કેન્દ્રમાં મોદી સરકાર હોવા છતાં કાશ્મીરી પંડિતોની કાશ્મીરમાં હત્યા થઈ રહી છે, ઘાટીમાં માત્ર સાત મહિનામાં જ 24 લોકોની હત્યા થઈ છે. ગયા ઓક્ટોબરથી શરૂ થયેલી કાશ્મીરી પંડિતોની હત્યાનો સિલસિલો હજુ ચાલુ છે. જેઓ બચી ગયા છે તેઓનું કહેવુ છે કે અમે અમારાં માતા-પિતા, સંતાનોને ગુમાવવા માગતા નથી. વહીવટીતંત્ર સાંભળતું નથી. પોલીસ પણ માનતી નથી. અમે ઘર છોડીને પણ નથી નીકળી શકતા અને મોતના ડરથી અહીં રહી પણ શકતા નથી. સરકાર અને વહીવટીતંત્ર તરફથી સુરક્ષા મળતી નથી. અહીં પોલીસ, આર્મી, બધું જ છે, પણ આતંકવાદીઓને બેફામ છે તેઓ કોઈને દાદ દેતા નથી અને આવે છે, નામ પૂછે છે, …અને ગોળી…
કવિ: Halima shaikh
રાજ્યમાં રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે અને તે માટે રોડની ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહયા છે,વરસાદમાં પણ ટક્કર લઈ શકે તેવા રોડનું કામ શામાટે કરવામાં આવતું નથી તે મામલે સવાલો ઉભા થયા છે ત્યારે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ રોડ તૂટવા પાછળનું કારણ મૌસમની બદલાયેલી પેટર્ન જવાબદાર હોવાનું જણાવી દીધું છે. ગુજરાતમાં રસ્તાઓની હાલત ખુબજ ખરાબ છે. રાજ્યનું કોઇ એવું શહેર નહીં હોય જયાં રસ્તાઓ તુટેલા ન હોય. દરમિયાન મંત્રી પૂર્ણેશ મોદીને પત્રકારોએ કરેલા આ સવાલના જવાબ માં તેમણે કહ્યુ કે, જુઓ, આ કુદરતી પ્રક્રિયા છે. દર વખતે ચોમાસાની આખી…
ગુજરાતના પ્રખ્યાત બિલ્કીસ બાનો બળાત્કાર કેસના દોષિતોની મુક્તિ પર, AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત અને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. ઓવૈસીએ કહ્યું- ‘આપણે અલ્લાહનો આભાર માનવો જોઈએ કે કમસેકમ ગોડસે ને તો ફાંસી આપવામાં આવી.’ ઓવૈસીએ એક નિવેદન જારી કરીને આરોપ લગાવ્યો છે કે ગુજરાતથી કઠુઆ સુધીના બળાત્કારીઓની સાથે ઊભા રહેવાની ભાજપની નીતિ રહી છે. જ્યારે કેટલાક લોકોની જાતિ તેમના અપરાધની ઘોરતાને ધ્યાનમાં લીધા વિના જેલમાંથી મુક્ત થઈ શકે છે, ત્યારે કેટલાક અન્ય લોકોની જાતિ અથવા ધર્મ ને લઈ પુરાવા વિના જેલમાં રાખવા માટે પૂરતું કારણ હોઈ શકે છે. AIMIMના વડા ઓવૈસીએ ગુજરાત બીજેપી ધારાસભ્ય સીકે રાઉલજીની ટિપ્પણી પર…
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કુલ 38.05 કિમીના એરિયામાં આવતા 33 રોડ તૂટી જતા લાખ્ખો રૂપિયાનું નુકશાન થયું છે અને રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠ્યા છે. ઠેરઠેર રોડ તૂટી જતા લોકો પરેશાન બની ગયા છે અને આવા ભંગાર તૂટેલા રોડ ઉપર વાહન ચલાવવાનું મુશ્કેલ બનતા જનતામાં ભારે રોષ અને નારાજગી ઉભી થતા સફાળા જાગેલા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આખરે ચાલુ વરસાદમાં રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વલસાડ પંથક માં ભારે વરસાદના જિલ્લામાં કુલ 38.05 કિમીના 33 રસ્તા તૂટી જવા પામ્યા છે. જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર, સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા મોટા મોટા ખાડાઓ પડતા…
ભરૂચ કોંગ્રેસનું જહાજ ડૂબવા લાગ્યું !અંદરો અંદર પડી ફૂટ,જોલવા ગામેજ 40 આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાયા ? તે શું સૂચવે છે ? રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ નબળી પડી રહી છે. જેનું તાજું ઉદાહરણ ભરૂચના વાગરા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસના ગઢ ગણાતા જોલવા ગામમાંજ કોંગ્રેસ સામે નારાજગી સામે આવી છે અહીં તાજેતરમાંજ 40 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિ માં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. આ વાત ઘણું બધું કહી જાય છે અને જ્યાં દિવા તળે જ અંધારું હોય ત્યાં બીજે શુ ધાડ મરવાના જેવો ઘાટ સર્જાયો…
