ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિગતો મુજબ પૂર્ણેશ મોદીને માર્ગ અને મકાન વિભાગ વિભાગ અને રાજેન્દ્ર ત્રિવેદી ને મહેસૂલ વિભાગમાંથી હઠાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના રાજકારણ માં મોટા સમાચાર સામે આવી રહયા છે અને જે રીતે વાત સામે આવી છે તે મુજબ રાજેંદ્ર ત્રિવેદીને મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ વિભાગમાંથી હટાવાયા છે. હાલમાં મહેસૂલ રાજ્યમંત્રીનો હવાલો હર્ષ સંઘવી અને માર્ગ અને મકાન વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો જગદીશ પંચાલને સોંપાયો છે,વિધાનસભા ની ચૂંટણી નજીકમાં છે ત્યારે આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે. મહત્વનું છે કે આ બન્ને મંત્રીઓ…
કવિ: Halima shaikh
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો થતા ભારે સનસનાટી મચી ગઇ છે. આતંકવાદીઓએ હયાત હોટલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું, જેમાં 8 લોકોનાં મૃત્યુ થયાના અહેવાલો છે, સાથેજ 9 લોકોને ઇજા થઇ છે. હયાત હોટલની બહાર પાર્ક કરેલી 2 કારમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ આતંકવાદીઓ હોટલમાં ઘૂસી ગયા હતા અને લોકો પર આડેધડ ફાયરિંગ શરૂ કર્યું હતું. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા મુજબ, શુક્રવારે રાત્રે થયેલા હુમલા બાદ હજુપણ હોટલમાં સિક્યોરિટી ફોર્સ અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ ચાલુ છે. હુમલામાં મોગાદિશુના મુહિદીન મોહમ્મદ ઘાયલ થયા છે. હાલ 8 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઈસ્લામી આતંકવાદી ગ્રુપ અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે…
ભરૂચ કોંગ્રેસ હવે લગભગ પતનના માર્ગે ધકેલાઈ રહી છે જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ સામે પણ અસંતોષનો માહોલ છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસ સાથે છેડો ફાડી કેટલાય આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. વાત પ્રદેશની હોય કે પછી સ્થાનિક નેતાગીરીની અહીં અગાઉ પણ પરીમલસિંહ રણા કોંગ્રેસ પ્રમુખ તરીકે રિપીટ થતા અસંતોસ ઉભો થયો હતો અને રાજીનામા પડ્યા હતા. જોકે,ભરૂચ કોંગ્રેસનું લગભગ નામું નખાઈ ગયુ છે અને કહેવાતા આગેવાનો ખોટા વહેમમાં હોવાનું જણાય રહયું છે પ્રજા બધુજ જાણે છે અને હવે કોંગ્રેસનો મેળ પડે તેમ નથી હવે ભરૂચમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ થશે તેવું ચિત્ર જોવા મળી…
મુંબઈમાં ફરી આતંકી હુમલો કરવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસના વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈને ઉડાવી દેવાની તૈયારી થઈ ચૂકી છે. કોઈપણ સમયે હુમલો થઈ શકે છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે આ હુમલો 26/11ના હુમલા જેવો હશે. આ મેસેજ બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મેસેજ મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મેસેજ પાકિસ્તાનના નંબર પરથી આવ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો તમે મને ચેક કરશો તો લોકેશન પાકિસ્તાન બતાવશે, પરંતુ બ્લાસ્ટ મુંબઈમાં થશે.…
અમેરિકાના ન્યૂયોર્કમાં દક્ષિણ રિચમંડ હિલ સ્થિત શ્રી તુલસી મંદિર પાસે ગાંધીજીની પ્રતિમા તોડી નાખવામાં આવી હતી. બપોરે 1:30 વાગ્યાની આસપાસ 6 અજાણ્યા લોકો અહીં આવ્યા હતા અને તેઓએ અહીં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી હતી અને મંદિરની બહારના રસ્તા પર ગ્રાન્ડપી અને ડોગ (કૂતરો) પણ લખ્યું અને ઘટનાને અંજામ આપી કારમાં બેસીને ભાગી ગયા હતા. જોકે, ગાંધીબાપુની પ્રતિમાઓ તોડવાની ઘટનાઓ અમેરિકામાં અગાઉ પણ બની ચુકી છે. આ પહેલા તા.26 જાન્યુઆરી 2022ના રોજ, ખાલિસ્તાન સમર્થકોએ વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમાને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પોતાનો ધ્વજ લગાવ્યો હતો. જાન્યુઆરી 2021માં કેલિફોર્નિયાના સેન્ટ્રલ પાર્કમાં બાપુની 6…
રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકારે દારૂના અડ્ડા બંધ કરાવવા સૂચના આપી હોવાછતાં દારૂના અડ્ડા ચાલુ છે અને પોલીસ લાંચ માંગી છૂટછાટ આપતી હોવાનો એક કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના મહીધરપુરા પોલીસ મથકનો કોન્સ્ટેબલ જીજ્ઞેશ દારૂના કેસમાં નામ નહિ ખોલવા માટે 30 હજારની લાંચ લેતાં એ.સી.બી.ના હાથે લાલ દરવાજા પાસે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. મહિધરપુરા પોલીસે થોડાક દિવસો પહેલા મહિલા પર દારૂનો કેસ કર્યો હતો. આ કેસમાં મહિધરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ દલજીભાઇ પાંત્રોડએ એક વ્યક્તિને ફોન કરી આ કેસમાં તારું નામ ખુલે છે. તેવું કહી જો કેસમાં નામ નહીં ખોલવું હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું.…
વડોદરા મહાનગર પાલિકામાં ભરવાની થતી બાકી લાખ્ખોની લાયસન્સ ફી માટે મનપાના જમીન મિલકત શાખા દ્વારા વારંવાર ઉઘરાણી છતાં સન આઉટડોર્સ અને સુજલ એડર્વટાઈઝર પ્રા.લીના સંચાલકોએ રૂપિયા નહિ ભરી મનમાની કરતા ગયા વર્ષે મનપાની નોટીશને પણ ઘોળીને પી ગયા છે અને નવાઈની વાતતો એ છે કે સન આઉટડોર્સ અને સુજલ એડર્વટાઈઝર પ્રા.લીના હોર્ડિંગ્સ હજુપણ શહેરની શોભા વધારી રહયા છે. હોર્ડિંગ્સ બોર્ડની બાકી લાયસન્સ ફી માટે મનપાના જમીન મિલકત શાખા (કોમ) દ્વારા ઉપરોક્ત બન્ને એજન્સીને નોટીશ અપાઈ હતી અને ચેક પણ રિટર્ન થયા છે આ મુજબના ભૂતકાળ ધરાવતી એજન્સીના બોર્ડ વડોદરામાં હજુપણ યથાવત હોય સબંધિત વર્તુળોમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.…
વડોદરામાં સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ નજીક રાત્રે રખડતા ઢોર અડફેટે આવી જતા 48 વર્ષના જીજ્ઞેશ મહિજી ભાઈ રાજપૂત નામના યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે આ વાહનચાલક પસાર થઇ રહ્યો હતો. આ સમયે રસ્તા પર ઢોર રખડતા હતા અને સ્ટ્રીટ લાઈટ બંધ હતી. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે વાહનચાલક ગાયો જોઈ શક્યો નહતો અને વાહન ચાલક યુવાન રખડતા ઢોરની અડફેટે આવી ગયો હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યુ હતુ તેઓએ કહ્યું કે અકસ્માત બન્યા બાદ અચાનક સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી દેવામાં આવી હતી. રખડતા ઢોર અને તંત્રની બેદરકારીએ કારણે આ યુવાનનો જીવ ગયો હોવાનો મૃતક યુવાનના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરિવારજનોના…
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે રાજકીય પક્ષોમાં ગરમાટો આવ્યો છે અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલની ગુજરાતની મુલાકાત બાદ હવે પીએમ મોદી ગુજરાત આવી રહયા છે. હવે ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટકકર થશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હજુતો કચ્છની મુલાકાત કરી કેજરીવાલ ગયા છે ત્યારે હવે PM નરેન્દ્ર મોદી તારીખ 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગર -અમદાવાદ અને કચ્છની મુલાકાત કરનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં જોડાનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે. PM મોદી પહેલા અમદાવાદમાં આવશે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જનસભાને પણ…
રાજકોટમાં ભાજપના નેતાવજુભાઈ વાળાએ ભગવાન કૃષ્ણ સાથે નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી. જન્માષ્ટમી પર્વને લઈ આયોજિત એક ધર્મસભામાં કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ જેમ અધર્મ સામે લડ્યા અને સગાવાદ સામે કૃષ્ણ લડ્યા છે તેવી જ રીતે વડાપ્રધાન મોદીજી અધર્મ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદની સામે લડી રહયા છે. આમ, વજુભાઇ એ નરેન્દ્રભાઈ મોદીની સરખામણી ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરતા લોકોમાં બરાબરના ટ્રોલ થયા હતા. વજુભાઇ વાળાએ ગુજરાતમાં યોજાનારી ચૂંટણી અંગે પણ નિવેદન આપતા જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપને 182 બેઠક મેળવવી અઘરી છે પણ અશક્ય નથી. મહેનત કરીએ તો ધાર્યુ પરિણામ મળેજ છે. સાથેજ ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષ તરીકે લોકોમાં લોકપ્રિયતા હાંસલ કરી રહેલી…