ગુજરાતમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે અને ટીકીટ માટેની દોડધામ વચ્ચે સૌરાષ્ટ્રના કોળી પટેલ સમાજના આગેવાન ગણાતા પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ હવે ભાજપ અને કોંગ્રેસ એમ બંને રાજકીય પક્ષને આડકતરી રીતે કહી દીધું છે કે જો આ બે પક્ષો માંથી કોઈ ટીકીટ નહિ આપેતો અપક્ષમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત હાલ ગુજરાતમાં હોય સોમા પટેલ તેમને મળવા માટે અમદાવાદ સ્થિત શાહીબાગ સર્કિટ હાઉસમાં તેમને મળવા ગયા હતા. જોકે, ગેહલોતે તેમને સમય નહિ આપતા તેઓ અપમાનજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. ગેહલોતે સમય ના ફાળવતાં અંતે સોમા પટેલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોંગ્રેસના સહપ્રભારી…
કવિ: Halima shaikh
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે અહીં કોંગ્રેસના અગેવાનોના ધડાધડ રાજીનામા પડતા હવે ભરૂચમાં કોંગ્રેસનું લગભગ પતન થઈ ગયું છે ત્યારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો કાર્યક્રમોમાં ભીડ બતાવવા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકોને લાવી રહયાની પોલ ખુલી ગઈ છે. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સંગઠન ટકાવી રાખવામાં જાણે નિષ્ફળ સાબિત થઈ રહયા છે, કોંગ્રેસમાં મોટા પાયે નારાજગીનો માહોલ છે અને ધીરેધીરે આમ આદમી પાર્ટી અને ભાજપ તરફ માહોલ બની રહ્યો છે અહીં મોટાભાગના આગેવાનો રાજીનામાં આપી રહયા છે અને કેટલાય આપી ચૂક્યા છે અને કોંગ્રેસના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલીખમ…
જાણીતી ગુજરાતી અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકનું નિધન થયું છે. અભિનેત્રી 45 વર્ષની હતી અને લાંબા સમયથી ફેફસાના કેન્સરથી પીડિત હતા. હેપ્પી ભાવસારને મોન્ટુ ની બિટ્ટુ અને પ્રેમજી: રાઇઝ ઓફ અ વોરિયરમાં તેના અભિનય માટે ઓળખવામાં આવે છે. તેમને ઘર-ઘર ઓળખ મળી. તે જ સમયે, હેપ્પી ભાવસારે ગુજરાતી અભિનેતા મૌલિક નાયક સાથે લગ્ન કર્યા પછી અભિનય છોડી દીધો હતો. હેપ્પી ભાવસારના આકસ્મિક નિધનને પગલે ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, તેમના મિત્રો દ્વારા સોશિયલ મીડિયા ઉપર શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ખુશી શાહ, હેતલ ઠક્કર, પાર્થ ભરત ઠક્કર સહિત અન્ય ઘણા સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી…
ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉનો માહોલ જામી રહ્યો છે તેવે સમયે પીએમ મોદી અને અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તારીખ 28 ઓગસ્ટના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેશે તેઓ બપોરે કલોલના પાનસર ગામની મુલાકાત લેનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે PM મોદી પણ તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતમાં છે. PM મોદી અમદાવાદ અને કચ્છની મુલાકાત લેશે. PM મોદી અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર જનસભાને સંબોધન કરશે. જ્યારે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ત્યારે ભુજમાં પણ PM…
સુરતમાં ભાજપના એક નેતા સ્વિમિંગ પુલમાં એક પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે ન્હાતા હોવાની વાયરલ થયેલી તસવીરોએ સુરતના રાજકારણમાં ધૂમ મચાવી દીધી છે. ભાજપ જિલ્લા પ્રમુખના સ્વીમિંગ પુલની જે તસવીરો વાયરલ થઈ છે તેમાં ભાજપ જિલ્લા પ્રમુખ અને પૂર્વ મહિલા કોર્પોરેટર એમ બે નેતાઓ પુલમાં એકસાથે જોવા મળી રહ્યા છે. વાયરલ તસવીરોમાં જે નેતાઓ દેખાઈ રહયા છે તેમાં ભાજપના એક પૂર્વ મહિલા કોર્પોરેટર અને ભાજપ જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ નજરે પડી રહ્યા છે તેઓ પુલમાં ન્હાતા હોવાની તસવીરો વાયરલ થતા સબંધિત વર્તુળોમાં આ મેટરે ભારે ચર્ચા જગાવી છે. તો બીજી તરફ, આ તસવીરો જાણી જોઈને સુરત એપીએમસીના પૂર્વ ચેરમેન દ્વારા વાયરલ…
