કવિ: Halima shaikh

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આઝાદ આવતા મહિને સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લે તેવી શક્યતા છે. જો આઝાદ નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરે છે તો તેની સૌથી વધુ અસર કાશ્મીર સ્થિત પાર્ટીઓ પર થવાની શક્યતા છે.મુસ્લિમ વોટબેંક ધરાવતી NC, PDP તેની પાર્ટીની વોટ બેંક ગુમાવી શકે છે. તેનાથી સમગ્ર રાજ્યમાં ભાજપને ફાયદો થવાની આશા છે. દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામાથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. શનિવારે દિલ્હીમાં આઝાદના રાજ્યના સમર્થકોની બેઠકનો પ્રસ્તાવ છે. તેઓ આવતા મહિને સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લે તેવી શક્યતા છે. આઝાદ નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો સૌથી વધુ અસર કાશ્મીર આધારિત પક્ષોને…

Read More

યુપીમાં અમિત શાહ ઇચ્છતા હતા કે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ફરી પ્રમુખ બને પણ યોગીજીએ અમિત શાહની ઈચ્છા મુજબ નહિ પણ પોતાની ઈચ્છા મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ભૂપેન્દ્ર સિંહ ચૌધરીની પસંદગી કરતા આ વાત ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. યોગી આદિત્યનાથે ફરી પોતે ઈચ્છે તેજ કરશે તેવો આડકતરો મેસેજ આપી દીધો છે. યોગીએ મૌર્યને મંત્રીમંડળમાંથી જવા જ ના દેતાં શાહ નું ચાલ્યુ ન હતું. અમિત શાહે કેશવ પ્રસાદ મૌર્ય ઉપરાંત ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, શ્રીકાંત શર્મા, બસ્તીના સાંસદ હરિશ દ્વિવેદી, કન્નોજના સાંસદ સુબ્રત પાઠક અને કેન્દ્રીય મંત્રી બી.એલ. વર્માનાં નામ પણ સૂચવ્યા હતા પણ યોગીજી નું કહેવું…

Read More

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય પક્ષોમાં પ્રચાર શરૂ થયો છે અને એકબીજા વિરોધી નિવેદનો સામે આવી રહયા છે ત્યારે સુરતના ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે વાઇબ્રન્ટ વિવર્સ એક્સપોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થયો. આ પ્રસંગે હાજર રહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેજરીવાલનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, હમણાં હમણાં એક ભાઈ ગુજરાતમાં આવે છે અને મફત પાણીની વાત કરે છે. મફત વીજળી આપવાની વાત કરે છે પરંતુ એ વીજળી આપશે ખરાં ? એ પણ સવાલ છે. ગુજરાતની જનતા આ વાત સામે ચેતી જાય તે જરૂરી છે, સી આર પાટીલે કહ્યું કે ગુજરાતમાં ટ્રીટેડ પાણીનો ભાવ એક…

Read More

કોંગ્રેસમાં સિનિયર નેતાઓ હવે પાર્ટી છોડી રહ્યા છે, સિનિયર નેતાઓ અન્ય પાર્ટીમાં જોઇન થઈ રહયા છે અને કોંગ્રેસનું બધેજ ધોવાણ શરૂ થયું છે ત્યારે આ બધા વચ્ચે આજે 50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે ગુલામ નબી આઝાદ ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદે લખ્યું છે કે, ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો…

Read More

રાજ્યમાં તૂટી રહેલી કોંગ્રેસે હજુ હાર માની નથી અને ભલે ઘણા સિનિયરો પાર્ટી છોડી રહ્યા હોય પણ હજુ કોંગેસને આશા છે કે કંઈક કરી શકીશું તેથીજ ગેહલોત હાલ ગુજરાતમાં પ્લાનિંગ કરી રહયા છે તે મુજબ હાલમાં તો પાર્ટી દ્વારા ઇલેકશન કમિટીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રઘુ શર્મા, જગદીશ ઠાકોર સહિત સુખરામ રાઠવા,મધુસુદન મિસ્ત્રી શક્તિસિંહ ગોહિલ,ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવાડિયા,સિદ્ધાર્થ પટેલ,અમિત ચાવડા,મોહનસિંહ રાઠવા,પરેશ ધાનાણી,નારાયણ રાઠવા,તુષાર ચૌધરી,શૈલેષ પરમાર,લલિત કગથરા,જીજ્ઞેશ મેવાણી,અમરિશ ડેર,અમી યાજ્ઞિક,હિમાંશુ વ્યાસ,લાલજી દેસાઈ,ઋત્વિક મકવાણા વગેરેને સમાવેશ કરી 90 દિવસનો ચૂંટણી પ્રચાર માટે પ્લાન બનાવી દીધો છે. ગુજરાતના નિરીક્ષણ તરીકે નિમાયેલા અશોક ગહેલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની પ્રજા માટે અનેક વાયદાઓ કર્યા છે,જેમાં…

