આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને મંત્રીઓએ ભાજપ પર પોતાને ખરીદવાની ઓફર કરવાનો આરોપ લગાવ્યા પછી AAPએ આજે ગુરુવારે તેના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક ગુમાવ્યો છે. AAP ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું, “ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે તમામ ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી તેમનો સંપર્ક કરવામાં આવશે. બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે. ભાજપ 40 ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો છે,હમણાં સુધી સીએમ કેજરીવાલ સહિત 52 ધારાસભ્યો બેઠકમાં પહોંચ્યા છે, 10 ધારાસભ્યોની રાહ જોવાઈ રહી છે. બુધવારે આમ આદમી પાર્ટી (AAP)એ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. AAP નેતા…
કવિ: Halima shaikh
વડોદરા જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અને કુરાલીના સરપંચ ભૌમિક પટેલે પોલીસ દારૂના હપ્તા લેતી હોવાની પોસ્ટ મૂકી ચકચાર જગાવી હતી આ પોસ્ટ મુકનાર ભૌમિક પટેલજ દારૂ પીધીલી હાલતમાં ઝડપાઇ જતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. ભૌમિક પટેલે મંગળવારે જ સોશિયલ મીડિયા પોલીસ અને એમએલએ દારૂના હપ્તા લે છે તેવી પોસ્ટ મૂકી વિવાદ ઉભો કર્યો હતો. દરમિયાન,કરજણ ટોલ પ્લાઝા નજીકથી યુ ટર્ન લઈ એક કાર સુરત તરફ હંકારતાં પોલીસે શંકાના આધારે કારનો પીછો કર્યો હતો. દરમિયાન આ કાર લાકોદરા ગામ નજીક હાઇવે ઉપર આવેલી સતીમાતા હોટલના પાર્કિંગમાં આ કાર પાર્ક કરેલી મળી આવી હતી. જ્યાં કાર બહાર નશાની હાલતમાં ઊભેલા…
સમય હતો 2014નો દેશભરમાં મોદીજીએ ‘કૉન્ગ્રેસ મુક્ત ભારત’ નારો લગાવ્યો અને ભાજપના દરેક કાર્યકરોએ આ નારાને ઝીલી લીધો અને આ નારો એવો ગુંજયો કે ભાજપને રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, આસામ અને મધ્ય પ્રદેશ પૈકી બે રાજ્યો છત્તીસગઢ અને રાજસ્થાનને બાદ કરવામાં આવેતો આજે બધા જ રાજ્યો કૉન્ગ્રેસનું લગભગ કહી શકાય કે ધોવાણ થઈ ચૂક્યું છે. જોકે, હવે આજે 2022 વિધાન સભાની ડિસેમ્બરમાં ચૂંટણીઓ છે ત્યારે ગુજરાતમાં ભાજપ કૉન્ગ્રેસ મુક્તનો નારો ઉઠાવી શકે એમ નથી. કારણ કે ગુજરાતમાં બકરુ કાઢતા ઊંટ પેસે તેમ આમ આદમી પાર્ટી એવી રીતે ઘૂસી ગઈ કે કહી શકાય કે ભાજપ અંધારામાં રહ્યું છે અથવા વધુ…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો જનતાને અનેક વાયદા કરી રહયા છે આમ આદમી પાર્ટી શિક્ષણ, રોજગારી, ફ્રી વીજળી વગરે વાયદા કરી રહી છે તો ભાજપ વિકાસના કામો જનતા વચ્ચે લઈ જઈ પ્રચાર કરે છે અને કોંગ્રેસ વર્ષો જુના કામો બોલે છે તેવું સ્લોગન બનાવી પ્રચાર શરૂ કર્યો છે, પણ આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ના નામના નવા પક્ષ સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરવા સાથે તેમણે પોતાના પક્ષના મેનીફેસ્ટો તરીકે ‘પંચામૃત’ નામે વાયદાઓ રજુ કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું કે જો પોતાની સરકાર બનશે તો તેઓ સરકાર બન્યાના 100 દિવસમાં દારુ બંધી દુર…
ગુજરાતના બે મંત્રીઓના ખાતા છીનવાઈ ગયા અને તે પૈકી એક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના પીએ એવા પ્રેમલ મોદીની સીબીઆઈ દ્વારા અટકાયત અને પુછતાછ કરવામાં આવી હોવા અંગેના કેટલાક માધ્યમોમાં નામજોગ સમાચારો આવ્યા બાદ ભારે ચકચાર મચી હતી પણ આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે જે મંત્રીના પીએ પ્રેમલ મોદીની અટકાયતની વાત માત્ર અફવા સાબિત થઈ છે કારણ કે જે પીએની અટકાયતની વાત કરવામાં આવી હોવાની વાતો ફેલાઈ હતી તે પીએ તેમની ઓફીસમાં મોજુદ જણાયા હતા.
