NCC એ દરેક વ્યક્તિ માટે સંરક્ષણ સેવાઓમાં પ્રવેશ મેળવવા અને ભાવિ લીડર બનવા માટેનું પગથિયું છે આ શબ્દો છે નેશનલ કેડેટ કોર્પ્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના …તેઓએ ઉમેર્યું હતું કે, “અમારી સૌથી મોટી પ્રેરણા વડાપ્રધાન છે જેઓ પોતે એનસીસી કેડેટ હતા અને અમને રાષ્ટ્રીય સ્તરે ઘણું સમર્થન આપે છે. અમે એક જૂથ તરીકે દેશના ભાવિ નેતાઓનું નિર્માણ કરી રહ્યા છીએ.” એનસીસી), ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે વડોદરા એનસીસી ગ્રુપ હેડક્વાર્ટરની મુલાકાત દરમિયાન એનસીસી ગુજરાતના વડાએ વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે શહેરની મુલાકાત લીધી હતી અને જૂથની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે NCC માટે…
કવિ: Halima shaikh
ખરાબ હવામાનના કારણે બિહારના સીએમ નીતિશ કુમારના હેલિકોપ્ટરનું ગયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી રાજ્યમાં દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા નીકળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ જહાનાબાદ, અરવાલ સહિત અનેક જિલ્લાના હવાઈ પ્રવાસ માટે રવાના થયા હતા. આ દરમિયાન ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હકીકતમાં બિહારમાં ઓછા વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ થયો છે. જેના કારણે સીએમ નીતીશ દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરવા જઈ રહ્યા હતા. સીએમ નીતીશ ગયામાં ઉતર્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું. હવે સીએમ રોડ માર્ગે પટના પરત ફરી શકે છે. ગયાના ડીએમ ડૉ. ત્યાગરાજને જણાવ્યું કે ખરાબ…
ભરૂચ કોંગ્રેસનું પતન શરૂ !વધુ સાત હોદ્દેદારોના રાજીનામાં પડતા કહેવાતા નેતાઓ ફફડ્યા ! ‘આપ’ની બોલબાલા વધી ! ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે અને શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દીધા દીધા બાદ હવે ભરૂચમાં કોંગ્રેસનું હવે પતન નિશ્ચિત મનાઈ રહ્યું છે. અગાઉ જ્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાને રિપીટ કરાયા તે વખતે પણ અસંતોષની આગ પ્રસરી હતી અને તે સમયે પણ રાજીનામાં પડ્યા હતા ત્યારબાદ જોલવામાં પણ કોંગ્રેસના આગેવાનો એ પક્ષ સાથે છેડો ફાડયો હતો અને ભાજપમાં જોડાયા હતા હવે પક્ષના અન્ય નેતાઓ પણ કોંગ્રેસથી અંતર બનાવી લીધું છે. વિધાનસભાની…
મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે,અહીં બોરીવલી પશ્ચિમના સાંઈબાબા નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનાને પગલે સ્થળ પર ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ ઘાયલ કે મૃતકોની સંખ્યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત ટીમો બચાવ કાર્યમાં લાગી ગઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવામાં આયોજિત હર ઘર જલ ઉત્સવને સંબોધન કર્યું હતું. તેમણે સૌ પ્રથમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પછી વડા પ્રધાન મોદીએ કહ્યું, “અમૃત સમયગાળા દરમિયાન ભારત જે વિશાળ લક્ષ્યો પર કામ કરી રહ્યું છે તેનાથી સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ સીમાચિહ્નો આજે આપણે પાર કર્યા છે.” તેમણે કહ્યું, “આજે ગોવા દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જેને દરેક ઘરમાં પાણી માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પણ હર ઘર જલ પ્રમાણિત કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. આ માટે હું ગોવાના લોકોને અને ત્યાંના મુખ્યમંત્રીને મારી શુભકામનાઓ પાઠવું…
અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં દિલ્હીના સારા ઉચ્ચ અને આધુનિક શિક્ષણની નોંધ લીધી છે આ અખબાર બતાવતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભારત વિશે આવા સમાચાર પ્રકાશિત કરવા તે મહત્વપૂર્ણ અને ગર્વની વાત છે. આ અખબારના પહેલા પૃષ્ઠ પરના પ્રકાશન પરથી સ્પષ્ટ થાય છે કે મનીષ સિસોદિયા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ પ્રધાન છે. કુદરત અને ભગવાન આપણી સાથે છે. બ્રહ્માંડની તમામ શક્તિઓ આપણને મદદ કરી રહી છે. જો આપણે આ નેતાઓની મદદથી દેશ છોડીશું તો આપણે ઘણા પાછળ રહી જઈશું. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા ભારત વિશે એક સમાચાર પ્રકાશિત થયા હતા, જે…
આજે શુક્રવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં 15,754 નવા કોરોના ના દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 15,220 સ્વસ્થ થયા હતા. કુલ સક્રિય કેસ પણ વધુ ઘટીને 1,01,830 થઈ ગયા છે. દૈનિક ચેપ દર 3.47 ટકા છે. રાજધાનીમાં ચેપ દર 10 ટકાની નજીક પહોંચી ગયો છે અને રોગચાળાને કારણે આઠ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,754 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન, રોગચાળામાંથી ઓછા દર્દીઓ સાજા થયા છે. ચિંતાની વાત એ છે કે દિલ્હીમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. બુધવારે રાજધાનીમાં ચેપનો દર 10 ટકાની નજીક પહોંચી ગયો હતો અને રોગચાળાને…
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમોના આયોજન થયા છે ત્યારે મધ્ય ગુજરાતમાં આવેલા પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ ઉજવવા તેમજ દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરે વહેલી સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડયા હતા અને ‘જય રણછોડ માખણ ચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ના નારા સાથે મંગળા આરતીનો લાભ લીધો હતો. શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી અને દર્શન માટે અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તેમજ દેશ વિદેશથી ભાવિકો ડાકોરમાં ઊમટી પડ્યા છે. મંદિરને આસોપાલવનાં તોરણોથી સમજાવાયું છે તેમજ…
સરકારમાં ઊંચો પગાર મેળવતા હોવાછતાં લાંચ લેવાનું દુષણ સરકારી બાબુઓમાં વધ્યુ છે ત્યારે કેટલાક કિસ્સામાં જાગૃત નાગરિકો આવા લાંચિયા તત્વોને પકડાવી દે છે આવાજ એક કિસ્સામાં વલસાડ જિલ્લામાં વાપી ખાતે રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટીના સુપ્રિન્ટન્ડન્ટની ધરપકડ બાદ તેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 રિમાન્ડ મેળવી તપાસ કરી રહી છે. વાપી ખાતે સેન્ટ્રલ જીએસટી કચેરીમાંથી લેબર કોન્ટ્રાક્ટર અરજદારને બાકી સર્વિસ ટેક્સ ભરવા ઓર્ડર આપવામાં આવ્યો હતો.જેને ઇન્સપેક્ટર ગુરપિન્દર મુખ્તિયારસિંઘે કચેરીમાં બોલાવી સર્વિસ ટેક્સ વ્યાજ સાથે ભરવા જણાવતા અરજદારે રકમ ભરી દીધી હતી. તેમ છતાં ઇન્સપેક્ટર ગુરપિન્દર અને સુપ્રિન્ટન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીનાએ એક બીજાના મેળાપીપણાંમાં અરજદાર પાસે રૂ.20…
વડોદરા મનપા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના યોજાયેલા કાર્યક્રમમાં 76 કાઉન્સિલરોમાંથી માત્ર 7 જ કાઉન્સિલરો જ હાજર રહેતા ભારે ચર્ચા ઉઠવા પામી છે. દેશની આઝાદી માટે 1942માં થયેલી ઓગસ્ટ ક્રાંતિમાં અંગ્રેજોએ કરેલા ગોળીબારમાં શહીદ થયેલા વડોદરાના બે વીર સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાને શ્રદ્ધાંજલિ આપવા મનપા દ્વારા રાવપુરા કોઠી પોળના નાકે બનેલા વીર શહીદ સ્મારક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ76 કાઉન્સિલરોમાંથી માત્ર 7 જ કાઉન્સિલરો હાજર રહેતા તે વાત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની છે. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર રીટાબેન સીંગ, છાયાબેન ખરાદી, જ્યોતિબેન પટેલ, સંગીતાબેન ચોકસી અને વિપક્ષી નેતા અમીબેન રાવત જ હાજર…