કવિ: Halima shaikh

રાજ્યમાં પોલીસ વિભાગમાં પગાર વધારા માટે ઉઠેલી માંગ બાદ આખરે રાજ્ય સરકારે કરેલીજાહેરાત મુજબ પરિપત્ર બહાર પાડી તા. 1લી ઓગસ્ટથી પગાર-ભથ્થા વધારાની જોગવાઈ અમલમાં મુકતા પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. સરકારે જાહેર કરેલા પરિપત્ર મુજબ 1લી ઓગસ્ટથીજ પગાર ભથ્થા વધારો અમલી બનશે,જેમાં પોલીસ કોન્સ્ટેબલને 4000 અને હેડ કોન્સ્ટેબલને 4500નો વધારો કરાયો છે. ઉપરાંત રજા પગારને લઈ પણ ગુહ વિભાગે ઠરાવ પસાર કર્યો છે. સરકારની જાહેરાત પછી LRD કર્મીને વાર્ષિક 3 લાખ 47 250 રૂપિયા પગાર મળશે, જ્યારે કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા મળશે, હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર અને ASIનો નવો…

Read More

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૈશાલી બલસારાને ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા સનસનાટી ; હત્યારાની શોધખોળ શરૂ વલસાડની જાણીતી સિંગરની પારડી પાર નદી પાસેથી કારમાં લાશ મળી આવ્યા બાદ થયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૈશાલી બલસારાને ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે, પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને શોધવા તપાસમાં ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ જિલ્લાના પારડીની પાર નદી પાસે અવાવરું જગ્યાએ પડેલી બલેનો કારમાં વૈશાલી બલસારાની લાશ મળી આવતા પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોસ્ટમાર્ટમરિપોર્ટમાં વૈશાળીનીગળે ટુંપો દઈને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટના આધારે હત્યાનો…

Read More

અમેરિકન એજન્સી નાસા હવે ફરી અડધી સદી પછી ચંદ્રના મિશન આર્ટેમિસના માધ્યમ દ્વારા ચંદ્ર ઉપર ઉપર જવા તૈયારીઓ શરૂ થઈ છે,આજરોજ મિશનની પહેલી ટેસ્ટ ફ્લાઈટ આર્ટેમિસ-1 ને સાંજે 6.03 વાગ્યે લોન્ચ કરવામાં આવનાર છે જેના ઉપર સૌની નજર છે. આર્ટેમિસ-1 એક માનવરહિત મિશન છે. પહેલી ફ્લાઈટ સાથે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરશે કે અંતરિક્ષયાત્રીઓ માટે ચંદ્ર પર અનૂકુળ વાતાવરણ છે કે નહીં અને ચંદ્ર પર ગયા પછી અવકાશયાત્રીઓ પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરી શકશે કે નહીં. નાસા મુજબ નવું સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) મેગારોકેટ અને ઓરિયન ક્રૂ-કેપ્સ્યૂલ ચંદ્ર પર પહોચશે. સામાન્ય રીતે ક્રૂ-કેપ્સ્યૂલમાં અવકાશયાત્રીઓ રહે છે પણ આ વખતે તે…

Read More

ફિલ્મ એકટર રણવીર સિંહે જુલાઈ મહિનામાં પીપલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા બાદ તેની સામે થયેલા કેસ અંતર્ગત આજે તા.29 ઓગસ્ટના રોજ રણવીર સિંહ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં સવારે સાત વાગે પહોંચી જતા પોલીસે અહીં બે કલાક સુધી રણવીર સિંહની પુછતાછ કરી હતી. ઇન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશીએ કહ્યું હતું કે રણવીરને 10 સવાલ પૂછવામાં આવ્યા હતા. રણવીરે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેણે કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા હતા. રણવીરે કહ્યું હતું, પોતાને સહેજ પણ ખબર નહોતી કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે મુસીબત ઊભી કરી દેશે, પોતે એક જનરલ ફોટોશૂટની જેમ જ આ ફોટોશૂટ કર્યું હોવાની વાત કરી હતી. ફોટોશૂટને સો.મીડિયામાં શૅર…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM 2022) આજે યોજાઈ હતી. આ મીટિંગમાં Jio 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરવાની સાથે કંપનીએ Jio Phone 5G લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી. Jio Phone 5G ને Google અને Qualcomm ની ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવશે. તે 5G કનેક્ટિવિટી સાથેનો સૌથી સસ્તો ફોન પણ હશે. આ ફોન Qualcomm ના Snapdragon 480 5G પ્રોસેસર સાથે ઓફર કરવામાં આવશે. Jio Phone 5G ના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 6.5-ઇંચ HD + IPS LCD ડિસ્પ્લે મળી શકે છે, જે 1600×720 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. ફોનમાં Snapdragon 480 5G પ્રોસેસર અને 4 GB RAM…

