વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ ચાલુ છે અને આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. વડોદરામાંલો પ્રેશરને લઈ આગામી ત્રણેક દિવસ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. શહેરમાં છેલ્લા ત્રણેક દિવસ વરસાદી માહોલ રહ્યો હતો.જોકે સંપૂર્ણ દિવસ વરસાદ વરસ્યો ન હતો, જેના કારણે ગરમીનો પારો 1 ડિગ્રી જેટલો વધી ગયો હતો. સમગ્ર દિવસ વાદળછાયા વાતાવરણના કારણે ભેજ અને ગરમીના કારણે લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો. બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વરસતાં આજવા સરોવરની સપાટીમાં પણ 24 કલાકમાં 1 ફૂટનો વધારો નોંધાયો હતો. જેમાં 14 સપ્ટેમ્બરના રોજ જ્યાં આજવાની સપાટી 211.15 ફૂટ નોંધાઈ હતી ત્યાં…
કવિ: Halima shaikh
અમેરિકાએ રશિયા સામેં યુદ્ધ લડી રહેલા યુક્રેનને વધારાના $600 મિલિયનની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આજે શુક્રવારે આ જાહેરાત કરી હતી. અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021 થી યુક્રેનને યુએસ શસ્ત્રો અને સાધનોની આ 21મી શિપમેન્ટ હશે. $600 મિલિયનની સહાયમાં વધારાના શસ્ત્રો અને દારૂગોળોનો સમાવેશ થાય છે. આ સાથે યુક્રેનને અમેરિકાની કુલ સૈન્ય સહાય વધીને લગભગ $15.8 બિલિયન થઈ જશે. બ્લિંકને જણાવ્યું હતું કે યુ.એસ., સહયોગીઓ અને ભાગીદારો સાથે, યુક્રેનને તે શસ્ત્રો અને સાધનો આપી રહ્યું છે જેનો યુક્રેનિયન સૈન્ય અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનની સેના રશિયન આક્રમણ સામે સફળ જવાબી હુમલાઓ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ચરમસીમાએ છે. શનિવારે તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમિલનાડુમાં ભાજપે ખાસ વ્યવસ્થા કરી છે,અહીં પીએમ મોદીના જન્મદિવસ પર જન્મેલા બાળકોને સોનાની વીંટી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવામાં આવશે. સોનાની વીંટી વિતરણના ખર્ચ અંગે જવાબ આપતાં મત્સ્યોદ્યોગ અને માહિતી અને પ્રસારણ મંત્રી એલ મુરુગને કહ્યું કે ચેન્નાઈની RSRM હોસ્પિટલને રિંગનું વિતરણ કરવા માટે પસંદ કરવામાં આવી છે. અહીં જન્મેલા તમામ બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે. તેણે વધુમાં જણાવ્યું કે એક વીંટી લગભગ બે ગ્રામની હશે, જેની કિંમત…
ભાવનગર એસ.ટી. સ્ટેન્ડ નજીક આવીને પેસેન્જર લઈ જતા ખાનગી પેસેન્જર વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી આવા ખાનગી વાહનો બસ સ્ટેન્ડ નજીકથી પેસેન્જર લઈ શકતા નહી હોવાથી મીની લકઝરી બસ જેવા વાહનો ને પેસેન્જર ભરવા દેવા અને એસ.ટી. વિભાગ દ્વારા કોઈ ચેકીંગ કરી કનડગત ન થાય તે માટે પ્રાઈવેટ વાહન સંચાલકો પાસેથી દરમહિને રૂા.50,000ની લાંચની માંગણી થતા ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક લાંચના રૂા.50000 લેતા ACB દ્વારા ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ભાવનગર સેન્ટ્રલ એસ.ટી. સ્ટેન્ડ નજીકથી ખાનગી મીની લકઝરી બસો ભાવનગરથી મહુવા તથા ભાવનગરથી પાલિતાણા જેવા રૂટો પર ઉપડે છે તે ઉપરાંત અન્ય ખાનગી વાહનો પણ આ વિસ્તારમાંથી પેસેન્જરો…
નવી મોબાઈલ બેંકિંગ ‘ટ્રોજન’ વાયરસ ‘સોવા’ દેશમાં એન્ડ્રોઈડ યુઝર્સને નિશાન બનાવી રહ્યું છે. આ વાયરસ દ્વારા, કોઈપણ તમારા Android ફોનને એન્ક્રિપ્ટ કરી શકે છે અને તેનો ઉપયોગ ખંડણી, ગેરવસૂલી વગેરે માટે કરી શકે છે. તેને અનઇન્સ્ટોલ કરવું પણ મુશ્કેલ છે. કેન્દ્રીય સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ આ વાયરસને લઈને એક એડવાઈઝરી જારી કરી છે. CERT-In એ પહેલીવાર જુલાઈમાં ભારતીય સાયબર સ્પેસમાં વાયરસ શોધી કાઢ્યો હતો. ત્યારથી અત્યાર સુધી તેનું પાંચમું વર્ઝન અપગ્રેડ કરવામાં આવ્યું છે. તે લોગિન દ્વારા યુઝરનેમ અને પાસવર્ડ મેળવે છે. આ સિવાય કૂકીઝ તોડીને અને અનેક પ્રકારની એપ્સની ખોટી વેબ બનાવીને તે ગ્રાહકોની માહિતી એકઠી કરે છે…
લખનૌમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હઝરતગંજમાં ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હઝરતગંજમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા છે,મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ, હઝરતગંજની દિલકુશા કોલોની પાસે એક ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ. લખનૌમાં સતત વરસાદ પડી રહ્યો છે. અધિકારીઓને પણ ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે લખનૌ અને ઝાંસીના જિલ્લા પ્રશાસને મોડી રાત્રે સૂચના જારી કરી જિલ્લાની તમામ સરકારી, અર્ધ-સરકારી અથવા ખાનગી શાળાઓમાં ધોરણ 12 સુધી રજા જાહેર…
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કરોડોના ગફલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ ACBની તપાસમાં કેટલીક વિગતો સામે આવી છે જેમાં વિપુલ ચૌધરીએ યુએસ અને કેનેડા અને અલાસ્કામાં મોટેલ તથા મકાનની ખરીદી કરી હોવાની વાત સામે આવી છે. વિપુલ ચૌધરીએ પોતાની ગર્લફ્રેંડ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ્યા હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે. હવે ચૌધરીની વિદેશમાં મળેલી પ્રોપર્ટી અંગેની વાત બહાર આવતા એન્ટીકરપ્શન બ્યુરો EDને લેખિતમાં જાણ કરશે ત્યારે આગામી સમયમાં વિપુલ ચૌધરી કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં આવી જશે એમ મનાય રહ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે વિપુલ ચૌધરીને મહેસાણા ખાતે કોર્ટમાં રજૂ…
વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી કાજલ આહિર છેલ્લા ઘણાજ સમયથી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ મળી જાય તે માટે પ્રયાસ કરતા હતા તે દરમિયાન તેમનો મિત્ર દિનકર જાધવ મળી ગયો હતો અને જણાવ્યું હતું કે, તું નોકરી માટે અરજી કરી દે, નોકરી મળી જશે અને જો આ બાબતે પૈસાની જરૂર પડશે તો તે આપશે. જેથી કાજલે અરજી કરી દીધી હતી અને બાદમાં દિનકરે સચિન પટેલ સાથે કાજલની ઓળખાણ કરાવી હતી. સચિને કાજલને જણાવ્યું હતું કે, જો તમારે નોકરી જોઈતી હોય તો તમારા બધા પ્રમાણપત્ર મોકલી દો અને આ કામ માટે રૂ 2.50 લાખ થશે. બીજી તરફ દિનકરે પણ…
અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયા બાદ હવે અમદાવાદમાં બનેલી LG મેડિકલ કોલેજનું નામ પણ નરેન્દ્ર મેડિકલ કોલેજ કરવામાં આવનાર છે. મણિનગર ખાતે AMCના મેડિકલ એજ્યુકેશન સંચાલિત LG મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાની દરખાસ્તને આજે મળેલી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવતા હવે LG હોસ્પિટલની મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની મળેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મણિનગરની એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામાભિધાન કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને મંજૂર કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ મણિનગર વિધાનસભામાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમના સમય…
વડોદરામાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લિફ્ટ ખોટકાતા દર્દીઓ સહિત 17 લોકો લિફ્ટમાં ફસાઇ જતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ફસાયેલા દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડનીના સૂત્રોએ જણાવ્યુ હતુ કે આજે સવારે ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં પ્રથમ માળે લિફ્ટમાં લોકો ફસાયા હોવાનો કોલ મળતા અમારો સ્ટાફ તાત્કાલીક ત્યાં પહોંચ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી જ્યાં તપાસ કરતા લિફ્ટના સેન્સર કામ કરતા ન હોય દરવાજાને પેડર કટરથી કાપી લિફ્ટમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. લિફ્ટમાં એક દર્દી સહિત કુલ 17 લોકો ફસાયા હતા. જેઓને બહાર કાઢ્યા…