કવિ: Halima shaikh

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપના તોતિંગ પ્રચાર વચ્ચે હવે કોંગ્રેસે પણ પોતાની ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરી છે અને કોંગ્રેસમાં લોકોનો વિશ્વાસ જગાવવા કોંગ્રેસ દ્વારા ’હર હર બુથ, ઘર ઘર બુથ’ના સૂત્ર હેઠળ અભિયાન હાથ ચલાવવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા કક્ષાથી માંડીને પ્રાદેશિક કક્ષાના એક હજાર નેતાઓને આઇન્ડેન્ટીફાઇડ કરવામાં આવ્યા છે. આ દરેક નેતાઓ પોતાના બુથના 10 ઘરના પરિવારની દરરોજ મુલાકાત લેશે. 26, 27 અને 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલનારા આ અભિયાન અંતર્ગત ‘એક હજાર’ નેતાઓ દરરોજ 10 બુથોની મુલાકાત લેતાં 30 હજાર બુથ વિસ્તારમાં ફરશે અને સ્થાનિક જનતા સાથે ચર્ચા કરશે. બાકીના 22…

Read More

ગુજરાતમાં ભાજપ અને આમ આદમી વચ્ચે મુખ્ય ટક્કર છે ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાની જગ્યા બનાવવા કામે લાગ્યું છે અને ગુજરાતના કોંગીજનોમાં ઉત્સાહ જગાવવા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ 5મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહયા છે તેઓ અમદાવાદ આવશે અને ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે. રાહુલ ગાંધી ગુજરાતના 52 હજાર બુથના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. તેની સાથોસાથ પ્રાદેશિક નેતાઓ સાથે ચૂંટણી લક્ષી ચર્ચાઓ પણ કરનાર છે. જે રીતે કાર્યક્રમ ગોઠવાયો છે તે મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે આવશે ત્યાંથી તેઓ બપોરે 12-45 કલાકે રિવરફ્રન્ટ જશે આ રૂટમાં ત્રણ જગ્યાએ યુથ કોંગ્રેસ, NSUI…

Read More

પૈસા કમાવા લોકો જાતજાતના તિકડમ કરે છે અને પછી ભોપાળુ બહાર આવતા બધું પકડાય છે આવુજ કઈક ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ ચાલતું હતું તે પકડાયું છે. આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂ.10 હજાર કમિશન આપવામાં આવતું હતુ પણ આખરે મોટી રકમના થઈ રહેલા ટ્રાન્જેક્શનનો મામલો ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં ઝીલાતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે આ કૌભાંડમાં ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેમાં જણાવ્યા…

Read More

આજે ગણેશોત્સવ છે આજે 31 ઓગસ્ટ, બુધવાર એટલે શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત માનવામાં આવે છે. બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવાથી બધાં જ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતાં વિઘ્નો તરત જ દૂર થઈ જાય છે આજે ગણેશચોથના દિવસનો પવિત્ર દિવસ છે અને આજથી શરૂ થતાં ભગવાન ગણેશજી ઉત્સવ દરમિયાન ઠેરઠેર શ્રીજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. આજે રવિયોગનો સંયોગ પણ છે,રવિયોગમાં કરવામાં આવતી પૂજાનું ખુબજ મહત્વ છે જે હંમેશાં લાભકારી રહે છે. આજના દિવસે રવિયોગ તા. 31 ઓગસ્ટના સવારે 6 વાગીને 06 મિનિટથી શરૂ થશે, જે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 12 વાગીને 12 મિનિટ સુધી રહેશે.…

Read More

સોવિયેત યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ અને શીત યુદ્ધનો અંત લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર 91 વર્ષીય મિખાઈલ ગોર્બાચેવનું લાંબી માંદગી બાદ મંગળવારે અવસાન થયું છે. રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે લાંબી માંદગી બાદ તેમનું અવસાન થયું છે. મિખાઇલ ગોર્બાચેવ યુનાઇટેડ યુનિયન ઓફ સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિક (યુએસએસઆર) ના છેલ્લા નેતા હતા. જે તે સમયે તેઓ એક યુવાન અને ઉત્સાહી સોવિયેત નેતા હતા જે નાગરિકોને સ્વતંત્રતા આપીને લોકશાહી સિદ્ધાંતોની તર્જ પર સામ્યવાદી શાસનમાં સુધારો કરવા માંગતા હતા. 1989 માં, જ્યારે સામ્યવાદી પૂર્વીય યુરોપમાં સોવિયેત યુનિયનમાં લોકશાહી તરફી વિરોધ ઉગ્ર બન્યો, ત્યારે ગોર્બાચેવે બળનો ઉપયોગ કરવાનું ટાળ્યું…