રાજુ શ્રીવાસ્તવની હાલત વધુ બગડી હોવાના સમાચાર છે, મોડી રાતથી અચાનક રાજુની તબિયત વધુ બગડતા તેઓના માથાનો સીટી સ્કેન કરવામાં આવતા મગજના એક ભાગમાં સોજો જણાયો છે, રાજુના મોટા ભાઈ સીપી શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે મગજમાં પાણી ભરાઈ ગયું છે અને તબીબો પણ સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવી રહયા છે. રાજુના મુખ્ય સલાહકાર અજિત સક્સેનાએ નિવેદન આપ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવનું બ્રેન લગભગ ડેડની સ્થિતિમાં આવી ગયું છે. તેઓ હવે તેઓ ઈશ્વરના ભરોસે છે અને તેઓજ ચમત્કાર કરી શકે છે. વધુમાં અજિત સક્સેનાએ કહ્યું હતું કે રાજનું મગજ કામ કરતું નથી. હાર્ટમાં પણ પ્રૉબ્લેમ છે. બધા જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા…
સુરત વિસ્તારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવતા જાગૃત નાગરિક અને એડવોકેટ મેહુલ બોધરા ઉપર જીવલેણ હુમલો થયો છે. આ હુમલોTRB જવાનના સુપર વાઇઝર સજાન ભરવાડ નામના ઇસમે કર્યો હોવાનું કહેવાય છે તેણે નિર્દયતાથી મેહુલ બોધરા ઉપર લાકડીઓ વરસાવી હતી અને ઘા માથાના ભાગે ઇજાઓ પહોંચાડતા મેહુલભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. સુરતના કેનાલ રોડ પાસે TRB જવાન સહિત પોલીસના કેટલાક મળતિયાઓ જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ એડવોકેટ મેહુલ બોઘરાને મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા તે વખતે કેટલાક શખ્સો ટેમ્પો રોકી હપ્તો લેતા હોવાનું જણાતા તે સમયે એડવાકેટ મેહુલ બોઘરાએ હપ્તો લેતા…
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે મોટાભાગની નદીઓ બેકાંઠે વહી રહી છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પણ પુર આવતા ઈડરમાં આવેલું શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર અડધું પાણીમાં ગરક થયું છે. પાણીનો પ્રવાહ હજુ વધેતો મંદિર આખું પાણીમાં પણ ગરકાવ થવાની ભીતિ સેવાઈ રહી છે,ધરોઈ ડેમ ફુલ થવાથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. દરમિયાન ઇડરના કાંઠા વિસ્તારમાં વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવતા અહીં શ્રી સપ્તેશ્વર મંદિરની આગળનો કુંડ અને ગર્ભ ગૃહ પાણીમાં ડૂબી ગયા હતા અને હજુપણ પાણીનો પ્રવાહ ચાલુ હોય આખું મંદિર ડુબવાનો ભય ઉભો થયો છે.
ખેડાના માતરના ત્રાજ ગામે 15 વર્ષની કિશોરીના એકતરફી પ્રેમમાં પડેલા 46 વર્ષના ઇસમે કિશોરી તાબે નહિ થતા તીક્ષ્ણ કટરથી ગળાના ભાગે ઘા મારી જાહેરમાં હત્યા નાંખી હતી. કિશોરીનું ગળું કાપ્યા બાદ હાથના ભાગે પણ છરીના ઘા ઝીંક્યા હતા. સારવાર મળે એ પહેલાજ કિશોરીનું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન 46 વર્ષના રાજુ ઉર્ફે રાજેશ પટેલે કાગળ કાપવાના કટરથી માત્ર 15 વર્ષની કૃપા પટેલ નામની કિશોરીને ગળાના ભાગે ઘા માર્યા બાદ તેના હાથના ભાગે પણ ગંભીર ઇજા કરી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.…
રાજયમાં હવે ચૂંટણી અગાઉનો માહોલ જામી રહ્યો છે અને રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી પડ્યા છે ગુજરાતમાં હવે કોંગ્રેસમાં પણ અશોક ગેહલોત આવતા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સુરતની વાત કરવામાં આવેતો કોંગ્રેસે ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત શહેરના વિવિધ વિસ્તારોના 20 ટકા હોર્ડિંગ્સ અત્યારથી જ બુક કરાવી લીધા છે. સાથેજ રાજ્યના પ્રત્યેક મતદાર સુધી પહોંચવા 7 એજન્સીઓની નિમણૂક કરી છે,જે ડોર ટુ ડોર સરવેની કામગીરી સાથે સોશ્યલ મીડિયા હેન્ડલ કરશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે અને વિવિધ કામગીરી માટે વિશેષ ટીમ બનાવીજવાબદારી નક્કી કરાઇ છે. ઉપરાંત ચૂંટણી આયોગ પાસેથી મતદાર યાદી…