલગેટ પોલીસે હુક્કાબાર પર દરોડા પાડી અલગ-અલગ કંપનીની તમાકુ સેવન કરતા આઠ લોકો મળી આવ્યા હતા. જેમની પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીની તમાકુ, હુક્કાઓ, હુક્કાઓનો સરસામાન, મોબાઈલ અને રોકડ મળી કુલ 5,93,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રેડ દરમિયાન અસદ ફિરોઝ મનસુરી, ફુરખાન મેમણ, નોમાન શેખ, અમ્માર શેખ, ફેઝ અહમદ શેખ, અબરાર મેમણ, વિરલ પટેલ અને મોહમ્મદ ઝૈદ ભરૂચાને રંગે હાથ ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમેરિકામાં મોઘવારી વધી,લોકો કારમાં સૂવા તેમજ જીમમાં સ્નાન કરવા અને શૌચક્રિયા માટે મજબૂર બન્યા છે. એક સમયે પૈસા કમાવવા માટે અમેરિકા નંબર વન ગણાતું હતું ત્યાં આજે સામાન્ય લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે કેલિફોર્નિયા સહિતના શહેરોમાં આ સ્થિતિ હોવાના મિડિયા રિપોર્ટમાં કહેવાયું છે. અમેરિકામાં ઘરનું ભાડું દિવસે ને દિવસે વધતું જતા હવે કેટલાય લોકો ભાડાના ઘર છોડીને કારમાં રહેવા મજબૂર બન્યા છે. નાહવા અને શૌચક્રિયા માટે જિમ જવાનું પસંદ કરી રહ્યા છે જ્યાં હળવી કસરત કર્યા બાદ ત્યાંના બાથરૂમ અને ટોયલેટ નો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્ટરનેટનો ખર્ચ બચાવવા માટે વાઇફાઇ માટે લાઇબ્રેરીમાં જાય છે. ગત વર્ષનું ઘરનું ભાડું…
નવરાત્રી પર્વમાં રેલવેમાં મુસાફરી કરનારા ઉપવાસી મુસાફરોને હવે ફરાળી વાનગીઓ મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે ત્યારે ઉપવાસી પ્રવાસીઓને ફરાળી ભોજન મળી રહે તે માટે રેલવેએ સુવિધા શરૂ કરી છે. રેલવેમાં મુસાફરી કરનાર લોકો જમણમાં ફરાળની વાનગી મેળવી શકશે.રેલવે દ્વારા આઇઆરસીટીસીની મદદથી રૂા.99 થી લઈને રૂા.250 સુધીની વિવિધ વાનગીની થાળીઓ તૈયાર કરાઈ છે. રેલવે દ્વારા જણાવ્યા મુજબ જે સ્ટેશન પર વેન્ડર દ્વારા આ સુવિધા માટે તૈયારી દર્શાવવામાં આવી હશે ત્યાં જ આ સુવિધા મળશે. જોકે મોટાભાગના વેન્ડરોએ આ સુવિધા મોટા સ્ટેશન પર આપવાનું જણાવ્યું છે આ વાનગીઓમાં નીચે મુજબની ફરાળી વાનગીનો સમાવેશ થાય…
રાજસ્થાનમાં સર્જાયેલા પોલિટિકલ ડ્રામા વચ્ચેહાઇકમાન્ડ મોટો નિર્ણય લઈ શકે છે, અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષપદની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે. ગત મોડી સાંજ સુધી 10 જનપથ ખાતે બેઠકોમાં ચર્ચાનો દૌર શરૂ રહ્યા બાદ સોનિયા ગાંધીએ રાજસ્થાન મામલે ખડગે અને માકન પાસે લેખિત રિપોર્ટ માગ્યો છે જે આજે મંગળવાર 27 તારીખે સવારે આપવામાં આવશે, તેમ મનાય છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ગેહલોત કોંગ્રેસ અઘ્યક્ષની રેસમાંથી બહાર છે. અન્ય નેતાઓ પણ બહાર થઈ જશે. આ નેતાઓ 30 સપ્ટેમ્બર સુધીમાં નામાંકન ભરશે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના જણાવ્યા અનુસાર, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કે.સી. વેણુગોપાલના નામ અધ્યક્ષપદ માટે…
રાજ્યમાં નવરાત્રી પર્વમાં પ્રથમ દિવસે ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘુમ્યા હતા અને પ્રથમ દીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, ચાલુ વર્ષે કોરોનાનો હાઉ વિદાય લેતા હવે આ વર્ષે રાજ્યમાં ઠેરઠેર નવરાત્રીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં નવરાત્રી પર્વના પ્રથમ દિવસે ઠેરઠેર ગરબાના આયોજનો થયા હતા જેમાં યુવાઓ,યુવતીઓ બાળકો સહિત આબાલવૃદ્ધો જોડાયા હતા અને માતાજીના ગરબામાં ભાગ લીધો હતો. શહેરમાં પાર્ટી પ્લોટમાં મોટા આયોજનો થયા છે, ગામડામાં હજુ પણ જુની પદ્ધતિ મુજબ માના ગરબા ગવાય છે. ડીજેના તાલે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. નવરાત્રિમાં આ વર્ષે અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન…
ભુજ (પ્રતિનિધિ) કચ્છ જિલ્લા ની શૈક્ષણિક સંસ્થા મુ.એજયુ.વેલ્ફર સોસાયટીના વિવાદ પ્રકરણમાં આખરે વળાંક આવ્યો છે અને આ કેસમાં હાઈકોર્ટે વફફ બોર્ડના ચુકાદાને માન્ય રાખી સંસ્થાને 2018 ની સ્થિતિમાં રાખવા આદેશ કર્યો છે. વકફ રજીસ્ટર નંબર ૫૬૪, નાં સામન્ય સોસાયટીના સભ્ય શ્રી સિરાજ વજીર અલી પીર જેમણે વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ના દિવાની દાવા ન. ૨/૨૦૨૧ દ્વારા જેતે વખત નાં ચેરમેન આ. સૈયદ અબ્દુલ રસુલશા હુસેનશા સામે દાખલ કરેલ જેના હુકમ માં સંસ્થા ચેરમેન સૈયદઅ.રસુલશા હુસેનશા વિરુદ્ધ ચૂકાદો સેટ એટ સાઈડ નો તા.૨૭/૦૭/૨૦૨૧ ના રોજ આવેલ હતો , જેમાં મુખ્યત્વે સૈયદ અબ્દુલરસુલશા ના નિમણૂંક થયાં ત્યારથી જે કાંઈ નિણર્ય લીધો કે…
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, હાલ રાજ્યમાં 82 ટકા વસ્તી ધરાવતા સમાજ સાથે ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ કર્યા હતા. રાજ્યમાં 52 ટકા વસ્તી બક્ષીપંચ, 7 ટકા વસ્તી દલિત, 14 ટકા આદિવાસી અને 9 ટકા લઘુમતીઓ મળી કુલ 82 ટકા ભેદભાવ થઈ રહ્યો છે. ગુજરાતમાં આપ આવવાથી કોંગ્રેસને નુકસાન થશે તેવા નિવેદન મુદ્દે તેઓએ જણાવ્યું કે, આપ ભાજપની બી ટીમ છે, ભાજપનું પેપર ફૂટી ગયું છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, આરએસએસની પોલ ખુલ્લી પડી છે. હાલમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ હોવાનું ચિત્ર ઉભરી રહ્યું છે અને કોંગ્રેસનું ક્યાંય…