રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીકમાં છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ જોવાય રહ્યો છે કારણકે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ ભાજપમાં જતા રહયા છે તેવે સમયે કોંગ્રેસ દ્વારા આવતી કાલે તા.10મીના રોજ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. દરમિયાન વડોદરાની મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ભાજપે ભારત તોડો-રાજ કરોની નીતિ અપનાવી છે,તેની સામે કોંગ્રેસ દેશને જોડવા માટે અભિયાન શરૂ કર્યું છે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી, કથળતા કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દે કોંગ્રેસે 10મી તારીખે સાંકેતિક બંધનું એલાન કર્યું છે. જેમાં સવારે 8થી 12 લોકોને સાંકેતિક બંધમાં જોડાવવા અપીલ કરી છે.…
કવિ: Halima shaikh
આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રમાનાર છે તે અગાઉ દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગવાના અહેવાલ છે. મેચ 7:30 વાગે શરૂ થવાની છે તેવે સમયે આગ લાગી છે આગ લાગવાનું કારણ હજુ સુધી ચોક્કસ કારણ બહાર આવ્યુ નથી. ફાયરબ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી છે અને આગ કાબુમાં લેવા પ્રયાસો કરી રહી છે. આ આગ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હોવાનું સામે આવ્યું છે, જેનો ધુમાડો સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં આજે પોતાની છેલ્લી મેચ રમવા ઉતરનાર છે ત્યારે સ્ટેડિયમ સામે આગ લાગતા થોડીવાર માટે ભાગદોડ મચી હતી.
નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેઓ દ્વારા ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનની જાહેરાત થયા બાદ આ વિસ્તારમાં જમીનોના ભાવ રાતોરાત વધી ગયા અને આ તકનો લાભ લઈને જમીન-માફિયાઓએ સરકારી માલિકીની જમીનોનો બારોબાર સોદો કરીને કરોડો રૂપિયા ગજવે ઘાલ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. આ કરોડાના કૌભાંડમાં રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને જમીન-માફિયાઓએ ધોલેરામાં બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસનાં ગામમાં વર્ષ 2014થી લઇ 2021 સુધીના ગાળામાં 100 કરોડ રૂપિયાથી વધુની 6થી 7 લાખ ચો.મીટર સરકારી જમીન વેચી દીધી મારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કૌભાંડની જાણ હોવા છતાં છાવરવાના પ્રયાસો થયાનું ચર્ચાઈ રહ્યું છે,…
મુંબઈ બ્લાસ્ટના દોષી પામેલા અને ત્યારબાદ ફાંસી આપવામાં આવી તે યાકુબ મેમનની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય જંગ છેડાઈ ગયો છે. ભાજપનું કહેવું છે કે ઉદ્ધવ સરકારના કાર્યકાળમાં યાકુબની કબર આસપાસ માર્બલ અને LED લાઈટો લગાવવામાં આવી હતી. ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયા પર તસવીરો પણ જાહેર કરતા ભારે હોબાળો મચ્યો હતો અને વિવાદ ઉભો થયા બાદ મુંબઈ પોલીસે કબર પરથી LED હટાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1993ના મુંબઈ બોમ્બબ્લાસ્ટનો દોષી યાકુબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. તે વિસ્ફોટોના કાવતરામાં સામેલ હતો. CBIની ચાર્જશીટ મુજબ યાકુબ દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમનના આતંકવાદી સંગઠનનું ફાઈનાન્શિયલ કામકાજ સંભાળતો હતો. 1994માં CBIએ યાકુબની…