Read More

રાજ્યમાં શાસક પક્ષમાં બરાબર ચૂંટણી ટાણે જ બે સિનિયર નેતાઓ પાસેથી મહત્વપૂર્ણ વિભાગો પરત લઇ લેવાયાની અભૂતપૂર્વ ઘટના પછી રાજકીય ગલિયારોમાં શરુ થયેલી ચર્ચા મુજબ હાઈ કમાન્ડ વર્તમાન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના પરફોમન્સને લઇ અસંતુષ્ટ ન હોઈ તેમના સ્થાને પરષોત્તમ રૂપાલા કે મનસુખ માંડવીયાને નીમવા વિચારી રહ્યું છે. આ સંભવિત શક્યતા અંગેના સ્થાનિક હેડલાઈન દૈનિકના ફ્રન્ટ પેઝ પર અહેવાલ પ્રસિદ્ધ કરતા હેડલાઈન દૈનિકના પત્રકાર અનિરુદ્ધ નકુમ સામે A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા અખબારી સ્વાતંત્ર્ય પર સેન્સરશીપ સમી તરાપથી સમસ્ત પત્રકાર આલમમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. નિર્ધારિત કાર્યકમાનુસાર તા. 26ને શુક્રવારે સવારે 11:00 કલાકે હોસ્પિટલ ચોક,બાબા સાહેબ…

Read More

રાજ્યમાં ચુંટણીઓ નજીક આવી રહી ત્યારે નેતાઓ જનતાને જુદા જુદા પ્રલોભનો આપી રહયા છે પણ વાસ્તવિક સ્થિતિ હાલ જુદીજ છે હાલમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ આસમાને પહોંચ્યા છે અને દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજીના ભાવ વધ્યા છે, સિંગતેલમાં જ બે દિવસમાં 60 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે શાકભાજીના ભાવ પણ વધ્યા છે. છેલ્લા એક મહિનામાં દૂધના ભાવમાં પણ લિટરે 4 રૂપિયા જેવો વધારો થયો છે, ખાદ્યતેલોમાં ભાવ ઘટતાજ નથી અને હવે સટ્ટાખોરોએ ધંધો બનાવી દીધો છે. કૃત્રિમ તેજી ઊભી કરી દેવાતા લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે. અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. 31, જ્યારે 500 મિલી અમૂલ તાજાનો ભાવ…

Read More

સુરતમાં ભાજપના એક નેતા સ્વિમિંગ પુલમાં એક પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે ન્હાતા હોવાની વાયરલ થયેલી તસવીરોએ સુરતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે ત્યારે ભાજપ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે અને ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની જે તસવીરો વાયરલ થઈ છે તે જૂની છે અને તેમાં નેતાના બન્ને પરિવારો વચ્ચે ઘર જેવો સબંધ હોય બધા સાથેજ ફરવા ગયા હતા જેમાં આ બે નેતાઓ પરિવાર સાથે હતા તે બતાવવામાં આવ્યું નથી અને છેડછાડ કરી તસવીરો વાયરલ કરી બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હોવાનું જણાવાયુ છે. વાયરલ તસવીરોમાં જે નેતાઓ દેખાઈ રહયા છે તેમાં ભાજપની પૂર્વ મહિલા કોર્પોરેટર કોમલ પટેલ અને…

Read More

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી કોંગ્રેસને અલવિદા કરી દીધું છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ સંદર્ભમાં સમાચાર આપ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આ નિર્ણય લીધો છે જે ઘણી રીતે મહત્વપૂર્ણ કહેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના પાર્ટી છોડવાના સમાચાર ઘણા દિવસોથી ફેલાઈ રહ્યા હતા. આખરે પાર્ટીના દિગ્ગજ નેતાએ આ નિર્ણય લઈને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગુલામ નબી આઝાદનું કોંગ્રેસ છોડવું…

Read More

રાજ્યમાં ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણી અગાઉની તૈયારીઓ શરૂ થઈ છે તેવે સમયે સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના નવીનીકરણ માટે સુરત જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા હવે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાનું ‘કમલમ’ ઉભું કરવામાં આવી રહ્યું છે અને તે માટે થનારા કરોડના ખર્ચ અંગે જિલ્લા ભાજપના નેતાઓ પાસે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે માત્ર અપીલ જ કરી અને મિનિટોના સમયમાં જ કરોડો રૂપિયા મળી પણ ગયા હતા. ​​​​​​​બારડોલી મીંઢોળા નદી કિનારે 24,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં ઉભા થનારા બે માળના અદ્યતન સુરત જિલ્લા કમલમમાં જિલ્લાના વિવિધ સેલના પ્રમુખોની ચેમ્બર જિલ્લાના ધારાસભ્યોની અલગ…

Read More