Read More

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબોના આવાસમાં કેટલાક ગૌપાલકોને મકાનોની ફાળવણી કરવામાં આવ્યા બાદ આ ગૌ પાલકોએ પોતાને અહીં મકાનો મળતાજ સાથે સાથે ઢોરવાડા પણ ઉભા કરી દેતા કોર્પોરેશન દ્વારા તરસાલી આવાસ યોજનામાં ઉભા કરવામાં આવેલા ઢોરવાડા દૂર કરી દીધા હતા. પાલિકાની દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે ઢોરવાડા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. તરસાલી ખાતે આવેલા આવાસોમાં રહેતા લોકો દ્વારા ઢોરવાડા દૂર કરવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન હાઇકોર્ટ દ્વારા રખડતી ગાયો ઉપર અંકુશ લાવવા માટે આદેશ કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા હવે રસ્તા ઉપર રખડતી ગાયોને ઢોરડબામાં પૂરવાની કાર્યવાહી સાથે ગેરકાયદેસરના ઢોરવાડા પણ દૂર કરવાની ઝુંબેશ શરૂ…

Read More

Jio એ દિવાળી 2022 સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈના મેટ્રો શહેરોમાં Jio 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ડિસેમ્બર 2023 સુધીમાં 18 મહિનામાં સમગ્ર ભારતને આવરી લેવા માટે તે ઝડપથી અન્ય શહેરો અને નગરોમાં વિસ્તરણ કરવામાં આવશે. Jioની 5G સર્વિસનું પ્રેઝન્ટેશન આપતાં આકાશ અંબાણીએ કહ્યું કે તેની સૌથી રસપ્રદ વાત એ હશે કે તે અલ્ટ્રા હાઇ સ્પીડ ફિક્સ્ડ બ્રોડબેન્ડ છે. આના દ્વારા દેશભરના દરેક વર્ગખંડમાં ઉચ્ચ ગુણવત્તાની શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થશે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કંપનીની આ 45મી એજીએમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી…

Read More

રાજ્યમાં આવી રહેલી ચૂંટણી અગાઉ ચાલી રહેલા આંદોલનને નિપટાવી દેવા વડાપ્રધાન મોદીએ સૂચના આપતા આંદોલન સમેટવા તખ્તો ગોઠવાયો છે. અમદાવાદ એરપોર્ટ પાસે ગુજસેલમાં લગભગ બે કલાક સુધી પીએમ મોદીએ અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કે. કેલાસનાથન પણ હતા આ ચર્ચા બાદ સરકારે રાજ્યમાં થઈ રહેલાં આંદોલનો સમેટવા માટે પાંચ મંત્રીની કમિટી રચી રાજ્યમાંથી આંદોલનોનો ઝડપી ઉકેલ લાવવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. સરકારને આગામી ચૂંટણીઓ દરમ્યાન આંદોલનોથી કોઈ અસર ન થાય તે વાતનું ધ્યાન રાખી વડાપ્રધાને આ પાંચ નેતાઓ ને બને એટલા ઝડપથી આંદોલનોનો ઉકેલ લાવવા જણાવ્યું છે. રાજ્યના કર્મચારીઓની પડતર માગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે…

Read More

વડોદરાના વાઘોડિયા તાલુકામાં રહેતી ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી નવા આજવા ગામના સરપંચના પુત્ર અને એન્જિનીયરીંગ કોલેજમાં મિકેનીકલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિશાલ વિનોદભાઇ વસાવાએ સીમમાં શારીરીક સબંધ બંધાતા સગીરાએ પુત્રને જન્મ આપતા ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ લઈ આરોપી સરપંચ પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જે દિવસે સગીરા અને વિશાલે શારીરીક સબંધ બાંધ્યો હતો. તેના બે દિવસ બાદ ફરી વિશાલે સગીરાને ગામની સીમમાં બોલાવી હતી. અને ફરી શારીરીક સબંધ બાંધ્યો હતો. આમ બે વખત વિશાલે સગીરા સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો. તે વખતે વિશાલે સગીરાને જણાવ્યું કે,…

Read More

રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચાલતી ચર્ચા મુજબ આગામી તા. 22-23 સપ્ટેમ્બર એમ બે દિવસનું ટૂંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. રાજ્યમાં વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આવી રહેલા નવરાત્રિ પર્વમાં ચૂંટણી જાહેર થઇ શકે છે અને નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે અને 15મી ડિસેમ્બર પહેલા નવી સરકારની રચના પણ થઈ શકે તેવી વાતો હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાના પરિઘમાં રહેવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે વાતાવરણ છે તે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ રહેશે. ભાજપના સી.આર.પાટીલ અગાઉ ગુજરાત…

Read More