ફ્લાઈંગ રાની અને વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનોમાં MST પેસેન્જર (પાસ હોલ્ડર) માટે રિઝર્વ કોચ સિસ્ટમ કોરોના વખતથી બંધ કરાયા બાદ હજુપણ ફરી ચાલુ નહી કરવામાં આવતા પાસ હોલ્ડરોની રજુઆત બાદ DRM ઓફિસ દ્વારા MST મુસાફરો માટે રિઝર્વ કોચ સિસ્ટમ શરૂ કરવા આદેશ અપાતા હવે ટૂંક સમયમાં ફરીથી ફ્લાઈંગ રાની અને વલસાડ ફાસ્ટ પેસેન્જરમાં એક-એક કોચ MST યાત્રી માટે આરક્ષિત કરવામાં આવશે. જોકે,રેલવે આ ટ્રેનોમાં કોઈ અલગ કોચ ઉમેરવામાં આવશે નહીં પણ હાલના કોચમાંથી એક કોચ ફાળવવામાં આવશે. નોંધનીય છે કે, આ સુવિધા કોરોના પહેલાની હતી પરંતુ કોરોનાની સ્થિતિમાં બંધ કરવામાં આવી હતી પણ હવે કોરોના કાબુમાં આવી ગયા બાદ ફરી…
કવિ: Halima shaikh
જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી એ 99 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે સાડા 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. સ્વામી શંકરાચાર્ય છેલ્લા ઘણાજ સમયથી બીમાર હતા. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો અને સ્વતંત્ર સંગ્રામમાં પણ અંગ્રેજો સામે લડ્યા હતા અને જેલ પણ ગયા હતા. 1942માં જ્યારે ભારત છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી ત્યારે સ્વામી સ્વરૂપાનંદ પણ આ આંદોલનમાં જોડાયા હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ક્રાંતિકારી સાધુ તરીકે જાણીતા થયા. તેઓ વારાણસીમાં 9 મહિના અને મધ્યપ્રદેશની જેલમાં 6 મહિના સુધી કેદ રહ્યા હતા. તેઓએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય…
રાજકોટની મેટોડા GIDCમાં ફેકટરીમાં બ્લાસ્ટ થયાના અહેવાલ છે જોરદાર ધડાકો થતા નાસભાગ મચી હતી આ ઘટનામાં છ જેટલા કામદારોને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજકોટની મેટોડા GIDCમાં પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર બોઇલર પ્રચંડ બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારો ધણધણી ઉઠ્યા હતા અને ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા પાંચ શ્રમિકને ગંભીર રીતે ઇજા પહોંચતા તેઓ તમામને 108 મારફત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. બોઇલર ફાટતા ફેક્ટરીમાં આગ પણ લાગી હતી. આથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ…
ગુજરાતમાં આમતો દારૂબંધી માત્ર નામની જ છે અને હપ્તારાજ ચાલતા હોવાના અગાઉ ભાંડાફોડ થઈ ચૂક્યા છે જોકે,હવે ગુજરાતમાં પણ 58 જેટલી હોટલોમાં દારૂની પરમીટ અપાઈ છે હવે ગુજરાતમાં વધુ પાંચ હોટલોને દારૂ ની પરમીટ આપવામાં આવતા દારૂના શોખીનો જાહેરમાં ટેબલ ઉપર બેસી દારૂની ચૂસકીઓ લઈ શકશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ 5 હોટેલોને લિકર પરમિટ મળતા પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા દારૂના શોખીન લોકો હોટલના ટેબલ ઉપર બેઠા બેઠા દારૂનો ઓર્ડર કરી શકશે. આ હોટેલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટેલમાં આવતા લોકોને પરમિટ પણ આપી શકશે. મહત્વનું છે કે રાજ્યમાં હાલ 58 હોટેલોને લિકર શોપની પહેલેથી જ પરવાની આપવામાં…
કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપી દીપક ઉર્ફે મુંડીને તેના બે સાથીઓ કપિલ પંડિત અને રાજીન્દર સાથે ધરપકડ કરી છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો ફરાર આખરી શૂટર ‘દીપક મુંડી’ ઝડપાઇ ગયો છે. છેલ્લા બે દિવસથી અમૃતસરના સરહદી વિસ્તારમાં પોલીસે ખાસ ઓપરેશન હાથ ધરી તેને ઝડપી લીધો છે. જાણવા મળતી વિગતો અનુસાર એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં દીપક મુંડીની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસને લગભગ 60 દિવસ વીતી ગયા છે ત્યારે દીપક મુંડી માંડ પોલીસને હાથ લાગ્યો…
ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી બાદ વિજય રૂપાણી ભાજપના બીજા મુખ્યમંત્રી બન્યા હતા તેઓએ સત્તામાં પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. સંગઠનમાં સારી પકડ ધરાવતા વિજય ભાઈ મિલનસાર સ્વભાવ ધરાવતા હોય તેમનું ગ્રુપ મોટું છે એટલુંજ નહિ પણ પત્રકારો અને મીડિયા સાથે પણ તેમનું વર્તન ખુબજ સારું રહ્યું હતું અને તેઓ શુદ્ધ કાઠિયાવાડી ભાષા અને તેમની સાદગી અલગ તરી આવતી હતી. જોકે, વિજય રૂપાણી જ્યારે હિન્દીમાં બોલવામાં આવે ત્યારે ઇન્ટરવ્યૂ ટાળતા હતા,તેઓ હિન્દીમાં બોલવાને લઈને પણ ક્યારેક ભૂલ થાયતો ચર્ચામાં રહેતા હતા. હવે જ્યારે ભાજપે રૂપાણીને પંજાબ-ચંદીગઢના પ્રભારી બનાવ્યા છે. ત્યારે રૂપાણી પંજાબ-ચંદીગઢમાં ભાષાકીય તકલીફો ઉભી થવાની વાત વચ્ચે તેઓ કેવી રીતે વાત…
મોંઘવારી મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું છે ત્યારે આંકલાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ટાયરો સળગાવતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ચક્કાજામ કરી ટાયર સળગાવી વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અત્રે નોંધનીય છે કે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કર્યા બાદ આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી પડ્યા હતા અને આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. અમદાવાદમાં NSUIના કાર્યકરોએ AMTS…
સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે સરકાર સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને બંધ કરાવવા નીકળેલા નેતાઓને પોલીસ સાથે માથાકૂટ થયાના બનાવો બન્યા હતા. અમરેલી જિલ્લામાં અમરેલી શહેર બાબરા અને સાવરકુંડલામાં બંધ કરાવવા માટે કોંગ્રેસના કાર્યકરો નીકળ્યા હતા. દરમિયાન બંધ કરાવવા નીકળેલા લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમરની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. જ્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે રોડ વચ્ચે બેસી ચકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તો અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોલીસ સાથે માથાકૂટ કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. જ્યારે જામનગરના ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો દુકાનો બંધ કરાવવા જતા પોલીસ સાથે…
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે ભાગીને લગ્ન કરી લઈ હિન્દુ ધર્મ અપનાવ્યો છે. ગતરોજ શુક્રવારે સાંજે ગાયત્રી પરિવાર દ્વારા ઇકરામાંથી ઇશિકા બનેલી યુવતીએ પંચતત્વ સ્નાન અને પૂજા કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. સમગ્ર મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો છે. મુસ્લિમ યુવતીને એક હિંદુ છોકરા સાથે પ્રેમ થયો અને તે યુવક સાથે રહેવા માટે હિંદુ ધર્મ અપનાવવા સંમત થઈ. પરંતુ હવે ધર્મ પરિવર્તન બાદ યુવતીના પરિવાર અને તેના સમાજ દ્વારા ધમકીઓ મળી રહી છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતી ઈકરાને અહીં રાહુલ વર્મા નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. રાહુલ મૂળ મધ્યપ્રદેશના…
દેશમાં મોંઘવારી આસમાને છે ક્રૂડના ભાવો ઘટે તોપણ હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા નથી વિરોધ પક્ષો વિરોધ કરે કે ન કરે કોઈ ફરક પડતો નથી. પેટ્રોલ-ડીઝલના ભાવો જ્યારથી આસમાને પહોંચ્યા છે ત્યારથી મોંઘવારી આંટો લઈ ગઈ છે અને દરેક વસ્તુના ભાવો વધી ગયા છે. હાલ સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઇલના ભારતીય બાસ્કેટના ભાવ બેરલદીઠ 88 ડોલરની 3 મહિનાની નીચી સપાટીએ આવી ગયા હોવાછતાં ભાવ ધટાડો થતો નથી. આ અગાઉ 9 જૂને 121.28 ડોલરની 10 વર્ષની સર્વોચ્ચ સપાટીએ હતા તે વખતે તા. 9 જૂને દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 89.62 રૂપિયે લિટર ભાવ હતો પણ હવે ક્રૂડ સસ્તું થઈ ગયું હોવાછતાં તા.8 સપ્ટેમ્બરે પણ…