સુરતમાં પાલિકાનું નવું વહિવટી ભવન આગામી ૩૬ મહિનામાં બની જશે જે બનાવવા માટે રૂ. 1080 કરોડનો ખર્ચો થનાર છે, ટેન્ડર શરત મુજબ આખી વડી કચેરી આગામી વર્ષોમાં નવા વહિવટી ભવનમાં શિફ્ટ થઈ જનાર છે ત્યારે નવાઈની વાત એ છે કે હાલની જૂની ચેમ્બરોનું કરોડોના ખર્ચે રીનોવેશન કરવામાં આવી રહ્યું હોય પ્રજાના નાણાં નો દુરુપયોગ થઈ રહયાનું સામે આવી રહ્યું છે. મહાનગર પાલિકાના મુઘલાઈસરી માંજ હાઉસિંગ ખાતા, એકાઉન્ટ ખાતામાં આ ખર્ચાઓનો આંકડો અંદાજે રૂપિયા 5 કરોડથી વધી જાય તેવું ચર્ચાઈ રહ્યું છે. તમામ ઝોનમાં જો તપાસ કરવામાં આવે તો ત્યાંના કાર્યપાલક ઇજનેરો, આસી. કમિશનરોથી લઈ અન્ય અધિકારીઓની ઓફિસો પાછળ પણ મોટા…
કવિ: Halima shaikh
ભારતીય નૌસેના માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને નેવીમાં સામેલ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં તેને દેશને સમર્પિત કર્યું. કોચીન શિપયાર્ડમાં બનેલા આ એરક્રાફ્ટ કેરિયરના નિર્માણમાં 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ જહાજના સત્તાવાર ઇન્ડક્શનથી નેવીની તાકાત બમણી થઈ જશે. INS વિક્રાંતના નૌકાદળમાં સામેલ થવા પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, ભારતીય નૌકાદળમાં તમામ શાખાઓ હવે ભારતની દીકરીઓ પણ ખોલવામાં આવશે તેઓ માટે કોઈ સીમાઓ કે બંધનો નહિ હોય. ભૂતકાળમાં, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને હિંદ મહાસાગરમાં સુરક્ષા ચિંતાઓને લાંબા સમયથી અવગણવામાં આવી છે, વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. આજે આપણા માટે દેશની મુખ્ય સંરક્ષણ…
યાત્રાધામ અંબાજી જઈ રહેલા 7 પદયાત્રીના કાર અડફેટે કરુણ મોત અંગે મુખ્યમંત્રી એ દુઃખ વ્યક્ત કર્યું છે અને રૂ. 4 લાખની સહાય જાહેર કરી છે. ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને બેફામ ધસી આવેલા કાર ચાલકે અડફેટે લેતા 7 પદયાત્રીઓનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અંબાજી જતા પદયાત્રીઓને અરવલ્લીના કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. પદયાત્રીઓને કારચાલકે અડફેટે લીધા હતા, જેથી 7 લોકોનાં મોત થયાં છે, જ્યારે 9 લોકોને ઈજા પહોંચતાં હાઈવે લોહિયાળ બન્યો હતો. મૃતકોમાં પદયાત્રીઓ સહિત એક સ્થાનિકનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો…
વડોદરા શહેરમાં કોંગ્રેસમાં જૂથબંધી પ્રવર્તી રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીઓ મામલે અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે આ બધા વચ્ચે અહેવાલો મળી રહયા છે કે વડોદરામાં લોકસભાનાં પ્રભારી યશોમતી ઠાકોર અને પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ વચ્ચે સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ ગુપ્ત બેઠકથી કોંગ્રેસમાં અનેક ચર્ચાઓએ રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા થઇ હોવાનું કહેવાય છે. કોંગ્રેસમાં હાલ બે પડકાર ઉભા થઇ ગયા છે જેમાં ભાજપની સાથે આમ આદમી પાર્ટી સામે પણ લડવા રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોંઘવારીથી ત્રસ્ત મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરીને આંદોલનો કરીને સત્તાધારી પક્ષને ભીંસમાં…
બીજેપી કિસાન મોરચાના સભ્ય વિનોદ ખરાબને સબ-ઇન્સ્પેક્ટરની નોકરી અપાવવાના નામે પૂંદ્રીના ધારાસભ્ય રણધીર ગોલનના પુત્ર અમિત ગોલન પાસેથી 49 લાખ રૂપિયા લેવાના આરોપ બાદ તેઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા પણ હવે આ પ્રકરણમાં ફરી તપાસ શરૂ થતાં નેતાના પગ નીચે રેલો આવ્યો છે. ભાજપ દ્વારા તેમને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા, પરંતુ માત્ર બે વર્ષ પછી તેઓ ફરીથી પાર્ટીમાં પ્રવેશ્યા હતા. કિસાન મોરચાના સભ્ય રહીને તેઓ ફરીથી ભાજપમાં જોડાયા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં પણ સરકારી નોકરી અપાવવાના નામે પૈસા પડાવવાની ફરિયાદો સામે આવી હતી. આ પછી વિનોદને ભાજપમાંથી હાંકી…
સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને દરેક ધર્મો નું સન્માન કરે છે. સલમાનખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની બહેન અર્પિતાના ઘરે ગણપતિ બાપ્પાની પૂજામાં હાજરી આપતો જોવા મળી રહ્યો છે અને ભગવાનની આરતી પણ કરતો જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ સલમાન ગણેશ ચતુર્થીના દિવસે તેની બહેનના ઘરે ગયો હતો. અભિનેતાએ ગણેશ બાપ્પાની મુલાકાત લીધી અને તેની એક ક્લિપ ચાહકો સાથે શેર કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે અર્પિતા અને આયુષના ઘરે પૂજામાં બોલિવૂડના કેટલાક અન્ય સેલેબ્સ પણ સામેલ થયા હતા. જેમાં વિકી કૌશલ તેની…
રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવવા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો અમદાવાદમાં પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં 11 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં આજે અમદાવાદ ,વડોદરા સહિત જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં શહેરમાં પાલડી, નિકોલ, નરોડા, ઓઢવ અને બાપુનગર, આંબાવાડી, SG હાઇવે, શિવરંજની ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છેડાશે. ભરૂચ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતું હતું પણ પાછળથી કોંગ્રેસમાં અંદરો અંદર વિખવાદ વધતા ભાજપે કબ્જો જમાવ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો ગજ વાગે તેમ નથી તે વાત અહીંના પીઢ કોંગ્રેસના નેતાઓ જ કહી રહયા છે અને છેલ્લા દિવસોમાં જે રાજીનામાનો દૌર ચાલ્યો તે હકીકત સૌની સામે છે. ભરૂચજિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરીમલ સિંહ રણાને રીપીટ કરવાથી જીલ્લામાં કોંગ્રેસ નામશેષ થઇ રહી છે તેવામાં પ્રદેશ અગ્રણીઓ યુનુસ પટેલ અને રાજેન્દ્રસિંહ રણા જીલ્લામાં સંપૂણ નિષ્ક્રિય થઇ જતા આ વખતની…
ચીનના શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોને નિશાન બનાવી તેઓ ઉપર અત્યાચારો કરવામાં આવી રહયા છે,તેઓને વિશ્વના આતંકવાદના પરોક્ષ સમર્થક તરીકે જોવામાં આવે છે,પરિણામે આતંકવાદના નામે મુસ્લિમોનું દમન કરવામાં આવે છે. મુસ્લિમ મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવી રહયા છે અને મુસ્લિમ પુરુષોની વસ્તી વધે નહિ તે માટે બળજબરીથી નસબંધી કરવામાં આવી રહી છે. આ દાવો યુએન હ્યુમન રાઈટ્સ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે કે ચીન આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ કાર્યવાહીના નામે મુસ્લિમો ઉપર અત્યાચાર કરી રહ્યું છે. યુએન માનવાધિકાર કમિશનર મિશેલ બેચેલેટે તેમના કાર્યકાળના છેલ્લા દિવસે 31 ઓગસ્ટના રોજ ચીનમાં માનવ અધિકારો પર બહુપ્રતીક્ષિત અહેવાલ રજૂ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર રિપોર્ટમાં ચીન પર…
સમગ્ર ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરતા ગુજરાતમાં કસ્ટોડિયલ મૃત્યુની સૌથી વધુ સંખ્યા હોવાનો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટમાં ખુલાસો થયો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લા બે વર્ષની નોંધ કરવામાં આવી છે જેમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુની સંખ્યામાં એક વર્ષમાં 53 ટકાનો વધારો નોંધાયો છે. NCRB 2020 (NCRB 2020 રિપોર્ટ) ડેટા અનુસાર, આવા 15 કેસ નોંધાયા હતા. ભારતની વાત કરીએ તો 2020માં 76ની સરખામણીમાં 2021માં કુલ 88 મૃત્યુ થયા છે. ગુજરાત બાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે, જ્યાં 2021માં 21 કસ્ટોડિયલ મૃત્યુ થયા હતા. ગુજરાતમાં, 23 મૃત્યુમાંથી, 22 પોલીસ કસ્ટડી અથવા લોક-અપમાં મૃત્યુ પામ્યા હતા…