વડોદરામાં મનપાની ટીમ ઢોર પકડવા ગઈ પણ દંડા અને દાતરડા લઈ આવેલી મહિલાઓ ઢોર છોડાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. રાજ્યમાં વડોદરા સહિત અનેક વિસ્તારોમાં રખડતા ઢોર ને લઈ અનેક અકસ્માતના બનાવો સામે આવી રહયા હોય ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર પકડવા મુદ્દે સરકારને કડકા આદેશ કરતા હવે રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ થઈ છે ત્યારે વડોદરામાં રખડતા ઢોર પર પકડવા ગયેલી પાલિકા ટીમ સાથે મહિલાઓએ બબાલ કરી ઢોર છોડાવી જતા બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણથી ચાર મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ વડોદરાના બાપોદ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હોય એ ઢોર પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓ પર કેટલીક મહિલાઓએ…
મિત્રો,આજકાલ મોટાભાગના લોકોને પાન મસાલા ખાવાની આદત હોય છે અને લાંબા સમય સુધી અતિશય માત્રામાં પાન મસાલા,ગુટખા,તમાકુ ખાવાથી મોઢામાં ચાંદા પડવાથી લઈ મોઢું જકડાઈ જતા મોઢું પૂર્ણ રીતે ખુલી શકતું નથી ત્યારે આવા લોકો માટે અકસીર ઈલાજ માર્કેટમાં આવી ગયો છે અને “મારસોલ®” ઉપલબ્ધ છે જેના ઉપયોગથી મોઢું ખુલી જાય છે અને સાથે સાથે મોઢાના અન્ય રોગો જેવાકે પેઢાને લગતા રોગો,મોઢાની દુર્ગંધ,જડબાની દીવાલ જાડી થઈ જવી, ગફોલામાં ગાંઠો થવી વગેરેમાં પણ રાહત થાય છે. મારસોલ® 100 ટકા નિર્દોષ ઔષધ છે અને કોઈ આડ અસર થતી નથી જે ગળી જવાથી પણ કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અને બાળકો, યુવાનો,વૃદ્ધો સૌ કોઈ…
મહારાષ્ટ્ર ના બીજેપી નેતા નિતેશ રાણે એ હિન્દુ યુવતીઓને ધર્માંતરણ કરવા માટે મુસ્લિમ યુવકોને આર્થિક મદદ મળી રહી હોવાનો દાવો કરતા સનસની મચી છે. હિન્દુ છોકરીઓનું ધર્મ પરિવર્તન કરવામાં સફળ થનાર મુસ્લિમ યુવકને બાઇકની ગિફ્ટ આપવા સાથે નાણાકીય મદદ આપવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું છે. યુવતીઓ માટે રેટ કાર્ડ રાખવામાં આવ્યું છે,જેમાં શીખ યુવતીને ધર્મ પરિવર્તન માટે 7 લાખ, પંજાબી હિંદુ યુવતીને 6 લાખ, ગુજરાતી બ્રાહ્મણ યુવતીને 6 લાખ, જ્યારે અન્ય રાજ્યની બ્રાહ્મણ યુવતીને 5 લાખ નો ભાવ બોલાઈ રહ્યો છે અને તેઓનું ધર્મ પરિવર્તનના કરી છોકરીઓનું જીવન બરબાદ કરવામાં આવી રહ્યું છે. આ સમયે નિતેશ રાણેએ એવી પણ…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ જનતાને પ્રલોભન આપી રહી છે અને હાલમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં દિલ્હી અને પંજાબ મોડેલ શિક્ષણ,ફ્રી વીજળી,રોજગારી વગરે લાગુ કરવા વાયદા કરવામાં આવી રહયા છે ત્યારે હવે અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની લોકપ્રિય મુખ્યમત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે તો રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. તેઓના મતે રાજસ્થાન જેવી સ્વાસ્થ્ય યોજના વિશ્વમાં ક્યાંય નથી,જો ર૦રર માં કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર આવશે તો રાજસ્થાન સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી સ્વાસ્થ્ય યોજના ગુજરાતમાં પણ…
બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડવા મુદ્દે થયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે. બિલ્કીસ બાનો કેસના દોષિતોની મુક્તિ સામેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે, સાથે જ તમામ ગુનેગારોને પક્ષકાર બનવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે. જણાવી દઈએ કે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને આ રમખાણો દરમિયાન બિલકિસ બાના પરિવારના સાત…