ગુજરાતમાં સીબીઆઈની ટીમે એક એવા વ્યક્તિની અટકાયત કરી છે જે ભાજપના મંત્રીનો પીએ હોવાનું મનાય છે. જેની પાસેથી બહુ મહત્વના પુરાવાઓ અને જાણકારીઓ મળી છે. જેમાં ભાજપના મંત્રીઓએ કરેલા કોઈ મોટા ગફલાની વાત સીબીઆઈના ધ્યાનમાં આવતા રૂ.200 કરોડના કથિત આ મામલામાંગુજરાતના ટોચના નેતાઓ તેના ભાગીદાર છે. મુસ્લિમ નેતાઓ અને અગ્રણીઓ સાથે મળી જઈ અશાંત ધારાની કરોડોની મિલકતો ખરીદી હિન્દુઓને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની છેક દિલ્હી સુધી પહોંચતા એક્શન લેવાયાં હોવાની વાત છે, ખેડા જિલ્લાના માતર ખાતે મોટી સંખ્યામાં લઘુમતિ કોમના ઇસમો ખાતેદાર બની ગયા હોવા મુદ્દે ભાજપના મંત્રી શંકાના દાયરામાં આવી ગયા છે. PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના…
કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં પોતાના પગ ફેલાવી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન ફરી આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. હા, અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે અને આ જાણકારી ખુદ અભિનેતાએ ટ્વીટ કરીને આપી છે. આ દરમિયાન, તેણે તે લોકોને કહ્યું છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસોમાં અભિનેતાને મળ્યા છે તેમનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે. જોકે, અભિનેતા સિવાય તેના પરિવારના અન્ય કોઈ સભ્યને કોરોના સંક્રમિત થયો નથી. અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “મેં હમણાં જ કોવિડ પોઝિટિવ ટેસ્ટ કર્યો છે. જે લોકો મારા સંપર્કમાં છે. તે બધા કૃપા કરીને તમારો કોવિડ…
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ભરૂચ સહિત વડોદરા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે. તો બીજી તરફ મહીસાગર નદીમાં પણ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા જિલ્લાના મહી કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા છે. વડોદરા જિલ્લા કલેકટરે તંત્રને મહી કાંઠાના ગામોમાં વસતા લોકોને સાવધ કર્યા છે, મહી નદીના કાંઠે વસતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના 15, પાદરા તાલુકાના 10 અને વડોદરા તાલુકાના 5 મળીને કુલ 30 ગામોના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર પર આવેલા કડાણા ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ મહી બજાજ સાગર બંધ અને અનાસ નદીમાંથી…
• એએમજી મિડીઆ નેટવર્કસ લિ.ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ પ્રા.લિ.એ એનડીટીવીની પ્રમોટર ગ્રુપ કંપની આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા. લિ.ના ૯૯.૫% ઇક્વિટી શેર હસ્તગત કરવાના અધિકારોનો ઉપયોગ કર્યો છે. • તે સેબીના ટેકઓવર નિયમનોના સંદર્ભમાં એનડીટીવીમાં ૨૬% સુધીનો હિસ્સો હસ્તગત કરવા સંબંધી ઓપન ઓફર માટેનો રસ્તો ખુલ્લો કરશે. એનડીટીવી ત્રણ અગ્રણી રાષ્ટ્રીય ચેનલો અને મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ ધરાવે છે. • એએમએનએલ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની ૧૦૦% પેટાકંપની છે. અમદાવાદ; ઓગષ્ટ ૨૩, ૨૦૨૨: એએમજી મિડીઆ નેટવર્કસ લિ.ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિઅલ પ્રા.લિ. આરઆરપીઆર હોલ્ડિંગ પ્રા.લિ.(RRPR) ના વોરંટ ધરાવે છે જેથી તે RRPRમાં ૯૯.૯૯% હિસ્સો રૂપાંતરિત કરવા માટે હકદાર છે. વિશ્વપ્રધાન કોમર્સિઅલ…
ભરૂચ કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ પડ્યું છે,ભરૂચ શહેરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત ૮ લોકોના રાજીનામા પડ્યા બાદ વધુ 20 હોદ્દેદારોએ સામુહિક રાજીનામા ધરી દેતા કોંગ્રેસ હવે પતન તરફ ધકેલાઈ ચૂકી છે અને ચૂંટણી અગાઉજ દાંડિયા ડૂલ થઈ ગયા છે ભરૂચમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વોડૅ પ્રમુખના હોદ્દેદારોએ રાજીનામા આપતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. હાલ જે રીતે અહીં માહોલ જોવા મળી રહ્યો છે તેમ ભરૂચ શહેરમાં કોંગ્રેસીઓ જ કોંગ્રેસને કોંગ્રેસ મુક્ત કરશે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઉદ્દેશીને અપાયેલા રાજીનામા પત્રમાં જણાવાયુ છેકે અમો ભરૂચ શહેર કોંગ્રેસમાં સક્રિય સભ્ય તરીકે છેલ્લા ઘણા…