Read More

વડોદરામાં ન્યુ વીઆઈપી રોડ ઉપર ઢોરવાડા તોડવા પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે ગયેલી પોલીસ સાથે ગોપાલક મહિલાઓએ ઝપાઝપી કરતા એક મહિલાએ મહિલા PSI કે.એચ.રોયલાનો નો કોલર પકડી માર મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી ઢોરવાડામાંથી 3 ગાયો પકડી હતી. ન્યુ વીઆઈપી રોડ પર આવેલા રસ્તાને નડતરરૂપ 4 ગેરકાયદે ઢોરવાડા તોડવાની કાર્યવાહી કરવા દબાણ શાખા અને પોલીસની ટીમ પહોંચી તે સમયે મહિલા ગૌપાલકો અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અને10 પોલીસ જવાનની નજર સામે જ મહિલા PSI કે.એચ.રોયલાનો કોલર પકડીને માર મારવામાં આવતા એક મહિલા અને 3 પશુપાલકોની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરામાં…

Read More

સુરતમાં રાત્રે આપ નેતા મનોજ સોરઠીયા ઉપર હુમલાની બનેલી ઘટનાને લઈ રાજ્યભરમાં પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે,આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, તે મુજબ આ વર્ષે પણ શ્રીજી સ્થાપન કરવાનું હોય મંડપની કામગીરી જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ત્યાં ગયા હતા તે વખતે કેટલાક ઈસમો દ્વારા એકાએક મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડની પાઇપ વડે મનોજ ભાઈ ઉપર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. આ હુમલામાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માથાના ભાગે પાઇપનો ફટકો વાગતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા જેઓને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં…

Read More

રાજ્યમાં ચૂંટણીઓ લોહિયાળ બનવાની શક્યતાઓ વચ્ચે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો છે,આ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. સુરતમાં સિમાડાનાકા ખાતે AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર લાકડી અને પાઈપો સાથે ધસી આવેલા હુમલાખોરોએ મનોજ સોરઠીયાને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ ઘટનાને પગલે આપ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનોજ સોરઠીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read More

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાવનગર ભાજપમાં જૂથવાદ ઉભો થતા ભાજપની છબી ખરડાતા આખરે સીઆર પાટીલ ભાવનગરની મુલાકાત લે તે અગાઉ જ ભાવનગર ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળિયાએ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કારડીયા રાજપૂત સમાજ પર વિવાદિત નિવેદન બાદ કારડીયા રાજપૂત સમાજ દ્વારા જિલ્લા પ્રમુખના રાજીનામાં ની માંગ ઉઠી હતી અને સતત વિરોધ ઉઠતા તેઓએ તેમણે રાજીનામું આપી દીધુ. મુકેશ લંગાળિયાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામુ મોકલી આપ્યું છે. અત્રે નોંધનીય છે કે સી.આર.પાટીલ આગામી તારીખ 3 અને 4 એમ બે દિવસ ભાવનગરની મુલાકાતે જવાના છે. જોકે, આ બધા વચ્ચે રાજ્યમાં મોડી રાત્રે…

Read More

વડોદરામાં ગણેશજી ઉત્સવ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગણેશજી ની મૂર્તિઓ પંડાલ સુધી લાવવામાં આવી રહી છે ત્યારે શહેરના પાણીગેટ રોડ ઉપર મોડી રાત્રે શ્રીજીની પ્રતિમા લઈ જઈ જતી વખતે બે કોમ વચ્ચે કાંકરીચાળો થતાં નાસભાગ મચી ગઈ હતી. તોફાની ટોળાએ પાણીગેટ દરવાજા પાસે આવેલા ધર્મસ્થાનના કાચ તોડી નાખવા સાથે રસ્તા ઉપર પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત એકથી વધુ લારીઓ ઊધી પાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે મોડી રાત્રે 13 તોફાનીની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન સિટી પોલીસ મથકમાં 30 લોકોનાં ટોળાં સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે બનેલા…

Read More