એશિયા કપ 2022 જીતવા ભારે રસાકસીનો માહોલ જામ્યો છે ત્યારે અફઘાનિસ્તાનના ખેલાડીએ પાકિસ્તાનના ખેલાડીને આઉટ કરતા પાક ખેલાડીનો પિત્તો ગયો હતો અને અફઘાનિસ્તાનના ખેલાડીને મારવા બેટ ઉગામતા મામલો ગરમાયો હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તા વચ્ચેની મેચ ચાલતી હતી, એક સમયે પાકિસ્તાનનું પલ્લું ભારે થઈ રહ્યું હતું તે સમયે અફઘાનિસ્તાનના બૉલર અને પાકિસ્તાનના ખેલાડી વચ્ચે બબાલ થઇ ગઇ હતી. જ્યારે પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલી આઉટ થયો તો તેને અફઘાન બૉલર ફરીદ અહેમદ પર બેટ ઉગામી મારવાની કોશિશ કરતા અન્ય ખેલાડીઓ દોડી આવ્યા હતા. 19મી ઓવરમાં અફઘાનિસ્તાની બૉલર ફરીદ અહેમદ એ આસિફ અલી ને આઉટ કર્યો, આ દરમિયાન આસિલ અલી ગુસ્સો થઇ ગયો,…
રાજ્યમાં નેતાઓ વારંવાર એવા નિવેદન કરી બેસે છે કે જેનાથી વિવાદ ઉભો થાય છે આવા સંજોગોમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામ ખાતે આવેલા નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે હિન્દુ સમાજ વિશે વિવાદિત નિવેદન આપતા વિવાદ ઉભો થયો છે તેઓએ હિંદુ સમાજ ઢોંગી નંબર ૧ કહેતા મામલો ગરમાયો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા તે દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે. પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ…
આજના મોંઘવારીના યુગમાં જો હોસ્પિટલનો મોટો ખર્ચ આવી જાય તો બચેલી મૂડી સાફ થઈ જાય છે અને તેથીજ હોસ્પિટલમાં આવતો સારવારનો તોતિંગ ખર્ચથી બચવા લોકો મેડિકલેમ કરાવતા હોય છે પણ જો આવા સંજોગોમાં મેડિકલેમ પાસ ન થાય તો સામાન્ય માણસ મોટા ખર્ચમાં આવી બરબાદ થઈ જતો હોય છે પણ જો તમે સાચા હોયતો લડત આપીને ન્યાય મેળવી શકો છો આવા એક કિસ્સામાં વલસાડના યુવકે લડત આપી ન્યાય મેળવ્યો છે. વલસાડના એક યુવાને કોરોનાની બિમારીનો મેડિક્લેમ મેક્સ બુપા કંપનીએ રિજેક્ટ કરતા યુવાને જાતે જ ફોરમમાં ફરિયાદ કરી જાતેજ કેસ લડ્યો હતો. આ કેસમાં ફોરમે ફરિયાદી યુવાન તરફે ચૂકાદો આપી મેક્સ બુપા…
રાજ્યમાં રોડનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને કમ્મર તૂટી જાય તેવા મોટા ખાડાઓ વાહનમાં ખર્ચાઓ વધારી રહયા છે અને આ રોડ ઉપર અપડાઉન કરતા ટ્રક અને બસ ચાલકોની કમમરની વાટ લગાડી રહયા છે ત્યારે મુંબઈ કે વલસાડથી વડોદરા આવો ત્યાં સુધીમાં માંડ બચ્યાનો અનુભવ થયા વગર રહે નહીં. માર્ગ મકાન વિભાગના મંત્રી પાસેથી ખાતું લઈ લેવાયું પણ રસ્તાઓ ની હાલતમાં કઇ સુધારો થયો નથી ક્યાંક ક્યાંક થિંગડાં મારવાની પ્રક્રિયા ચાલે છે. સત્યડેના પત્રકાર પોતે રિયાલિટી ચેક કરવા વલસાડ-દાહોદ બસની રૂટની બસમાં તા.7 મી સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા છ વાગ્યાની બસમાં બેઠા ત્યારે તૂટેલા રોડને કારણે લોકોને પડતી મુશ્કેલીઓ જાતેજ અનુભવી…
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ભાવનગર જિલ્લાના સિહોરના મૂળ વતની એવા પોલીસ-કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે પોતાની 3 વર્ષની દીકરી અને પત્ની સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યા બાદ તેઓની સુસાઈડ નોટ ફરતી થઈ છે, જેમાં તેઓએ મિત્રો, પરિવારજનો કેટલાક સૂચનો લખ્યા છે અને સાથે સાથે જ્યારે ગુજરાત પોલીસની ગ્રેડ પેની માગણી અંગેનો ઉલ્લેખ કરી લખ્યું કે પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા છે અને IPS અધિકારીઓ પૈસા બહુ ખાય છે અને તે જ લોકો પગાર વધારવા નથી દેતા. પોલીસ એવું કહે છે કે કુલદીપસિંહનો ફોન પેટર્ન લોક છે, પરંતુ તેણે તેના મિત્રને મોકલેલી સુસાઈટ નોટ હાલમાં બધે…
અમદાવાદ શહેરમાં ગોતા વિસ્તારમાં એક પોલીસકર્મીએ પોતાની પત્ની અને માસૂમ બાળકી સાથે 12મા માળેથી નીચે ઝંપલાવી દઇ આપઘાત કરતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હોવાની વિગતો સામે આવી છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.